ghadtar - 3 in Gujarati Short Stories by Mittal Shah books and stories PDF | ઘડતર - વાર્તા - 3 અઘરો વિષય

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઘડતર - વાર્તા - 3 અઘરો વિષય






રાત્રે આસ્થા કહે કે, "આજે મારો વારો....."

દાદા-દાદી, અનંત હસી પડ્યા. દાદી કહે કે, "સારું તું કહે વાર્તા."

"પણ દાદી મને તો સ્મોલ વાર્તા જ આવડે છે." આસ્થા બોલી.

દાદા કહે કે, "સારું, તું વાર્તા કહે. પછી આપણે લૂડો રમીએ"

આસ્થાએ વાર્તા શરૂ કરી.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
સૌથી અઘરો વિષય

એક વખત એક વિધ્યાર્થી આવ્યો. એણે અકબરના નવરત્નોને પૂછયું કે, "સૌથી અઘરો વિષય કયો?"

સેનાપતિ માનસિંહ એ પૂછયું, "કેમ આવો પ્રશ્ન પૂછયો?"

શિષ્યે જવાબ આપ્યો કે, "મારે એ જ વિષયમાં પારંગત થવું છે."

એકે કહ્યું કે, "ગણિત"

બીજો કહે કે, "ઈતિહાસ"

કોઈ કહે કે, "ભાષા"

એમ દરેક ના જવાબ અલગ અલગ આવતાં હતાં.

અકબરે બીરબલ સામે જોયું કે ત્યારે બીરબલે જવાબ આપ્યો કે, " આપણું મન"

બધાંએ બીરબલની વાત થી નવાઈ લાગી. બીરબલે કહ્યું કે, "હું સાબિત કરી શકું છું. એ માટે તમારે ગુરુકુળમાં શિષ્ય બની ને આવું પડશે."

અકબરે બીરબલની વાત માનીને શિષ્ય બની અકબર અને બીરબલ ગુરુકુળમાં ગયાં.

ગુરુકુળમાં ગુરુએ એ લોકોને શિષ્ય સ્વીકારીને સૌપ્રથમ ગણિત ભણવા નું શરૂ કર્યું. એ વિષય સમજાવીને દાખલા ગણવા કહ્યું. અકબરને એ ભારે લાગ્યું.

અકબરે કહ્યું કે, "ગુરૂ જી મને તો આ ગણિત વિષય ભારે લાગે છે. એના કરતાં સેહલો વિષય શીખવાડોને."

ભાષા કે સાહિત્ય કે પછી ઈતિહાસ દરેક અકબર રાજાને ફાવ્યા જ નહીં.

એકએક કરીને બધાં જ વિષયો અઘરા લાગ્યા.


આખરે અકબરે કહ્યું કે, " બીરબલજી તમને ખબર છે કે અમે ભણેલા નથી તેથી જ તમે મને ગુરુકુળ માં લાવેલા છો."

બીરબલે કહ્યું કે, "ના જહાંપનાહ એવું નથી. છતાંય તમારા મનના સંતોષ માટે હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ."

પછી તેઓ એક ઘરે ગયાં અને કામ માગ્યું. એ સ્ત્રીએ ઘરના કામ બતાવ્યાં તે પણ અકબરને ભારે લાગ્યા. આટલી બધી મહેનત કરવી પડે. અને મનમાં બોલ્યા કે, "આ કામ તો રાજ ચલાવા કરતાંય દુનિયાના સૌથી અઘરા છે. "

એ જ કામ સ્ત્રીઓ આસાનથી કરતી જોઈને અકબરને નવાઈ લાગી. જે કામ અકબરને અઘરા લાગતાં હતાં ત્યારે એ જ કામ સ્ત્રીઓ ને આ.....
.
.
.
.
.
ઈઝી લાગતાં હતાં.

અકબરે બીરબલ ને કહ્યું કે, "બીરબલજી ખરેખર આ બધાં કામ તો રાજ ચલાવા કરતાંય અઘરા છે."

એવામાં એક સૈનિક આવ્યો અને એમને પૂછયું કે, "શું કોઈ તકલીફ છે આપને?"

બીરબલે કહ્યું કે, "અમારે કામ જોઈએ છે."

સૈનિકે એમને કહ્યું કે, "એક કામ કરો કે તમે સેના માં જોડાઈ જાવ."

અકબર, બીરબલ સેનામાં ભરતી થવા ગયાં તો અકબરને એ કામ સહેલું લાગ્યું.

બીજા દિવસે દરબારમાં બીરબલે કહ્યું કે, " જહાંપનાહ હવે તો આપ માનશો ને કે સૌથી અઘરો વિષય આપણું મન છે."

અકબરે કહ્યું કે, "હા બીરબલ"

તાનસેનજી બોલ્યા કે, "અમને સમજ ના પડી જહાંપનાહ."

બીરબલે કહ્યું કે, " તાનસેનજી, એમાં એવું છે કે જે વિષય કે કામ માટે આપણું મન તૈયાર તો એ સહેલો. અને જે માટે મનને પરાણે તૈયાર કરવું પડે તો એ અઘરું. એટલે જ હું કહેતો હતો કે 'સૌથી અઘરો વિષય એ આપણું મન છે."

બીરબલે શિષ્ય તરફ ફરીને કહ્યું કે, "માટે પારંગત થવું હોય તો 'પોતાના મન' પર થવું જોઇએ."

શિષ્ય બીરબલ અને અકબરનો આભાર માની રજા લીધી.
💐💐💐💐💐💐💐💐💐💐💐
આસ્થાનો અવાજ થાકી ગયો હતો. પણ બધાંએ તાળીઓ પાડી એટલેે આસ્થા ખુશ થઇ ગઇ.

અનંત બોલ્યો કે, "કાલે મારો વારો વાર્તા કહેવાનો."

દાદાએ કહ્યું કે, "હા, બેટા"

બધાં લૂડો રમવા લાગ્યા.