લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 7
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો
માનવ ખૂબ ખુશ રહેતો હતો.જોકે એને હજી ઘરે અને કોલેજ માં આ વિશે વાત નહોતી કરી અને તેમને વિચાર્યું કે કોલેજ પુરી થાય પછી જણાવી દઈશું.માનવ તો શનિવાર ની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તે અને પ્રિયા હોટેલ સ્કાય માં ડિનર માટે જઈ રહ્યા હતા.પ્રિયા ને તેના એક બીજા ફ્રેન્ડે પણ પ્રપોઝ કર્યો હતો પણ તેનો તેને અસ્વીકાર કર્યો હતો.આમ તો પ્રિયા ને એવા ઘણા છોકરા મળ્યા જે પ્રિયા ની ખુબશુરતી જોઈ ને મોહી ગયા હોય પણ માનવ પહેલો એવો છોકરો હતો જેને દોઢ વર્ષમાં તેને કોઈ દિવસ પ્રિયા ને કોઈ ખોટા ઈરાદા થી સ્પર્શ પણ નહોતો કર્યો,કદાચ તેના આ સ્વભાવ ના લીધે જ પ્રિયા ને માનવ પસંદ આવવા લાગ્યો હતો.
બીજા દિવસે સાંજે બંને હોટલ સ્કાય માં આવ્યા અને આજે માનવ થોડી શરમ પણ અનુભવી રહ્યો હતો જે પ્રિયા થી છુપી ન રહી એટલે પ્રિયાએ તેને કહ્યું " ઑય,આમ શરમતો જ રહીશ કે પછી કંઈક ઓર્ડર પણ કરીશ" આ સાંભળી માનવ થોડો સ્વસ્થ થાય છે અને વેઈટર ને ઓર્ડર આપે છે.આ વખતે પણ બારી ની બહાર તેમને કોઈ જોઈ રહ્યું હતું જેની જાણ ન તો માનવ ને હતી કે ન તો પ્રિયા ને!!
માનવ સાવ ચુપચાપ બેઠો હતો એ જોઈ ને પ્રિયા એ વાત ની લગામ પોતાના હાથ માં લીધી.આમ પણ ડીનર તો એક બહાનું હતું પણ હકીકત માં તો પ્રિયા માનવ સાથે કેટલીક વાત ક્લીઅર કરવા માંગતી હતી "માનવ હું કંઇક કહેવા માગું છું"
"હા બોલ ને "માનવે મૌન તોડતા કહ્યું
"હવે તું કોઈ પણ સંજોગો માં કોઈ બીજા લાઈફ પાર્ટનર વિશે ન વિચારતો"પ્રિયા એ થોડા ખચકાટ ભર્યા અવાજે કહ્યું
પ્રિયા કેમ આવું કહે છે એ માનવ સમજતો હતો કેમ કે ઘણા છોકરાઓ ફક્ત મોજ શોખ માટે છોકરીઓ ને ફસાવતા હોય છે એટલે એને પ્રિયાના બંને હાથ પકડી ને કહ્યું" પ્રોમિસ હંમેશા તું જ મારી લાઈફ પાર્ટનર રહીશ!!"
*************************
સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો એની સાથે જ પ્રિયા અને માનવ પણ ખૂબ નજીક આવી ગયા હતા અને તેની સાથે જ ક્યારેક લેક્ચર બન્ક કરી ને બહાર ફરવા જવું એ બધું કોમન થઈ ચૂક્યું હતું.પણ હંમેશા તે શહેર ની બહાર જતા હતા કારણકે પ્રિયા ને શહેર ના મોટા ભાગ ના પોલીસકર્મી ઓળખાતા હતા. આથી જ તે શહેર ની બહાર તે ઝરણા પાસે જતા હતા જ્યાં માનવ ને પહેલી વાર પ્રિયાએ પોતાના દિલની વાત કહી હતી.
************************
કહ્યું છે ને પરિવર્તન જીવન નો નિયમ છે પણ કોઈક વાર પરિવર્તન એ ઈચ્છા વિરુદ્ધ પણ હોય છે અને એ સ્વીકારવું જ રહ્યું.હવે તેમનું બેચલર પૂરું થઈ ગયું હતું અને એમ.ડી માટે માનવ ને તો તેજ શહેર માં એડમીશન મળી ગયું હતું પણ પ્રિયા ના પપ્પાનું ટ્રાન્સફર અમદાવાદ થઈ ગયું હતું.આથી ના છૂટકે પ્રિયા ને અમદાવાદ એડમિશન લેવું પડ્યું હતું.તેઓ કાલે અમદાવાદ જવા નીકળવા ના હતા.એટલે આજે માનવ અને પ્રિયા બંને મન ભરીને વાતું કરી લેવા માંગતા હતા. આથી સવારથી જ તે બંને શહેર ની બહાર પોતાની જૂની બેઠક એવા ઝરણા પાસે જઈને બેઠા હતા.
પ્રિયા માનવ ના ખોળામાં સૂતી હતી અને આજે તેના મુખ પર ની ઉદાસી સાફ દેખાઈ રહી હતી. "મીકુ,હવે કાલ થી તો આપડે ફોન પર જ મળી શકશું" પ્રિયા હવે માનવ ને મીકુ જ કહેતી હતી
"અરે! પ્રિયા તો એમાં એટલી ઉદાસ કેમ થાય છે બસ ત્રણ વર્ષ ની તો વાત છે.અને પછી આપડે હંમેશા સાથેજ રહેવાનું છે"માનવે પ્રિયા ના રેશમી વાળ પર હાથ ફેરવતા કહ્યું. માનવ ભલે અત્યારે આમ કહી રહ્યો હોય પણ માનવ પણ અંદર થી ખૂબ દુઃખી હતો જે વાત પ્રિયા પણ જાણતી હતી.
પછી પ્રિયા કહે છે"મીકુ,તું તારા સ્ટડી પર ધ્યાન આપજે"
"હા,પ્રિયા પણ તમેં ક્યારે નીકળવાના છો?"
"કાલે સવારે"
માનવ નું મન હતું કે સવાર ના રોમાંચક વાતાવરણમાં એક વાર બને સાથે કોફી પીવા જાય પણ હવે એ ત્રણ વર્ષ પછી જ શક્ય બનવાનું હતું.માનવ આજુ બાજુ ની સુંદરતા ભૂલી ને ફક્ત પ્રિયા ની સુંદરતા માં ખોવાયેલો હતો અને પ્રિયા પણ એકનજરે તેની સામે જોઈ રહી હતી
"પ્રિયા તારું જીવન માં શુ સપનું છે"અચાનક માનવે પ્રશ્ન પૂછ્યો
"મારુ સપનું તો પેરિસ જવાનું છે"
"વાહ પેરિસ તો મને પણ ખૂબ ગમે છે પણ ખાલી ટીવી માંજ જોયું છે"
પછી બંને આવીજ અઢળક વાતું કરી નાખે છે અને બપોર થવા આવે છે એટલે પ્રિયા કહે છે"મીકુ હવે, જવાનો સમય થઈ ગયો છે"
માનવ ઘડિયાર માં જુવે છે.અને આથી તેના ચહેરા પર ઉદાસી આવી જાય છે અને તેને બાય કહે છે પ્રિયા જતી હોય છે ત્યારે માનવ તેને રોકતા કહે છે "પ્રિયા એક મિનિટ"
પ્રિયા ઉભી રહે છે માનવ તેની નજીક જાય છે અને તેના બંને હાથ ને ખભે થી પકડે છે અને પ્રિયા કઈ સમજે એ પહેલાં પોતાના બંને અધરો પ્રિયા ના ગુલાબી અધરો ને એક કરી દે છે.પ્રિયા દ્વારા પણ આનો કોઇ વિરોધ નથી થતો અને અનાયાસે જ બંન્ને ના હાથ એક બીજાને વીંટળાઈ જાય છે!!!
પ્રિયાને કોલેજ સુધી મૂકી અને ત્યાંથી માનવ પોતાના ઘર તરફ જાય છે અને કાલે ડિગ્રી કોલેજ ના પહેલા દિવસ ની તૈયારી કરે છે.પણ કોઇ વાતે તેનું ધ્યાન તેમાં નહોતું લાગી રહ્યું પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તે મન ને મનાવી રહ્યો હતો.અને પોતાનું ફેવરિટ સોન્ગ સાંભળી રહ્યો હતો
तू आता है सीने में जब-जब साँसें भरती हूँ
तेरे दिल की गलियों से मैं हर रोज़ गुज़रती हूँ
हवा के जैसे चलता है तू, मैं रेत जैसे उड़ती हूँ
कौन तुझे यूँ प्यार करेगा जैसे मैं करती हूँ?
मेरी नज़र का सफ़र तुझ पे ही आ के रुके
कहने को बाक़ी है क्या? कहना था जो, कह चुके
मेरी निगाहें हैं तेरी निगाहों पे, तुझे ख़बर क्या, बेख़बर?
मैं तुझसे ही छुप-छुप कर तेरी आँखें पढ़ती हूँ
कौन तुझे यूँ प्यार करेगा जैसे मैं करती हूँ?
-पलक मुच्छल
એટલીજ વાર માં રાજ તેને સાંત્વના આપવા માટે આવે છે અને કહે છે"અરે ! કેમ આટલો ઉદાસ થાય છે ફક્ત ત્રણ વર્ષની તો વાત છે"
એના ઉત્તર માં માનવ કહે છે" રાજ પ્રેમ કરનારા માટે ત્રણ દિવસ રાહ જોવી એ પણ ખૂબ મુશ્કેલ હોય છે"
આ સાંભળીને રાજ મૌન ધારણ કરે છે.અને થોડી વાર બંને એમજ બેસે છે સાંજ થવા ની તૈયારી હોય છે એટલે રાજ કહે છે"ચાલ માનવ હું જાવ છું! કોઈ જરૂર હોય તો મને કહેજે" માનવ ફક્ત હકાર માં મો હલાવે છે.
તો છેવટે તે મને છોડીને તે દૂર જઈ રહી હતી,
કોક'દી પોતે હસતી કોક'દી મને હસાવતી હતી,
નિરંતર પ્રેમની ધારા મુજ પર વરસાવતી હતી,
હંમેશા મને નાની નાની વાત માં ફસાવતી હતી,
હંમેશા મને રાહ જોવડાવી ને સતાવતી હતી,
દરરોજ મને પ્રેમના અમી ઘુંટ પીવડાવતી હતી,
પોતાની દરેક ભૂલમાં મારો વાંક ગોતતી હતી,
મને તો હંમેશા પાગલ કે મૂર્ખ સમજતી હતી,
મારુ પોતાના થી પણ વધારે ધ્યાન રાખતી હતી,
તો છેવટે તે મને છોડીને તે દૂર જઈ રહી હતી,
તેના વગરની નિશા ઊંડો નિસાસો નાખતી હતી
'અનંત' એ મને પ્રભુથી પણ પ્યારી લાગતી હતી
ક્રમશ
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો