Dil ka rishta - a love story - 40 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 40

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 40

ભાગ - 40


( આગળ જોયું કે રોહન પેયમેન્ટ ના કામ માં બીઝી છે અને તેજલ હોસ્પિટલ માં અને બન્ને ને રાતે વાત થાય છે તેજલ એના મમ્મી ની તબિયત ને લઈ ને પરેશાન છે રોહન એનો મૂડ ઠીક કરવા સપના ની દુનિયા બનાવે છે અને સપના ની દુનિયા ની વાતો કરી તેજલ ને ખુશ કરવાની કોશિશ કરે છે તેજલ સાચે જ ખુશ થઈ જાય છે પણ રોહન વાત માં ને વાત માં અચાનક તેજલ ને પ્રોપોસ કરી દે છે હવે જોઈએ આગળ)


તેજલ થોડી વાર તો કઈ સમજી જ ન શકી રોહન ને ખબર હતી કે તેજલ માટે આ આશ્ચર્યજનક વાત હશે એટલે તરત જવાબ નહિ જ આપી શકે એને નક્કી કર્યું થોડી વાર રાહ જોવાનું નક્કી કર્યું થોડી વાર થઈ ત્યાં

typing .... આવ્યું

હવે થઈ રહેલું typing બધા ની જિંદગી આગળ ક્યાં જશે એ નક્કી કરવાનું હતું રોહન ધડકતા દિલ એ જવાબ ની રાહ જોઈ રહ્યો ત્યાં તેજલ નો મેસેજ સ્ક્રિન પર આવ્યો

તેજલ- તું મજાક કરે છે ને ???

રોહન- ના તેજુ હું જરાય મજાક નથી કરતો અને ઈશ્વર ની સાક્ષી એ કહું છું કે તેજુ હું તને મારા જીવ થી વધુ પ્રેમ કરું છું અને હું મારી જિંદગી ની એક એક ક્ષણ તારી સાથે વીતાવા માંગુ છું મારા શરીર માં શ્વાસ ની જગ્યા એ તેજલ છે અને ધડકન ની જગ્યા એ ફક્ત ને ફક્ત તેજુ ધડકે છે બોલ આના થી વધુ શુ પ્રમાણ આપું ??

તેજલ માટે તો એ દુનિયાભર ની ખુશીભરેલી ક્ષણ અને આશ્ચર્ય પણ એટલું જ... એને પોતાની જાત ને એક ચૂંટકી ભરી કે આ સપનું તો નથી એની રાડ નીકળી ગઈ ચૂંટકી થી. મતલબ આ સપનું નથી હકીકત છે ઓહહ આ હકીકત છે ??? તેજલ ની ખુશી નો પાર ન રહ્યો . શુ મારો રોહન મને પ્રેમ કરે છે ??? એને નાચવાનું મન થઇ ગયું પણ આંટી સુતા હતા તો એ ધીમે થી રૂમ ની બહાર જાય છે બાલ્કની માં જઇ એ જુવે છે આજુ બાજુ માં કે કોઈ જોઈ તો નથી રહ્યું કોઈ નથી એ કનફોર્મ કરી ને પાગલ ની જેમ નાચવા લાગે છે એને થયું કે એકસાથે મળેલી આટલી ખુશી થી એ પાગલ ના થઇ જાય

તેજલ નો કઈ જ જવાબ ન આવતા રોહન ના હૈયે ફાળ પડી કે રિજેક્સન તો નહીં આવે ને ક્યાક? જો કે શકયતા તો નથી પણ તો આ કાબર કેમ કઈ બોલતી નથી ચુપ કેમ છે! અહીંયા મારા શ્વાસ અટકી પડ્યા છે એના જવાબ ની રાહે અને એ મેડમ ના કઈ અતાપતા નથી પણ એને મન માં ડર બેઠો કે ક્યાંક ના તો નથી પાડવાની ને ઓહ ક્યાંક એવું હશે તો તો મારા ધબકારા રોકાઈ જશે પણ જવાબ તો મેળવવો જ જોશે એટલે એને ફરી મેસેજ કર્યો

રોહન - ઓય તેજુ કેમ જવાબ ન આપ્યો

તેજલ ઓનલાઈન છે મેસેજ રિસીવ થાય છે પણ કોઈ જવાબ નહિ હવે તો પાક્કું રિજેક્સન છે પણ એ બિચારી ના નહિ કહી શક્તિ હોઈ રોહન ના મન માં ન આવવા ના વિચારો ચાલુ થયા અને આ બાજુ તેજલ ની સ્ક્રીન ઓન છે એટલે મેસેજ આવતા જ રિસીવ થતા હતા પણ એનું ધ્યાન નહોતું કારણ કે એ તો રોહન એ કરેલ પ્રોપોસ ની ખુશી માં જુમી રહી હતી એને અચાનક યાદ આવ્યું કે રોહન રાહ જોતો હશે જવાબ ની એને ફોન હાથ માં લીધો તો રોહન ના 6 7 મેસેજ આવી ગયા હતા કે કેમ જવાબ નથી આપતી લાસ્ટ મેસેજ હતો કે હા કે ના માં જ જવાબ આપજે તારો જવાબ જે કઈ પણ હશે આપણી મિત્રતા માં કઈ જ ફેર નહિ પડે ખાલી હા કે ના...

WILL YOU MARRY ME ????

તેજલ એ હવે જરા પણ વાર ના લગાડતા એને જવાબ ટાઈપ કર્યો મેસેજ સેન્ડ થયો રોહન એના મેસેજ ની જ રાહ જોઈ રહ્યો અને એના ઇન્તેઝાર ની ઘડીઓ પુરી થઈ અને મેસેજ સ્ક્રીન પર દેખાયો

Yes....

રોહન એ આટલું વાંચતા એને એની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો શુ તેજલ એ હા પાડી??? ઓહ માય ગોડ
હવે ની ક્ષણ રોહન માટે દુનિયા ની સૌ થી સુખમય અને ખુશી ભરેલી ક્ષણ હતી એને વિશ્વાસ નહોતો આવતો એને કહ્યું પાછું કહે તો

તેજલ- yes yes yesssssss i love u so much rohan

રોહન - i love you too my sweetheart teju
હું આજ એટલો ખુશ છું કે વાત ન પૂછ આ ક્ષણ મારી જિંદગી ની સૌ થી ખુશી ની ક્ષણ છે

તેજલ - હા રોહન મારા માટે પણ! હું આટલી ખુશ ક્યારેય ન હતી રોહન

રોહન - તેજુ તું જલ્દી પોરબંદર આવી જા હું તારા વિના હવે એક પળ પણ રહેવા નથી માંગતો તું આવ એટલે આપણે આપણા ઘરે વાત કરી દઈએ અને મારા ઘરે થી હા જ પાડશે પણ તારા મમ્મી પપ્પા ને પૂછી લઈએ

તેજલ - રોહન મારી પસંદ એજ મારા મમ્મી પપ્પા ની પસંદ હશે હું ઓળખું છું એમને એની ખુશી મારી ખુશી માં જ હોઈ એ ક્યારેય ના નહીં પાડે

રોહન - ઓહો તો તો બહુ જ જલ્દી હું તને મારી બનાવી લઈશ કાયમ માટે અને પછી મારી તેજુ ને હું મારા થી ક્યારેય દૂર નહિ થવા દઉં

તેજલ હસી પડી અને રોહન ની ટાંગખીચાઈ કરતા બોલી

તેજલ- તો ઓફીસ એ જઈશ ત્યારે ???

રોહન - ત્યારે પણ તને સાથે લઇ જઈશ

તેજલ - hahah પછી કામ થશે તારા થી??

રોહન - હા એ પણ છે પણ તો શુ કરીશું તો ઓફીસ એ જવાનું બંદ

તેજલ - ઓહ તો પછી ઘર કેમ ચાલશે

રોહન - ઘર કાઈ ઓફીસ થી થોડું ચાલે એતો આપના બે થી ચાલશે ને

તેજલ - અચ્છા તો ભૂખ લાગશે તો??

રોહન - એકબીજા ના પ્રેમ થી જ પેટ ભરાઈ જશે

તેજલ રોહન ની પ્રેમ ભરેલી પાગલ જેવી વાતો સાંભળી ખડખડાટ હસી પડી

તેજલ - મારા મમ્મી પપ્પા ને ત્યાં તો જાવા દઈશ ને ??

રોહન - હા જવા દઈશ શુ ત્યાં આપણે સાથે જ જશું તું રોકાઈ એટલા દિવસ હું પણ રોકાઈશ ...બસ બધું શક્ય છે પણ તું મને મારા થી અલગ ના જોયે તું કાયમ મારી પાસે જ મને જોઈએ કારણ કે હવે રોહન તેજલ થી ત્યારે જ અલગ થશે જ્યારે રોહન ના શ્વાસ એના શરીર થી દુર થશે

તેજલ - ઓય પાગલ એવું ના બોલ તને મારી ઉંમર પણ લાગી જાય

રોહન - તેજુ તને વિશ્વાસ નહિ આવે હું તને કેટલો પ્રેમ કરું છું તારા વિના રહેવું એ મારા માટે અશક્ય છે તેજુ i love you so much રોહન ઇમોશનલ થઈ જાય છે

તેજલ - i love you too my love હવે આપણે બન્ને ને મોત સિવાય કોઈ જ અલગ નહિ કરી શકે હું જિંદગીભર માટે તારી બની ચુકી છે મારી જિંદગી હું આજ થી તારા નામ એ કરું છું રોહન

બન્ને માટે આજ નો દિવસ જિંદગીભર નો યાદગાર અને ખુશીભર્યો હતો બન્ને ની પ્રેમ ભરી વાતો ચાલુ છે

તેજલ અને રોહન આજ મન થી એક થઇ ગયા હતા અને પ્રેમ ને મળેલી મંજૂરી ની મહોર અને બન્ને એ કહ્યું એ મુજબ ઘર ના તરફ થી પણ કોઈ વિઘ્ન નહિ નડે એતો સોના માં સુગંધ ભળી બન્ને આતુર છે એકબીજા ના થઇ જવા માટે. જલ્દી બન્ને એકબીજા ને મળવા માંગે છે રોહન પોરબંદર છે અને તેજલ ના મમ્મી ને જલ્દી ડિસ્ચાર્જ મળતા જ તેજલ પોરબંદર આવશે પછી ના બન્ને સપના જોવા લાગ્યા પણ પ્રેમ માં બધું જ તમારું મનગમતું થાય અને વિઘ્ન ના આવે એતો શક્ય જ નથી


બન્ને વાતો કરતા હતા ત્યાં દરવાજો ખખડયો

એક અણગમતા સમાચાર એ દરવાજે દસ્તક આપી


TO BE CONTINUE......


શુ અણગમતા સમાચાર હતા???? આજ પોતાના પ્રેમ ને એકબીજા ની મંજૂરી ની મહોર મળી ગઈ એ વાત થી બન્ને ખુશ હતા શુ એ સમાચાર એની ખુશી ની ક્ષણ છીનવી લેશે ???? રોહન અને તેજલ ના પ્રેમ ની કબૂલાત અને જલ્દી જ બન્ને લગ્ન કરશે આ વાત જાણી રશ્મિ પર શુ વીતશે ?? આ 3 ની જિંદગી આગળ શું વળાંક લેશે???? એક મોટું આશ્ચર્ય આવતા એપિસોડ મા આપ સૌ ની રાહ જોઈ ને બેઠું છે તો વાંચવાનું ચૂકશો નહિ દિલ કા રિશ્તા...