call center - 51 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૧)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૧)

હું આજે સાંજે બેંગ્લોર જઈ રહ્યો છું.ત્રણ દિવસ પછી આવીશ.કોઈ પણ કામ હોઈ તો તમે મને ફોન કરી શકો છો.કોઈ ફાઇલ જોતી હોઈ તો વાઇરસને કહેજો એ મારી ઓફિસ માંથી ફાઇલ બહાર નીકાળી આપશે.

ઓકે સર..!!

*********************************

થોડીજવારમાં વિશાલ સર તેની ઓફિસને લોક કરી બહાર નીકળી ગયા.માનસી હસી રહી હતી.કેમ માનસી તું હસી રહી છે?એ વાત તને અહીં નહિ હું બહાર ટી-પોસ્ટ પર કરીશ.અહીં જ કે ને ઇન્તજાર શા માટે કરાવે છે.

આમ તો હવે કોઈ વાત છુપાવીને શું કામ છે.વિશાલ સરે પાયલ સાથે છૂટાછેડા લઇ લીધા છે,અને તે બેંગ્લોરથી આવી મારી સાથે લગ્ન કરવાના છે.હું તને આ વાત કહેવા નોહતી માંગતી ધવલ પણ તે મને કહ્યું હતું ને કે વિશાલસર તારા શરીરને પ્રેમ કરે છે,તને નહિ.

હા,તો એમાં ખોટું શું છે જે છે એ જ મેં તને કહ્યુ.ધવલ તે મારી સાથે ત્રણ દિવસ પછી લગ્ન કરી રહ્યા છે,અને આજથી હું મારા લગ્નની ખરીદી પણ કરવા જઇ રહી છું.તો પણ તને હજુ વિશ્વાસ નથી આવતો.

નહિ..!!જ્યાં સુધી તારા ગળામાં વિશાલસર વરમાળા ન નાંખે ત્યાં સુધી મને વિશાલ સર પર વિશ્વાસ મને નથી. હું તો આજ પણ તને કહી રહ્યો છું કે એ તારા શરીર ને પ્રેમ કરે છે તને નહિ. હજુ પણ તારી પાસે સમય છે.

સાંભળ મારી આજુબાજુ પલવી અને અનુપમ છે તે પણ જાણે છે કે હું તને પ્રેમ કરું છું હજુ પણ સમય છે.મને લાગતું નથી કે વિશાલ સર તારી સાથે લગ્ન કરે પણ જો તે લગ્ન તારી સાથે કરશે તો પણ હું તને પ્રેમ કરતો રહીશ હંમેશા.

એવું બને કે વિશાલ સર તેને તરછોડી દે તોપણ ધવલ તને હંમેશા માટે અપનાવવા માટે તૈયાર છે.હું પહેલેથી કહેતો આવ્યો છું તને કે પૈસા અને પ્રેમમાં બહુ બધો ફરક છે માનસી. વિશાલ સર તારી સાથે પૈસાથી મારી જિંદગીમાં આવ્યા અને હું તારી જિંદગીમાં તને પ્રેમ કરીને આવ્યો અમારા બન્નેમાં ઘણો બધો ફરક છે, પણ અંતે પૈસા સામે પ્રેમ હંમેશા જીતી જાય છે.

ધવલ આજ પણ હું તને કહું છું અને ત્રણ દિવસ પછી પણ હું તને કહીશ કે વિશાલ સર મારી સાથે લગ્ન કરી રહ્યા છે અને હું તને દેખાડી ને રશ કે મેં વિશાલ સર સાથે લગ્ન કર્યા છે.માનસી આ સ્પર્ધા નથી કે તું વિશાલસર સાથે લગ્ન કરી અને મારી અને તારી સ્પર્ધામાં તું વિનર થા.હું તો બસ તને એટલું જ કહી રહ્યો છું કે વિશાલ સર તારી સાથે લગ્ન નહીં કરે.
અનુપમ ચાર નંબરની ફાઇલ આપ તો જેમાં મુંબઇની હોટલનું લિસ્ટ છે.હા,માનસી હું તને કહી રહ્યો હતો કે આપણા દુ:ખનું એક કારણ એ હોય છે કે જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી.આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ.

તને ફક્ત વિશાલ સરનો મોહ છે..!!પ્રેમ નહિ..!!પણ જીવન એકબીજાના પ્રેમથી ચાલે છે મોહથી નહિ. દરેકનો એક સમય હોય છે.દરેકનો એક અંત હોય છે. કંઈ જ કાયમી નથી.આપણને બધાને આ વાતની ખબર છે,છતાં કેમ આપણાથી કંઈ છૂટતું નથી? એનું એક અને સૌથી મોટું કારણ છે,ઇમોશનલ એટેચમેન્ટ. આપણને વળગણ હોય છે.આપણને આદત હોય છે. આપણને જે વ્યક્તિ પ્રત્યે લગાવ હોય એ દૂર થાય ત્યારે એક અભાવ સર્જાય છે.આપણને તો વસ્તુઓ કે સાધનોની પણ આદત પડી ગઈ હોય છે.ગમતી વસ્તુ તૂટે ત્યારે આપણને પીડા થાય છે.ગમતી વ્યક્તિનો હાથ છૂટે ત્યારે વેદના થાય છે.

માનસી સૌથી વધુ દુ:ખ,સૌથી વધુ પીડા,સૌથી વધુ વેદના,સૌથી વધુ ઉદાસી અને સૌથી વધુ એકલતા સંબંધોના કારણે જ સર્જાય છે.

પ્રેમ, વસ્તુ,સંબંધ, શહેર અને બીજું ઘણું બધું ક્યારેક આપણે ઇચ્છતા ન હોવા છતાં છોડવું પડે છે.ક્યારેક એ છૂટી જાય છે.ઘણી વખત તો આપણા હાથની જ વાત નથી હોતી.આપણી નજર સામે જ આપણાં અરમાનોનું વહાણ ડૂબી રહ્યું હોય છે અને આપણે મૂક પ્રેક્ષક બનીને જોતા રહેવું પડે છે.


આપણે મોટાભાગે તો લોકોને દેખાડવા માટે બધું કરતા હોઈએ છીએ.જેમકે તું મને કહે છે કે હું વિશાલસર સાથે લગ્ન કરીશ જ અને તને બતાવીને રશ આ તારો મોહ છે? માનસી તારે દુનિયાને બતાવવું છે કે જુઓ મારી પાસે કેટલું બધું છે! હું બધું બ્રાન્ડેડ જ વાપરું છું. ઇચ્છાઓ રાખીએ એમાં કશું ખોટું નથી. આપણાં પૂરતાં સાધનો અને સુવિધામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી.દરકાર એટલી જ રાખવાની હોય છે કે આપણો મોહ આપણાં દુ:ખનું કારણ ન બને.

હું તને આટલું બધું સમજાવી તને એક જ પ્રશ્ન કરવા માગું છું.કે તું સાચે જ વિશાલસરને પ્રેમ કરે છે કે નહીં એ તારી જાતને તું સવાલ કર.પૈસાથી મોજ શોખ પુરા થાય,એકબીજા સાથે પ્રેમ નહિ.માનસી ઉભી થઇ દોડીને મેડિકોલ કોલસેન્ટરની બહાર નીકળી ગઇ.

મને ખબર છે,આ ધવલ મારી સાથે લગ્ન કરવા માંગે છે એટલે જ મને તે આવી વાત કરી રહ્યો છે.આવી વાત કરીને મને તેના પ્રેમમાં પાગલ કરવા માંગે છે,પણ હું તેની તરફ હવે જોશ પણ નહીં.વિશાલસર મને પ્રેમ કરે છે અને તેની સાથે જ હું લગ્ન કરીશ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup