મંજીત
પાર્ટ : 16
મંજીતે કશું સમજે એ પહેલાં તો સારા કિસ કરીને હટી ગઈ.
"શું મજાક છે નાદાન છોકરી?" મંજીતે સારા તરફ ફરતાં પૂછ્યું.
"ઈશ્ક.." સારાએ કહ્યું.
"નાદાન.." મંજીતે કહ્યું.
"નાદાન ઈશ્ક." સારાએ જવાબ આપ્યો.
"સારા..!!" ગુસ્સાથી મંજીત સારાના નજદીક ગયો. સારાનાં બંને બાવડાં પકડીને હચમચાવતાં કહ્યું, " સારા તું અત્યારે જ અહીંથી જતી રહે. આ ઈશ્કનો અંજામ સારો નહીં આવશે એ તું પણ સારી રીતે જાણે છે. તું શું સમજે છે પોતાને?? તને ઈશ્ક કરવા માટે તારા સ્ટેટ્સનાં છોકરા ન મળ્યા..!!" મંજીત એકધારું ગુસ્સામાં બોલતો જતો હતો.
" મારા સ્ટેટ્સનાં ઘણા છોકરાં મળી રહેશે મંજીત. મારી પાસે જે સુખસાહ્યેબી છે એ જ એમની પાસે પણ છે. પણ તારા જેવું એમની પાસે એક પણ ચીજ મને મળશે નહિ." સારાએ લેક્ચર આપ્યું.
"જેમ કે...??" મંજીતે પૂછ્યું.
"જેમ કે તારા જેવું નેચર, મહેનત કરવાની ધગશ અને મોસ્ટ તારી ઈમાનદારી." સારાએ કહ્યું.
"બસ બે મુલાકાતમાં એટલું બધું પિછાણી લીધું મારા વિશે?? એના કરતાં પણ વધું તને તારા સ્ટેટ્સ ધરાવતાં છોકરાઓ પાસેથી મળી રહેશે." મંજીતે કહ્યું. સારા ચૂપ રહી.
"માની લો સારા હું ગલીનો ગુંડો નીકળ્યો તો..?? તારો પ્યાર એવો જ બરકરાર રહેશે મારા માટે..??" મંજીત સારાનાં ચહેરાનાં હાવભાવ પહેંચાનવાં મંથી રહ્યો.
"તું ગુંડો...!!" સારા હસી.
"આ બધી વાત પછી કરીશું. નાજુક છોકરી તને ઠંડી લાગી જશે." કહીને મંજીતે સારાનો હાથ પકડી લીધો. તેઓ બંને સંભાળીને ખેતરની બહાર આવ્યાં. મંજીતનાં ઘરમાં પહોંચ્યા. અબ્દુલ ત્યાં જ બેઠો રાહ જોતો હતો.
"ભાઈ બહોત દેર લગા દી." સારા તરફ ઈશારો કરતાં અબ્દુલે પૂછ્યું.
"સારા મેડમ તાલાબ મેં ગીર ગઈ થી." કહીને મંજીત થોડું હસ્યો. અબ્દુલ પણ સાથે હસ્યો.
"અરે અબ્દુલ ક્રિષ્ટી કે પાસ કપડે રહેંગે તો લેકર આના." મંજીતે સારાની પલળી ગયેલી દશા બતાવતાં કહ્યું. તે સાથે જ અબ્દુલ ભાગતો ગયો.
"તું નીચે જ બેસ. ત્યાં જો એક પાટલો પડેલો છે.હું કપડાં ચેન્જ કરીને આવું છું." સીડી પર રાખેલા કપડાં લઈને એ પગથીયા ચડતો ઉપર ગયો.
સારાએ પાટલો ખેંચ્યો અને એના પર બેસી ગઈ. એ ધ્યાનથી ખોલીનું અવલોકન કરતી હોય તેમ ચારે તરફ જોવા લાગી. ક્યાં એનો મહેલ જેવો બંગલો અને ક્યાં આ નાનકડી ખોલી. જેમાં કશું પણ વ્યવસ્થિત હતું નહિ. નાહવાનું અને કિચનનો પ્લેટફોર્મ સાથે જ લાગેલું હતું. નીચે લાદી ના બદલે લાલ ગેરું થી પ્લાસ્ટર કરેલું દેખાતું હતું. કેટલોક ભાગ તો ઉખડી ગયો હતો. તો નીચે રહેલા સિમેટ પ્લાસ્ટરનાં ગડા દેખાઈ રહ્યાં હતાં.
મંજીત સીડી પરથી ઉતરતાં કહ્યું, " દેખા ક્યાં ? મેરી લાઇફ સ્ટાઈલ...!!" કહીને તે હસ્યો, " એવું તો તારા મહેલનાં નોકરોનું પણ ઘર નહિ હશે....!!" એ જીન્સનું પોતે જ કાપેલું હોય તેવું ઘુંટણ સુધીનું જીન્સ અને ઉપર ટીશર્ટ પહેરીને આવ્યો.
"ઘર સારું છે." સારાએ કહ્યું.
"ઈશ્ક કરવા માટે.." મંજીતે હસીને પૂછ્યું.
સારા ચૂપ રહી.
"ઑમલેટ બના રહા હું. ખાયેગી??" મંજીત કિચનના પ્લેટફોર્મનાં નીચે રાખેલો તવો ગોતીને ગેસ પર મુક્તા પૂછ્યું. ત્યાં જ અબ્દુલ પણ આવ્યો,"ક્રિષ્ટી ખૂદ આ રહી હૈ."
"ઓહહ તેરી... મારુ ઑમલેટ સારું બનશે કે નહીં..??" ક્રિષ્ટીનું નામ આવતાં જ એક પછી એક ચાર ઈંડા ફોડીને એનો ગર એક વાટકામાં નાંખતા મંજીત બોલ્યો. થોડી જ મિનીટોમાં ઑમલેટ રેડી કરીને બ્રેડ સાથે ત્રણ નાની ટ્રેમાં એને નાંખી અબ્દુલને લાવવા માટે કહ્યું. બે ટ્રે મંજીત લાવ્યો. એક ટ્રે એને સારાને ધરી. બીજી ટ્રે સાથે એ નીચે બેસી ગયો. અબ્દુલ એક ટ્રે લાવ્યો અને સાથે પાણીની બોટલ. ત્રણેજણ ગોળ ગ્રુપ બનાવ્યું હોય તેમ બેઠા અને નાસ્તો કરવા લાગ્યાં.
"કેવું છે?" મંજીતે ઑમલેટ બ્રેડ મોઢામાં મુક્તા પૂછ્યું.
"ભાઈ કે બારે મેં ક્યાં બોલનેકા..!! ઑમલેટ ક્યાં બીરયાની ભી એકદમ સોલિડ." મોઢું ભરીને અબ્દુલ બોલતો હતો. ત્યાં જ મંજીતે ટપલી મારી," તને પૂછ્યું??"
"ભાઈ મેં તો તેરી તારીફ.." અબ્દુલે કહ્યું. અને સારા હસી.
"તો સારા કો બોલને દે. આયા તારીફ કરને.." મંજીતે કહ્યું અને સારા મદમદ હસી રહી હતી.
"અચ્છા બના હૈ. રોજ ખાને આઉંગી..!!" સારાએ કહ્યું અને મંજીત ખડખડાટ હસી પડ્યો.
"મંજીત...!!" ક્રિષ્ટીએ દરવાજા પર ઊભી બૂમ મારી. મંજીતનું હાસ્ય રોકાઈ ગયું.
(વધુ આવતાં અંકે)