એક નાના એવા ગામ માં એક મહેશ નામનો ખેડૂત રહેતો હતો, એક રાતે એને સપનું આવ્યુ કે તે ગયા જન્મમાં તે મોટો ધનવાન વ્યક્તિ હતો, તેના મહેલ માં ઘણા બધા નોકર ચાકર તેની સેવા કરતા હતા અને તેની સાત પેઢી સુધી ખૂટે નહિ તેટલો ખજાનો તેની પાસે હતો. એટલામાં સવાર પડી ગઈ અને તેનું સપનું અઘરું રહી ગયું.
પછી તો મહેશ તેના રોજિંદા કામમાં લાગી ગયો ખેતર જઈ ને કામ કરવા માંડયો થોડા દિવસ પછી બીજી વાર એને એજ સપનું આવ્યુ કે તેને ગયા જન્મમાં તેનો અઢળક ખજાનો કેટલાક ખેતરોની નીચે સંતાડી રાખિયો હતો, ત્યાં તો સવાર પડી ગઈ અને તેને પોતાના સ્વપ્ન પર વિશ્વાસ ન આવીયો અને મહેશ તો પાછો પોતાના રોજિંદા ના કામમાં લાગી ગયો થોડા દિવસો પછી એક દિવસ ટીવીમાં ન્યૂઝ આવી કે ગુજરાતના એક ગામના ખેતર માંથી થોડો ખજાનો મળી આવેલ છે. અને હજી આવા કેટલાક ગામમાં ખજાનો મળી આવે તેવી સંભાવના છે.
આ સમાચાર સાંભળતા જ મહેશ ને પોતાનું સપનું યાદ આવ્યુ અને તેને પોતાના સ્વપન ઉપર વિશ્વાસ આવ્યો તેને મનોમન વિચાર કરી લીધો કે હું પણ ખજાનાની શોધમાં નીકળીશ અને મને પણ મારો ખજાનો મળી આવે અને હું પણ કરોડપતિ બની જાવ, અને ક્યાં સુધી હું આ ખેતર માં ખેતી કરતો રહીશ, મજબૂત મનોબળ સાથે મહેશ ખજાનાની શોધ માં નીકળી પડ્યો પછી તો મહેશ એ ઘણા બધા ખેતરો ખોદીને ફંમફોરી નાંખીયા પણ એક પણ ખેતર માં તેને ખજાનો મળિયો નહિ, મહેશ રોજ ખજાનાની આશા સાથે ઘરેથી નીકળે અને રોજ સાંજે નિરાશ થઇ ને પાછો વળે. મહેશ ઘણા બધા પ્રયત્નોના અંતે થાકી ને હાર માની લીધી, અને આમ પણ મહેશ ખજાનાની શોધ માં તે દેણામાં આવી ગયો તેથી મહેશ ને પોતાનું ખેતર વેચવું પડિયું.
પછી તો મહેશ ને બીજાના ખેતરમાં મજૂરી કામ કરવાના દિવસો આવી પડિયાં થોડા સમય પછી મહેશ ને સમાચાર મળી આવિયા કે તેના વેચેલા ખેતર માંથી જમીન નીચે ઘણો બધો ખજાનો મળી આવીયો આ વાત સાંભળતા જ મહેશને પસ્તાવાનો પાર ન રહીયો, કેમ કે તેને ખજાના માટે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું અને ખજાનો શોધવા માટે ના અઢળક પ્રયત્નો કરિયા હતા પણ તે પોતાના જ ખેતરમાં શોધવાનું કેમ ભૂલી ગયો, કેમ કે તેને એવી આશા તો જરાય ન હતી કે તે ખજાનો પોતાના જ ખેતર માં મળી આવશે. અને મહેશ મનમાં વિચાર આવીયો કે એક છેલ્લી વાર પોતાના ખેતરમાં જો ખજાનો શોધવાનો પ્રયત્ન કરિયો હોત તો આજે જિંદગી કાંઈક અલગ હોત.
દરેક વ્યક્તિ જીવનના ડગલે ને પગલે તેના વિચારો, લાગણી, કર્મો, અને સ્વભાવ વડે પોતાનું નસીબ લખતો હોઈ છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલી, દુઃખો કે સુખ, આનંદ, સફળતાના માટે તે પોતે જબાબદાર હોય છે.
માણસ આ પૃથ્વી પરના ગ્રહ પર અમુક સમય માટે પોતાના આત્માના વિકાસ માટે જન્મ લે છે, અને મૃત્યુ પામે છે.
જ્યાં આપણે બધા આ સૃષ્ટિનો ભાગ છીએ, જીવનમાં દરેક એ અલગ અલગ પાત્રો નિભાવવા ના હોય છે, મને તો આ દુનિયા એક નાટક જેવી લાગે છે નાટકની જેમ આપણે બધાની આ પૃથ્વી પર પ્રવેશ થાય છે અને આપણને જે રોલ નિભાવવા મળેલ છે તે સારી રીતે નિભાવીને પોતાનો રોલ પૂરું થતા આમ આપણે નાટક માંથી બહાર જઇયે છીએ.
મોરલ ઓફ ધ સ્ટોરી
જે ખજાનો આપણે આખી દુનિયા માં શોધતા હોઈએ છીએ તે અંતે આપણી પોતાની પાસે જ મળી આવે છે.
Story By Dipak Parmar