લવ બ્લડ
પ્રકરણ-43
સુરજીતે રીતીકાદાસનાં બાથરૂમ અને રૂમમાંથી સ્પાય કેમેરા શોધી નાંખ્યાં અને સાબુની જાડી પેસ્ટ બનાવીને એનાં પર પરત ચઢાવીને ડેડ કરી નાંખ્યો.
રીતીકાદાસ ખુશ થઇ ગઇ એને એટલી હાંશ થઇ ગઇ અને આનંદનાં અતિરેકમાં નિઃસંકોચ થઇને બિન્દાસ બની સુરજીતનાં હોઠ પર એનાં હોઠ મૂકી દીધાં અને દીર્ધ રસીલું ચુંબન લઇ લીધું.
સુરજીતનો અચાનક મળેલી મીઠાઇથી બધવાઇને પૂતળુ જ થઇ ગયો. એને ખબરજ ના પડી કે આગળ શું કરે ? સુરજીતનાં સૂકા હોઠ રસ ભીના થયાં અને એ પણ ઉત્તેજીત થયો એણે રીતીકાનાં ચહેરો પકડીને સામે રીસ્પોન્સ આપ્યો અને બંન્ને જણાં થોડો સમય પ્રેમ સમાધીમાં રહ્યાં.
સુરજીતે પછી કહ્યું "મેડમ મારાં રૂમમાં હજી બાકી છે હું ત્યાં આ પેસ્ટથીજ બંન્ને કેમેરા ડેડ કરી લઊં. પછી બાથ લઇ લઊ ફ્રેશ થઇ જઊં.
રીતીકાએ કહ્યું "ઓકે રોય તમે પરવારીને અહીંજ આવજો અહીંજ સાથે ડીનર લઇશું. પ્લીઝ... સુરજીત કહ્યું ઓકે ડન.. અને ખુશ થતાં પોતાનાં રૂમમાં આવ્યો.
સુરજીતે પહેલાંજ વોશરૂમમાં અને પોતાનાં રૂમનાં બે સ્પાય કેમેરા સાબુની પેસ્ટ લગાવીને ડેડ કરી દીધાં.
સુરજીતે બાથ લઇને કપડાં એકદમ હળવાં પહેર્યાં ફ્રેશ થઇને બોડી સ્પ્રે લગાવ્યો અને ફોન લઇને એણે રીતીકાનાં રૂમનો દરવાજો નોક કર્યો. થોડીવાર પછી રીતીકાએ ડોર ખોલ્યો. સુરજીતે અંદર આવી દરવાજો બંધ કરી કહ્યું કે મેં તમને ના પાડી હતી જાણ્યા વિના ના ખોલશો.
રીતીકાએ કહ્યું "રોય બાબુ મેં કી હોલમાંથી જોઇ લીધાં તમને એટલે ના પૂછ્યું અને તમારાં ગયાં પછી મેં આ ફોનથી મેં મારી ઓફીસે વાત કરી અને રીપોર્ટ લીધા.
રોયે કહ્યું મેમ આ સેટેલાઇટ ફોન લાગે છે અને પણ આ કેવી રીતે ચાલે છે અહીં નવાઇ લાગે છે વળી આ ફોનથી મોબાઇલ પર વાત નથી થઇ શકતી નથી સમજણ પડતી.
રીતીકાએ કહ્યું "અહીં ખાલી ફોન નહીં બધુજ અચરજ ભર્યુ અને ભયજનક લાગે મને. મને આમંત્રણ આવ્યું ત્યારે સમજી હતી કે આધ્યાત્મિક આશ્રમ છે તો ધંધાની ભાંજગડ માંથી બે ત્રણ દીવસ ચેઇન્જ રહેશે એમ વિચારીને સમંત થઇ હતી અહીં આવવા માટે પણ આ બાબો ગૂઢ ઊંડો અને ક્રિમિનલ લાગે મને. તમે કેમેરા અહીં બંધ કર્યા સારુ કર્યુ નહીંતર...
સુરજીતે કહ્યું "તોય આપણે ચોક્કનના રહેવાનું અહીં ખાલી રૂમમાં નહીં બધે જ લોબી- આશ્રમ એક એક ખૂલો ઇવન લીફટમાં બધેજ સ્પાય કેમેરા લાગેલા હશે અહીં આ બાબાની મોટી માયા જાળ લાગે છે એ આપણને લલચાવી થોડો ટુકડો બોટી નાંખીને આપણને બોડાં કરી નાંખશે આ વખતે બધી હાં હાં કરીને એકવાર આશ્રમની બહાર નીકળી જઇએ પછી સીલીગુડી પહોચ્યા પછી આપણે બધી વાત કરીશું નિર્ણય કરીશું પણ ખૂબજ સાવધાન રહેવાનું છે.
રીતીકાદાસે કહ્યું હું આવા બાબા બાવા થી ડરુ એમ નથી પણ આ સ્પાય કેમેરા મારુ નગ્ન શરીર બધુ રેકર્ડ થયુ હશે એ મને નથી ગમ્યુ આ મોટો બ્લેકમેઇલર લાગે છે મને ખૂબ સાચવવુ પડશે આ કેમેરાનું જ્યાં રેકોડીંગ થતુ હશે એ કન્ટ્રોલરૂમ શોધીને એનો નાશ કરવો પડશે તમે મને સાથ આપશો ને ?
સુરજીતે કહ્યું નિશ્ચિંન્ત રહો હવે તમારાં સાથમાંજ છું અહીં નીકળતાં પહેલા થઇ જશે. પણ બાબો બહુ ચાલાક છે ખૂબજ સંભાળીને કરવુ પડશે.
રીતીકા દાસે કહ્યું "આપણાં રૂમોમાં આટલો બંધોબસ્ત છે તો પેલા મુખર્જી અને ઘોષનાં રૂમમાં તો શું અને કેવુ હશે ?
સુરજીતે કહ્યું "જો એ લોકોની કોઇ નબળાઇ હશે તો એ લોકો બાવાની પક્ડમાં આવી જશે. અને પછી ખબર નહીં શું કરશે ?
રીતીકાએ કહ્યું "સાચી વાત છે પણ પહેલાં જમવાનું મંગાવીએ મને ખૂબ ભૂખ લાગી છે શું મંગાવવું છે ? અને સાથે કંઇ... ફ્રેશનર.... ડ્રીક કઇ ?
સુરજીતે કહ્યું તમને ઠીક લાગે એ જ મંગાવીએ.
રીતીકા કહે એમ ખબર નહીં પડે એમ કરીએ હું મારી પેલી આયાને બોલાવી લઊં એની પાસેજ સમજી લઇએ કે ડીનરમાં શું છે વગેરે... અને બાબા વિષે થોડી માહીતી કઢાવીએ શું કહો છો.
સુરજીતે કહ્યું "ખૂબ સરસ આઇડીયા છે એનેજ બોલાવો અને રીતીકાએ પુશ બટન થી બેલ માર્યો અને થોડીકજ મીનીટમાં આયા આવી ગઇ રીતીકાએ કહ્યું "હેલો અત્યારે ડીનરમાં શું શું છે અને સાથે શું મળશે પેલી સમજી ગઇ હોય એમ બોલી મેમ તમે કહેશો એ બધુજ મળશે જે માંગો એ. અને પછી કેમેરાથી સાવધ રહેતી હોય એવું વર્તન હતું.
રીતીકાની ચબરાક આંખોએ નોંધ્યુ એને ખબર પડી રીતીકા બોલી "ડોન્ટ વરી ચિંતા વિના ઉભી રહે શાંતિથી વાત કર અહીં કોઇ સ્પાય કેમેરા વર્કીંગમાં નથી નિશ્ચિંન્ત વાત કર.
પેલીએ થોડીવાર સુધી રીતીકા અને સુરજીત સામે જોયાં કર્યું પછી બોલી મેમ મને બાબાની ખૂબ ડર લાગે છે એમનું બધેજ ધ્યાન હોય છે જોકે આજે તો જંગલનાં બીજા છેડે છે મુખ્યમંત્રી આવવાનાં છે. એટલે બીજા આશ્રમે ગયાં છે અહીંનો બધો બંદોબસ્ત મોહીતાને સોંપી ગયાં છે મોહીતો એક નંબરનો ચમચો છે અને ક્રૂર છે.
મોહીતો નામ સાંભળી સુરજીત ચમક્યો "મોહીતો પેલો જંગલી... આદીવાસી કબીલાનો સરદાર પેલીએ કહ્યું હાં સર એની નીગરાની માં છે બધુ. પણ આપ લોકો ખાસ મહેમાન છો બાબાનાં ધંધાકીય કંઇ કામે બોલાવ્યાં છે એટલે અહીં નહીં આવે એટલું સારુ છે અને તમારી બધીજ રીતે સેવા કરવા કીધુ છે. કોઈ અગવડ ના પડવી જોઇએ એવી સખ્ત સૂચના છે.
રીતીકા અને સુરજીત બધુ જાણીને નવાઇ પામ્યા અને હાંશ પણ થઇ કે એ લોકો ખાસ મહેમાન છે એટલે બીજી રીતે તો નુકશાન નહી થાય રીતીકાએ કહ્યું અહીંના પ્રમાણે ડીનરમાં અને બીજું સાથે શું હોય છે એમાંથી જે ટેસ્ટી અને મન ખુશ થઇ જાય એવું સાથે ડ્રીંક આપ અને સરસ લાવજે તને ગીફ્ટ આપીને ખુશ કરીશ ખૂબજ.
પેલી પરીચારીકા તો ખૂબજ ખુશ થઇ ગઇ અને બોલી તમારી કોઇ ફરીયાદ નહીં આવવા દઊ મેમ તમે રિલેક્સ રહો હું પહેલાં ખાસ પીણું આપી દઊં છું ક્યારેય ના પીધું હોય એવું અને એનાથી જોશ અને જોર બંન્ને આવશે તમને ખૂબ મજા આવશે ભૂખ ઉઘડશે બધીજ... અને આંખ મારીને ઇશારો આપીને ગઇ જતાં જતાં કહેતી ગઇ પછી ગરમા ગરમ અહીંની ડીશ ખવરાવીશ એવી ટેસ્ટી હશે કે આંગળીઓ ચાટીને ખાઇ જશો.
રીતીકા ખુશ થઇ ગઇ એણે કહ્યું ઓકે જા મસ્ત પીણુ અને જમવાનું લઇ આવ તારી બક્ષીસ પાકી જ. પેલી ખુશ થઇ બારણુ બંધ કરીને જતી રહી.
રીતીકાએ હાથ ઉચા કરી આળસ ખાઈને બેડ પર આડી પડી અને જાણે રેસ્ટ લઇ રહી પછી બોલી રોય બાબુ આવોને લંબાવોને આરામ લો પછી મસ્ત પીણું જમવાનું અને પછી હળવી વાતો કરીશુ અને પછી અપાર... એમ કહી હસ્તી હસ્તી ચુપ થઇ ગઇ.
રોય પણ જાણે જગત અને ઘર ભૂલી ગયેલો અત્યારે માત્ર બાબાનો આશ્રમ અને રીતીકા દેખાઇ રહી હતી રીતીકાદાસને બીઝનેસ ટાઈકૂન તીરકે ઓળખતો હતો પણ આજે કોઇક નવાંજ સ્વરૂપે જોઇ રહેલો.
રીતીકાદાસ કોઇ બીઝનેસ વુમન નહીં પણ એક સીધી સાદી સ્વરૂપવાન સ્ત્રી જોઇ રહેલો અને એને આંખોથી રૂપને પી રહેલો. અંદરનો જાનવર જાણે જાગી ગયેલો અને એણે રીતીકા તરફ એક નજર કરી અને એ નજરમાં અપાર પ્રેમ અને વાસનાં ઉભરી રહી હતી...
પરીચારીકા આવી અને મોટી ટ્રેમાં બે-ત્રણ બોટલ કાચનો ગ્લાસ અને ચાર-પાચ કાગળના પડીકા હતાં સાથે સાથે માટીનાં સાધનમાં ચૂરણ જેવાં લાડવા જેમા ધૂપ હતો. સાથે માચીસ અને તળેલી શીંગ કાજુ બદામ હતાં.
પરીચારીકાએ પહેલાં ધૂપ સળગાવ્યો અને થોડીકજ વારમાં આખાં રૂમમાં કસ્તુરી જેવી સુવાસ ફેલાઇ ગઇ અને એ સુવાસ જાણે મનમાં વિકાર કરતી હતી...
વધુ આવતા અંકે --- પ્રકરણ -44માં