DESTINY (PART-26) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-26)

Featured Books
Categories
Share

DESTINY (PART-26)


પ્રેમી પંખીડાના અલગ થવાથી જે દુઃખ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને થાય એવું અહીંયા પણ થવા પામ્યું. છૂટાં પડવાની વાત કરવી અને છૂટાં પડી જાઉં એ બંને વચ્ચેનું અંતર આ પ્રેમી પંખીડાને જ્ઞાત થયું. વિરહની જે વેદના છે એ ફક્ત એકને જ નહીં પરંતુ બંનેને થવા પામી કેમકે નેત્રિ પાસે છૂટાં પડવાનું કારણ હતું એની ઈચ્છા નઈ તો સ્વાભાવિક છે એને પણ એટલું જ દુઃખ થાય જેટલું જૈમિકને થતું હોય.

જેમ જેમ સમય વિતવા લાગ્યો એમ નેત્રિ અને જૈમિક એકબીજાને યાદ કરીને દુ:ખી થવા લાગ્યા. ક્યારેક જૈમિકથી ના રહેવાય તો નેત્રિને ફોન કરીને વાત કરવાનો પ્રયાસ કરે પરંતુ નેત્રિ વાત કરતાં એકજ વાત કહે મને જેટલા ફોન કરશો એટલું તમારી અને મારી બંને માટે અલગ થવું ખુબજ મુશ્કેલ થઈ જશે.

આવો જવાબ સાંભળીને જૈમિક હતાશ થઈને ફોન કરવાનું ટાળવા લાગે છે. સમય વિતવા લાગે છે બંનેને એકબીજાની કમીનો અહેસાસ થવા લાગે છે. એક ઘનઘોર અંધારી રાત્રે ફૂંકાતા જોરદાર પવનમાં નેત્રિ ઘરની છત પર બેઠી બેઠી પોતાની જાતને દોષી માનીને રડતી હોય છે ને વિચારતી હોય છે કાશ......! મારે આ પગલું ના લેવું પડતું.

કાશ.......! પપ્પા હોત આજે........! કાં તો જૈમિક મને ક્યારેય મળ્યાં જ ના હોત તો સારું હતું કારણ કે એમના વિના રહેવું એટલે મારી માટે શ્વાસ વિના રહેવા જેવી વાત છે. પરંતુ જ્યારે આ નિર્ણય મારો જ છે તો મારે એ નિર્ણય પર ચાલવું રહ્યું જેનાથી મારા ઘર અને મારા પપ્પા પર ક્યારેય આંગળી ના ઉઠી શકે.

હું જાણું છું જૈમિક વિના હું ક્યારેય નહીં રહી શકું પરંતુ મારે મારી જાતને મજબૂત કરવી પડશે. એની માટે મારે જૈમિક સાથે ક્યારેક કડકાઈ ભર્યું વર્તન કરવું પડશે તો પણ કરીશ કેમકે જેમ બને એમ જૈમિક મને ભૂલીને આગળ વધે એમાજ એમની ભલાઈ છે. એમણે આજે નહીં તો કાલે મને ભૂલીને એમના પરિવાર માટે આગળ વધવું જ પડશે માટે જો હું એમની સાથે વાત કરીશ તો એ ક્યારેય આગળ નહીં વધી શકે જેવું હું ક્યારેય ઈચ્છતી નથી.

હું ઇચ્છું છું જૈમિક હમેશાં ખુશ રહે. એમને જીવનમાં જે જોઈએ એ હમેશાં મળે અને એમના જીવનમાં એ હમેશાં પ્રગતિ કરે બસ એટલું જ જોઈએ છે મારે પણ આ ત્યારે શક્ય છે જ્યારે હું એમની સાથેના મારા સંપૂર્ણ સંબંધને અહીંજ સ્થગિત કરી દઉં.

એમની સાથે વાત કરીને હું એમને એવી ખોટી આશ ક્યારેય નહીં આપું કે હું પાછી આવીશ. મને પણ એમની એટલી જ યાદ આવી રહી છે કે એની હદ નક્કી કરવી અશક્ય છે. વારંવાર ફોન જોવું કે એમનો કોઈ ફોન કે મેસેજ છે કે નહીં. એક તરફ એમના પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નથી થતો અને એક તરફ એમની અવગણના કરવા સિવાય મારી પાસે બીજો કોઇજ રસ્તો નથી.

હું નથી જાણતી કે જૈમિકને હું ભુલી શકીશ કે નહીં. એમની સાથે વિતાવેલ હરેક પળ મારી માટે મારા જીવનના અણમોલ પળ છે જે હું ઇચ્છીને પણ ક્યારેય નહીં ભૂલી શકું. જૈમિક મને જેટલો પ્રેમ કરે છે એટલો આજીવન મને કોઈ નહીં કરી શકે હું જાણું છું અને એ માટે જ હું ઇચ્છું છું કે એમને પણ એવો પ્રેમ મળવો જોઈએ જે એમની સાથે રહી શકે જીવનભર.

હા હું માનું છું કે મેં એમની સાથે ખોટું કર્યું છે પણ હું એ પણ જાણું છું કે સમય સંજોગ ખરાબ હોય ત્યારે જે થવાનું હોય એજ થાય. હું એવી પ્રાર્થના કરીશ ભગવાનને કે જૈમિક મારા આ નિર્ણયને આજે નહીં તો કાલે હૃદયથી સ્વીકારશે અને માનશે કે મેં ખોટો નિર્ણય નથી લીધો.

મારો એમને દુ:ખી કરવાનો કોઇજ ઇરાદો નહોતો બસ મારા માતા-પિતાએ મને જન્મ આપ્યો અને એમને જેટલો સમય મારી સાથે વિતાવ્યો હમેશાં મારી ખુશી માટે જ જીવન જીવ્યા. એક સમ્માનભર્યું જીવન જીવ્યા અને જીવતા શીખવ્યું તો હવે એમના જન્મનું અને સારા જીવનનું વળતર આપવાનું હતું જે હું આપી રહી છું એમના સંસ્કાર કે એમની આબરુ પર દાગ ના લાગે એજ મારી ફરજ છે જે હું નિભાવીને જ રહીશ.

પરંતુ ભગવાન હું તમને પ્રાર્થના કરું છું કે જેમ બને એમ જૈમિકને જલ્દીથી આગળ વધવાની હિંમત આપજો અને મને ભૂલીને આગળ વધવાની રાહ બતાવજો. કેમકે મારામાં એટલી હિંમત નથી કે હું દરેક વખતે જૈમિકની અવગણના કરી શકું કેમકે હું પણ એમને પ્રેમ કરું છું મને એમની અવગણના કરવા કરતાં મૃત્યુ આવે તો સારું એ હું વધુ હિતાવહ સમજુ છું પણ હું જાણું છું ભગવાન કે તમે બધુંજ ઠીક કરશો.


નેત્રિ છત પર બેઠા બેઠા પોતાના મન સાથે એકલી જ વાતો કર્યાં કરે છે અને એનાજ લીધેલા નિર્ણય પર અફસોસ વ્યક્ત કરે છે.