Viral Tasvir - 6 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૬)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૬)

જે વર્ષો પહેલા ઇશીએ સેવ કર્યો હતો,
"જ્યારે જરૂર પડે અને કોઈ જ રસ્તો ના જોવા મળે દીકરા ત્યારે કોલ કરજે,"
કાને પડેલા આ શબ્દો આજે ઇશીને ફરીથી ગુજાવા લાગ્યા હતા. નમ્બર મળ્યો પણ થોડી અચકાઇ કોલ કરું કે નહીં આખરે નમ્બર મિલાવ્યો, સામેથી કોઈ વૃદ્ધ માણસનો અવાજ આવ્યો હેલો..... હેલો બાબા !!! હા કોણ? ઓળખાણ ન પડી? હું ઇશીતા તમને યાદ છે આજથી થોડા વર્ષો પહેલા!! તમે એક સ્ત્રીને ગંગા ઘાટ પર મળ્યા હતા?? હમમમ....થોડું વિચાર્યા પછી કહ્યું હા હા....બોલ દીકરા શુ કામ પડ્યું??
દીકરી કેવી છે તારી?? બસ બાબા તમારી દુઆથી એ આજે 26 વર્ષની થઈ છે પણ..
પણ શું?? બાબા થોડા સમયથી ખબર નથી પડી રહી કે જીવનમાં શુ ચાલી રહ્યું છે કંઈપણ સારું થઈ નથી રહ્યું બધું જ એ રીતે થવા માંડ્યું છે કે હવે તો એમ થાય છે કે થાકી ગઈ છું.
દીકરી મોટી થઈ ગઈ છે દુનિયા છોડી દઉં,
અરે !! ના દીકરા બધું હેમખેમ થઈ જશે તુ મને સમજાવ શુ થયું છે??
બાબા હું તમને રૂબરૂ મળવાનનું જ પસન્દ હમણાં તમે ક્યાં છો??
હમણાં તો હું હરિદ્વાર છું પણ થોડા દિવસ પછી મળી શકીએ જ્યા પહેલા મળ્યા હતા.
હું તને જણાવી દઈશ જ્યારે આવીશ ત્યારે અને હા ચિંતા ના કરીશ બધું જ બરાબર થઈ જશે એકદિવસ જિંદગી છે તકલીફ અને દુઃખો તો આવતા જ રહેવાના છે.
જય ભોલે,
સામે ઈશી એ પણ જય ભોલે કહી ફોન કટ કરી ધીધો. હવે તેની આંખોમાં થોડી શાંતિ જણાઈ રહી હતી પણ આ હતું કોણ??
શુ કોઈ ઇશીના ગુરુજી હતા?
ના થોડા સમય પહેલાની વાત છે એટલે કે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે તેની દીકરી નાની હતી અને મન્નત પુરી કરવા ગંગા ઘાટ ગઈ હતી ત્યારે એક અઘોરી મળ્યા હતા અને આ ભૂલી પડેલી સ્ત્રીને રસ્તો બતાવ્યો હતો સાથે એમ પણ કહ્યું હતું કે,
આ છોકરી કઈક વધારે છે તારે ધ્યાન રાખવું પડશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે નિઃસંકોચ તું મને યાદ કરી લેજે હું તારી પડખે રહીશ.
ત્યારપછી એ વિસ વર્ષોમાં આજે તેણીએ તે બાબાને યાદ કર્યા હતા અને હવે ચોકસપણે તેને આશા હતી કે એ જ તેને રસ્તો બતાવશે.
માથે હાથ ફેરવીને અનિને ઇશી પૂછે છે,
દીકરા તું ઠીક છે ને??
આંખો ચોળતા ચોળતા અનિ,
માથુ હલાવી હા કહે છે.ચલ તો જલ્દીથી રેડી થઈ જા આપણે આજે નીચે નાસ્તો કરીએ અને પછી બહાર વૉલ્ક પર જઈએ તને સારું લાગશે.
આટલું કહી ઇશી ઘરની બહાર નીકળી જાય છે.
થોડી વાર પછી અનિ નીચે આવે છે.
ચલ તું શું ખાઈશ બોલ તારી પસન્દનું બધું જ બનાવ્યું છે મેં આજે. અનિ ડિશમાં પોતાની ફેવરિટ ફ્રાઈ ભીંડી સબ્જી બનાવેલા અડધા ભાગની કાઢી લે છે.
અનિ તને કઈ મારા જેવુ ફિલ થાય છે?? ઇશીએ પૂછ્યું,
આશ્ચર્યજનક નજરે અનિએ સામે જોઇને હાથના ઈશારે પૂછ્યું શુ?? કઈ નહિ જમી લે
ઇશીએ પોતાની જાતને સાચવીને વિચાર્યું,
હમણાં કહેવું યોગ્ય નથી અનિ ચિંતામાં આવી જશે. ના ના કઈ નહિ એમ જવાબ આપી પોતાના પ્રશ્નને સાચવી લીધો હું તો એમ કહેવા માંગતી કે તને સારું લાગતું હોય તો આપણે જઈએને બહાર ?
અનિએ ફરીથી હા કરી માથું હલાવ્યું.

અનિએ હા કહ્યું એટલે બન્ને જમીને બહાર ગયા.
થોડી વાર ઘરના ગાર્ડનમાં આંટા માર્યા પછી ઇશી બોલી,
બોલ બેટા શુ કરીશું આપણે હવે?? અનિએ ઈશારો કરી કહ્યું,
આ બાજુ બેસીએ બન્ને ખુરશીમાં બેઠયા ત્યાં પહેલેથી એક પેન અને થોડાક પેપર મુકેલા હતા ઇશી સમજી ગઈ હતી કે અનિ કઈક સમજાવવા માંગે છે. અનિએ પેપર લીધું અને ઈશારો કર્યો કે હું લખું છું તું વાંચજે આ અને પછી મને કહેજે,
( થોડી વાર પછી)
આ.....આમ કરી અનિએ પેલા કાગળ ધરી દીધા અને ઇશીએ પકડ્યા અને વાંચવાનું ચાલુ કર્યું.
મમ્મી....
મારે ઘણું કહેવું છે પણ ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરું આપણે જાણીએ છીએ કે નવું ક્યાંથી શરૂ થાય એટલે એવું નથી બનતું કે ભૂતકાળ આપણો સાથ છોડીને જતો રહે છે બસ એમ જ હું તને સમજાવવા માંગુ છે કે મારો અને તારો ભૂતકાળ પણ આપણો પીછો નથી છોડી રહ્યો. તું ચોક્કસ આશ્ચર્ય થઈ હોઈશ મારી આ વાતથી કારણકે છે તે મને જણાવી નથી મેં ઘણી વખત તને પૂછ્યું હતું પણ તું કશું બોલી જ નહીં આખરે મારે તને હવે કહેવું છે એ વાત જે તે મને નથી કહી પણ મને ખબર છે.
મમ્મી એ વખત શુ થયું અને શું નહિ એ ચોક્કસ મને નથી ખબર પણ પપ્પાનું ખૂન તે જ કર્યું હતું ને?? એટલું બધું તો શું બન્યું હશે મને તારા પર પૂરો ભરોસો છે તે કઈ જ એવું તો નહીં જ કર્યું હોય કે જેનાથી તારે આવું કરવું પડે. હવે જે થયું હશે એ ભૂતકાળના સમયમાં દફન થઈ ગયું પણ એ જ કાળ હવે મને વરગી રહ્યો છે.
તે રાત્રે જ્યારે અમે મારી ફ્રેન્ડના લગ્નના ગયા ત્યારે અમે ત્યાં એક ફોટો ક્લિક કર્યો હતો.
મને નહોતી ખબર પણ શાયદ એ રાત્રે અમારી ગાડી થોકાઈ નહોતી કોઈએ જાણી જોઈને મને ફોર્સ કર્યું હતું જેથી હું સ્ટિયરિંગને હાથમાંથી છોડી ચુકી અને એક્સિડન્ટ થઈ ગયો.
હવે તે કેવી રીતે બન્યું એ હું નથી જાણતી શુ થઈ રહ્યું છે તે પણ હું નથી જાણતી શાયદ કોઈક મારી પર હાવી થઈ રહ્યું છે એવું લાગે છે મને.
હું કમ્પ્લીટ ત્યાં સુધી જ હતી જ્યા સુધી રુદ્રએ મને પેલો ફોટો બતાવી એ ન કહ્યું કે,
અનિ તારો અને આપણો પેલો ફોટો તો વાયરલ થઈ રહ્યો છે. લોકોની કૉમેન્ટ્સ આવી રહી છે કે
એ ફોટોમાં કોઈક છે.
મને નથી દેખાઈ રહ્યું શુ છે પણ લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે.
કોલેજમાં પણ મને ઘણા લોકોએ પૂછ્યું કે
પેલું કોણ છે??
હું જવાબ ન આપી શક્યો કારણ કે શાયદ તને ખબર હશે અને એણે ઠીક કીધું શાયદ બીજા લોકો તો ઓછું જોઈ શકતા હતા પણ મેં જે એ ફોટોમાં જોયું તે ખરેખર અવિશ્વસનીય છે મારા માટે અને હવે હું તને સમજાવવા માંગુ છે આ પત્ર દ્વારા કે એ શુ હતું અને શું છે.


ક્રમશ :