Pagrav - 36 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 36

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 36

પ્રકરણ - ૩૬

પરમ તો સુહાનીને અથડાતાં એને એકીટશે જોઈ જ રહ્યો...આજે કદાચ સુહાનીને એની નજરની સામે એણે પહેલીવાર ઉપરથી નીચે સુધી જોઈ...!!

સુહાનીને તો ઓલરેડી પરમનું સમીર સાથેનું વર્તન જાણ્યા પછી એને એની અસલિયત તો સમજાઈ જ ગઈ છે...એણે જાણે આજે સુધી કહેવાય કે એક મનમાં કદાચ એક નાનકડો સોફ્ટ કોર્નર બન્યો હતો એ પણ બધો જ કકડભૂસ થઈ ગયો... સુહાની કંઈ બોલી નહીં...પણ પરમ સામેથી બોલ્યો, " સોરી... મારું ધ્યાન નહોતું..."

હજું સુધી સ્માઈલ સાથે વાત કરતી સુહાની ગંભીરતાથી બોલી, " ઈટ્સ ઓકે...ને ફાઈલો લઈને ત્યાંથી નીકળી ગઈ.... બીજાં મેડમની કેબિનમાં... જતી રહી....પરમ એને જતી જોઈ જ રહ્યો....!!

થોડીવારમાં જ પરમ પોતાની આલીશાન કેબિનમાં આવ્યો પણ ખબર નહીં આજે એ કામને કંઈ ને કંઈ આંટા મારી રહ્યો છે.‌..ફરી એ ચેરમાં બેઠો. પાણી પીધું. વળી પ્યૂનને બોલાવીને એક ગરમાગરમ કોફી પીધી પણ હજું જાણે એનું મગજ શાંત નથી બની રહ્યું.

ને એણે પછી એક ફોન લગાડ્યો ને કહ્યું, " મને મોડું થશે...રાહ ન જોતી..." કહીને ફટાફટ કોઈને કહ્યાં પણ વિના ફટાફટ ગાડી લઈને જતો કંપનીમાંથી નીકળી ગયો...!!

સુહાનીએ કામ પતાવીને સરોજમેડમની કેબિનમાંથી બહાર આવી કે એણે વિચાર્યું કે હવે મારો શક તો નક્કી જ છે કે આ બધું કરનાર પરમ જ છે...પણ એને ડાયરેક્ટ કહું કેમ વળી એને સમર્થ સાથે શું કર્યું છે એ પણ કંઇ જ નથી ખબર... એનાં મનમાં વલોપાત સર્જાઈ રહ્યો છે...એ વાત પણ નક્કી થઈ ગઈ કે આ બધું કરનાર કદાચ પરમ એકલો જ એણે કોઈને આમાં શામેલ નથી કર્યાં કે કોઈ દ્વારા સમર્થની વાત લીક થાય. વળી આ જે અવિનાશ પાસે જે ડેટા છે એ પણ જુદો જ કદાચ મિસગાઈડ કરવાં માટે બાકી બરાબર કમ્પલિટ વસ્તુઓ તો ફક્ત પરમ પાસે જ છે...

એનાં મનમાં ઉભરો આવી ગયો છે માંડ માંડ પોતાની જાતને કાબૂમાં કરતી એ સીધી પરમની કેબિન પાસે પહોંચી...એણે આજે આર યા પાર કરવાનું વિચારતી અંદર પહોંચી તો કેબિનમાં કોઈ જ નથી...એ સાથે જ એનાંમાં રહેલાં ડિટેક્ટિવે એને તૈયાર કરી. પણ એને એને આટલાં ઘમાસાણ વિચારોમાં યાદ આવ્યું કે આખી કંપનીમાં સીસીટીવી કેમેરા છે તો આ રૂમમાં તો કેટલી સજ્જડ વ્યવસ્થા હોય...એ એકદમ બહાર આવી ગઈને આજુબાજુ જોયું...એણે પ્યૂનને બોલાવ્યો. આજે પહેલીવાર કોઈને લાંચ આપી એવું કહીએ તો ચાલે એમ એની પાસેથી પરમની માહિતી મેળવી. એને ખબર પડી કે કંપનીમાંથી નીકળી ગયો છે એણે બીજાં પૈસા આપીને સીસીટીવી કોટેજ કોઈ પણ રીતે એ રૂમનું બંધ કરાવ્યું ને કોઈ રૂમમાં ન આવે એનું ધ્યાન રાખવા કહ્યું.

ને એ કામ પૂર્ણ થતાં ફટાફટ પરમની કેબિનમાં પ્રવેશી.  ધીમેધીમે એની ચેર પાસે પહોંચી...એક પછી એક બધાં ડ્રોઅર ને કબાટ ખોલવા લાગી ને બધી ફાઈલો ચેક કરવા લાગી. પણ એમાં કોઈ પણ એવું ન દેખાયું. અડધો કલાક ઉપર થયું પરમને ગયાં પછી પણ વાર થઈ હોવાથી એસીની ઠંડક પણ જતી રહી છે...આથી એ પરસેવે રેબઝેબ થઈ રહી છે... છતાં એ મથતી રહી.

એ વિચારવા લાગી કે આટલી મોટી સીઈઓ ઓફિસમાં એક પણ લોક નથી એને નવાઈ લાગી. ન એમાં કોઈ પણ એવી. હાર્ડ ડિસ્ક, પેનડ્રાઈવ, કે માઈક્રોચીપ જેવું પણ ન દેખાયું. પણ એ હિંમત ન હારી... ફટાફટ બાકીનું બધું જોવાં લાગી...છેલ્લે પરમની ચેર પાછળનાં એક નાનકડાં ડ્રોઅરને ખોલવા ગઈ તો એ ન ખુલ્યું...એ લોક છે.

સુહાની હવે એ ખાવાની ચાવી શોધવાં લાગી... ક્યાંય રૂમમાં ન મળી. એણે આજે પોતાની જિંદગીને જાણે દાવ પર જ લગાવી દીધી....આર યા પાર કરવાનું નક્કી જ કરી દીધું. ને પીસી ચાલું કર્યું... એમાં પાસવર્ડ નાખેલો છે...એણે ઘણાં પાસવર્ડ નાંખ્યા ને પણ એકપણ સાચો ન નીકળ્યો. એ બંધ કરીને એ છેવટે વોશરૂમમાં ઘૂસી... ત્યાં આજુબાજુ જોતાં ત્યાં એક વિચિત્ર રીતે સેટ કરેલું જલ્દી કોઈને ખબર પણ ન પડે એવું એક નાનું બોક્સ જેવું ખાનું દેખાયું....એણે આંગળીથી સહેજ દબાવ્યું કે તરત એ ખૂલી ગયું. એણે જોયું તો એની નવાઈ વચ્ચે એમાં થોડી ચાવીનો સેટ મળ્યો. એણે ખુશ થઈને બહાર આવીને ફટાફટ પહેલા એ ડ્રોઅર ખોલવા માટે પહોંચી. ને સાચી ચાવી મળતાં એ ખૂલી ગયું....એની આંખો પહોળી થઈ ગઈ... સંખ્યાબંધ પેનડ્રાઈવ, માઈક્રોચીપ..એ બધાં પર અલગ અલગ કોડવર્ડ લખેલાં છે....સુહાનીને આમાંથી શેમાં શું હશે કંઈ જ સમજાયું નહીં...કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતાં ભણતાં એણે ઘણી કોડવર્ડ લેન્ગવેજ શીખી છે પણ આ એમાનું કંઈ જ નથી. એણે એ બધું શેમાં લેવું લે પણ સમજાયું નહીં એની હાથમાં પણ એવું કંઈ ફાઈલ સિવાય નહોતું. એણે ફાઈલમાં બધું સેટ કરીને એણે મૂકી...છેલ્લે એનાં હાથમાં બે ત્રણ ફોટોઝ આવ્યાં.એણે એક પછી એક બધાં ધ્યાનથી જોયાં ને એ ગભરાઈ ગઈ...કદાચ પરમ દર વખતે લેતો હતો એ જ....એ એને જોતી જ રહી... એનાં પર લખેલું વાંચ્યું ને એનાં ધબકારા વધી ગયાં....!! ફટાફટ એ ફાઈલ અને બધું લઈને રૂમની બહાર નીકળી ગઈ. એ સાથે પ્યૂનને અંગુઠાથી ઈશારો કર્યોને પોતાની રૂમમાં પહોંચી ગઈ.

સુહાની રૂમમાં તો આવી પણ એનું મગજ ભમવા લાગ્યું...એ આખાં રૂમમાં આંટા મારવા લાગી. એણે બધું પોતાનાં પર્સમાં મુકી દીધું...પણ હજું ઘરે નીકળવામાં એક કલાકની વાર છે. કંપનીમાંથી સ્પેશિયલ પરમિશન સિવાય વહેલાં નીકળવાની પરમિશન નથી. એને પરમ નથી એ તો ખબર છે હવે એની ગેરહાજરીમાં અવિનાશ જ છે જેની પરમિશન લઈ શકાય....એણે અવિનાશને ફોન કર્યો. એ તો હેલ્લો બોલતાં જ બોલ્યો, " મેડમ બોલોને ?? શું થયું ?? તમે કંઈ નક્કી કર્યું કે શું ?? "

સુહાનીને અત્યારે ખરેખર અવિનાશનાં નિખાલસ પ્રેમ પર માન થયું. એ બોલી, " તમને મારો અવાજ ખબર પડી ગઈ ?? "

અવિનાશ : " મને તમારી એક એક આહટની ખબર પડે છે મેડમ... તમારાં ચહેરો જોઈને જ તો મારી સરસ સવાર થાય છે... મારાં જેવો આશિક કદાચ તમને કોઈ નહીં મળે..બોલો હવે શું થયું ?? આજે તમે બહું સાહસનું કામ કર્યું છે...મને તમારા કામની તો નથી ખબર...આશા રાખું કે તમારું કામ સફળ થાય... "

સુહાની થોથવાતી બોલી, " શું કામ... કર્યું મેં ?? " એને થયું કે કદાચ એ પરમનાં રૂમમાં ગઈ હશે એ તો એને ખબર નહીં પડી હોય ને...

એ બોલી, " બોલોને પ્લીઝ... મેં શું કામ કર્યું ??"

અવિનાશ : " પરમસરની કેબિનમાં જવાનું કામ...મને લાગે છે કે કદાચ તમે કોઈ ખાસ મિશન પર છો પણ હું તમને સાચો પ્રેમ કરું છું... હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. હું તમને પુછી પણ નહીં. મારાં જીવનમાં ભલે કોઈ પણ આવશે... મારાં પ્રથમ પ્રેમની છબી મારાં દિલમાંથી કોઈ નહીં મિટાવી શકે !!...ઓલ ધ બેસ્ટ...અડધી રાત્રે પણ મારી જરૂર હોય તો મને કહી શકો છો..."

સુહાનીને આ વ્યક્તિને શું કહેવું સમજાયું નહીં... એનાં પ્રેમમાં કેટલાં લોકો પાગલ છે...એ વિચારી રહી કે પ્રેમનાં કેટલાં પ્રકાર હોય છે...એક નિર્દોષ લાગણીઓ અને સંવેદનાનોની અનૂભૂતિ કેટલાં પ્રકારે હોય છે...એ બોલી, " મેં એવું કહેવા ફોન કર્યો હતો કે મારી તબિયત સારી નથી તો હું ઘરે જાઉં પણ કદાચ હવે ખોટું નહીં બોલું, " પણ માટે ઘરે જવું છે વહેલાં...તમે હા કહો તો... પરમિશન માટે ફોન કર્યો છે..."

અવિનાશ : " ઓફકોર્સ પરમ સરની ગેરહાજરીમાં એટલો તો મારો હક છે જ...યુ કેન ગો...બટ ટેક કેર... બાય..."

સુહાની : " હમમમ..‌બાય..." કહીને એ બધું જાણે ફરી ફરીને નીહાળતી કંપનીની બહાર નીકળી ગઈ...બહાર આવીને આજે એણે ટેક્ષીમાં ન ભાવ પૂછ્યો કે ન કંઈ જ સીધી બેસીને સડસડાટ કરતી પોતાનાં ફ્લેટ પર પહોંચી ગઈ...!!

***********

સુહાનીએ ફ્લેટ પર જઈને દરવાજો ખોલ્યો. બે મિનિટ બેસીને પછી એ પહેલાં નહાવા માટે ગઈ. પછી આવીને એણે નાઈટ ડ્રેસ પહેરીને ફટાફટ ચા પાણી કરી દીધું. ને પછી એના રૂટિન મુજબ ઘરે ફોન કર્યો‌. પણ રોજની જેમ અડધો કલાક વાતો કરવાને બદલે સાતેક મિનિટમાં કામ વાત પતાવી દીધી.ને ફટાફટ લેપટોપ ચાલુ કર્યું. પણ એ પહેલાં એણે નોટ કરેલો મંથનનો નંબર લગાડ્યો‌. પહેલાં બે વાર તો આખી રીંગ ગઈ પણ ફોન ન ઉપડ્યો. પછી છેલ્લે ત્રીજી રીંગમાં કોઈએ ફોન ઉપાડ્યો...તો એક છોકરીનો અવાજ આવ્યો. સુહાની બોલી, " મંથનભાઈ સાથે વાત થઈ શકશે ?? "

એ છોકરી બે મિનિટ કંઈ ન બોલી. પછી એ બોલી, " તમે કોણ ?? ભાઈ તો નથી. આ નંબર હવે મારી પાસે છે..."

સુહાની : " હું એમની કંપનીમાંથી બોલું છું...મારે એમનું થોડું કામ હતું..."

એ છોકરી બોલી , " ટીસીએસમાંથી ?? "

સુહાની : " ટીસીએસ ?? ના એ.કે.સ્મિથમાંથી બોલું છું..."

એ છોકરી બોલી, " સોરી...આપ ત્યાંથી બોલતાં હોય તો હું તમને એમનો નંબર નહીં આપી શકું ‌...એમણે એ કંપની છોડી દીધી છે...હવે ટીસીએસ જોઈન કરી દીધી છે..."

સુહાની : " પણ કંઈ ખાસ કારણ ?? "

છોકરી : " એ તો મને નથી ખબર...પણ એમણે મને કોઈને પણ બીજો નંબર આપવાની ના કહી છે... હું એમને વાત કરીશ..એ કહેશે તો હું સામેથી કોલ કરીને તમને એમનો નંબર આપીશ...અથવા એ જ તમારી સાથે વાત કરશે...પણ તમારું નામ શું ?? "

સુહાની : " સુહાની પંડ્યા..."

છોકરી : " ઓકે..." કહીને તરત જ ફોન કટ કરી દીધો...

સુહાનીએ પછીથી ફરી ફોન કર્યો પણ કોઈએ ફોન રિસીવ ન કર્યો. હવે રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન ન હોવાથી એ લેપટોપ લઈને પરમનો પર્દાફાશ કરવાં માટે બેસી ગઈ.

સુહાનીને કંઈ માહિતી મળશે પરમની ઘણીબધી માઈક્રોચીપ કે પેનડ્રાઈવમાંથી ?? સુહાનીએ ફોટામાં શું જોયું હશે ?? હવે સુહાની કંઈ રીતે આમાંથી બહાર નીકળશે કે પછી કોઈ નવાં ચક્રવ્યૂહમાં ફસાઈ જશે ?? જાણવાં માટે વાંચતા રહો,  પ્રેમનો પગરવ ભીનેરો - ૩૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....