sundari chapter 24 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૨૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૨૪

ચોવીસ

બધાના અને ખાસકરીને વરુણના આશ્ચર્ય સાથે સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તરીકે લેડી પ્રોફેસર સુંદરી શેલત સ્પોર્ટ્સ રૂમમાં પ્રવેશ્યા. સુંદરીને જોતાની સાથેજ વરુણ પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શક્યો તેણે પોતાની આદત અનુસાર ફરીથી પોતાના જમણા હાથની પહેલી આંગળીને પોતાના દાંત વચ્ચે દબાવી અને ખરાઈ કરી લીધી કે તેની સમક્ષ સુંદરી જ ઉભી છે.

રૂમમાં પ્રવેશતાંની સાથેજ સુંદરીએ તેનું વરુણના શબ્દોમાં ‘કાતિલ સ્મિત’ ફરકાવ્યું અને વરુણના પગ ઢીલા થવા લાગ્યા, પરંતુ તેણે ગમેતેમ કરીને પોતાની જાતને સંભાળી.

“તમને નવાઈ લાગશે કે હિસ્ટ્રીની પ્રોફેસરને સ્પોર્ટ્સ સાથે શું લેવાદેવા? અને સાચું કહું તો મને પણ સ્પોર્ટ્સમાં ખાસ રસ નથી સિવાય કે ક્રિકેટ મેચ જોવામાં. જો કે કોલેજ અને ઘરની ફરજ પૂરી કરતાં ક્રિકેટ મેચો જોવાનો બહુ ઓછો સમય મળે છે તેમ છતાંઆઈ એમ અ બિગ ફેન ઓફ ધોની એન્ડ કોહલી! અહીં હું પ્રોફેસર શિંગાળાની મદદ કરવા આવી છું અને તેમના અને તમારા બંને માટે કોલેજ મેનેજમેન્ટ સાથે સેતુ બનીને રહું એવી કોશિશ કરવાનું વચન આપું છું. મને તમારા બધા સાથે કામ કરવાની મજા આવશે અને ખુશી એટલે થશે કે મારો એક સ્ટુડન્ટ પણ અહીં હાજર છે અને એ છે મિસ્ટર વરુણ.” સુંદરીએ પોતાના પરિચયમાં પોતાને પણ જોડ્યો એનાથી વરુણની ખુશીનો પાર ન રહ્યો.

વરુણ સુંદરીના આ નાનકડા ભાષણ બાદ એમનેમ હવામાં ઉડવા લાગ્યો.

“હવે તમે બધા રૂમની બહાર જાવ, થોડીવાર રાહ જુઓ હું અને પ્રોફેસર શેલત તમે બધાએ સબમિટ કરેલા સ્પોર્ટ્સ બાયોડેટાનું એનાલીસીસ કરીને સહુથી પહેલા ક્રિકેટ ટીમના ચૌદ પ્લેયર્સ સિલેક્ટ કરીએ છીએ.” પ્રોફેસર શિંગાળાએ આદેશ કર્યો અને વરુણ સહીત તમામ વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ રૂમની બહાર નીકળી ગયા.

વરુણને વિશ્વાસ જ નહોતો થતો કે ક્રિકેટ ટીમના સિલેક્શનમાં પણ સુંદરી સામેલ થશે? વરુણને હવે પાક્કો વિશ્વાસ થઇ ગયો હતો કે સુંદરીને ભગવાને જ તેના નસીબમાં લખી છે, નહીં તો ઈતિહાસની પ્રોફેસરને ક્રિકેટ ટીમના કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક કરવામાં આવે એ લગભગ અશક્ય જ હતું.

વરુણ આ પ્રકારનો વિચાર કરતા કરતા મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો. તેને આ વાત તરત કોઈ સાથે શેર કરવી હતી પરંતુ કૃણાલને તો આ વાત કરવી શક્ય ન હતી અને સોનલબા અત્યારે લેક્ચરમાં હોય એટલે એમને ડિસ્ટર્બ કરવા વરુણને યોગ્ય ન લાગ્યું.

છેવટે ખૂબ વિચાર કર્યા બાદ વરુણે સોનલબાને વોટ્સ એપ પર મેસેજ કર્યો કે જો તેઓ આવનારી પંદર-વીસ મિનિટમાં ફ્રી પડે તો તેને એક કૉલ જરૂર કરે.

વરુણના આશ્ચર્ય વચ્ચે તેનો મેસેજ ડિલીવર થવાની સાથેજ સોનલબાએ તેને વાંચી લીધો. વરુણ હજી વધુ વિચાર કરે તે પહેલાં તો સોનલબાનો કૉલ પણ આવી ગયો.

વરુણ સિલેક્શનના પરિણામની રાહ જોઈ રહેલા સ્ટુડન્ટ્સના ટોળાથી દૂર ગયો જેથી તેણે સોનલબા સાથે જે વાત શેર કરવી છે તે કોઈ સાંભળી ન જાય.

“શું થયું ભઈલા? આમ અચાનક જ? બધું બરોબર છે ને?” સોનલબાએ વરુણના હેલ્લો કહેવાની રાહ પણ ન જોઈ.

ખરેખર વરુણ અને સોનલબા હવે એકબીજાના સગાં ભાઈ-બહેન હોય એ રીતે એકબીજા સાથે લાગણીથી જોડાઈ ગયા હતા.

“બરોબર? અરે બેનબા ખૂબ એટલે કે ખૂબ બરોબર છે! પણ તમે લેક્ચરમાં...?” વરુણના અવાજમાં જબરો ઉત્સાહ હતો.

“મેં બંક માર્યું, કંટાળો આવતો હતો. પણ કેમ શું થયું? તું તો બહુ ખુશ લાગે છે ને કાઈ?” સોનલબાએ પૂછ્યું.

“બેનબા, હું અત્યારે ક્રિકેટ ટીમમાં સિલેક્શન માટે આપણી કોલેજના સ્પોર્ટ્સ રૂમની બહાર બેઠો છું અને અને અંદર સિલેક્શન સ્પોર્ટ્સના પ્રોફેસર શિંગાળા સર સાથે કોણ કરી રહ્યું છે ખબર છે?” વરુણે ઉત્સાહમાં જ પૂછ્યું.

“મેડમ?” સોનલબાએ પણ હસીને કહ્યું.

“તમે તો મારો મૂડ બગાડી નાખ્યો યાર!” વરુણે મોઢું બગાડ્યું.

“કેમ?” સોનલબાએ પ્રશ્ન કર્યો.

“એમ વગર કોઈ હિન્ટ તમે સાચો જવાબ આપી દો અને એ પણ પહેલા જ ધડાકે તો મૂડ બગડે જ ને?” વરુણે ફરિયાદના સૂરમાં કહ્યું.

“મતલબ કે મારું ઊડતું તીર બરોબર નિશાન પર વાગ્યું છે હેં ને?” સોનલબા હવે હસી રહ્યા હતા.

“હા બેનબા એક દમ સાચી જગ્યાએ. પણ તમે એક વાત કહો કે શું આમાં ઉપરવાળાનો કોઈ ઈશારો છે? નહીં તો આમ કોઈ સાવ અશક્ય બાબતે અમે કેમ ભેગા થઈએ? કોલેજમાં કે પુસ્તક મેળામાં મળીએ એ તો ચલો માની લીધું. ખૂબ વરસાદમાં એમને મારે ઘરે મુકવા જવું પડે કે રેસ્ટોરન્ટમાં અચાનક મુલાકાત થઇ જાય એ પણ સમજ્યા પણ ક્રિકેટ ટીમના સિલેક્ટર તરીકે પણ એ જ? બોલોને ઉપરવાળો કોઈ ઈશારો કરી રહ્યો છે? જો હા તો શું હું એને બરોબર સમજી રહ્યો છું? બોલોને યાર આમ ચૂપ ન થઇ જાવ.” વરુણને સોનલબા શું કહે છે તે સાંભળવાની રીતસર ઉતાવળ હતી.

“અરે! અરે! અરે! ભઈલા, બે મિનીટ તું શ્વાસ તો લે? તો હું તને કશું કહુંને?” સોનલબાએ વરુણને ધીરજ આપવાની કોશિશ કરી.

“ઓકે, ઓકે...બોલો. હવે તમે જ બોલજો!” વરુણે કહ્યું.

“હમમ.. હવે તો મને પણ લાગે છે કે ઈશ્વર પણ તમારા બંને માટે કશું જરૂર વિચારી રહ્યો છે. પણ એમ ઉતાવળે રાજી થવાની પણ જરૂર નથી. હજી કોઈ મોટો અને મજબૂત ઈશારો આવે ત્યાં સુધી જરા રાહ જો. હું તો ઈચ્છું જ છું કે તમારી જોડી બને, પણ... તને તો ખબર જ છે અને પપ્પાએ પણ કહ્યું જ છે કે હજી તો તારે ઘણી લડાઈઓ લડવાની છે રાઈટ?” સોનલબાએ પોતાના મનની વાત કહી.

“ચલો બોય્ઝ, કમ ઇન સાઈડ!” વરુણ અને સોનલબાની ફોન પર વાત થઇ જ રહી હતી કે અચાનક જ પ્રોફેસર શિંગાળાએ સ્પોર્ટ્સ રૂમમાંથી બહાર આવીને બૂમ પાડી.

“ચલો બેન મારે જવું પડશે. સિલેક્શન થઇ ગયું લાગે છે. હું તમને પછી કૉલ કરું?” વરુણે કહ્યું.

“હા ચોક્કસ અને ભઈલા... ઓલ ધ બેસ્ટ! સિલેક્શન માટે પણ અને વધુ મુલાકાતો માટે પણ, સમજી ગયોને?” સોનલબાએ વરુણને હસતાં હસતાં શુભેચ્છા આપી.

“યસ, યસ મને ખબર પડી ગઈ. થેન્ક્સ સીસ! હું જલ્દીથી તમને ઇન્ફોર્મ કરું છું.” આટલું કહીને વરુણે કૉલ કટ કર્યો.

વરુણ અને બાકીના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ રૂમમાં ફરીથી દાખલ થયા અને એક પછી એક લાઈન બનાવીને ઉભા રહી ગયા.

“તો આપણી કોલેજની ક્રિકેટ ટીમનું ફાઈનલ સિલેક્શન થઇ ગયું છે અને તેના કેપ્ટનનું પણ. હું વન બાય વન નામ બોલું એ બધા જ અહીં મારી જમણી બાજુ આવીને ઉભા રહી જાય.” પ્રોફેસર શિંગાળાએ કહ્યું.

સુંદરી પ્રોફેસર શિંગાળાની બાજુમાં જ ઉભી હતી અને વરુણ વારેવારે પણ ચોરીછુપે તેને જોઈ લેતો હતો અને મનમાં જ સ્મિત કરી લેતો હતો.

“પહેલું નામ છે કૃતેશ પટેલ, પછી આવે છે ભૌમિક શાહ, સચ્ચિદાનંદ સતપતી....” આમ પ્રોફેસર શિંગાળા એક પછી એક કોલેજની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓના નામ બોલવા લાગ્યા.

વરુણ પોતે નાનપણથી જ ક્રિકેટની ટ્રેઈનીંગ લેતો હતો અને જો ચાન્સ મળે તો ટીમ ઇન્ડિયા માટે નહીં તો એટલીસ્ટ ગુજરાતની રણજી ટીમ માટે રમવું એ તો એનું સ્વપ્ન હતું જ. તેનો સ્પોર્ટ્સ બાયોડેટા તેની અત્યારસુધીની ઓલરાઉન્ડર તરીકેની સિદ્ધિઓના ઉલ્લેખથી ફાટફાટ થતો હતો એટલે તેને વિશ્વાસ હતો જ કે કોલેજની સાવ નવી બની રહેલી ક્રિકેટ ટીમમાં એનો સમાવેશ તો થશે જ.

પરંતુ જ્યારે પ્રોફેસર શિંગાળાએ દસમું નામ જાહેર કર્યું અને એ તેનું નામ ન હતું એટલે એને હવે ટેન્શન થવા લાગ્યું. આ જ ટેન્શનમાં તે હવે સુંદરી સામે જોવાનું બંધ કરીને માત્ર પ્રોફેસર શિંગાળા તરફ જ જોવા લાગ્યો.

આમ કરતા પ્રોફેસર શિંગાળાએ તેરમું નામ પણ ઉચ્ચાર્યું જે થર્ડ બી.એનો વિદ્યાર્થી નિર્મલ પાંડે હતો અને ગયા વર્ષે કોલેજ ટીમનો કેપ્ટન પણ હતો એટલે વરુણને લાગ્યું કે હવે ટીમમાં સિલેક્ટ થવાનો તેનો ચાન્સ બહુ ઓછો છે એટલે તે હવે સુંદરી કે પછી પ્રોફેસર શિંગાળા એ બંનેમાંથી કોઈની પણ સામે જોવાને બદલે સ્પોર્ટ્સ રૂમની ચળકતી ટાઈલ્સ જોવા લાગ્યો.

“એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ... વરુણ ભટ્ટ...” પ્રોફેસર શિંગાળાએ અંતે વરૂણનું નામ લીધું.

પરંતુ વરુણ પહેલેથી જ નક્કી કરી ચૂક્યો હતો કે તેનું નામ હવે નહીં જ બોલાય એટલે તે હજી પણ નીચે જ જોઈ રહ્યો હતો.

“મિસ્ટર ભટ્ટ? વરુણ?” પ્રોફેસર શિંગાળાએ વરૂણનું નામ જોરથી બોલ્યા.

અને વરુણ જાગ્યો...

“હેં?” એણે આશ્ચર્ય સાથે પ્રોફેસર શિંગાળા સામે જોયું.

“યુ આર સિલેક્ટેડ દોસ્ત! ખુશ નથી થયા કે શું?” પ્રોફેસર શિંગાળા હસી રહ્યા હતા.

“યસ યસ, ખૂબ ખુશ છું.” વરુણને પરિસ્થિતિનું ભાન થયું અને તે ઝડપથી ચાલીને સિલેક્ટેડ ખેલાડીઓની હરોળમાં જઈને ઉભો રહી ગયો.

“મિસ્ટર વરુણ તમને હું વધુ ખુશ કરું? યુ આર ઓલ્સો સિલેક્ટેડ એઝ અ કેપ્ટન ઓફ અવર કોલેજ ક્રિકેટ ટીમ, ખૂબ ખૂબ અભિનંદન!” પ્રોફેસર શિંગાળા વરુણ પાસે ગયા અને તેના બંને ખભા પકડીને તેને જોરથી હલાવીને તેને શુભેચ્છા આપી.

વરુણતો પોતે કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો છે એ જાણીને છક્ક જ થઇ ગયો.

“પર સર કપ્તાન તો હમ હૈ!” અચાનક જ નિર્મલ પાંડેએ વરૂણનું ધ્યાનભંગ કર્યું.

“આપ કા પાસ્ટ રેકોર્ડ ઠીક નહીં હૈ મિસ્ટર પાંડે, આપ કી કપ્તાની મેં લાસ્ટ યર હમ સિર્ફ એક મેચ જીત પાયે થે ઔર વો ભી ટુર્નામેન્ટ સે બહાર હોને કે બાદ, ઔર ભી કુછ હૈ આપ કે બારે મેં જો મેં ઇસ વક્ત નહીં કેહ સકતી. વરુણ ફર્સ્ટ યર મેં હૈ ઔર ઉસકા સ્પોર્ટ્સ બાયોડેટા મોર ધેન ઇમ્પ્રેસિવ હૈ, પ્લસ લાસ્ટ યર ટીમ કી જો હાલત હો ગઈ થી ઔર ઇસ બાર હમને બડી દેર કે બાદ સિલેક્શન કિયા હૈ વો સબ પ્લસ ઉસકી ટીચર હોને કે નાતે મુજે પતા હૈ કી વરુણ બહુત મેચ્યોર હૈ સો મૈને ઔર પ્રોફેસર શિંગાલા દોનો ને યહ સબ સોચ કર હી વરુણ કો ટીમ કા કપ્તાન બનાયા હૈ તાકી શાયદ વો અગલે તીન સાલ તક કુછ નહીં તો કોલેજ કી ટીમ કો ચેમ્પિયન બનને કી રાહ દિખા સકે. આપ બહુત અચ્છે લેગ સ્પિનર હૈ ઔર ઇસી લીયે આપ કો ટીમ મેં શામિલ કિયા ગયા હૈ એઝ અ બોલર.” સુંદરીએ નિર્મલ પાંડેને મુદ્દાસર જવાબ આપ્યો.

નિર્મલ પાંડેસુંદરીનો જવાબ સાંભળીને હક્કોબક્કો થઇ ગયો, એને કદાચ આશા ન હતી કે સુંદરી તેને તેનું ગયા વર્ષનું નબળું પરફોર્મન્સ યાદ દેવડાવશે.

જ્યારે વરુણ સુંદરીનો જવાબ સાંભળીને.....

==:: પ્રકરણ ૨૪ સમાપ્ત ::==