Losted - 23 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 23

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 23

લોસ્ટેડ -23

રિંકલ ચૌહાણ

આરાધના બેન અને જયશ્રી બેન હબક ખાઈ ગયાં.
"એવી કઈ વાત છે જે હું અને આધ્વીકા પણ નથી જાણતાં?" જીજ્ઞાસા હજુ પણ ત્યાં જ ઊભી હતી.
"કઈ વાત બેટા? તે શું સાંભળ્યું?" જયશ્રીબેન એ ખાતરી કરવા પુછ્યું.
"મામીએ કીધું હમણાં કે સાચી વાતની ખબર મીરા અને આધ્વીકા ને ના પડવી જોઈએ, કઈ વાત મામી??"
"ભાભી મને લાગે છે કે જીજ્ઞા ને જણાવવું જોઈએ, એનો હક છે જાણવાનો." જયશ્રીબેન ની વાત સાંભળી આરાધના બેન ને ઝટકો લાગ્યો.
"જીજ્ઞા બેટા હું અને ભાભી આધ્વીકા ના લગ્ન કરવાનું વિચારીએ છીએ, મીરા ને ખબર પડશે તો એના પેટમાં વાત ટકવી નામુમકીન છે, અને જો આધ્વીકાને ખબર પડી તો એ ચોખ્ખી ના પાડી દેશે હાલની પરિસ્થિતિ ઓ ને કારણે. તું પણ હાલ પુરતી આ વાત તારા સુધી જ રાખજે."
"ઠીક છે માં આધ્વીકા ને નઈ ખબર પડે, અરે હા હું જે કામ માટે આવી હતી એ તો ભુલાઈ જ ગયું. કાલે આધ્વીકાની બેલ થઈ જશે, તમે લોકો ચિંતા ના કરતા. " જીજ્ઞા પોતાના રૂમ તરફ જાય છે.
"જયશ્રીબેન હું તો ડરી ગઈ હતી કે આજે બાળકોને બધું ખબર પડી જશે, આભાર જયશ્રીબેન તમે ના હોત તો ખબર નઇ મારું શું થયું હોત."
"એમાં આભાર શું ભાભી, આ જ મારો પરિવાર છે. મે જે કર્યું પરિવાર માટે કર્યું છે. ચાલો તમે સુઈ જાઓ. શુભ રાત્રિ.." જયશ્રીબેન પોતાના રૂમમાં જાય છે.

***

"સર પ્રોબ્લેમ થઈ ગઈ છે, જલ્દી ચલો." ખાન એ ઈ. રાહુલ ને ઢંઢોળી ને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. ઈ. રાહુલ એ આંખો ચોળીને ઊઠવાનો પ્રયત્ન કર્યો.
"સર બાર મીડિઆએ કોલાહલ મચાવ્યો છે, બહું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે સર પ્લીઝ ઉઠો." ખાન ના ચહેરા પર ચિંતા હતી.
"શું થયું ખાન? શું વાત છે?"
"સર કોઈએ ન્યુઝ ફેલાવી દીધી છે કે ચિત્રાસણી મર્ડર કેસ ના પ્રાઇમ સસ્પેક્ટ તરફ ઈ. રાહુલ ચૌધરી આંખ આડા કાન કરી રહ્યા છે કેમકે...." ખાન આગળના શબ્દો ગળી ગયા.
"કેમકે શું? પુરી વાત શું છે ખાન?" ઈ. રાહુલ એ ઊંઘરેટી ભાષામાં પુછ્યું.
"કેમકે ઈ. રાહુલ ચૌધરી અને પ્રાઈમ સસ્પેક્ટ જીગર રાઠોડની બેન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે."
"વ્હોટ?? કોણે આ ન્યુઝ છાપી, કોણ હતું એ." ઈ. રાહુલ એ ગુસ્સામાં રાડ પાડી.
"સર પ્લીઝ, શાંત થઈ જાઓ. બાર મિડીઆ છે, આપણે હમણાં ખબર કાઢી લઈશું કે આ ન્યુઝ કોણે ફેલાવ્યા છે."
ઈ. રાહુલ કઈ બોલે એ પહેલા ફોન ની રીંગ વાગે છે, સ્ક્રીન પર કમીશ્નર નો નંબર ફ્લેશ થાય છે. ઈ. રાહુલ ફોન રિસીવ કરે છે, વાત કરતી વખતે ઈ. રાહુલના ચહેરા પર ઘણા ભાવ આવી ને જતા રહ્યા.
"શું થયું સર? એવરીથીંગ ઇઝ ઑકે?" ખાન ને ધ્રાસ્કો પડ્યો.
"કમીશ્નર સર હતા, આઇ એમ ટેમ્પરેરી સસ્પેંડેડ."

***

"માસી તમે લોકો અહીં કેમ આવ્યા છો? મોન્ટી ઠીક કઈ રીતે થયો? પેલી છોકરીનું શું થયું?" આધ્વીકા એ ઘરમાં આવતાં જ ઉપરાછાપરી પ્રશ્નો પુછી લીધા.
"અરે બેટા બેસ શાંતિથી પાણી પી પછી વાત કરીએ..." જયશ્રીબેન એ આધ્વીકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"ફઈ પ્લીઝ મને બધી વાત જણાવો, મર્ડર વખતે હું મુંબઈ હતી એ પ્રુફ ના આધારે મને આ કેસ માંથી ક્લિનચીટ તો મળી ગઈ પણ મોન્ટી.... ફઈ જો કોઈ સબૂત નઈ મળે તો પોલિસ મોન્ટી ને ગુનેગાર સાબિત કરી એને સજા આપી દેશે." આધ્વીકા એકીશ્વાસે બોલી ગઈ.
"પણ દી મે કંઈ જ નથી કર્યું, મે કોઈનું મર્ડર નથી કર્યું. હું સાચું બોલું છું." મોન્ટી એ લગભગ રાડ પાડી.
"એ દિવસે બાબાએ મિતલની આત્માને કેદ કરી લીધી ત્યારે મોન્ટી જોરથી નીચે પછડાયો હતો, અમે ડૉ. ને ફોન કર્યો હતો. ડૉં. આવે એ પહેલાં મોન્ટી હોશમાં આવી ગ્યો હતો. ડૉં. એ એને તપાસ્યો અને કીધું કે એક ઝટકાથી એ કોમામાં ગ્યો હતો, અને બીજા ઝટકાથી એ હોશમાં પણ આવી ગ્યો." આરાધના બેન એ જણાવ્યું.
"એ સમયે બાબાનો ફોન આવેલો, એમણે કીધું કે મિતલના જન્મસ્થળ પર જઈને એના મૃત્યુ વિશે તપાસ કરાવીએ. જેથી એની આત્માને મુક્તિ અપાવી શકાય. આવતી અમાસ પહેલાં એ પુજા થઈ શકે એમ નથી." જયશ્રીબેન એ વાત પુરી કરી.
"માસી અહીં હું બધું જ સંભાળી લઈશ, તમે લોકો જાઓ. જીજ્ઞા અમદાવાદ જઈને તું ઇન્ડિયામાં જ ક્યાંક દૂર કોઈ પ્લેસની ટીકીટ બુક કરી ચાંદની, મીરા અને મોન્ટી ને મોકલી દેજે."
"આ છોકરી આવી પરિસ્થિતિમાં પણ આટલું ઝડપી વિચારી શકે છે." જીજ્ઞાસા એ આધ્વીકા તરફ જોઈ સ્માઇલ આપી, બન્ને જણી એકબીજાની વાત સમજી ગઈ એવો ઇશારો એકબીજાને આપી પોતપોતાના કામ માં લાગી ગઈ. રાઠોડ પરિવાર એ અમદાવાદની રાહ પકડી અને આધ્વીકા એ મિતલ ના ભૂતકાળની.

"મેડમ એનું પુરું નામ છે મિતલ રાજેશ ચૌધરી. અમદાવાદના પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન રાજેશ ચૌધરીની દીકરી છે. આજથી 6 મહિના પહેલાં મિતલ અને એનો ભાઈ રયાન ચૌધરી અચાનક ગાયબ થઈ ગયા હતા અને આજ દિવસ સુધી બંન્નેની ભાળ નથી મળી. બાકીની જાણકારી જલ્દી મેળવી લઈશ મેડમ...." સામે છેડેથી ફોન મુકાઇ ગયો.
"એ છોકરી.... મિતલ મારા રયાનની બેન.... સગી બેન... એ રયાન વિશે જાણતી હશે...." ટ્રકના હોર્નથી આધ્વીકાની વિચારશ્રુંખલા તૂટી. એના ઘરની બાર એક ટ્રક હતી, સામેવાળું બંધ ઘર હાલ ખુલું હતું. એ ઘરની સાફસફાઇ ચાલુ હતી.
"કદાચ કોઈ અહીં રહેવા આવ્યું હશે, મે હજુ જમ્યું પણ નથી કદાચ મારે કંઈક ખાઈ લેવું જોઈએ." આધ્વીકા એ રસોડામાં જઈ ગ્રોસરી ચેક કરી, રસોઈ કરવા પૂરતો સામાન ત્યાં હતો. શાક ચડાવી આધ્વીકા એ લોટ બાંધવા માંડ્યું.
"હેલ્લો, કોઈ છે અહીં?" ઘરની બાર થી કોઈ પુરુષનો અવાજ સંભળાયો.
"કોણ છે? શું કામ છે?" આધ્વીકા એ રસોડામાંથી જ જવાબ આપ્યો.
"હું આજે જ સામે રહેવા આવ્યો છું, મને પાણી મળશે? ગ્રોસરી હજુ આવી નથી સો..." બારથી જ એણે જવાબ આપ્યો.
"હા લાવું છું..."આધ્વીકા એ પાણીનો જગ ભર્યો, દરવાજા પર ઉભેલા પુરુષને જોઈ આધ્વીકાના પગ ત્યાં જ ખોડાઈ ગયા.
"રાહુલ? સામે વાળા ઘરમાં તમે રહેવા આવ્યા છો?"

ક્રમશઃ