love trejedy - 19 in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ ની ભવાઈ - 19

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 19

હવે આગળ,
દેવ બસમાંથી ઉતરી ઘરે રવાના થાય છે ત્યારે તેનો એક મિત્ર આશિષ મળે છે આમ તો તેની સાથે બોવ જાજી મિત્રતા તો નહીં પણ આંખ ની ઓળખાણ અને એક જ ગામ માં રહેતા હોવાથી અને ઘણીવાર તેની શોપ પર આવતો હોવાથી તેની સાથે વાત કરવા ઉભો રહી જાય છે
આશિષ: દેવ ક્યાંથી આવે છે ? i
દેવ : અમરેલી થી કાઈ કામ હતું આશિષ મારુ આમ રસ્તા વચ્ચે તે ઉભો રાખ્યો?
આશિષ : ના દેવ એમ જ હું તારા શોપ બાજુ જતો હતો ત્યાં તું મળી ગુઓ તો તને પૂછ્યું
દેવ : ઓકે આશિષ. ચાલ હું ઘરે જમીને શોપ બાજુ આવું થોડીવારમાં કાઈ કામ હોય તો શોપ પર કેજે મને?
આશિષ : હા સારું તો શોપ પર મળીયે .
દેવા ને આશિષ વાત પૂરી કરી દેવ તેના ઘર બાજુ પગ ઉપાડે છે તો આશિષ દેવની શોપ બાજુ પોતાની બાઇક લઈને જાય છે .દેવ ઘરે પહોંચી બેગ રૂમમાં મૂકીને ફ્રેશ થઈને રસોડા તરફ જાય છે અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ લઈને ખાવા લાગે છે આ બાજુ તેના મમ્મી બહાર કામ કરતા હોય છે જ્યારે દેવ મહારાજની જેમ આઈસ્ક્રીમ ખાય છે .દેવ આઈસ્ક્રીમ ખાતા ખાતા તરની મમ્મી જોડે વાત પણ કરતો જાય છે અને તે કહે છે કે રાત્રે મારા માટે જમવાનું બનાવવાનું નથી કેમ કે, હું મારા બધા મિત્રો સાથે આજે બહાર જમવા જવાનો છું તો હું આજે શોપ પર થી જ સીધો જમવા માટે નીકળી જઈશ અને રાત્રે હું મોડો ઘરે આવીશ.તેમ કહીને આઇસ્કીમ પૂરું કરીને ઘરની બહાર નીકળી પોતાના શોપ બાજુ ચાલવા લાગે છે
હવે આગળ,
દેવ પોતાની શોપ પર જઈને કામ કરવા લાગે છે ,દેવ ને હજી પણ કાજલની યાદ આવે છે .દેવ તે વિચારમાંથી બહાર નીકળવા માટે મિત્રો સાથે સમય પસાર કરે છે તો પણ તેને કાજલ યાદ તો આવી જ જાય છે.દેવ પણ હવે સાંજ પડતા શોપ પરથી ઘરે જવા નીકળે છે ઘરે જઈને જમીને સુઈ જાય છે પણ તેને કાજલની યાદ ક્યાં સુવા આપે છે તો પણ તે સુઈ જાય છે તેને ઊંઘ આવી જાય છે .સવારે જાગીને તે તૈયાર થઈને બસ સ્ટોપ પર જવા નીકળી જાય છે બસમાં બેસીને તે ફરી કાજલની યાદ આવવા લાગે છે તે આજે મનમાં એવું વિચારે છે કે આજે તો હિંમ્મત કરીને કાજલને પૂછી જ લઈશ અને બસ પોતાના રસ્તા પર દોડવા લાગે છે સાથે સાથે દેવ ના વિચારો પણ !
કાજલનું ગામ આવતા બારી પાસે બેસીને કાજલને દેવ શોધવા લાગે છે એમા જ કાજલ તેને જોવા મળી જાય છે દેવ અને કાજલની નજર મળે છે બંને સરમાય છે બસમાં કાજલ પણ ચડે છે દેવની બાજુમાં સીટ ખાલી હોવાથી દેવને કાજલ પૂછે છે કે અહીં કોઈ આવે છે તો દેવ કાજલને ના પાડે છે અને કહે છે કે ખાલી જ છે અને કાજલ દેવની બાજુમાં બેસી જાય છે .દેવના હૃદયના ધબકારા વધી જાય છે દેવ કોશિશ કરે છે કાજલ સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે વાત કરી શકતો નથી વાત કરવામાં ને કરવામાં અમરેલી આવી જાય છે અને દેવ બસમાંથી ઉતરતી વખતે ફરી એકવાર કાજલને બોલાવવાની કોશિશ કરે છે પણ ફરી તે નાકામ થાય છે તે પણ કાજલની પાછળ પાછળ ઉતરે છે તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરે છે પણ તેના મોઢામાંથી શબ્દો નીકળી નથી શકતા અને ફરી એકવાર તેના હાથમાંથી ચાન્સ જતો રહે છે .
દેવ હવે આગળ નીકળીને ફરી કોલેજના રસ્તે તેને પૂછવાની હિમ્મત કરે છે પણ હજી એકવાર તે નિષ્ફળ થાય છે .કાજલને ફરી તે કોલેજમાં જતી જોઈ રહે છે ને દેવ ફરી એકવાર નિરાશ થઈને આઇટીઆઈમાં જતો રહે છે .