DESTINY (PART-27) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-27)

Featured Books
Categories
Share

DESTINY (PART-27)


જ્યારે નેત્રિ એના લીધેલા નિર્ણય પર હતાશ થઈ શકતી હોય તો સ્વાભાવિક છે કે જૈમિક તો હતાશ થાય જ. જૈમિકને મન તો જાણે એનું બધુંજ લૂંટાઈ ગયું હોય એવો અનુભવ થાય છે. જૈમિક બસ નેત્રિના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને વિચાર્યાં કરે છે કે આવું મારી સાથે જ કેમ થયું.....?

રાત્રે સૂવાના સમય પથારીમાં પડેલ જૈમિક ભીની આંખે વિચારે છે કે મેં કોઇનું શું બગાડી દીધું તો મારી સાથે આવું થયું.....? મારો શું ગુનો થઈ ગયો તો નેત્રિ મારાથી દૂર થઈ ગઈ. મેં હમેશાં એની સાથે વફાદારીથી સંબંધ નિભાવી રાખ્યો એનું મને આ પરિણામ મળી રહ્યું છે. મારા જીવનમાં ફક્ત એનું જ મહત્વ હતું શું એને એ વાત જ્ઞાત ન હતી....?

મેં મારા જીવનમાં થતાં બધાજ પ્રયત્નો કર્યાં એને ખુશ રાખવાના તો પણ એને મારી સાથે રહેવું ના ગમ્યું.....? મેં મારી ખુશી કરતાં વધારે એની ખુશીની દેખરેખ રાખી માટે એને આવું કર્યું.....? મને કહ્યું હોત એને પહેલાંથી જ કે હું લગ્ન નહીં કરી શકું તો હું એની સાથેના આટલા બધાં સપનાં જોતો ક્યારેય.......?

મારી સાથે નહીં રહી શકે જીવનભર એવું સાચું કહ્યું હોત પહેલાથી તો શું પ્રેમ ઓછો થઈ જતો કાંઈ......? પરંતુ આ રીતે અધવચ્ચે સાથ છોડીને જઉં એ શું યોગ્ય છે....? મેં એને પત્નીનો દરજ્જો આપીને રાખી એનું આ પરિણામ છે.....? જ્યારે કોઈ નહોતું એની સાથે ત્યારે હું હતો એની સાથે શું એ બધું ભૂલી ગઈ.....?

હા હું માનું છું કે એની એના પરિવારને લઈને કે ખાસ એના પપ્પાને લઈને લાગણી હોય અને હોવી પણ જોઈએ. પરંતુ એમની લાગણી સાચવવા માટે મારી લાગણીઓને ઠેસ પહોંચાડવી કેટલી યોગ્ય....? મારે આવું ના કહેવું જોઈએ છતાં હું કહું છું કે જે વ્યક્તિ હવે આ દુનિયામાં જ નથી એમની માટે આ દુનિયામાં રહેલ વ્યક્તિને છોડીને જઉં કેટલું યોગ્ય? કેમકે હું જાણું છું મારી સાથે નેત્રિને ખુશ જોઈને એના મમ્મી-પપ્પાની આત્માને પણ શાંતિ મળશે કેમકે દરેક માતા-પિતા પોતાની દીકરીને ખુશી જ ઇચ્છતા હોય છે અહિત નહીં પણ જે મને સમજાય છે એ એને કેમ નથી સમજાતું......?

શું એને એક પળ માટે પણ મારો વિચાર ના આવ્યો.....? આજ સુધીના એની સાથે વિતાવેલ હરેક પળને શું એ આટલી જલ્દી ભૂલી ગઈ......? હું નોકરી માટે વાંચતો હતો તો મને એમ થતું હતું કે હું એને સમય નથી આપી શકતો તો હું મારી જાતને જ દોષી માનતો હતો પણ ખરેખર તો એવું હતું કે એ સમય એને મારાથી દૂર થવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા શું ખરેખર આ એજ પ્રેમ છે જે મારી માટે જીવ આપી દેવા તૈયાર હતો.....?

જો ખરેખર પ્રેમ આવો હોય તો હું ઇચ્છું છું કે આવો પ્રેમ ક્યારેય કોઈને ન થાય જેનાં લીધે એ એનું સર્વસ્વ ખોઈ દે, પોતાનું સ્વમાન ખોઈ દે એની પાસે જીવવાનું કોઈ કારણ જ ના રહે. પરંતુ કાંઈ નઈ જો એને અલગ જ રહેવું છે હવે તો હું એને ક્યારેય રોકવાનો પ્રયાસ નહીં કરું બસ હમેશાં નેત્રિ ખુશ રહે એવી પ્રાર્થના કરીશ. આમ જૈમિક પોતાના મનમાં જ હતાશ થઈને વિચાર કર્યાં કરે છે.



( ધારાવાહિક કેવી લાગે છે એના feedback આપતાં રહેજો તમારા feedback આવી ઘણી ધારાવાહિક લખવામાં મને પ્રેરણા આપશે. ને ખાશ તમારા સલાહ સૂચન આપજો જે કાંઈપણ હોય એની પર ધ્યાન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. આભાર .......!)