Premni bhinash - 4 in Gujarati Short Stories by Sumita Sonani books and stories PDF | પ્રેમની ભીનાશ (ભાગ -4)

Featured Books
Categories
Share

પ્રેમની ભીનાશ (ભાગ -4)

પ્રેમની ભીનાશ ભાગ -4

કુંજને સ્વરા આખો દિવસ શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી સ્વરા દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતો, તેવી જ રીતે સ્વરા પણ કુંજ ક્યારે શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી કુંજ દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતી. સ્વરા અને કુંજને એકબીજાને જાણવાની તાલાવેલી એક દિવસ બંનેની આદત બની જાય છે.

કુંજ સ્વરાને તેના બાળપણથી યુવાની સુધીની બધી જ વાત સ્વરાને કરવા લાગ્યો. તેનો ગમો-અણગમો, ઈચ્છાઓ, સપનાઓ, ધ્યેય, પરીવાર અને મિત્રોની બધી જ વાત કરતો.
સ્વરા અને કુંજની વાતોમાં ક્યારેક - ક્યારેક આખી રાત પણ પસાર થઈ જતી એ વાતનો બંનેને ખ્યાલ પણ નાં રહેતો.

કુંજ સ્વરાનો પડ્યો બોલ જીલતો. તે ક્યારેય સ્વરા સાથે અભદ્ર વર્તન ન કરતો. સ્વરાની દરેક વાત માનતો. સ્વરા કહે એ જ સત્ય, એના એક એક શબ્દને હુકમ માની કબુલી લેતો કુંજ.

કુંજની જિંદગીમાં સ્વરા આવવાથી તે ખૂબ જ ખુશ હતો અને તે સ્વરા પર તેની લાગણીઓનો અવિરત વરસાદ વહ્વાવ્યા જ કરતો.

કુંજની જિંદગીમાં સ્વરા હંમેશા પ્રાયોરિટી બની રહેતી અને એ વાતથી સ્વરાને હંમેશા સ્પેશિઅલ ફીલ કરાવતો.

કુંજને વારંવાર સ્વરાને મળવાની ઇચ્છા થતી પણ તેને ડર લાગતો હતો કે જો તે સ્વરાને મળવા માટે કહેશે અને સ્વરા ગુસ્સે થશે તો.? એ જ ડરમાં હંમેશા કુંજ તેની ઇચ્છાને દબાવી દેતો.

એક દિવસ કુંજે નક્કી કર્યું કે આજે તો સ્વરાને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરવી જ પડશે. હવે તો મળવું જ પડશે.

કુંજ : હેલ્લો સ્વરા. ક્યાં છે? શું કરે છે? ફ્રી છે?

સ્વરા : કોલેજ છું. બસ ઘરે જવાની તૈયારી કરું છું. કેમ શું થયું આજે એકસાથે એટલા બધા સવાલ?

કુંજ : હમમમ....મળવું હતું તને.

સ્વરા : હા બોલ ક્યાં આવે છે તું?

કુંજ તો ખુશ થઈને નાચવા લાગ્યો. આજે સ્વરાને મળવાનું હતું અને તેણે કોઈ પણ જાતના બહાના વિના મળવા માટે હા પાડી હતી.

કુંજ જલ્દી જલ્દી તૈયાર થઈને સ્વરા સાથે નક્કી કરેલ ગાર્ડનમાં મળવા જાય છે. કુંજ સ્વરાને એકીટશે બસ નીરખ્યા જ કરે છે.

સ્વરા : એય...આમ શું જુએ છે.? પહેલા ક્યારેય નથી જોઈ.

કુંજ : નાં. પહેલા જોયેલી પણ આટલી નજીકથી તો નહીને! એટલે સ્કેન કરું છું.😋

બંને થોડી વાર વાતો કરે છે.

સ્વરા : બસ હો હવે. મને મોડું થાય છે હું નીકળું?

કુંજ : હમણાં જ તો આવી છે.

સ્વરા : આજે મોડું થાય છે. ફરીથી વધારે સમય લઈને મળીશું.

કુંજ : (મનોમન જ હરખાવા લાગે છે. કેમકે સ્વરાએ સામેથી જ બીજી વાર મળવા માટે કીધેલ.)
હા સારુ તું જા.

બાય કહીને બંને છુટા પડે છે.

કુંજ ખૂબ જ ખુશ હોય છે. તેણે સ્વરા સાથે પહેલી વખત રૂબરૂ મળીને વાતો કરી હતી.

બીજી બાજુ સ્વરા ઘરે પહોંચે છે. તેને ક્યાંય ચેન પડતું નથી. બસ કુંજની પાસે જ જવાનું મન થાય છે. સતત કુંજનાં જ વિચારો કર્યા કરે છે. ઘરમાં કોઈ બોલાવે તો પણ તેનું ધ્યાન રહેતું નથી.

સ્વરાને આજે કુંજને મળીને જે અહેસાસ થયો તે પહેલા ક્યારેય થયો ન હતો. તેનાં મગજમાં વિચારોનું વાવાઝોડું આવે છે. સ્વરા વિચારે છે કે, શું મે કુંજને મળીને કંઈ ખોટું કર્યું? શું મે કુંજ સાથે મિત્રતા કરીને કોઈ ભૂલ કરી છે? મને આજે કેમ અજીબ અહેસાસ થાય છે. આવું તો મે ક્યારેય નથી અનુભવ્યું. શું મને કુંજ પ્રત્યે કોઈ બીજી લાગણી તો નથી થઈ રહીને?

સ્વરા તેનાં મનમાં ઉપજેલા પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે પોતાની જાત સાથે જ દલીલો કરે છે.

ક્રમશ.....

*******

શું સ્વરાને પણ કુંજ પ્રત્યે મિત્રતાથી વધુ લાગણી થઈ રહી હતી?

શું સ્વરા તેના મનની વાત કુંજને કરી શકશે?

___"સુમી"