Hello everyone
આજે પેહલી વાર એક વાત લખવા ની શરૂઆત કરૂ છું..
આ પહેલી કોશિશ છે ..તો તમારા બધા ના સૂચનો પણ આવકાર્ય છે...
હા એક ખાસ વાત મને ખાલી વાતો કરતા જ આવડે છે એટલે પોસ્ટ માં ખાલી વાતો જેવું જ લાગશે....
"આત્મહત્યા આ શબ્દ સાંભળતા જ બધા ના મનમાં અલગ અલગ વિચારો આવવા મંડ્યા હશે...અને આવે પણ કેમ નહીં.....
સમાજની દ્રષ્ટિએ એક વાગોવાયેલો શબ્દ છે ...
અને માણસો સમાજ નું તો પેલા જ જોવે ....
કોઇ આત્મહત્યા કરે એટલે ઘણા તર્ક વિતર્ક બહાર આવવા લાગે...
કેમ કર્યું હશે ...
શું થયું હશે...
ચિંતા ના હોય બસ જાણવા ની ઉત્કંઠા હોય બધાને..
ઘણા તો એમને ઘૃણા ની નજરે પણ જોવે..
"આવું તો કાંઈ કરાતું હશે ?"
ઘણા ને તો એ બહુ જ હલકી માનસિકતા લાગે...
એમના મતે તો એવું વિચારવું પણ પાપ હોય છે ...
એ બધા એમની રીતે સાચા જ હશે
ના નહીં પાડતી હું...
બસ એક જ સવાલ છે મારો કે શું આપડે એટલા બધા સમર્થ છીએ કે એમને judge કરી શકીએ ??
એમને જાણ્યા વિના ...
એમને સમજ્યા વિના ...
શું એમ ના વિચારી શકીએ કે એ માણસ ને પણ પોતાની જિંદગી વ્હાલી નહીં હોય ?
એવું તો શું થયું હશે કે એ માણસ એ એવું પગલું ભર્યું હશે ?
એની પણ લાગણી કેટલી તૂટી હશે કે એ પોતાની અમૂલ્ય જિંદગી એને મામુલી લાગી હશે !!
પોતાના દુઃખ આગળ એ ટકી નહીં શકી હોય !!
હવે ઘણા એવું પણ કહેશે મહાન માણસો કે તત્વચિંતકો જેને આપણે કહેતા હોઈએ....
કે ગમે તે પરિસ્થિતિ નો સામનો કરવો જોઈએ....
આ રીતે હારી ના જવું જોઈએ...
તો શું એ માણસ કાઈ નહીં વિચાર્યું હોય ?
કોઈ પણ negative thoughts આપણાં મગજ માં આવે તો આપણને ખબર જ હોય છે કે આ સાચું નથી...છતાં પણ કર્યું એનું કંઈક તો કારણ હશે ને ..!
શું એકવાર બનેલી ઘટના ને લીધે એમને આ પગલું લીધું હશે ?
એવું પણ બને ને કે માણસ ઘણા સમય થી આવી અનેક ઘટના ઓ માંથી બહાર આવના પ્રયતનો કરતો હોય જ અને ઘણીવાર સફળ પણ થયો જ હોય...
પણ એ પણ માણસ છેને ...
કેટલો સમય એ પોતાની લાગણીઓ ને તુટતી ને રડતી જોઈ શકે ?
કયારેક એ પણ થાકે જ ને ?
અને એ થાકે પછી જ ધીરે ધીરે એની હારવાની શરૂઆત થાય ....
અને પછી એ છેલ્લે તૂટી ને હારી ને ઢગલો થઈ જાય....
હજી ઘણા ના મત એવા પણ હશે કે એ સમય એ એને કોઈ જોડે વાત કરવી જોઈએ.....
તો પ્રશ્ન એ છે કે એ કોની જોડે કરે વાત ?
એ વાત તો બધા માનતા જ હશે કે આપણા મન ના દરવાજા બધા આગળ ખોલી ના જ શકીએ...
કઇ રીતે આપણે કોઈ ની પણ પાસે જઈએ ને બધી વ્યથા ઠાલવી શકીએ ?!
ત્યારે એ માણસ ને કોઈ પોતાના માણસ ની ખોજ હોય છે ....
તો શું એ માણસ પોતાના એ અંગત પાસે નહીં ગયો હોય ?!!
કદાચ એવું પણ બને ને કે એ માણસ રાડો પાડી પાડી ને કહેતો હોય કે મારી જોડે વાત કરો....
મારે તમારી જરૂર છે ....
અને ત્યારે એવું પણ બને કે એજ અંગત એમને સમજવાને બદલે ગુસ્સો કરે... Hurt કરે....ignore કરે...ગુસ્સો કરે.....
એ સમયે બિચારો માણસ શું કરે ?
થાકેલો ....
તૂટેલો....
હરેલો....
ક્યાં જાય એ.....
બસ છેલ્લે એટલું જ કહીશ કે એવું કોઈ હોય તો એને સમજવાની કોશિશ કરો ....
અને ના કરું તોય એની આત્મહત્યા પર અટકળો ના લગાવો ..
કે એની માનસિકતા ને હલકી કહી ને એનું અપમાન ના કરો...
હું કોઈ એવા માણસ નું સમર્થન નથી કરતી બસ એ તરફ એક અલગ દ્રષ્ટિ કરો તેવું ઇચ્છુ છું...
તમારા બધા અભિપ્રયો જાણવા ઇચ્છુ છું ....