મને ખબર છે,આ ધવલ મારી સાથે લગ્ન કરવા માંગે છે એટલે જ મને તે આવી વાત કરી રહ્યો છે.આવી વાત કરીને મને તેના પ્રેમમાં પાગલ કરવા માંગે છે,પણ હું તેની તરફ હવે જોશ પણ નહીં.વિશાલસર મને પ્રેમ કરે છે અને તેની સાથે જ હું લગ્ન કરીશ.
*******************************
કાલે તો અનુપમ તારો જન્મ દિવસ છે.તને યાદ છે ને મારુ પ્રોમીસ?હા,પલવી મને યાદ છે પ્રોમિસ કાલે સાંજે તું આપડે ગયા હતા તે જ હોટલમાં ફોરટીફાઈડમાં ૯:૦૦ ના સમય આવી જ જે હું તારી વાટ જોશ.
ઓકે અનુપમ..!!!
મેડીકોલ કોલસેન્ટરનું સાંજે બધું કામ પૂરું કરી ધવલ,અનુપમ,માનસી અને પલવી ઘર તરફ ગયા.કાલથી ત્રણ દિવસ સુધી વિશાલસર ઓફિસ પર આવાના ન હતા,એટલે એ ત્રણ દિવસ અમારે થોડી શાંતી હતી.
અનુપમને થતું હતું કે હું પલવીને મારા જન્મદિવસ પર લઇને જશ તો નંદિતા ક્યાં જશે?એનો ફોન આજે આવશે જ કે આપણે સાંજે કાલે ડિનર માટે જશું.
તો હું બંનેની સાથે ડિનર પર કેવી રીતે જશ.
અનુપમે અંતે નક્કી કર્યું કે પલવી અને નંદિતા બંનેને ડિનર માટે હું હોટલ ફોરટીફાઈડ પર બોલાવીશ,અને બંનેની સામે જ હું બધી વાત કરીશ એ બંને જ હવે નક્કી કરીને કેશે કે તારે કોની સાથે રહેવાનું છે.પલવી સાથે કે નંદિતા સાથે.હું બંનેને પ્રેમ કરું છું,પણ જીવન એક સાથે વિતાવી શકાય બે સાથે નહિ,હું બંને માંથી એકને હું ભૂલવા તૈયાર હતો,પણ હું નક્કી નોહતો કરી શકતો કે કોને મારી પાસે રાખું.હવે હોટલ ફોરટીફાઈડમાં તે બંને જ નક્કી કરશે કે મારે કોની સાથે રહેવું,એ પણ મારા જન્મદિવસ પર જ.
સાંજના નવ થવા આવ્યા હતા.ત્યાં જ કોઈની ફોનમાં રિંગ વાગી તે કોઈ બીજું નહિ પણ નંદિતા જ હતી.હાય,અનુપમ શું કરી રહયો છે?બસ થોડું કામ હતું તે પૂરું કરીને બેડ પર આરામ કરી રહ્યો છું.
કાલે તારો જન્મ દિવસ છે,તો શું તે કોઈ પાર્ટીનું આયોજન કર્યું છે કે નહીં?નહિ નંદિતા એવું કોઈ મોટું આયોજન નથી.કોઈ પ્લાન પણ નથી.તો શું મને તું તારા જન્મદિવસ પર બહાર નહિ લઇ જા.
હા,કેમ નહિ કાલે સાંજે ૯:૦૦ વાગે હોટલ ફોરટીફાઈડમાં આવી જ જે.આપણે સાથે ડિનર લેશું.ઓકે હું સમય સર આવી જશ.તું પણ આવી જ જે,અને હા કોઈ પાર્ટીનું આયોજન કર તો મને કે જે ભૂલી ન જતો મને.
ઓકે નંદિતા..!!!
ધવલે નંદિતા અને પલવીને કાલ સાંજે હોટલ ફોરટીફાઈડમાં બોલાવી તો લીધા પણ આજ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.શું થશે કાલ પલવી અને નંદિતા ઝઘડો તો નહીં કરેને હોટલમાં.
નહિ હું તે બંને ને ઓળખું છું.તે કોઈ એવું નહી કરે.શાંતિથી મારી વાત સાંભળી બંને શુ કરવું તે નક્કી કરશે.જો તે નક્કી નહિ કરે તો એ પછી મારે બંને સાથે ઝઘડો પણ થઇ જશે,પણ જે થાય એ અનુપમે નક્કી કરી લીધું હતું બંનેને હોટલ પર બોલાવાનું.
હાય,ધવલ હું પાયલ બોલી રહી છું.કોણ પાયલ?
બેંગ્લોર પાર્ટીમાં તે મને તારો નંબર આપ્યો હતો તે પાયલ.હા,બોલોને વિશાલસરના વાઇફ જ ને..?નહિ ધવલ વિશાલ સાથે મેં હવે છૂટાછેડા લઇ લીધા છે તે માનસી સાથે લગ્ન કરવા માંગે છે,શાયદ તે બે ત્રણ દિવસમાં લગ્ન કરી પણ લેશે.
મારે તારું કામ હતું તું કાલે કોલસેન્ટર પર જા ત્યારે વિશાલસરની ઓફિસમાં ત્રીજા નંબરના ખાનામાં બી-૨૩૪ નંબરની ફાઇલ છે,તે મારે જોઈએ છે.તું મને લાવી આપીશ?
પણ વિશાલ સર તો કાલે બેંગ્લોર જવાના છે.ઓફિસ બંધ હોઈ છે.વાઇરસ પાસે ચાવી હશે તું પણ જાણે છે.ધવલ હું તને એ ફાઇલ લાવા માટે પૈસા પણ આપીશ પણ તું એ ફાઈલ મને કાલે આપી જ જે.હું તારો આભાર કયારેય નહિ ભૂલું.ઓકે પાયલ હું પુરી કોશીશ કરીશ જલ્દી એ ફાઇલ તને મળી જશે.
ઓકે થેન્ક્સ ધવલ..!!!
આ પાયલ મારી પાસે શા માટે ફાઇલ મંગાવતી હશે,અને તે ફાઈલમાં શું હશે.જો વિશાલસરને ખબર પડશે કે મેં આ ફાઇલ ઓફિસ માંથી લીધી છે.તો એ મને આ કોલસેન્ટર માંથી બહાર નીકાળી દેશે.માટે આ કામ મારે વાઇરસને ન ખબર પડે તે રીતે અને સીસીટીવી કેમેરામાં પણ ન આવે તે રીતે કરવું પડશે.નહિ તો મારી નોકરી પણ જશે.
સવાર પડી ગઇ હતી વિશાલસર બેંગ્લોર પોહચી ગયા હતા.નંદિતા અને પલવી આજ સાંજ શું પહેરીને અનુપમના જન્મદિવસ પર જાવું તે એ બંને વિચારી રહી હતી,અને ધવલ મેડીકોલ કોલ સેન્ટરમાંથી ફાઇલ લઇને પાયલને કેવી રીતે આપવી તે વિચારી રહ્યો હતો.
હું અડધી કલાકમાં જ તારી હોટલમાં પોહચી રહી છું.તું બેંગ્લોર લીલા પેલેસ હોટલમાં જ આવ્યો છે ને.હા,કવિતા..!!તું જલ્દી આવી જા હું તને આજ એક સરપ્રાઈઝ આપવા માંગુ છું.
ઓકે વિશાલ હું આવી જ રહી છું.થોડીજવારમાં જીન્સ અને ટી-શર્ટ પેહરી વિશાલ સરની રૂમમાં કવિતા પોહચી ગઇ.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup