Bloody Love - 3 in Gujarati Thriller by Ammy Dave books and stories PDF | ખૂની પ્રેમ - 3

Featured Books
Categories
Share

ખૂની પ્રેમ - 3

ઘણા સમય પછી લખું છું આશા છે કે તમે હજી મને ભૂલ્યા નથી તો અગાઉ ખૂની પ્રેમ ના બન્ને ભાગ ની સફળતા બાદ મૈં આ ત્રીજા ભાગ ની રચના કરી છે.

આશા કરું છું કે મારા આ ખૂની પ્રેમ ના ત્રીજા ભાગ ને પણ તમે પહેલાં ના બન્ને ભાગ જેટલો જ પ્રેમ આપશો.

તો ચાલો વાર્તા ની શરૂઆત કરીએ.

તો વાર્તા ની શરૂવાત થાય છે આરવ અને અંજલિ થી. આરવ અને અંજલિ બન્ને પતિ પત્ની છે. બન્ને ના લગ્ન તે બન્ને ના પરિવાર દ્વારા કરાવવા માં આવે છે. પહેલાં જ્યારે અંજલિ પરણીને આરવ ના ઘરે આવે છે ત્યારે ખૂબ ઉદાસ અને દુઃખી હોય છે.

આરવ અને તેના પરિવાર ને લાગે છે કે તે પોતાના માતા પિતા ને, પોતાના પરિવાર ને છોડી ને આવી છે તો એને દુઃખ તો હશે જ ને એટલે આરવ ના માતા- પિતા તેને અંજલિ ને થોડોક સમય આપવા કહે છે. અને તેનું ધ્યાન રાખવા કહે છે. અને આરવ પણ વડીલો નું માન રાખીને અંજલિ નું ધ્યાન રાખે છે અને તેને પૂરતો સમય આપે છે. અને આરવ દરરોજ પોતાની નૌકરી પર પણ જતો રહે છે.

ધીમે ધીમે સમય જેમ વિતતો જાય છે એમ અંજલિ પોતાનું દુઃખ ભૂલી જાય છે. અને આરવ ના માતા પિતા પણ પોતાના ગામ વાળા ઘર માં રહેવા જતા રહે છે. આરવ અને અંજલિ ખૂબ ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે અને તેમને એક પુત્રી પણ થાય છે જેનું નામ તે લોકો રિયા રાખે છે.

એક દિવસ જ્યારે આરવ પોતાની નૌકરી એ થી ઘરે પાછો આવતો હોય છે ત્યારે તેની ગાડી બંધ પડી જાય છે ત્યારે તે મદદ માટે હાથ લંબાવે છે જલ્દી કોઈ ગાડી ઊભી નથી રાખતું પણ થોડાક સમય બાદ આરવ ની પાસે એક ગાડી આવીને ઊભી રહે છે. અને આરવ તેની પાસે મદદ માંગે છે અને તે માણસ આરવ ની મદદ કરે છે અને તેને ઘર સુંધી પોતાની ગાડી માં બેસાડે છે. આરવ ના નામ પૂછતા તે માણસ પોતાનું નામ તુષાર બતાવે છે.

આરવ ને ઘરે છોડવા બદલ આરવ તેને પોતાના ઘરે ચા - પાણી માટે બોલાવે છે આરવ ને ઘરે પાછો આયેલો જોઈને અંજલિ ખુશ થાય છે પણ આરવ બાદ જ્યારે તુષાર ઘરમાં આવે છે ત્યારે અંજલિ નો ચેહરો એક દમ ફરી જાય છે. તેની આંખો પહોળી થઇ જાય છે. આરવ અંજલિ ને બોલાવે છે પણ અંજલિ સ્તબ્ધ થઈ જાય છે અને આરવ ના બે થી ત્રણ વાર બોલાવ્યા બાદ અંજલિ તેની સામે જોવે છે. આરવ તેને ચા મૂકવા કહે છે અને અંજલિ ચા બનાઈ ને બન્ને ને આપે છે. ત્યાર બાદ તુષાર ચા પીને ત્યાં થી ચાલ્યો જાય છે.


અંજલિ આરવ ને કહે છે કે આ માણસ ને ઘરે ના બોલાવશો મને આ ઠીક નથી લાગતો અને ત્યાર બાદ આરવ તેને બધી વાત કરે છે કે કેવી રીતે તુષાર એ એની મદદ કરી પછી અંજલિ કહે છે કે હા તો એવું હોય તો બહાર જમાડી દો એને પણ "please" ઘરે ના લાવશો અને ત્યારે તો આરવ તેની વાત "હા હા નહિ લઉં બસ" એમ કહીને ટાળી દે છે.

પણ તુષાર નું રોજ આરવ ના ઘરે આવાનું ચાલુ થઈ ગયું. તુષાર અને આરવ વચ્ચે ગહેરી મિત્રતા થઈ ગઈ પણ અંજલિ ને ગમતું નહિ એટલે એ એને ના પાડતી પણ આરવ સમજતો જ નહિ તેની વાતને. એક દિવસ જ્યારે આરવ નૌકરી પર હતો ત્યારે તુષાર તેના ઘરે આયો દરવાજો ખોલતા તુષાર ને જોઇને અંજલિ મુંઝવણ માં પડી ગઈ અને હળબડાઈ ગઈ અને તુષાર ને કીધું કે આરવ ઘરે નથી એ સાંજે આવશે તું જા તારે કામ હોય તો આરવ સાથે વાત કરી લેજે.

તુષાર માનતો નથી અંજલિ દરવાજો બંધ કરવા જાય છે ત્યારે તુષાર દરવાજો ખોલીને અંદર ઘુસી જાય છે અને અંજલિ ને ગળે મળવાની કોશિશ કરે છે ત્યારે એ બન્ને ના કોઈ "picture's click" કરી લે છે. જેની અંજલિ ને તો ખબર પણ હોતી નથી અને ત્યાર બાદ તુષાર ત્યાંથી ચાલ્યો જાય છે.જયારે આરવ સાંજે ઘરે આવે છે ત્યારે અંજલિ ખૂબ ડરી ગયેલી હોય છે આરવ તેને પૂછે પણ છે કે શુ થયું ? કેમ ડરેલી છે ? પણ અંજલિ તેને કશું કહેતી નથી અને વાત પોતાના મન માં જ દબાઈ દે છે. થોડાક સમય સુંધી તુષાર આરવ ને મળતો નથી અને તેના ફોન પણ ઉપાડતો નથી આરવ આ વાત ઘરે જઈને અંજલિ ને પણ કરે છે ત્યારે અંજલિ ને થાય છે કે મુસીબત ટળી ગઈ પણ એને ક્યાં ખબર કે મુસીબત તો હવે આવશે.

થોડાક સમય બાદ આરવ ની ઓફીસ માં તેના માટે કુરિયર આવે છે આરવ વિચારે છે કે મારા માટે અહિયાં કોને કુરિયર મોકલાવ્યું ત્યારે આરવ એ કુરિયર ખોલીને જોવે છે તો તેમાં તુષાર અને અંજલિ ના અમુક "pictures" હોય છે. જેને જોઈને આરવ ખૂબ દુઃખી થઈ જાય છે અને ઓફીસ થી નીકળી જાય છે અને આરવ ને દિમાગ માં અલગ અલગ વિચાર આવે છે ત્યારે જ આરવ ને એક અજાણ્યા નંબર પર થી ફોન આવે છે અને આરવ તે ફોન ઉપાડે છે તો સામે થી તુષાર નો અવાજ સાંભળીને આરવ વધારે ગુસ્સે ભરાય છે.

ત્યારે તુષાર કહે છે કે હું અને અંજલિ એક બન્ને ને પ્રેમ કરીએ છીએ અને બહુ જ જલ્દી અંજલિ મારી પાસે આવી જશે. અને આરવ વધારે ગુસ્સે ભરાય છે અને તેને લાગે છે કે અંજલિ એ તેને દગો આપ્યો અને તે તેને મારી નાખવાનું નક્કી કરે છે અને તેને મારવા બજાર માં થી છરી ખરીદી લે છે. બીજી બાજુ અંજલિ ને એ વાતની તો ખબર જ નથી કે આરવ ના દિમાગ માં "શું ચાલી રહ્યું છે ?" તે તો બસ પોતાના બીજા બાળક ની ખુશી માં પાગલ હોય છે અને આરવ માટે તેની મનગમતી વસ્તુ બનાઇ ને તેને આ ખુશ ખબરી આપવા માટે આતુર હોય છે.

આરવ ગુસ્સા માં આવે છે અને અંજલિ ના ચેહરા પર મુસ્કાન જોઈને તેને લાગે છે કે મને દગો દીધા પછી પણ આટલી બધી ખુશ છે એમ વિચારી ને આરવ તેને બે-ત્રણ લાફા મારી દે છે અને અંજલિ એક દમ સ્તબ્ધ થઈ જાય છે અને પૂછે છે કે આરવ મૈં શું કર્યું કેમ મને મારે છે ત્યારે આરવ તેને તેના અને તુષાર વાળા "picture's" બતાવે છે જેને જોઈને અંજલિ પણ વિચાર માં પડી જાય છે તેને ખબર જ નથી પડતી કે આ"picture's" કોને અને કેવી રીતે લીધા.

અંજલિ કહે છે કે આરવ મારી વાત સાંભળ આ બધું ખોટું છે ત્યારે આરવ કહે છે કે તુષાર એ મને બધું કહી દીધું છે તું મને છોડે એ પહેલાં હું તને જાન થી મારી દઈશ. ત્યારે અંજલિ તેને કહે છે કે આરવ હું ગર્ભવતી છું. અને આરવ કહે છે કે આ પણ પેલા તુષાર નું જ બાળક છે ને એમ કહીને અંજલિ કંઈ બોલે તે પહેલા આરવ તેને પેટ માં છરી થી મારવા લાગે છે આરવ અંજલિ ના પેટ માં છરી થી 7-8 ઘા મારી દે છે અને અંજલિ નું ત્યાં જ મૌત થાય છે આરવ અને તેની પુત્રી અંજલિ ની લાશ પાસે બેસીને રડતા હોય છે.


ત્યારે ત્યા પોલીસ આવીને આરવ ને પકડી જાય છે અને તેને અંજલિ ના ખૂન કરવાના જૂર્મ માં ઉમ્રભર ની કેદ થાય છે. અને બે દિવસ બાદ તુષાર આરવ ને મળવા જાય છે અને ફરી એક વાર આરવ તુષાર ને જોઈને ગુસ્સે ભરાય છે અને કહે છે કે હવે તું કેમ આયો છે મારો મિત્ર થઈને મને દગો આપ્યો તો પણ શાંતિ નથી મળી તને.

તુષાર ત્યારે હસવા લાગે છે અને આરવ પૂછે છે કે કેમ હસે છે ત્યારે તુષાર કહે છે કે તું કેટલો મૂર્ખ છે અને ફરી એક વાર આરવ કહે છે કે "તું કહેવા શું માંગે છે ?" ત્યારે તુષાર કહે છે કે અંજલિ એ કંઈ જ કર્યું નહોતું તારા એના જીવન માં આવતા પહેલા એ મને પ્રેમ કરતી હતી અમે બન્ને લગ્ન પણ કરવાના હતા પણ એના માં બાપ એ એને પોતાના સમ આપીને પરાણે તારી સાથે પરણાવી દીધી. અને ત્યાર બાદ મૈં બહુ કોશિશ કરી એને મળવાની પણ એ મને ના જ પાડી દેતી અને કહેતી કે હવે હું પરણેલી છું અને મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો.

એટલે જ તારી ગાડી ખરાબ પણ મૈં કરી હતી અને તારી સાથે મિત્રતા નું નાટક પણ મૈં જ કર્યું હતું એની સાથે બદલો લેવા માટે. આ બધું સાંભળીને આરવ ને ખુબ પસ્તાવો થાય છે અને તે રડવા લાગે છે ત્યારે તુષાર હજી એક વાત કહે છે કે અંજલિ ના ગર્ભ માં જે બાળક હતું એ પણ તારું જ હતું. "મૈં તો મારો બદલો લેવા આ બધું કર્યું પણ તે તારા ક્રોધ અને મૂર્ખામી માં તારા પરિવાર ને બરબાદ કર્યું". આટલું કહીને તુષાર ત્યાંથી ચાલ્યો જાય છે.

તુષાર ના બોલેલા આ શબ્દો આરવ ને દિલ માં તીર ની જેમ વાગવા લાગે છે અને તે પોતે કરેલા ગુનાહ થી શર્મશાર થઈ જાય છે અને થોડાક સમય બાદ જેલમાં જ આત્મા હત્યા કરી લે છે.

Storyteller


પતિ અને પત્ની નો સંબંધ ખૂબ પવિત્ર હોય છે પણ જો કોઈ અંદર ફુટ પાડે તો કંઈ જ પણ સમજ્યા વગર કે જાણ્યા વગર કોઈ પગલું ના ભરવું જોઈએ.

તુષાર ની વાતોથી ગુસ્સે ભરાયેલા આરવ એ સાચું શું છે ? એ જાણવાની કોશિશ કર્યા વગર જ અંજલિ અને પોતાના બાળક નું ખૂન કરી નાખ્યું અને પોતે જેલમાં આત્મા હત્યા કરી જેથી તેની પુત્રી રિયાએ પણ અનાથાલય માં રહેવું પડ્યું અને પોતાના ઉપર થી માં-બાપ નો હાથ ગુમાવ્યો.

એટલે કોઈ પણ સંબંધ હોય ક્યારેય પૂરી વાત જાણ્યા કે સમજ્યા વગર કોઈ પણ પગલું ભરવું નહિ શું ખબર તમને જે દેખાય કે સમજાય છે એક જૂઠ પણ હોઈ શકે છે.


આભાર તમારો સ્ટોરી વાંચવા માટે જો તમને સ્ટોરી ગમી હોય તો like, comment & share કરજો.