સમી સાંજનો સમય ,ઘૂઘવતો દરિયો ઠંડા પવનના સૂસવાટા,અંધારું ઓગાળતો સુરજ, અને આથમતું અજવાળું હતુ ગઝલ અને શાયરી સુરજની ઊગવાની રાહ જોતા હતા આદુ અને એલચી વાળા મસાલા થી ભરપૂર મસ્ત મજાની ગરમ ચા અને સાથે પકોડાની લિજ્જત માણતા પોતાના આલીશાન બંગલો તેજ - તીર્થ મા બેઠા હતા.શાયરીનો હંમેશાથી એક એવો શોખ હતો કે મારા ઘરની બાલ્કનીમાંથી દરિયાનાં ઉછળતા મોજા જોઈ શકું આથી ગઝલે આ ફ્લેટ પસંદ કર્યો હતો બંને પોતાના નામને સાર્થક કરતા હળવા અવાજે સીડી પ્લેયર સાંભળતા હતા,જેમાં ગઝલ ચાલતી હતી, "હોશ વાલો કો ખબર ક્યા જિંદગી ક્યાં ચીઝ હૈ !!!!બંને પોતાની જિંદગીની વહેતી ગતિ માણતા હતા. જીવન ખૂબ જ તેજ ગતિ પસાર થયું હતું તેનો પૂર્ણ સંતોષ હતો અને મન પણ ખૂબ જ સંતુષ્ટ હતા કે પોતાના સંબંધ પ્રત્યે ક્યાંય પણ અંધારામાં નથી રહ્યા, કે નથી રાખ્યા અને એકબીજા પર રહેલો અતૂટ વિશ્વાસ જેનુ ફળ સ્વરૂપે આજે આ માણતા હતા. પોતે પોતાની જિંદગીમાં ઘણા અને ઘણા પ્રકારના તોફાનો જોયા પરંતુ હિંમત અને પરસ્પર ના પ્રેમથી તેનો સામનો કર્યો. આજે તર્જની અને તીર્થંન ના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા સામે જમાઈ પણ એકદમ સુખી સાથે સંસ્કારી કુટુંબના હતા ભલે બંને પોતાની મરજીથી પસંદગી કરેલી હતી પરંતુ બંને પક્ષની સંમતિ પણ હતી તર્જનીએ પસંદ કરેલ રાહી એ ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતો,અને તીર્થન ની પસંદગીનો કળશ આરવ પર ઢોળાયો હતો જે એક સફળ બિઝનેસમેન હતો તેને કાચની ક્રોકરીનો બિઝનેસ હતો જે ભારતની બહારના દેશોમાં પણ ફેલાયેલો હતો,અને વળી પોતે બંને છોકરીઓ પણ પગભર હતી તર્જની સેલટેક્સ ડિપાર્ટમેન્ટ માં હતી અને તીર્થન ગવર્મેન્ટ સ્કૂલ માં ઇંગ્લિશ ટીચર હતી આથી ગઝલ અને શાયરી ને બને ના ભવિષ્યની કોઈ પણ ચિંતા ન હતી વળી પોતાનું જે છે એ બધું એનું જ તો હતુ, પાછું ફરીને જોવાની કોઈ જરૂર ન હતી.બસ બંનેને પોતાની જિંદગીનો પૂરેપૂરો સંતોષ હતો, અને મન એક સાથે એક જ સપનું જોતુ હતું અને એ જ સમયની રાહ જોતા હતા કે ગીત ફરી પાછી ક્યારે આવશે અને આપણે સાથે રહી શકશે??અચાનક શાયરી એ ગઝલ ને પૂછ્યું ,"કે આમ તો આપણે આજે જે નિર્ણય લીધો છે તે બંનેએ સાથે લીધેલો છે ગઝલ પણ જો આપણા છોકરાઓને કંઇ પ્રશ્ન હશે તો તું જવાબ આપીશ ને ?કારણકે હું ત્યારે જવાબ આપવાની પરિસ્થિતિમાં કદાચ ન પણ હોઈ શકું ત્યારે ગઝલ પણ એ જ જવાબ આપ્યો જે જવાબ ની આશા હતી ,"કે શાયરી જે વખતે તું પોતે મારા અને ગીતથી અલગ થઈને પણ ખુશ હતી, અને અમને સાથ આપવામાં મક્કમ હતી અમારી દુનિયામાં તારું એક આગવું મહત્વ હતું જ્યારે આપણે આ નિર્ણય લીધો ત્યારે પણ મેં તમને સાથ આપવાની તૈયારી બતાવી હતી તો આ તો આપણા બાળકો છે,,તેને જવાબ આપવાની કોઈ જરૂર નથી રહેતી તેને માત્ર જાણ જ કરીએ છીએ કે ભવિષ્યમાં તેને પોતાના બે મા અને બાપ વિષે કોઈ પણ પ્રકારની કઈ ગેરસમજણ ઉભી ન થાય બસ અને ત્યારે પણ સીડી પ્લેયર માં ધીમે ધીમે ગઝલ સંભળાઈ રહી હતી,,,"શાંત ઝરૂખે વાટ નિરખતી એક શહેજાદી જોઇ હતી કદાચ ગીત એ શહેજાદી જ હતી ,,
બીજા દિવસની સવારે શાયરી ખૂબ જ ઉતાવળમાં હતી કારણકે તેને તીર્થન અને તર્જની ના સાસરી પક્ષના લોકો ને જમવાનું કીધું હતું.તે ખૂબ જ ટેન્શનમાં પણ હતી રસોડામાં આંટો મારતી અને ફરી પાછી બહાર જતી એ જોઈને રમાકાંત કાકાએ કહ્યું શાયરી બેટા કાંઈ ચિંતા ના કર બન્ને દીકરીઓના સાસરીવાળા આંગળાના ચાટે તો કેજે શાયરી એ કહ્યું રમાંકાન્ત કાકા તમે એક તો છો જે મને અને ગઝલ ને પગ થી માથા સુધી જાણો છો અને ઓળખો છો તમને અમારા એક ઇતિહાસની ખબર છે, જો તમે સંભાળવા માટે ન હોત તો કદાચ અમે ભાંગી પડ્યા હતા રમાકાંત કાકાએ કહ્યું આજે આવી કોઈ વાત નહીં જો ગજુ બાબાના ઓર્ડર મુજબ ગરમ ગરમ જલેબી, સ્વાદ અને સોડમ વાળું ભરેલુ ઊંધિયું ,,ગરમ અને નરમ પુરી, ભરેલા મરચા ,પાપડ ,આચાર, પાટવડી બધુ જમવાનું તૈયાર છે,,જો હવે વળી પાછી રડીને રસોડામા રસ ના ઉમેરતી બધા આવે એટલે આરામ થી વાતો કરો જુઓ ૧૧ વાગ્યા સુધીમાં તો રસોડામાં બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. ગઝલ અને શાયરી ની સુચના મુજબ દરેક વસ્તુ કરાવી નાખી હતી,,આજે તો ગઝલ થી પણ ના રહેવાયું તે રસોડા બાજુ ખેંચાઈ આવ્યો અને તરત કહેવા લાગ્યો કે, "રમાકાંત કાકા આજે તો તમે મારી મમ્મીની યાદ અપાવી દીધી એવું ઊંઘીયુ બનાવતી કે તેની સુગંધ થી પપ્પા છેક વરંડામાંથી રસોડામાં ખેંચાઇ આવતા આજે પણ એવી જ સરસ સુગંધ આવે છે ,અને આ પીળી પાટવડી પર લીલી કોથમીર છાંટી છે!!!તો કલર કોમ્બિનેશન કેવું સરસ લાગે છે! આપણા તીર્થંન અને તર્જની ના જોડા જેવું જ,,રમાકાંત કાકા પણ ખુશ થઈ ગયા, કેટલા વખત પછી ગઝલ અને શાયરી ને આ રીતે ખુશ થતા જોયા છે તેની આંખે તો ગઝલ ને ઘોડિયામાં દફતર લઈને આવતો કોલેજ જતો ઓફિસ જતો અને પોખાતો પણ જોયો છે આજે આ ઘરની ભીતો તેની માટે પોતીકી જ છે તેણે કહ્યું ચાલો હવે રસોડામાંથી બહાર જાવ હમણાં વેવાઈ લોકો આવશે તેની તૈયારી કરો અને ગઝલ અને શાયરી ફરી પાછા થોડા ટેન્શનમાં ખુશમિજાજમાં બહાર આવી ગયા ત્યાં જ ડોરબેલ વાગી અને બધા આવી ગયા, તર્જની અને તીર્થંન ઓળખાણ કરાવવામાં લાગી ગયા. તીર્થંન ના કાકી જી ને જોઈને બંને જાણે અટકી ગયા, સામે તન્વી પણ ઉછળી પડી અરે શાયરી તું ગઝલ તુ ?આરવ ને નવાઈ લાગી કાકી આ લોકો ને ઓળખે છે તન્વી કહે શાયરી તું કેમ ગઝલ સાથે ગઝલના તો ગીત અને આગળ કંઈ બોલે એ પહેલાં જ શાયરી તેને કિચનમાં લઇ ગઈ કે ચાલ તને હું મારું ઘર બતાવુ અને તેણે તન્વી ને કોઈ વાત કરી અને થોડી વાર પછી બંને હસતા હસતા બહાર આવ્યા બધા જમ્યા આમ તેમ વાતો કરી અને પોતાની કોલેજકાળ તાજી કરી છોકરાઓ ખુશ તેમાં આપણે ખુશ એ વાત ઉપર બધા હતા એવામાં જ ગઝલે આરવ ના અને રાહી ના મમ્મી પપ્પા ને પૂછ્યું કે આવતી કાલે રવિવાર છે જો તમારી પરમિશન હોય તો બને ને આજની રાત અહીં રોકી શકુ? ત્યારે બંનેના પેરન્ટ્સે એક જ વાત કરી કે આવું શું પૂછો છો? તમે દીકરી આપી છે ત્યારે અમે વહુ વાળા થયા છીએ ,તો પછી હુકમ કરો કે અહીં રોકાવું પડશે રાહી ની બહેન રશમીતા અને આરવ ની બહેન બિરવા એ પણ બંને ભાઈઓ ની મજાક કરી કે અહીં રોકાવા માટે તમને એ બંને એ જ પૂછવાનું કહ્યું હશે મનમાં તો લાડુ ફૂટે છે અને પાછા તમારી પાસે પુછાવે છે બદમાશ, અને બધા હસવા લાગ્યા. સાંજે બધા એ જવા માટે રજા લીધી તન્વી પણ ગઝલ અને શાયરી ને મળીને ખૂબ ખુશ થઈ નંબરની આપલે કરીને રજા માગી અને હવે તો લગ્નમાં ખૂબ નાચશુ જે રીતે કોલેજના પહેલા એન્યુઅલ ફંક્શન મા ઊંટ અને ઘોડા બનીને નાચ્યા તા આવું કહીને થોડી ક્ષણો હળવી કરી ,બધા છુટા પડ્યા સાંજે ગઝલ શાયરી પોતાના પરિવાર સાથે ફરવા અને થોડું શોપિંગ કરવા નીકળ્યા ખૂબ વાતો કરી..તર્જની અને તીર્થન ની પસંદગી પર મનોમન ખુશ થયા અને બંને કપલને થોડો સમય સાથે પસાર કરવા એકલા મુકી પોતે ઘરે જવાનું કહ્યું