વેદને કોલેજના પ્રોગ્રામમાં ગાવા માટે
કોલેજના ટ્રસ્ટીઓ તરફથી હરખથી મળેલ આમંત્રણ સ્વીકારી
વેદ ટ્રસ્ટીઓને કોલેજના પ્રોગ્રામમાં ગાવાનું પ્રોમિસ આપી ચુક્યો છે.
વેદ અને રીયાએ નક્કી પણ કરી લીધુ છે કે
તેઓ આ કોલેજના પ્રોગ્રામમાં શ્યામને પણ સાથે લઈ જશે.
પછી વેદ
શ્યામને ફોન કરી
આ પ્રોગ્રામમાં સાથે જવાની વાત જણાવે છે.
શ્યામનો ફોન બે વાર પુરી રીંગ વાગ્યા પછી પણ નહીં ઉપડતા,
વેદ શ્યામને
આ પ્રોગ્રામની પુરી વાત મેસેજ કરી જણાવે છે, અને પ્રોગ્રામમાં જવાનાં દિવસે
વેદ તેને તેનાં ઘરે લેવા આવશે અને ત્યાંથી તેઓ બંને સાથે કોલેજના પ્રોગ્રામમાં જશે.
તે જણાવતો મેસેજ કરે છે.
વેદે શ્યામને આટલો મેસેજ કરી લીધા બાદ
વેદ અને રીયા છુટા પડે છે.
રીયા પોતાને ઘરે જવા નીકળે છે, અને વેદ પોતાનું બાઇક લઈ પોતાના ઘરે.
કોલેજમાં ગાવાનું આમંત્રણ મળ્યું હોવાથી વેદ
આજે અત્યંત ખુશ છે.
એને તો એમ કે
ક્યારે એ દિવસ આવે, અને ક્યારે હું કોલેજના સ્ટેજ ઉપર જઈને મારો ગાવાનો શોખ પુરો કરુ.
ફંકશનના દિવસે
શ્યામને આપેલ સમય પ્રમાણે શ્યામ પણ તૈયાર હોવાથી
વેદ શ્યામને તેના ઘરેથી લઈને પોતાના બાઈક પર સીધો કોલેજ આવે છે.
શ્યામ અને રીયા ઓડિયન્સમાં બેસે છે.
જ્યારે વેદ બેક-સ્ટેજ ગાવાની પ્રેક્ટીસ રહ્યો છે.
આજે
વેદ સાથે-સાથે રીયા અને શ્યામના પણ ઉત્સાહનો કોઈ પાર નથી.
વેદ બેક-સ્ટેજ તેમજ રીયા અને શ્યામ સ્ટેજની સામેથી
સ્ટેજ પર ચાલતો પ્રોગ્રામ માણી રહ્યાં છે.
અને વેદનો ગાવાનો વારો ક્યારે આવે તેની એક્ષાઇટ થઈ રાહ પણ જોઈ રહ્યા છે.
થોડા સમય પછી સ્ટેજ પરથી એનાઉંસમેન્ટ થાય છે કે,
હવે જે વ્યક્તિને હું સ્ટેજ પર બોલાવવા જઈ રહ્યો છું.
તે વ્યક્તીનું નામ છે વેદ.
ઘણાને આ નામ નવું અને અજાણ્યું લાગશે, અને તમને આ નામ અજાણ્યું કે અપરીચીત લાગે તે સ્વાભાવિક પણ છે.
તો તમારો વધારે સમય નહીં બગાડતા જણાવી દઉં કે
વેદ
જે આપણી કોલેજની વિદ્યાર્થીની રીયાનો સ્કૂલ સમયનો મિત્ર છે.
વેદ ભલે આપણી કોલેજનો વિદ્યાર્થી નથી,
પરંતુ
તેણે આપણી કોલેજની વિદ્યાર્થીઓને રસ્તામાં
આવતાં-જતા પજવતા બદમાશોને હમણાં થોડા દિવસો પહેલાં જ બહુ સારો પાઠ ભણાવી, એ બદમાશોને કોલેજ પર આવતા બંધ કર્યા છે.
જે અહી હાજર ઘણાં બધાં લોકો જાણે છે.
એ વાત પણ રીયા દ્રારા એજ વખતે જાણવા મળી કે વેદ
બહાદુર તો છે જ,
સાથે-સાથે વેદ સારો ગાયક પણ છે.
ત્યારે વેદને
આપણા આજના આ પ્રોગ્રામમાં તેના મધુર કંઠે આપણને પરિચિત કરાવવા માટેનું આમંત્રણ આપેલું.
હવે આપણે વધારે રાહ નહીં જોતા
વેદને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીએ અને એના મધુર અવાજને માણીએ.
વેદ સ્ટેજ પર આવે છે.
નમસ્તે હાય હેલો કરી
વેદ
પોતાનુ તૈયાર કરેલું ગીત
કે જેના શબ્દો, રાગ, ઢાળ અને આ બધામાં
આ બધાને ન્યાય આપતો વેદનો કંઠ
એ ગીત એટલું જ સારી રીતે ગાય છે કે
ગીતના સમય જેટલો જ સમય કોલેજના ઓડિયન્સને તાલી વગાડવામાં થાય છે.
તાળીઓનો ગડગડાટ ઓછો થતાં જ
વન્સમોરના નારા પુરી કોલેજમાં ગુંજી રહ્યા છે.
સંગીત સાથે જોડાયેલા અને જજ તરીકે આમંત્રિત ગીતકાર, સંગીતકાર તેમજ સ્ટુડિયોના માલિક
પોતાની જગ્યા ઉપરથી ઉભા થઈને
વેદને અભિનંદન આપે છે.
વેદનું આ પોગ્રામમાં આટલું સારું પરફોર્મન્સ જોઈ વેદનો આટલો સારો મીઠો અવાજ સાંભળી આવેલ આમંત્રિત મહેમાનોમાંથી,
એક મોટા સ્ટુડિયોના માલિક એટલા ખુશ થઈ જાય છે કે
તેઓ સ્ટેજ પર આવીને
વેદને આજ પછી તેમના સ્ટુડિયો સિવાય
ક્યાંય પણ પોતાનો અવાજ ન આપવા અને તેની સામે વેદ જે માગે તે રકમનો
અત્યારેજ, અહીંયાજ કોલેજમાંજ બધાની વચ્ચે એડવાન્સ ચેક આપવા પણ તૈયાર થઈ જાય છે.
વેદને તો અત્યારે આ બધું
એક સપના એવું લાગી રહ્યું છે.
શ્યામ અને રીયા પણ અત્યંત ખુશ થઈ જાય છે.
તેમની ખુશીનો પણ કોઈ પાર નથી.
કેમકે,
તેમના મિત્ર વેદનું ગાયક બનવાનું સપનું આજે પૂરું થતું દેખાઈ રહ્યુ હતુ.
બહુ જ સરસ રીતે પ્રોગ્રામનું સમાપન થતા
ત્રણે એકબીજાને હરખથી કસીને ગળે મળે છે.
રીયાના પપ્પા RS સર પણ વેદને અભિનંદન આપે છે.
પછી તેઓ પોતપોતાને ઘરે જવા છુટા પડે છે.
રીયા તેના પપ્પાની ગાડીમાં પોતાના ઘરે જવા નીકળે છે.
આ બાજુ વેદ અને શ્યામ પણ બાઈક લઈ
જાણે કોઈ જેકપોટ જીતીને આવ્યા હોય
તેનાથી પણ વધારે ખુશ-ખુશાલ થઈ પોતાને ઘરે જવા નીકળે છે.
રસ્તામાં એક વળાંક પર વેદ અને શ્યામ જે બાઈક પર જઈ રહ્યા હતા, ત્યાંજ
બાજુના રોડ પરથી એક ફૂલ સ્પીડમાં ગાડી આવે છે.
પુરપાટ ઝડપે આવેલી ગાડી વેદ અને શ્યામ જે બાઈક પર બેઠા હતા તે બાઈકને
એક જોરદાર ટક્કર મારે છે.
ટક્કર મારી આંખના પલકારામાં તે ગાડી ત્યાંથી નીકળી જાય છે.
વેદ અને શ્યામના બાઈકને વાગેલી ટક્કર
એટલી જોરદાર હોય છે કે
બાઈક વેદ અને શ્યામ ત્રણે હવામાં ફંગોળાઈ જાય છે.
વધારે આગળ ભાગ - 7 મા