revange to love -18 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | બદલાથી પ્રેમ સુધી - 18

Featured Books
Categories
Share

બદલાથી પ્રેમ સુધી - 18

બદલાથી પ્રેમ સુધી ભાગ અઢાર.

આપણે આગળ સોનાક્ષી ની પરીક્ષાનો પહેલો પડાવ જોયો.

સોનાક્ષી આગળ વધે છે તે તેને ફોન માં મળેલા એડ્રેસ પર પહોંચવાજ આવી હોય છે . સોના જેવી ત્યાં આવેલી શેરી નો વળાંક વળે છે ત્યાં જ તે તેના બાઈક પર કોઈ અજાણી વ્યક્તિ મોટી હોકી સ્ટીક વડે પ્રહાર કરે છે અને સોનાક્ષી તેનું બેલેન્સ ગુમાવે છે અને નીચે પડી જાય છે જેવી તે નીચે પડે છે કે કોઈ તેના મો ની આસપાસ કંઈક સ્પ્રે કરે છે અને તે સ્પ્રે ના લીધે બેભાન થઈ જાય છે.

સોનાક્ષી જ્યારે ભાન માં આવે છે ત્યારે તેને એક અંધારિયા ખુણા માં બાંધી ને રાખવામાં આવેલી હોય છે તે જેવી ભાન માં આવે છે તેની આંખોને ખુલતા જોઈને જ એક માણસ ડરી જાય છે તે બીજા માણસો ને કહે છે....

"એ ભાઈ લોગ ભાગો યે લડકી બહોત ખતરનાક હૈ ઈસ બાર તો યે મેરી જાન લેકે હી રહેગી જબ પીંછલી બાર ઇસે દેખા તા તબ સિર્ફ ધમકી હી દી થી"

એ માણસ ની વાત સાંભળી ને ત્યાં ઉભેલા દસ પંદર જણ તેના પર હશે છે અને તેમાંથી એક જણ બોલે છે....

"પતા નહિ ભાઈ એસે ડરપોક કો કયો અપની ટીમ મેં રખતે હૈ"

એ વાત ની માણસ પર બધાજ લોકો તેની સામે તાકીને ખડખડાટ હસતા જ હોય છે અને તે ડરેલી વ્યક્તિ ના ખભા પર હાથ મુકતા એક વ્યક્તિ કહે છે...

"અબે યે તું ઈસ લડકી સે ઇતના કયું ડરતા હૈ દેખ ઉસકી તરફ વો તો હોશ મેં ભી નહિ હૈ ઔર વો સિર્ફ એક હૈ ઓર હમ પંદરહ લોગ હૈ.....યે હમારા ક્યાં ઉખાડ લેગી......"અટ્ટહાસ્ય કરે છે...

તે લોકો ની વાત સાંભળી ને પણ પેલો માણસ ડરમાં જ હોય છે તે ડરતાં ડરતાં જ એ બધા ને કહે છે..

"યે એક લડકી હમ સે ડબલ હૈ યે સિર્ફ દિખતી ભોલી હૈ પર તુમ લોગ ઈસે પહલી બાર દેખ રહે હો ઇસલિયે મૈને તો ઇસકા કિડનેપ કિયા થા મૈં તો સપને મેં ભી ડરતા હું ઇસકી શકલ સે... ....સચ મેં ભાગો નહિ તો યે હમેં માર દેગી......"


તે માણસ ની વાત સાંભળી ને ત્યાં ઉભેલા બધા તેની પર હસે છે સોનાક્ષી અચેતન અવસ્થામાં છે એટલે તે એ લોકો ની વાતો થોડી થોડી સાંભળી રહી હોય છે તેને માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હોય છે તે કઈ જગ્યાએ છે તે સમજવાનો પ્રયત્ન કરે છે અને ધીરે ધીરે તેની આંખો ખોલે છે.

સોનાક્ષી જેવી તેની આંખો ખોલી ને જોવે છે તો તેને તેની આસપાસ અમુક માણસો દેખાય છે તે ત્યાંથી ઉભા થવાનો પ્રયત્ન કરે છે તે તેના હાથ ને ટ્રેનિંગ સમયે આપવામાં આવેલી ટેકનીક થી ખોલે છે અને તેની જાત ને બંધનો માંથી આઝાદ કરે છે.

સોનાક્ષી જેવી ઉભી થાય છે કે તરત જ એક માણસ હોકી સ્ટીક લઈ ને આવે છે અને તેને માથામાં મારે સોનાક્ષી સમયસૂચકતા રાખે છે અને નીચે નમી જાય છે તે એ બધાય લોકો સાથે લડે છે અને મિનિટો માં બધાય લોકો ને ધૂળ ચાટતા કરી દે છે.

તે તેની રિવોલ્વર શોધે છે પણ તેને ક્યાંય મળતી નથી એટલે તે એ લોકો માંથી જ એક માણસ ની બંદૂક લઈ ને તેઓને મારવા જ જતી હોય છે ત્યાં જ પાછળ થી એક માણસ નો અવાજ આવે છે...

"એક મિનિટ ઉભી રે છોકરી જો ભૂલથી પણ આ લોકો માંથી એક પણ જણ ને કાંઇ થયું છે ને તો આ માણસ ની ખોપરી ઉડાવી દઈશ....."

સોનાક્ષી તરત જ પાછળ ફરી ને જોવે છે તો......

તેની પાછળ એક માણસ કોઈ માણસ ના માથા પર બંદૂક રાખી ને નિશાનો તાકી ને ઉભો છે તે માણસ ની ઉંમર પણ વધારે છે સફેદ કટ દાઢી , મો અને આંખો પર કાળી પટ્ટી બાંધેલા હાથ અને એકદમ લાચાર ચહેરો જોઈ ને સોનાક્ષી ના મો માંથી નીકળી જાય છે....

"મોટા ભા......"

સોનાક્ષી ના મોંએથી મોટા ભા સાંભળતા જ તેને ધમકી આપનાર વ્યક્તિ ફરી કહે છે....

"હા મોટા ભા અને જો તું ઇચ્છતી હોય કે તારા આ મોટા ભા ઉર્ફે રાઘવેંન્દ્ર એ આ દુનિયામાં જીવતો રહે તો મારા બધા માણસો ને હાલ જ અહીં થી જવા દે.."

સોનાક્ષી બધા માણસો આગળ થી ગન હટાવે છે અને તેમને જવાનો ઈશારો કરે છે તે બધાય લોકો ડરેલી હાલત માં જલ્દી ત્યાં થી નીકળી જાય છે તેઓ ના જતા ની સાથે જ સોનાક્ષી કહે છે...

"તમે જેમ કહ્યું તેમ મેં તમારા માણસો ને જવા દીધા હવે મોટા ભા ને છોડી દો...."

સોનાક્ષી ની વાત સાંભળી ને તે માણસ અટ્ટહાસ્ય કરતા કહે છે....

" અરે એમ કેમ જવા દઉં હજુ હાલ જ તો ખેલ ની શરૂઆત કરી છે મેં પૂરો કરીને જ જઈશ...."

તેની વાત સાંભળી ને સોનાક્ષી મનમાં થોડી ડરી જાય છે.....તે તે માણસ ને તેના ચહેરા પર નો ડર ન દેખાડતા પૂછે છે.......

"કોણ છો તમે....?શુ જોઈએ છે....તમારે......?",


તે માણસ જવાબ આપતા કહે છે.....

"હું કોણ છું એ તો નહીં કવું પણ શું જોઈએ છે મારે એ કહી દવું........(થોડું વિચારવાનો દેખાવ કરતા) આઅંમમમ.....મારે તારો જીવ જોઈએ છે......"

સોનાક્ષી તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે તે મનમાં વિચારે છે કે ક્યાંક આ નાઘવેન્દ્ર સિંહ નો માણસ તો નહીં હોય ને......તે તેને પૂછે છે....

"કોણ છો તમે.......?

પેલો માણસ તેની વાત સાંભળીને એકદમ ગુસ્સામાં કહે છે.....

"એ છોકરી તું ઘણા સવાલો પૂછે છે ચુપચાપ તારા માથા પર ગન મુક અને તારો જીવ આપ નહિતર આ તારા મોટા ભા....... હતા ન હતા કરી નાખીશ.....ચલાવ ગોળી......"

સોનાક્ષી તેની વાત સાંભળી ને થોડી ઘભરાઈ જાય છે અને તેનું માથું હલાવી ને હા પાડે છે અને તેના માથા પર ગન મૂકે છે તે ગોળી ચલાવવા જ જતી હોય છે પણ સામેની દિવાલ પર જોઈને જોરથી રાડો પાડવા લાગે છે....

"અઅઅઅઅઅઅ......મમ્મી.......મમ્મી..........બચાવો........બચાવો....."

પેલો માણસ તેની જોરથી પાડેલી રાડો થી જ ડરી જાય છે અને તે પૂછે છે.....

"કોઈ બચાવવા નહિ આવે ચુપચાપ ગોળી ચલાવ"

સોનાક્ષી ડરતાં ડરતા કહે છે ......

"ના પેલા પેલી દિવાલ પર ગરોળી છે જુઓ એને કાઢો મને તેનાથી બવું જ બીક લાગે છે તમે જે કહેશો એ કરીશ પણ જલ્દી ગરોળી ને કાઢો....મમ્મી...... બચાવો....ગરોળી....."

પેલો માણસ તેની વાત સાંભળી ને દીવાલ તરફ જોવે છે અને તેને પણ ગરોળી જ દેખાય છે....તે જેવો ગરોળી ને જુએ છે તેના હાથમાંથી ગન પડી જાય છે અને તે પણ સોનાક્ષી સાથે રાડો પાડવા લાગે છે.....

"નહિ નહિ ગરોળી નહિ....બચાવો...બચાવો....ગરોળી...."

સોનાક્ષી તેનો ડર ની સાથે પેલા માણસ સામું જોઈ રહે છે અને કહે છે....

"હમણાં તો તમે મારા જીવની પાછળ પડ્યા તા અને એક ગરોળી થી ડરો છો શરમ નહિ આવતી..."

પેલો માણસ ડરતાં ડરતાં જ કહે છે.....

"જુવો મેડમ બધું પછી જોઈશું પેલા આ ગરોળી નું કઈંક કરો મને બવું જ ડર લાગે છે...."

સોનાક્ષી તે માણસ સાથે દલીલ કરતા કહે છે ....

"હા તો મને મજા નહિ આવતી કાંઈ ગરોળી જોઈ ને હું પણ તમારા જેટલી જ ડરું છું બચાવો...."


રાઘવ આ બંને ને ગરોળી થી ડરતા અને એકબીજા ની સાથે લડતાં જોઈ રહ્યો હોય છે તેના મો પર પટ્ટી બાંધેલી હોવાથી તે કંઈ બોલી શકતો નથી પરંતુ ધીરે ધીરે તે તેની ટ્રેનિંગ ની ટેકનીક ની મદદથી તે કેદમાંથી આઝાદ થાય છે અને ઉભો થાય છે તે રૂમમાં આજુબાજુ જોવે છે અને ત્યાં પડેલી હોકીસ્ટિક પર એક જૂનું કપડું બાંધે છે અને ગરોળી ની પાસે જઈને આમ તેમ ફેરવે છે એટલે ગરોળી નાની બારી માંથી બહાર નીકળી જાય છે પછી તે કહે છે....

રાઘવેંન્દ્ર:ગઈ ગરોળી હવે તમે ડરવાનું બંધ કરશો......

સોનાક્ષી આજુબાજુ જોવે છે ક્યાંય ગરોળી ન દેખાતા તે રાહત અનુભવે છે.. અને કહે છે...

"તમે ઠીક તો છો ને મોટા ભા...."

રાઘવેંન્દ્ર:કઈ રીતે ઠીક હોવાનો હું તને આખી લોખંડ ની બનાવી પણ આ ગરોળી નો ડર ના કાઢી શક્યો....ખબર નહિ કાલે પેલા ને તું મારી શકીશ કે નહીં....

સોનાક્ષી:ના મોટા ભા એ ગરોળી થોડી છે જેનો મને ડર લાગવાનો તેને તો હું એક ગોળી એ વીંધી નાખીશ...

રાઘવેંન્દ્ર:એ તું નહિ કરી શકે....

સોનાક્ષી:અત્યાર સુધી એના માટેજ ટ્રેનિંગ લીધી છે એનો જીવ લેવો એ જ મારો મકસદ છે તો હું કેમ ન કરી શકું.....

રાઘવેંન્દ્ર:સાંભળ હું સમજાવું......

થોડી વાર પહેલા જયારે મારા ભોગે મારા આ માણસે તને તારો જીવ આપવાનું કહ્યું તો તું તરત માની ગઈ ને કારણ કે તું મને તારો ગુરુ માને છે અને તને મેં આટલી તકલીફો આપી છતાંય તું મને તારા પિતાની જગ્યા એ માને જ છે ને......


સોનાક્ષી:હા હું તમારા માટે મારો જીવ પણ આપી શકું....

રાઘવેંન્દ્ર:મેં ઘણું રિસર્ચ કર્યું છે અને તારે એ માણસ ને મારવા તારો જીવ આપવો જ પડશે અને આજે તે મારા માટે જેમ જીવ આપવાની તૈયારી બતાવી તે જ તૈયારી મારે એ માણસ નો જીવ લેવા માટે જોવી હતી અને જોઈ લીધું હવે તું એકદમ તૈયાર છે મિશન બદલા માટે....

સોનાક્ષી:પણ જો આજે ગરોળી ન આવી હોત અને મેં ગોળી ચલાવી દીધી હોત તો....?

રાઘવેંન્દ્ર:બંદૂક માની ગોળી તો નકલી હતી ને આ તારી પરીક્ષા જ હતી જેમાં તું પાસ થઈ હવે તું ઘરે જઈ શકે છે.....

સોનાક્ષી:ઠીક છે પણ કાલ નો પ્લાન શું હશે.....?

રાઘવેંન્દ્ર:આજે ઘણું થઈ ગયું કાલ ની વાત કાલે રાત થવા આવી છે તું ઘરે જા....

સોનાક્ષી:ઠીક છે.....

સોનાક્ષીરૂમ ની બહાર નીકળી ને જુએ છે તો રાતના નવ વાગ્યા હોય છે તેને રોહિત યાદ આવે છે અને તે ઝડપથી ઘરે જાય છે ઘરે પહોંચતાની સાથે જ આછી પિંક ગુલાબી સાડી નેવી બ્લુ રંગની પટ્ટી ની શોભા સાથે પટ્ટી ને મેચિંગ નેવી બ્લુ બ્લાઉઝ..સાથે રોહિત ની ફેવરિટ દક્ષિણી સ્ટાઇલ માં જલ્દીથી તે સાડી પહેરે છે આખો માં કાળી કાજલ અને થોડી મસ્કરા સાથે આછી પિંક લિપસ્ટિક અને એકદમ લાઈટ મેકઅપ સાથે તે પંદર મિનિટ માં તૈયાર થઈ જાય છે...

સોનાક્ષી ખૂબ જ ઉતાવળ માં છે તેને બની શકે તેટલું જલ્દી થી રોહિત પાસે પહોંચવું છે પણ તે તેને કહેશે શું કે તે મોડી કેમ આવી...? તેના ઉપાય માટે તે તેના ડાબાપગે પાટો બાંધી દે છે અને જલ્દીથી નીચે આવે છે ટેક્સી વાળા ને શોધે છે અને ગાર્ડન જાય છે.

રોહિત આખા દિવસ ની સોનાક્ષી ની રાહ જોઈને થાકી ગયો છે છતાંય તે આમતેમ નજર ફેરવતો દેખાય છે અને જેવી તેની નજર ગાર્ડન ના ગેટ તરફ પડે છે તે જોતો જ રહી જાય છે....આછી પિંક સાડી માં તે સોનાક્ષી ને જોવે છે અને જોતો જ રહી જાય છે....



આપણે નવા ભાગ માં રોહિત નું બર્થડે સેલિબ્રેશન એક અલગ સ્ટાઇલ માં જોઈશું.....

અને ખાસ બીજું રહસ્ય પણ એ હશે કે રાઘવેંન્દ્ર નો એવો તે કયો પ્લાન હશે જે સોનાક્ષી નો જીવ લેશે.....?

અને જો સોનાક્ષી ને કાઈ થઈ ગયું તો રોહિત તેના વગર રહી શકશે.....?

બવું જલ્દી મળીએ નવા ભાગ માં.......