કાશ્મિરસિંગ
અંધકારયાત્રા : માતૃભૂમિ માટે
2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ ઓફિસરે 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ભીંસાય એટલી જનમેદની હાજર છે. 'વંદેમાતરમ ' અને 'ભારતમાતાકી જય' ના નારાથી વાતાવરણ ગુંજી રહ્યું છે.ત્યાં હાજર લશ્કરના જવાનો ટોળાને નિયંત્રિત કરી રહ્યા છે. પાર્કિંગ એરિયા નાના-મોટા વાહનો થી ભરાઈ ગયો છે. દરેક વખતે સૂર્યાસ્ત સમયે ‘બિટિંગ રિટ્રીટ’ તરીકે ઓળખાતી પરેડ અહીંનું પ્રમુખ આકર્ષણ છે.૧૯૬૫થી નિયમિત રીતે ચાલી આવતી આ પરેડમાં બંને દેશના સૈનિકો ‘ગુસ માર્ચિન્ગ’ તરીકે ઓળખાતી કવાયત કરે છે. જેમાં તેઓ પોતાના બંને પગ માથા સુધી ઊંચા લાવે છે. બંને દેશના પ્રેક્ષકો ચિચિયારીઓ પાડીને પોતાના સૈનિકોને વધાવે છે. સેંકડોની સંખ્યામાં ભેગી થયેલી ભીડમાંથી વૃદ્ધત્વ વટાવીને, વૃદ્ધાવસ્થાને ઉંબરે ઊભેલી એક સ્ત્રી વારંવાર પગની પાની પર ઊંચી થઈને પાકિસ્તાન બાજુના બંધ દરવાજા તરફ જોઈ રહી છે. સાથે ઊભેલા બંને યુવાનોના ચહેરા પર અકળામણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સમય વીતી રહ્યો હોવા છતાં પણ લોકો નો ઉત્સાહ ઓછો નથી થયો. આ ઉત્સાહ પરેડ માટે નહોતો પણ........
ત્યાં અચાનક જ બંને તરફના તોતિંગ દરવાજાઓ ખુલે છે. પાકિસ્તાન બાજુથી ધીમી ગતિએ મક્કમ ડગલાં ભરતો એક વૃદ્ધ ‘નો મેન્સ લેન્ડ’ ને પસાર કરીને ભારત તરફ આગળ વધે છે. ટોળામાંથી સૂત્રો ચાલુ છે. સેંકડો કેમેરા અને મોબાઈલની ફેશલાઈટ થી વાતાવરણ ઝગમગી ઊઠે છે. ભારતને દરવાજામાં પગ મુકતા જ આ વૃદ્ધ લથડિયું ખાઈ ને જમીન પર ફસડાઇ પડે છે.
ટોળામાંથી કેટલાક લોકો એની પાસે દોડે છે પરંતુ વૃદ્ધ એ સહુને હાથ ઉંચો કરી ને રોકી દે છે. જમીન પર પાંચેક મિનિટ પડી ર હે છે . સૂત્રોચ્ચાર ઓછા થઈ ગયા છે. કઠોર દેખાતા સૈનિકોમાંથી કેટલાકની આંખોના ખૂણા સહેજ ભીના થયા છે. સમગ્ર દ્રશ્ય કોઈ ફોટો ફ્રેમ ની જેમ સ્થિર થઈ ગયું છે. થોડી કર્યા બાદ વૃદ્ધ ત્યાંથી ઊભા થવાની કોશિશ કરે છે. અને સૂત્રોચ્ચાર તથા ફોટોગ્રાફી નો બીજો દોર શરૂ થાય છે. ભીડમાંથી લોકોને ધક્કા મારતા અને ધક્કા ખાતા બે યુવાનો આગળ વધે છે. “પાપા.........” અને બીજા શબ્દો ધ્રૂસકામાં ખોવાઈ જાય છે. બંને યુવાનોની પાછળ તેઓની માતા નિઃ શબ્દ ઉભી છે. આંખો હજી પણ માનવા તૈયાર નથી કે આ એજ કાશ્મીર છે જે 35 વર્ષ પહેલા....... અચાનક જ થયેલી ફ્લેશલાઇટ એને પાછી વર્તમાનમાં લાવે છે. અત્યાર સુધી રોકી રાખેલો આસું નો પ્રવાહ જાણે કોઈ બંધના દરવાજા ખોલ્યા હોય એમ સીમા તોડી બહાર આવે છે અને હૃદય ભૂતકાળમાં ખોવાઈ જાય છે.
આછા સફેદ કુર્તા પાયજામા અને લીલા રંગની પાઘડી પહેરેલા આ વૃદ્ધનું નામ છે કાશ્મીર સિંહ- ઉંમર 70 વર્ષ. પોતાનું સાચું કાર્ય પણ એમણે કુટુંબીજનોની છૂપાવ્યું હતું .વર્ષો બાદ પોતાની પત્નીને કહ્યું હતું કે તેઓ લશ્કર માટે કોઈ કાર્ય કરે છે અને આ જ કારણોસર વારંવાર મુસાફરી કરવાનું પણ બને છે. કદાચ એમ પણ બને કે તેઓ કોઈ દિવસ ઘેર પાછા ન આવે તો લશ્કર તેમના કુટુંબની સંભાળ લેશે.
જાસુસોની જિંદગી વિશે સિલસિલાબદ્ધ ચિતાર મેળવવો ક્યારેક મુશ્કેલ બને છે કારણ કે પોતાના દરેક પત્તા તેઓ ખોલતા નથી. આથી ઉપલબ્ધ હકીકતો પર કલ્પના અને તર્ક નું આવરણ લગાવીને જ કામ ચલાવવું પડે છે. હકીકતમાં કાશ્મીર સિંહ એમ આઈ તરીકે ઓળખાતી મિલિટ્રી ઇન્ટેલીજન્સ માટે કાર્યરત હતા. આ ગુપ્ત વિભાગનું કાર્ય સરહદથી લગભગ 50 કિલો મીટરની ત્રિજયામાં આવેલા વિસ્તારમાં દેશવિરોધી થી ગતિઓ પર નજર રાખવાનું છે. આ વિભાગનું મુખ્ય મથક સેના ભવન દિલ્હી ખાતે છે. લશ્કરમાં પસંદગી પામ્યા બાદ જલંધર ખાતે તેઓની તાલીમ શરૂ થઇ. તેમણે મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન આપવાનું હતું. 1. ફોટોગ્રાફી અને 2.લશ્કરી વાહનોનો પરિચય. વ્યૂહાત્મક રીતે અગત્યના સ્થળોની જુદા જુદા એન્ગલથી તસવીરો ખેંચી ને લશ્કરને પૂરી પાડવાની હતી. લશ્કરી વાહનોની યાંત્રિક રચનાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો હતો. ઉર્દુ ભાષા પરનું તેમનું પ્રભુત્વ પાકિસ્તાન જેવા દેશોની વખતોવખતની મુલાકાત વખતે કામ આવ્યું.કેટલાક શારીરિક અને માનસિક પરીક્ષણો અને અંતે લશ્કરે તેમને પાકિસ્તાન મોકલવાનું નક્કી કર્યું. એમનું સુન્નત પણ કરાવી નંખાયું હતું. હવે એમનું નામ હતું મોહમ્મદ ઇબ્રાહિમ .પાકિસ્તાનના પ્રથમ પ્રવાસ વખતે એમને જે કામ સોંપાયું તે સરહદ નજીક પાકિસ્તાનની છાવણીઓની તસવીરો ખેંચવાનું.
આખરે ૧૯૬૯ની એક વહેલી સવારે પંજાબ રાજ્યના ગુરૂદાસપુર જિલ્લાના એક ગુપ્ત સ્થળેથી સરહદ પાર કરી તેઓ પાકિસ્તાનમાં પ્રવેશ્યા. ત્યાંના પંજાબ રાજ્યમાં લખતર થી 21 કિલોમીટર દૂર આવેલા કાનાકાચા નામના સ્થળની મુલાકાત લીધી. મુલાકાતનો હેતુ ત્યાંના લશ્કરી મથકો ની હિલચાલ જાણવાનો હતો. ગુપ્ત રીતે ખેંચાયેલી તસવીરોમાં ભારત દેશી ચીન દ્વારા પાકિસ્તાનને અપાયેલી ટી -59નામની ટેન્કનો પણ સમાવેશ થયો હતો. મહત્તમ 50 કિલોમીટરની સ્પીડ ધરાવતી આ ટેન્ક ની ડિઝાઇન રશિયામાંથી તફડાવી હોવાનું માનવામાં આવે છે. કાશ્મીર સિંગના મંતવ્ય અનુસાર એમણે વખતોવખત પાકિસ્તાનની મુલાકાત લીધી. એમના મુલાકાતના સ્થળોમાં લાહોર, મુલતાન, ભવલપુર તથા શાતિવલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. લાહોરના એક ગેસ્ટ હાઉસમાં તેઓ નિયમિત રીતે ઉતરતા. લશ્કર દ્વારા અપાયેલું ઈસ્લામિક પરંપરાનું પ્રશિક્ષણ એમને સતત ઉપયોગી થઇ રહ્યું. એક વખત પેશાવર ના મહત્વના સ્થાનની મુલાકાત બાદ તેઓ પરત આવતા હતા. પેશાવર રાવલપિંડી રોડ પર 22 milestone તરીકે ઓળખાતી જગ્યા પર અચાનક જ તેમની બસને રોકાવાનો આદેશ મળ્યો. પાકિસ્તાની ઈન્ટેલીજન્સના કેટલાક ઓફિસરો બસમાં ચઢ્યા અને તેમને પોતાની સાથે આવવાનો આદેશ આપ્યો. બસ પતી ગઈ વાત વાત. બીજા એક મત અનુસાર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અંતે પાકિસ્તાન યુદ્ધના અંતે ઢાકા ખાતે જનરલ એ કે નિવાસી ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંઘ ના શરણે થયા. યુદ્ધનું યુદ્ધ આ અંતિમ પ્રકરણ લખાયું ત્યારે લખાયું ત્યારે આશરે ૯૦ હજાર જેટલા પાકિસ્તાન સૈનિકો ભારતના કબજામાં હતા. યુદ્ધ કેદી તરીકે પકડાયેલા સૈનિકોને ભારતે અલગ-અલગ છાવણીમાં રાખ્યા હતા. (૧૯૭૨માં થયેલા સિમલા કરાર અનુસાર આ લોકોને મુક્ત કરવામાં આવ્યા.) આ દરમિયાન મિલિટ્રી ઇન્ટેલીજન્સ દ્વારા વ્યૂહ ઘડવામાં આવ્યો. આ યોજનામાં કાશ્મીર સિંઘને એક ટપાલી બનાવવામાં આવ્યા અને તેમણે પાકિસ્તાનના એક સૈનિક સાથે દોસ્તી કરી તેને ત્યાંના લશ્કરમાં ભારત વતી જાસૂસી કરવા માટે તૈયાર કરવાનો હતો . સિમલા કરાર બાદ જ્યારે તે પાકિસ્તાન પરત ફર્યો ત્યારે ફર્યો ત્યારે તેણે એક માહિતી આપવાને બહાને કાશ્મિરસિંઘને પાકિસ્તાન બોલાવ્યા. નક્કી થયા મુજબ જ્યારે તેઓ તેઓ પેલા સૈનિકને એક નાનકડી હોટલમાં મળ્યા ત્યારે પહેલેથી જ ક્યાં પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ ગ્રાહકના સ્વાંગમાં મોજૂદ હતા.અને તેઓ ઝડપાઈ ગયા.
સિમલા કરાર બાદ જ્યારે તે પાકિસ્તાન પરત ફર્યો ત્યારે ફર્યો ત્યારે તેણે એક માહિતી આપવાને બહાને કાશ્મિરસિંઘને પાકિસ્તાન બોલાવ્યા. નક્કી થયા મુજબ જ્યારે તેઓ તેઓ પેલા સૈનિકને એક નાનકડી હોટલમાં મળ્યા ત્યારે પહેલેથી જ ક્યાં પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ ગ્રાહકના સ્વાંગમાં મોજૂદ હતા. અનેતેઓ ઝડપાઈ ગયા.
તેમની ધરપકડ અંગે નો કોઈ એક પ્રસંગ ખોટો હોય તોપણ એમણે આપેલા બલિદાનની મહત્તા લકીરે પણ ઓછી નથી થતી. લાહોરની લશ્કરી અદાલતમાં રજુ કરાયા બાદ રજુ કરાયા બાદ કાશ્મીર સિંગ પર મુકદ્દમો ચાલ્યો અને એ જ થયું કે જે દરેક જાસૂસની સાથે થાય છે. મારપીટ, યાતના, પ્રશ્નો નો વરસાદ અને કારાવાસ!!! પાકિસ્તાનના તંત્રે તેમને લગભગ ૧૮ વર્ષ સુધી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવ્યા. અનેક પાશવી અત્યાચારો નો સામનો કર્યા પછી પણ તેઓ અડગ રહ્યા એટલે તેમને એકાંતવાસમાં નાખી દેવામાં આવ્યા. solitary confinement તરીકે ઓળખાતી આ અમાનવીય સજાનો ભોગ તેઓ બન્યા. લાહોરની સેન્ટ્રલ જેલમાં તેમણે લગભગ ૧૭ વર્ષ ગુજાર્યા . દિવસના વીસથી બાવીસ કલાક સાંકળથી બાંધી રાખવામાં આવતા હતા. કેદખાનાના કોઈપણ અધિકારીને તેમની સાથે વાત કરવાની સખત મનાઈ હતી. કોઈપણ પત્રકાર કે અન્ય વ્યક્તિ તેમની મુલાકાત લઇ શકતો જ નહીં. એમને માત્ર ભોજન પૂરું પાડવામાં આવતું હતું. અન્યથા કોઈપણ માનવસંપર્ક પર સંપૂર્ણ પ્રતિબંધ હતો.
એક દિવસ જેલના કમાડ ખુલ્યા. કેટલાક પોલીસોએ આવીને સાંકળ ખોલી નાખી અને કાશ્મીરસિંગને પોતાને અનુસરવા કહ્યું. લથડતા પગે કાશ્મીરસિંગ તેઓની પાછળ ગયા. કેટલીક વિધિઓ પતાવી અને પોલીસ તેમને જેલના મુખ્ય દરવાજા તરફ દોરી ગઈ અને 17 વર્ષના અંધકાર પછી તેમણે પ્રકાશ જોયો. આંખો મીચાઈ ગઈ. જેલના દરવાજાની બહાર પત્રકારો, ખબરપત્રીઓ અને મીડિયાકર્મીઓનો કાફલો કૅમેરા અને માઈક સાથે તૈયાર ઊભો હતો. કાશ્મીરસિંગની આંખો ભાવુક બની. 17 વર્ષની તમસયાત્રા પછી પહેલીવાર આટલું માનવ મહેરામણ સાથે જોવા મળ્યું હતું. ટોળા વચ્ચેથી માર્ગ કરતી પોલીસની ટુકડી તેમને એક પત્રકાર પરિષદમાં લઈ ગઈ. કેદીઓની અવદશા અને માનવ હક માટે સતત લડત ચલાવતા પાકિસ્તાન માનવ હક અધિકાર મંડળના પ્રમુખ અંસાર બર્ની ત્યાં હાજર હતા. લાહોર જેલની મુલાકાત વખતે આજીવન કેદની સજા પામેલા કાશ્મીરસિંગ અંગે માહિતી મેળવી હતી. માનવતાના ધોરણે આ કેદીને રિહાઈ આપવા માટે તેમણે પરવેઝ મુર્શરફ સમક્ષ રજૂઆત કરી હતી.અનેક સમજાવટને અંતે મુશર્રફે તેનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાનના રાજકારણમાં -રણમાં મીઠી વીરડી સમાન આ નેકદિલ ઈન્સાને સાચે જ ભારતની તરફેણમાં કાર્ય કર્યું હતું.
સમગ્ર ઘટના ચક્ર ફાટક પાસેથી ટ્રેન પસાર થઈ જાય તેમ કાશ્મીરસિંઘની આંખો પાસેથી પાસેથી પસાર થઈ ગયું ગયું. તેમની પત્ની પરમજીતકૌરે એક વખત જણાવ્યું હતું કે એ નિરંતર પ્રાર્થનામાં વ્યસ્ત રહેતી હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યું જેમાં એક દેવદૂતે આવીને તેમના પતિના બંધનો તોડી નાંખ્યા. આ ચમત્કારિક સ્વપ્નએ તેમને સહારો આપ્યો. ત્રીજા જ દિવસે પાકિસ્તાન મીડિયા દ્વારા કાશ્મીરસિંગની મુક્તિની જાહેરાત કરવામાં આવી. અંસાર બર્ની દેવદૂત ના સ્વરૂપ માં આવ્યા હતા?
એક માન્યતા પ્રમાણે કાશ્મીર સિંઘની ઘરવાપસી બાદ અંસાર બર્નીએ ભારતની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે કાશ્મીરસિંગ તેમજ સરબજિતસિંગના (જેની કથા આ સિરીઝના અગાઉના કોઈક પ્રકરણમાં આવશે) કુટુંબોની મુલાકાત લીધી હતી તેમજ તેઓને દસ લાખ રૂપિયાની સહાય પણ કરી હતી. બીજી તરફ ભારતનું ‘યોગદાન’ જોઈએ. કાશ્મીર સિંગના પરિવારને 480 રૂપિયાનું પેન્શન અપાતું હતું. તેમના પાકિસ્તાન મિશન વખતે રોજના રૂપિયા ૧૫૦નું ભથ્થુ !!! બલિદાન માત્ર કાશ્મીર સિંઘનું જ નહીં પણ પરમજીત કોરનું પણ હતું.( હકીકતમાં પંજાબની ધરતી પર બનેલો આ બીજો પ્રસન્ગ છે. આ પહેલા લગ્ન કાર્યના બીજા જ દિવસે આઝાદીની ચળવળની કોઈ મિટિંગમાં ભાગ લેવા ગયેલા એક સ્વાતંત્ર્યવીર લગભગ પચીસ વર્ષ બાદ ઘેર પરત ફર્યા હતા.ભારત આઝાદ થઇ ગયા બાદ એમની ઘરવાપસી શક્ય બની હતી. તત્કાલીન રાષ્ટ્રપતિએ માત્ર એ સ્વાતંત્ર્ય વીરનું જ નહિ પણ એમની પત્નીનું પણ જાહેર બહુમાન કર્યું હતું ) 14 વર્ષ સુધી લક્ષ્મણ ની પ્રતીક્ષા કરનાર માત્ર ઉર્મિલા જ હતી એમ નહોતું !!