સાહેબ અશક્તિ લાગે છે, નબળાઈ લાગે છે ,અંધારુ-અંધારુ લાગે છે ,ચકકર-ચકકર થાય છે , બધુ ફરે છે ! તમે , તમારું ક્લીનિક ,આ બધા દર્દી બધુ ફરતુ હોય એવું લાગે છે ! દર્દી ફરારીરામે ડો .ને પોતાનું દર્દ જણાવ્યુ !
ડો.સત્યમ સાત્વિક: બધુ ઠીક થઈ જશે હો ભાઇ ! કેટલા દિવસ થી આવું થાય છે ? છેલ્લા 6-7 દિવસ થી ? ઓ .કે , ઓ .કે !
ફરારીરામ : એ સાહેબ જલ્દી કરો ,જલ્દી કરો , બધુ ફર-ફર, ફર-ફર થાય છે !
ડો. સત્યમસાત્વિક : આ દવા સાથો-સાથ શક્તિની બાટલી લખી આપું છું , લઈ લેશો એટલે બધુ ઠીક થઇ જશે ઓ .કે ભાઇ !
ફરારીરામ : સાહેબ છેલ્લા 6-7 દિવસ થી હું ‘શક્તિની બાટલી’ લઉ છુ ,તેમ છતાં દર્દ ઘટવાની બદલે વધતું જાય છે !
ડો. સત્યમ સાત્વિકે દર્દીની ડિટેલ તપાસતા ખબર પડી કે.. આ ભાઇ 6-7 દિવસથી કોઈક અલગ જ ‘શક્તિ ની બાટલી’ લે છે રાત્રે ! એટલે બધુ ચક્કર-ચક્કર ફરે છે , મારા દવાખાના શીખે !
ફરારીરામ : એ સાહેબ જલ્દી કરો , જલ્દી કરો , બધુ ફર-ફર ,ફર-ફર થાય છે !
ડો. સત્યમસાત્વિકે દર્દીને સાયકોલોજિકલ રીતે તપાસતા ખબર પડી કે.. ફરારીરામ છેલ્લા 6-7 દિવસથી રાત્રે ડિસ્કો-દાંડિયા રમવા જાય છે , એક રાઉન્ડ રમે ન રમે ત્યાં થાકી જાય છે ! એટલે બીજાની સાથે પોતે પણ રાત્રે 4 વાગ્યા સુધી રમી શકે છે તે બતાવવા,પોતાની રીતે પોતાને ગમતું ‘શક્તિદાયકપીણું’ લે છે અને જંકફુડ ની મિજબાની માણે છે જેથી કરીને રાત્રે 4 વાગ્યા સુધી બધાની સાથે રમી શકાય , ટકી શકાય અને આપણી વાહ,વાહ બોલાય જાય ! આ ચક્કરમાં ને ચકકર માં ‘શક્તિ’ નો ઓવર ડોજ લેવાથી વાસ્તવિક ચકકર નો દોર ફરારી રામને શરૂ થયો હોય એવું લાગે છે ! આનો ઉપાય સાઇકોલોજિકલ વિચારવો પડશે ! ડો.સત્યમસાત્વિકે જડપથી દર્દીની સારવાર વિશે બધુ વિચારી લીધું !
ફરારીરામ : એ સાહેબ , જલ્દી કરો , જલ્દી કરો, બધુ ફર-ફર , ફર-ફર થાય છે !
ડો. સત્યમસાત્વિક : આજે રાત્રે ફરારીરામ તમે મારી સાથે આવજો , હું કહું તે પ્રમાણે કરવાનું , હું કહું તે પ્રમાણે ખાવા-પીવાનું , હું કહું તેટલો આરામ કરવાનો 2 દિવસમાં જ બધુ ઠીક થઈ જશે !
ફરારીરામ : હા, સાહેબ તમે કહેશો તેમજ હું કરીશ ! પરંતુ જલ્દી કરો , જલ્દી કરો , જલ્દી કઈક કરો , આ બધુ ફર-ફર , ફર-ફર થાય છે !
ડો. સત્યમસાત્વિકે દર્દીને એકાદ ઈંજેકશન આપી , થોડી જરૂરી દવા આપી , આરામ કરવા કહયુ અને પછી રાત્રે તેમની સાથે આવવા કહયુ.
રાત્રે ફરારીરામ આવી પહોચતાં ડો.સત્યમસાત્વિક તેને લઈ ને એક ખુબ જ પ્રખ્યાત પ્રાચિન ગરબામાં લઈ ગયા અને ફરારી રામ ને કહયુ , તમે અહિયાં શાંતિથી મારી સાથે બેસી માતાજીનાં ગરબા જુઓ અને સાંભળો , થોડીવાર આ રીતે ગરબા જોશો અને સાંભળશો એટલે તબિયત મા ધીરે -ધીરે સુધારો દેખાશે !
આ રીતે ડો. ની સૂચના પ્રમાણે ફરારીરામે શાંતિથી ગરબા સાંભળ્યા અને જોયા. થોડીવારપછી ભુખ લગતા થોડા દૂધ અને કેળાં ખાધા ! આ રીતે ગરબી નો ટાઇમ પૂરો થતાં ડો. એ કહયુ , હવે આવતીકાલે નવરાત્રિ નો છેલ્લો દિવસ છે તો તમે કાલે પણ મારી સાથે આ રીતે આવજો અને આજે કેવું લાગ્યું તે મને આવતીકાલે જણાવજો !
બીજે દિવસે રાત્રે ડો. દર્દી ની રાહ જોતાં ઉભા હતા ત્યાંજ ફરારીરામ આવી પહોચતા , ડો. ને જોતા જ ડો. ના પગમાં પડી ગયા અને બોલ્યા સાહેબ જાદુ થયુ , જાદુ ! આ એક જ રાત માં માતાજી ના સાત્વિક ગરબા સાંભળી , સાત્વિક ખોરાક દૂધ અને કેળાં ખાવાથી મારામાં એક અદભૂત શક્તિ નો સંચાર થયો હોય એવું લાગે છે !
ડો. બોલ્યા - હજુ આજનો દિવસ જવા દો પછી કાલે મને પાછા મળજો, આજે પણ ગઈ કાલ ની જેમ જ , આ રીતે જ, માતાજીનાં ગરબા સાંભળવા ના છે અને ખોરાક પણ તે રીત નો જ લેવાનો છે પછી જો જો તમને તમારામાં શું પરિવર્તન દેખાય છે !
ફરારીરામ બોલ્યા- હા જી, સાહેબ હાજી , હું એમજ કરીશ !
ત્રીજા દિવસે ડો. સત્યમ સાત્વિક ક્લીનિક ખોલીને બેઠા હતા એટલા માં ફરારીરામ આવી પહોંચ્યો . આવતા
વેત જ ડો. ના ખોળામાં માથુ મૂકીને ધ્રુસકે –ધ્રુસકે રડી પડ્યો !
ડોકટરે સાંત્વના આપતા અને તબીયત વિશે પુછતા ફરારીરામ બોલ્યો , સાહેબ, ‘શક્તિ-શક્તિ’ માં ફેર હોય છે ,સાહેબ ‘શક્તિ-શક્તિ’ માં ફેર હોય છે ! હું ભૂલો પડ્યો હતો તમે મને સાચો રસ્તો બતાવ્યો , તમે ડોક્ટર નથી પરંતુ મારા માટે એક ભગવાન બનીને આવ્યા છો ! આપે મારી જિંદગી બે દિવસ માં બદલી નાખી !
ખરેખર જો ડોક્ટર હોય તો આવા જ હોવા જોઈએ ! આપણે સાચી શક્તિની આરાધના મૂકીને ખોટી શક્તિ પ્રાપ્ત કરવા દોડા –દોડ કરીએ છીએ તેમાથી ઉલ્ટુ આપણને ‘શક્તિ’ મળવાને બદલે ‘અશક્તિ’ ભેટમાં મળે છે ,આ વસ્તુ આજે મે મારા અનુભવ થી અનુભવી છે ડો. સત્યમસાત્વિક સાહેબ ! તમે ખરેખર તમારા નામ
પ્રમાણે સાત્વિકતા ની એક મિશાલ છો ! ખરેખર અત્યારે સમાજને તમારા જેવા ડોક્ટર ની મોટા પાયે જરૂરિયાત છે !
અત્યારે લોકો પ્રાચીન ગરબા માથી અર્વાચીન ગરબા તરફ મોટા પાયે વળી રહ્યા છે ત્યારે અર્વાચીન માથી પ્રાચીન ગરબા માં એક ડોક્ટર ની સુચના થી આવી, આ ફરારીરામે જે અદભૂત શક્તિ પ્રાપ્ત કરી, તે વસ્તુ ખરેખર એક મહાન ચમત્કાર જ કહેવાય સાક્ષાત શક્તિનો ! સાક્ષાત માતાજીનો ! વર્તમાન યુગ માં ,કળીયુગ નો, ખરેખર !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)