Jivan Sangram 2 - 20 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 20

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ 2 - 20

પ્રકરણ 20


આગળ આપણે પરમાનંદ ધ્યાનમાં જીજ્ઞા સાથે વાત કરવા આહવાન કરે છે.. .
હવે આગળ.....

"જીજ્ઞા ધ્યાનમાં જોડા... ત્યાંની પરસ્થીતીથી મને વાકેફ કર.ત્યાં કેવી વાતો થાય છે.આગળ આ લોકોનો શું પ્લાન છે.જીજ્ઞા ઝડપ રાખ.આપણી પાસે સમય નથી.અમે બધાને એકસાથે ખતમ કરી શકીએ એટલા નથી.માટે આગળ શું ચર્ચા થાય છે એ જણાવ."

થોડી વાર શાંતિ છવાઈ ગઈ.પરમાનંદ પોતાના હોઠ ફફડાવતા હતા એટલે સામે જીજ્ઞાદીદી કઈ બોલી રહી છે એવું લાગ્યું.

લગભગ અડધા કલાક બાદ પરમાનંદ પોતાની આંખો ખોલે છે.સામે રાજન અને ગુરવિંદરજીને ઉભેલા જોયા."માફ કરશો,પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.એટલે આ રસ્તેથી તમને જણાવ્યા વિના જ માહિતી મેળવવી પડી."

"અરે પરમાનંદજી ઈસ મે માફી ક્યાં માગના.મગર હમ જાનના ચાહતે હૈ કિ આપકો ક્યાં ખબર મીલી."

"જી ગુરવિંદરજી બહોત બડી ખબર મીલી હૈ.આપ મુજે યહાં સે સરહદ કિતની દૂર હૈ ઔર પાકિસ્તાની આર્મી કહા તક આ શકતી હૈ યહ બાત શકેગે."

"યસ. અપને મોબાઈલ મે હિ બતા દેતા હું."

ગુરવિંદરજી પોતાનો મોબાઈલ કાઢી, પરમાનંદ સાથે બધી ચર્ચા કરે છે.અને પરમાનંદ બધું કહેતા જાય છે.

રાજન કમલ અને બીજા બધાને અહીંયા બોલાવ.આપણે વહેલી સવારે એક્શન લેવાના છે.

"ઓકે સર..પણ પહેલા નાસ્તો કરી લઈએ.નાસ્તાની ટેક્સી આવી ગઈ છે."

"હા પહેલા બધાને આરામથી નાસ્તો કરાવી લઈએ."

નાસ્તા બાદ બધા અહીંયા ભેગા થઇએ.

ભલે સર..

થોડી વારમાં બધા નાસ્તો કરી પરમાનંદ પાસે આવીને બેસી છે.

"મિત્રો હવે આપણે આગળ કેમ વધવું એ બાબતે ચર્ચા કરવાની છે.આપણી આર્મી પણ આપણને મદદ માટે તૈયાર છે.જરૂર પડ્યે એ પણ આવી જશે.ગુરવિંદરજી અત્યારે એ બાબતે જ મોબાઈલ પર વાતો કરે છે.સવારે બધી છોકરીઓને અહીંયાથી લગભગ 2 કી.મી.દૂર લઈ જશે અને ત્યાંથી સરહદની પેલે પાર લગભગ 5 કી.મી.અંદર આંતકવાદીઓનો કેમ્પ ચાલે છે.ત્યાં બધી છોકરીઓને લઈ જવાના છે.આટલી માહિતી જીજ્ઞા એ આપી.હવે આપણે અડધી અડધી ટીમ બનાવી પડશે કેમ કે આ જેટલા છે એમાંથી માત્ર આઠથી દસ સાથે જવાના છે બાકીના બધા અહીંયા જ રહેશે.માટે જેવા આ લોકો સરહદ ઓળંગે એટલે આપણે એમના પર હુમલો બોલી દેવાનો છે.ત્યાં સુધીમાં આર્મી આવી જશે પણ છૂપી રીતે કેમ કે પાકિસ્તાની આર્મીની સતત અહીંયા વોચ રહેતી હોય છે.અમે થોડા સરહદ ઓળંગીને પેલા લોકોની પાછળ જઈશું.ત્યાં ગયા પછી ત્યાંના હાલચાલ કેવા છે.કઈ રીતે લડવું એ બધું નક્કી કરીશું.અને ત્યાંથી મેસેજ કરીએ એટલે તમારે બધાએ ત્યાં આવી જવાનું છે. એ લોકોની એક ટીમ વહેલી સવારે દિલ્લીમાં આતંકી હુમલો કરવા રવાના થવાની છે.એટલે કદાચ ત્યાં ઓછ આંતકીઓ હશે એવું મારું માનવું છે.એ ટીમને આર્મી હેન્ડલ કરી લેશે એવી સૂચના મને ગુરવિંદરજીએ આપી. ઓકે આમાં કંઈ પૂછવાનું કોઈએ?"

"ના સર.પણ તમારી સાથે કોણ કોણ આવશે?"

"હું,ગુરવિંદરજી,કમલ અને બીજા બે ઇન્સ્પેક્ટર આવશે.તું અને તારી ટીમ પૂર્વ તૈયારી કરીને હુમલો કરશો.પણ આર્મીની એક ટીમ છૂપી રીતે આવે અને "તપોવન ક્યાં" એમ બોલે ત્યારે.ઓકે સમજાય ગયુંને."

"એક મિનિટ જીજ્ઞા કઈ કહેવા માગે છે.પ્લીઝ બધા પોત પોતાની પોઝિશન સાંભળી લો.હું પછી તમને બોલવું ત્યારે અહીંયા આવજો.ગો એવરી બડી."

બાદ પોત પોતાની પોઝિશન સાંભળે છે.પરમાનંદ પાછા ધ્યાનમાં બેસે છે.લગભગ અડધા કલાક બાદ ઉઠ્યા ને રાજન ,કમલ તથા ગુરવિંદરજીને પોતાની પાસે બોલાવી બધી વાત કરે છે.

"તો સર અહીંયાથી એ લોકો નીકળવાની તૈયારી કરે છે.ત્યાં જતાની સાથે જ જે લોકો દિલ્લી હુમલા માટે જવાના છે એમને આ વીસ છોકરીઓ સોંપી દેશે.એને ભોગવ્યા બાદ એ લોકો રવાના થશે.તો હવે આપણે આપણી બહેનોની આબરૂ બચાવવી જ પડશે ને."

"હા રાજન તું ચિંતા ન કર. મે જીજ્ઞાને આદેશ આપી દીધો છે.એ લોકો બધી ભેગી મળીને એ આખી ટીમને ખલાસ કરી દેશે."

"પણ સર,એ ખૂંખાર આંતકવાદીઓ સામે આપણી ખાલી વીસ બહેનો કઈ રીતે લડી શકે?"

"સીધેસીધું ક્યાં લડવાનું છે.મે એમને કહ્યું છે કે બધાને અલગ અલગ રૂમમાં લઇ જઇને ત્યાં પ્રેમમાં ફસાવીને ખતમ કરવાના છે.અને એ પણ બીજા કોઈને ખબર ન પડે એ રીતે.અને ત્યાં સુધીમાં તો અમે પણ ત્યાં પહોંચી જાશું. ત્યાં ગયા પછી જીજ્ઞા ત્યાંના હાલ ચાલ પણ જણાવશે."

"ઓકે સર. અને તમે અમને સંદેશો મોકલો એટલે સાથે સાથે મેપ પણ મોકલજો જેથી અમે ત્યાં સરળતાથી આવી શકીએ."

"હા. સંદેશા સાથે મેપ અને હુમલાનો પ્લાન પણ મોકલીશ."

ઓકે સર...

"અહીંનો પ્લાન તમને બતાવું છું આ જગ્યા લગભગ ત્રણથી ચાર કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલ દેખાય છે.તમે હાલ પંદર જણા પાછળ વધો છો. આર્મી ટીમમાં 25 જવાનો આવશે.મતલબ તમે 40 થશો. બધા ગામની ફરતે જુદા જુદા વૃક્ષો પર ચડી જજો.બધા બબ્બે મિનિટના અંતરે ફાયરિંગ કરજો. જેથી એ લોકો મૂંઝવણમાં મુકાઈ જશે અને એમ સમજશે કે દુશ્મનોનું સંખ્યાબળ વધુ છે ,એટલે એ લોકો તમારો સામનો સીધો નહીં કરે. તમે તમારી રીતે છુપાઈને આગળ વધતા રહેજો.જેટલા સામે આવે તેનો ખાત્મો બોલાવતા જજો.સાથે-સાથે ઝાડ પર ફાયરિંગ તો ચાલુ જ રાખવાનું.તમારે જેવું અહીંયાં મિશન પૂર્ણ થાય કે તરત જ મને મેસેજ કરી દેજે.એટલે હું ત્યાનું લોકેશન તમને મોકલું સાથે ત્યાં કઈ રીતે લડવાનું તે પ્લાન પણ ત્યાંથી મેસેજ કરી આપીશ."

"ગુરવિંદરજી આવનાર આર્મી ટીમને કહી દેજો કે રાજનનો આદેશ માને અને તે જ સૂચના આપે એ મુજબ આગળ વધે.ચાલો હવે અમે નીકળીએ છીએ.એ લોકોનો અમે પીછો કરતા કરતાં જઈએ છીએ.એ લોકો સરહદ પાર કરી જાય પછી હું તમને સંદેશો મોકલ્યો ત્યારબાદ તમે તમારી લડાઈ ચાલુ કરી દેજો...ઓકે જય હિન્દ."

"જય હિન્દ સર."

પરમાનંદ,કમલ ગુરવિંદરજી અને બીજા ઇન્સ્પેક્ટર જવા માટે રવાના થાય છે .સરહદ પર બે આર્મીના જવાનો અધ્યતન મશીનગન સાથે ઊભા રહેવાના હતા જેથી સરહદ પાર લડાઈ લડવામાં સાનુકૂળતા રહે છે.આ બાબતે ગુરવિંદરજીએ સૂચના આપેલી હતી આર્મીને.

બધાના ધ્યાન છુપાવતા પરમાનંદ અને એની ટીમ સરહદ પર પહોંચે છે.આંતકવાદીઓ છોકરીઓને લઈને જતા હતા એ નજરે દેખાવા લાગ્યું.પરમાનંદ થોરના ઝાડના થડા આડાં છુપાઈને ઉભા રહ્યા. ત્યાં સરહદના સામે છેડે આર્મી વેન ઉભી હતી અને બધા જ આંતકવાદીઓ છોકરીઓ સાથે આર્મી વેનમાં બેસવા લાગ્યા.

"ગુરવિંદરજી અહીંયા તો આર્મી પણ આ લોકોની સાથે લાગે છે."

"નહિ પરમાનંદજી આર્મી વેન આર્મી વાલોકી નહિ હૈ.આંતકવાદીઓ કી હૈ. મગર ઇલાકા ઈસકા હૈ ઈસલીયે યાહસે આંતકવાદી વેન ચલા કે જાયેંગે તોભી આર્મી ઉસે રોકેગી નહીં.મગર હમે આર્મી કો ચકામાં દેકે નિકલના પડેગા."

"જી બિલકુલ. ઓર ઇસ મેં આપકા દિમાગ મેરે સે જ્યાદા તે ચલેગા.ઈસલીયે આપ હીઁ હમે સરહદ પાર કરવાઈએ."

"તો ચાલે સબ મેરે પીછે."

"ઓકે મે રાજનકો મેસેજ કરતા હું.વો ભી લડાઈ શુરૂ કર દે."

"ઠીક હે કર દો. અભી તક તો હમારી આર્મી ટીમ પહોંચી ગઈ હોગી."

પરમાનંદ રાજનને મેસેજ કરે છે.સામેથી જવાબ મળે છે આર્મી ટીમ આવી ગઈ છે. દસ મિનિટમાં લડાઈ શરૂ કરીએ છીએ.

પરમાનંદ ગુરવિંદરજીને મેસેજ આપે છે.એટલી વારમાં આર્મીના બે જવાનો હથિયારો લઈને આવે છે. ગુરવિંદરજીને સેલ્યુટ કરીને હથિયાર આપે છે. ગુરવિંદરજી સરહદ પાર જવા માટે તેમની સલાહ માંગે છે. એટલે બંને જવાનોએ ત્યાંની સ્થાનિક પરિસ્થિતિના અનુભવને આધારે ..આવ્યા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં 500 મીટર દૂર સરહદ પાર કરવાનું સૂચન કરે છે અને અમને પણ સાથે લઇ જાવ એવી વાત કરે છે.

ગુરવિંદરજી પરમાનંદને પૂછે છે, પરમાનંદ હા પાડે છે. એટલે એ બંને જવાનો પોતાના આર્મી ચીફને વાયરલેસ દ્વારા રિપોર્ટ કરી પરમાનંદ સાથે રવાના થાય છે.

બધા જ અધ્યતન ટેકનોલોજી વાળા હથિયારો લઇ સરહદ પાર કરે છે.હવે આતંકવાદીઓનો કેમ્પ નરી આંખે સામે દેખાતો હતો. પરમાનંદ દૂરબીન વડે ત્યાંનું ચિત્ર જોવાની કોશિશ કરે છે.

"ગુરવિંદરજી આ કેમ્પ તો બહુ મોટો દેખાય છે.શું આપને આમાં વિજય મેળવી શકીશું?"

"વોતો કૈસે ચલે. લડાઈ લડકે દેખતે ક્યા હોતા હૈ."

"હા લેકિન અભિ જીજ્ઞાકા કોઈ સંદેશ નહીં આયા હૈ .ઈસ લીયે હમ ઉસકે સંદેશા આને તક રાહ દેખતે હૈ."

"ઠીક હૈ."

બીજી તરફ રાજન અને તેની ટીમ આંતકવાદી ગામ ઉપર નક્કી કર્યા મુજબ ફાયરિંગ શરૂ કરે છે.ગામમાં રહેલ બધા આતંકવાદીઓમાં અફરાતફરી મચી જવા લાગી, એમને લાગ્યું કે ભારતીય મિલેટ્રીએ એમને ચારેતરફથી ઘેરી લીધા છે.બધું જ પોતાના પ્લાન મુજબ ચાલતું હોવાથી બધા ઉત્સાહિત થવા લાગ્યા . 25 જણા ચારેબાજુથી ફાયરિંગ કર્યા રાખતા હતા.બાકીના પંદર જણા છુપાઈને આગળ વધવા લાગ્યા.સાથે સાથે સામે આવે અથવા વચ્ચે આવે અને જે મકાન આવે તેમાં ઘૂસી ઘૂસીને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા લાગ્યા. લગભગ બે કલાક જેટલી ચાલેલી લડાઈમાં મોટાભાગના આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં.આવ્યો જખમી થયેલા આંતકવાદીઓને આર્મીના હવાલે કરી દેવામાં આવ્યા.રાજનની ટીમાંથી પણ ૧૭ જેટલા યુવાનો ઘાયલ થયા હતા. જેમને સીધા જ આર્મી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા. પોતાનો અહીં વિજય થયો છે એ બાબતનો અને હવે આગળનું શું આદેશ છે એવો મેસેજ રાજન પરમાનંદને કરે છે.

આ તરફ પરમાનંદને ગુરવિંદરજી સામે દેખાઈ રહેલા આતંકવાદી કેમ્પને કઈ રીતે પહોંચવું એ વિચારણા કરી રહ્યા હતા.

જીજ્ઞાનો સંદેશ આવ્યો.પરમાનંદ ધ્યાનમાં બેઠા. દસ મિનિટમાં ઉભા થઈને ગુરવિંદરજીને કહે છે;" જિજ્ઞા અને આપણી મહિલા ટીમે લગભગ સાઈઠ જેટલા આતંકવાદીઓને ઉપર પહોંચાડી દીધા છે.હવે આપણે આ લોકો પર તૂટી પડવાનું છે.હું સંદેશો મોકલો એટલે તરત જ મહિલા ટીમ આપણી મદદે આવી જશે."

"વાહ બહોત અચ્છા. પરમાનંદજી મુજે લગતા હૈ કી રાજન ઔર ઉસકી ટીમકો હમે બુલાના ચાહિયે. વર્ના હમ સાત લોક ઈસકે સામને જ્યાદા દેર ટિક નહી પાયેંગે."

"હા ...લેકિન વહા લડાઈ ખતમ હોતેહી વો મુજે મેસેજ કરેંગે. તભી ઉસે બુલા લુંગા.અભી હમ કેમ્પકી નજદીક જાતે હૈ."

"હા યહ સહી રહેગા. કેમ્પ કે નજીક સે કૈસે લડાઈ લડી જા સકતી હૈ વો ભી સોચ શકતે હૈ. તો ચલો ચલતે હૈ."

બધા કેમ્પ તરફ આગળ વધી રહ્યા છે.સરહદથી લગભગ બે કિલોમીટર અંદર ચાલ્યા હશે ત્યાં જ પાકિસ્તાની આર્મીના દસ જવાનો પરમાનંદ અને તેની ટીમને ઘેરી લે છે.

પાકિસ્તાની આર્મીના જવાનના આદેશ મુજબ બધા પોતાના હથિયારો નીચે મૂકી, ઢીંચણ ઉપર બેસીને બંને હાથ ઊંચા કરે છે.

"કમલ તું થોડી વાર આ લોકોને વાતોમાં ઉલજાવ ત્યાં હું કઈક કરું છું.આ લોકો એમના હેડને જાણ ન કરવા જોઈએ.નહીતો આપણો આખો પ્લાન ફેઇલ થાશે."અત્યંત ધીમા આવજે પરમાનંદ બોલ્યા.

"હા સર..હું એમને અવળી આટીએ ચડવું છું.તમે ઝડપ રાખજો."

ઓકે...

"તમે ક્યાંથી આવી ચડ્યા.અમે આગળ પાછળ જોઈને જ ચાલતા હતા.તમે ક્યાંય દેખાતા તો ન હતા."કમલે આર્મી જવાનોને વાતોમાં ફસાવવા નું ચાલુ કર્યું.

ક્રમશ:

શું પરમાનંદ કઈ રસ્તો કાઢી શકાશે?

શું આર્મી જવાનો પોતાના ચિફને જાણ કરી દેશે??

શું પરમાનંદ અને એની ટીમ ને પાકિસ્તાની આર્મી લઈ જશે????

શું થશે આગળ એ જાણવા વાચતા રહો જીવન સંગ્રામ 2 નું પ્રકરણ 21.....

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર.....