તમે ગતાંક માં જોયુ કે..
રોકી રચનાના કોપથી ભાગીને દૂર જાયછે.. એને હવે રચનાનો ભય લાગતા એ તંત્રીકને ફોન કરીને સઘળી વિતક કહે છે.
ત્યાં જ એને તાંત્રિક મહાકાળી માઁ ના મન્દિર માં મળવાનું કહે છે અને ત્યાંજ એને તાવીજ આપે છે.. જે પવિત્ર મંત્ર દ્વારા અભિમંત્રિત કરેલું હોયછે..
એટલે એ રોકીને પહેરી રાખવા કહેછે.. રોકી એ તાવીજ પહેરે એ જોઈને રચના નું મન ઉદાસ થાય છે હવે એ તાવીજ એના શરીર પરથી દૂર કરવાની યુક્તિઓ વિચારે છે.. એના બાઇકને શક્તિઓ દ્વારા પછાડે છે.. રોકી ઘસડાય પણ છે.. પણ તાવીજ હજુ એમજ છે.
ઉપરથી એમાં માતાજી ની તસવીર માંથી આવતી દિવ્ય જ્યોતિ જોઈને રચના ને બળતરા થતા ત્યાંથી એ રોકીને ચેતવણી આપીને જતી રહે છે.
હવે જોઈએ આગળ..
રોકીને રચનાની વેધક નજરે આપેલ ધમકી વિચલિત કરી મૂકે છે.. એ કોઈપણ ભોગે હવે રચનાના પ્રેતને અને એની શક્તિઓને નષ્ટ કરવા માંગે છે.. એ તાંત્રિકને ફોન કરીને ક્યારે વિધી કરવાની છે એ જાણે છે. ..
તાંત્રિક આવતા સોમવારે પૂનમના મુરત સારું હોવાથી હવન અને વિધિ પૂજાનું આયોજન કરે છે.. એ માટે સમાન નું લિસ્ટ મોકલે છે..
રોકી અને એની આખરી બચેલો મિત્ર આલોક સાથે બજાર જાયછે.. જ્યાં એમની પાછળ થોડે અંતરે રચના પણ જાય છે.
બાઇકની બ્રેક રચનાએ પહેલેથી ફેઈલ કરેલ હોય છે.. એટલે સ્પીડમાં રહેલું બાઇક અચાનક જ કાબુ ગુમાવતા એજ ઝાડ સાથે અથડાય છે.. અને રોકી અને એનો દોસ્ત જમીનદોસ્ત થઈ જાયછે..
અને રોકીનો મિત્ર જે એનું પાછળ બેસેલો હોયછે એ ગાયબ થઈ જાય છે.. રોકી એના તાવીજ ને હાથ લગાવીને એના મિત્રને શોધવા જાય છે.. રચના એને કિડનેપ કરીને એજ જંગલની બાજુમાં એક મોટો કુવો છે ત્યાં ખેચીને લઇ જાય છે.
આખરે રચનાને રોકીનો ઉં દોસ્ત મારતા સમયે એના પર અત્યાચાર કરેલ સમય યાદ કરાવડાવે છે..
આલોક માફી માંગે છે.. અને પોતાને જાવા દેવા આજીજી કરેચે..
પણ રચના એકપણ શબ્દ સાંભળવા રેડી નથી. એ એને જોરથી પછાડે છે ..એની ચીસ નીકળી જાય છે..
એને આકાશ તરફ ઉડાડીને અટ્ટહાસ્ય કરીને એક જંગલના ખૂણામાં પડેલ લાકડું તના ગાળામાં ખોસીને એમ રેમ શરણ કરેછે..
અને લાશ સીધી કૂવામાં પડેછે.. એનો મિત્ર પણ હવે રચનાની ચુંગાલમાંથી હમેશ માટે છૂટી ગયો.. હવે રચના એ ખુશખબર આપવા રોકી સામે પ્રગટ થાય છે.
આ બાજુ રોકી એના મિત્રને શોધતો આગળ વધ્યે જાય છે. ત્યાં જ એક જગ્યાએથી એને પાંદડા ના સરકવાનો અવજ આવતા એક આશ્ચર્યજનક બાબત લાગતા. એ બાજુ જાયછે.
ત્યાંજ કુવા આગળ એનો પગ ફસાય છે અને દોરી માં ફસાયેલો એ અંધાધૂંધ ગોળીબાર કરે છે. એ હાથમાં પિસ્ટલ લઈને ફરતો હોય છે.. એથી ગોળીઓ રચનાની શરીરની આરપાર નીકળી જાયછે .
રચના બોલી ઉઠે છે.. મરેલા ને શુ મારીશ.. મારુ પ્રેત તારા સાથે બદલો જરૂર લેશે એમ કરીને એને શક્તિઓ દ્વારા ધક્કો મારીને કૂવામાં નાખે છે..
રોકી કૂવામાં એના મિત્ર પર જ પડતા એ ચીસ પાડે છે...બચાવો.. બચાવો.. કોઈ સાંભળો... આ પ્રેત મને મારી નાખશે.
પાડીલે તારી તાકાત હોય એટલી બુમો આજ તને કોઈ નહીં બચાવી શકે..
રોકી થર થર કંપી રહ્યો છે.. બાજુમાં આલોકની લાશ જોઈને એને વધુ ભય લાગે છે..
ત્યાંજ રચના ઊડતી ઊડતી કૂવામાં આવે છે અને એકદમ નજીક એનો ચહેરો આવતા જ વિસ્ફોટ થાય છે..
હજુ પણ રોકીના હાથમાં એ તાવીજ હતી .રચના એ ભૂલી ગયી હતી અને એકદમ નજીક આવવાથી તાવીજની શક્તિને કારણે રચનાની આત્માને જોરદાર ઝાટકો લાગ્યો અને એની શક્તિઓ પણ અલ્પ સમય પૂરતી અદ્રશ્ય થઈ ગયી..
એ પ્રકાશિત લીસોટો બનીને ત્યાંથી નીકળી ગયી.. રોકીને હાશ થયી ..
શુ થશે શુ રચના નો બદલો અધુરો રહેશે.?
શુ રોકીને એના કર્મોની સજા નહિ મલે..?
વધુ હવે આવતા અંકે...
આવજો..
જય ભીમ