THE CURSED TREASURE - 2 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

શ્રાપિત ખજાનો - 2

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું :

વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્મા પ્રો. નારાયણની સાથે કામ કરતી હતી જે અવસાન પામ્યા છે. રેશ્મા વિક્રમને પ્રોફેસરની લાયબ્રેરીમાંથી એક ગુપ્ત ફાઇલ ચોરવાનું કહે છે... હવે આગળ..

ચેપ્ટર : 2

" રેશ્મા, તારો મગજ ફરી ગયો છે કે શું?" વિક્રમે કહ્યું.

"કેમ?" રેશ્માએ પુછ્યું, " તને ચોરી કરવામાં વાંધો શું છે? એવું તો નથી કે તું પહેલીવાર ચોરી કરી રહ્યો હોય.."

વિક્રમ ચુપ થઇ ગયો. એ વાત સત્ય હતી કે તે આની પહેલા પણ જરૂરી હોય ત્યારે ચોરી કરી ચુક્યો છે.. પણ ત્યારે જ જ્યારે બીજો કોઇ રસ્તો ન હોય. અને આમ કરતા તેને ઘણીવાર પસ્તાવો પણ થતો.

વિક્રમે રેશ્મા સામે જોઇને કહ્યું," તને પાકી ખબર છે બીજો કોઈ વિકલ્પ નથી?"

રેશ્માએ કહ્યું, " નહી વિક્રમ.. રસ્તા માત્ર બે જ છે.. એક.. કાં તો તું એ ફાઇલ ત્યાંથી કાઢી આવ અને આપણે બંને એક મોટી ખોજ કરીને ઇતિહાસમાં અમર થઇ જશું.. બીજો.. કાં તો તું તારૂ સંબલગઢને શોધવાનું સ્વપ્ન ભૂલી જા.. " આટલું કહીને રેશ્માએ વિક્રમના જવાબની રાહ જોવા લાગી.

વિક્રમ વિચારમાં પડ્યો.. સંબલગઢની શોધ કરવી એ એનું સપનું હતું. નાનપણથી એણે એ રહસ્યમય શહેરની વાતો સાંભળી હતી. એક એવું પ્રાચીન રાજ્ય જેના લોકો પાસે અદ્ભુત શક્તિઓ હતી. પણ એ ક્યાં આવેલું છે એ કોઇ જાણતું ન હતું. વર્ષો સુધી ઘણા પ્રયત્નો થયા હતા પણ કોઇ એ શહેરને શોધી શક્યું ન હતું. પણ આજે એની પાસે એક મોકો છે. એ પોતે એ શોધ કરી શકે છે. એ શહેરનું રહસ્ય દુનિયાની સામે ઉજાગર કરી શકે છે. પણ એના માટે ચોરી કરવી એ એને યોગ્ય લાગતું ન હતું. સ્વપ્ન સાકાર કરવા માટે ચોરી કરવી ક્યાં સુધી યોગ્ય કહેવાય.? ઘણી ગડમથલ પછી એની નૈતિકતા સામે એની મહત્વકાંક્ષાની જીત થઇ અને એણે ચોરી કરવાનો નિર્ણય કર્યો.

એણે રેશ્માને કહ્યું, "ઠીક છે રેશ્મા, હું ચોરી કરવા તૈયાર છું. હું એ ફાઇલ એમની લાયબ્રેરીમાંથી કાઢી આવીશ."

એનો નિર્ણય સાંભળીને રેશ્માના ચહેરા પર સ્માઇલ ખુશી છલકાઈ ઉઠી.. પણ એ પોતે પણ જાણતી હતી કે ચોરી જેવું કામ વિક્રમ મજબુરી સિવાય કરે નહીં. એણે કહ્યું, "વિક્રમ, મને ખબર છે કે તને ચોરી કરવી ગમતી નથી. પણ આપણે આ કામ દુનિયાની ભલાઈ માટે કરીએ છીએ. તું જ વિચાર.. સંબલગઢની મિસ્ટ્રી જ્યારે સોલ્વ થઈ જશે ત્યારે દુનિયાનું ભવિષ્ય બદલાઈ શકે એમ છે.. એટલા માટે તું આ કરી રહ્યો છે એમ વિચારીને કરી નાખ."

" ઓ.કે..હવે મારે એક પ્લાન બનાવવો પડશે." વિક્રમે કહ્યું.

રેશ્માએ મુસ્કુરાતા કહ્યું, "એની ચિંતા તું ન કર. મારી પાસે પ્લાન તૈયાર જ છે."

વિક્રમને આશ્ચર્ય થયું. એણે પુછ્યું, "મતલબ તને વિશ્વાસ હતો કે હું ચોરી કરવા માટે તૈયાર થઇ જઇશ?"

રેશ્માએ જવાબ આપતા કહ્યું," નહીં.. મને વિશ્વાસ હતો કે તું સંબલગઢની શોધ કરવા માટે તૈયાર થઈ જઇશ.. "

" ઓ.કે. તો મને જણાવ તારો પ્લાન." વિક્રમે સ્માઇલ કરતા કહ્યું.

" ઓ.કે. તો સાંભળ.." કહીને રેશ્માએ એનો પ્લાન સમજાવ્યો," સરના ઘરમાં ટોટલ છ રૂમ છે. એક કીચન અને એક હોલ છે. આ પાંચમાંથી એક રૂમ અલાયદો છે જે ગેસ્ટ માટે રાખવામાં આવ્યો છે. બાકી ત્રણ રૂમ નિચેના માળે અને બે રૂમ ઉપરનાં માળે છે. નીચેના બે માંથી એક રૂમને સરે લાયબ્રેરી બનાવેલ છે. અને એના પર મેટલ ડોર છે જે કમ્પ્યુટરાઇઝડ છે અને પાસવર્ડ વગર ખુલતો નથી. "

" એ રૂમની બારી કઇ બાજુ પડે છે? " વિક્રમે સવાલ કર્યો.

" એ જ તો સમસ્યા છે કે એ રૂમની બારીઓમા સરે ખુબ બારીક ડિઝાઇન વાળી જાળી લગાવેલી છે જેમાંથી કોઇપણ વ્યક્તિ અંદર ન જઇ શકે. " રેશ્માએ કહ્યું.

વિક્રમ વિચારમાં પડ્યો," તો હવે મારે બીજો એક પ્લાન કરવો પડશે. "એણે કહ્યું.

" તને કીધું ને કે મારી પાસે પ્લાન છે. " રેશ્માએ કહ્યું.

" મતલબ મને લાયબ્રેરીમાં પહોચાડવાનો પ્લાન કરી રાખ્યો છે તે? " વિક્રમે પુછ્યું.

" હા." રેશ્માએ કહ્યું, " જેમ મે તને કહ્યું એમ એમના ઘરમાં ચાર રૂમ છે. એમાંનો એક ગેસ્ટ રૂમ છે. આજે રાત્રે હું એમના ઘરે રોકાવાની છું કારણ કે સરના પત્ની મહેમાનોને સાચવવામાં વ્યસ્ત હશે ત્યારે ઘરની બીજી જવાબદારીઓ હું સંભાળી લઇશ. એટલે રાત્રે હું ત્યાં જ રોકાઇશ.

હવે જો. સરના ઘરમાં ચારેય રૂમ અને હોલ માટે સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ છે. એમના બધા જ રૂમમાં એસી ડક્ટ છે. અને એમાંથી એક ગેસ્ટ રૂમમાં પણ છે."

" ઓ.કે." વિક્રમે કહ્યું. એ રેશ્મા દ્વારા કહેવામાં આવેલા શબ્દોને મગજમાં ઉતારી રહ્યો હતો. એણે પુછ્યું," ગેસ્ટ રૂમ અને લાયબ્રેરી વચ્ચે અંદાજે કેટલું અંતર હશે? "

રેશ્મા એ કહ્યું," વેલ.. એ બંને જગ્યાઓ ઘરના સામસામેના ખુણા પર છે. ગેસ્ટ રૂમ ઘરના દરવાજાથી જમણી-બાજુ છેડે છે અને લાયબ્રેરી ડાબી બાજુ છેડે. અને બંનેને જોડતી એક માત્ર કળી છે એસી ડક્ટ.

તો પ્લાન સિમ્પલ છે. કાલે રાત્રિના બાર વાગ્યે જ્યારે ઘરનાં સદસ્યો સુઇ ગયા હશે ત્યારે હું ગેસ્ટ રૂમની બારી ખોલીશ. ત્યારે તારે ત્યાંથી અંદર આવી જવાનું."

" તો ત્યાં સુધી મારે ત્યાં બારીની બહાર બેસી રહેવાનું? " વિક્રમે પુછ્યું.

" ના. " રેશ્માએ કહ્યું," એમના ગેસ્ટ રૂમની બારી તરફ એક દીવાલ છે જેની બીજી તરફ એક રસ્તો છે જે એવા સમયે સુમસાન હોય છે. તો તું તારી બાઇક લઇને ત્યાં ઉભો રેજે અને જેવો હું તને મેસેજ મોકલું અએવો તું પાળી ટપીને અંદર આવી જજે. સમજ્યો? "

વિક્રમે હકારમાં માથુ હલાવ્યું.

" પછીનો પ્લાન થોડો રીસ્કી છે.." રેશ્માએ કહ્યું,"તારે એ એસી ડક્ટમાં ચડીને એમાથી થઇને સરકતાં સરકતાં લાયબ્રેરી સુધી જવાનું છે અને જરાય પણ અવાજ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. લાયબ્રેરીમાં જઇને ત્યાં અંદર ઉતરીને ફાઇલ ગોતવાની છે. ફાઇલ મળી જાય એટલે ફરી એ જ ડક્ટમાં ચડીને એમાંથી સીધું ગેસ્ટ રૂમમાં આવવાનું છે. અને ફાઇલ લઇને ત્યાંથી નીકળી જવાનું છે. બીજા દિવસે આપણે બંને આપણા સપના સાકાર કરવા નિકળી જઇશું. " રેશ્માએ કહ્યું.

" પણ ઘરના સદસ્યો માંથી કોઇએ મને જોઇ લીધો તો? " વિક્રમે શંકા વ્યકત કરી. અને એ સાચી પણ હતી. વિક્રમ પોતે ત્રીસ વર્ષનો એક મજબૂત કસરતી શરીર ધરાવતો વ્યક્તિ હતો. એના માટે એક સાંકડી જગ્યામાં સરકતા સરકતા જવું અને એ પણ અવાજ કર્યા વગર એ સહેલું કામ નથી. અને જો કોઈને જરા પણ શંકા જાય તો પોતે ખતરામાં પડી શકે એમ છે. એણે ફરી એક વાર કહ્યું, "જો કોઈપણ ને ખબર પડી ગઈ કે હું ત્યાં ચોરી કરવા આવ્યો છું તો હું જેલમાં ચક્કી પીસતો રહીશ."

" તું ચિંતા ન કરને". રેશ્માએ આત્મવિશ્વાસ સાથે કહ્યું. " મે એનો પણ બંદોબસ્ત કરી રાખ્યો છે." એના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરી રહ્યું હતું.

વિક્રમને શંકા ગઇ. એને રેશ્મા નું આ સ્મિત જોઇને લાગ્યું કે આના મનમાં જરૂર કોઇ ખીચડી પાકી રહી છે. એણે શંકાસ્પદ અવાજમાં પુછ્યું," તું શું કરવાનું વિચારી રહી છે?"

" જો પ્રોફેસરનાં સગા સંબંધીઓમાં કોઇ છે નહીં. માત્ર એમની પત્ની અને પુત્ર જ છે. અને આપણી લાઇનમાં મિત્રો ઓછા અને શત્રુઓ વધારે હોય છે. એ તો તને ખબર જ છે."

" પણ એનો આની સાથે શું સંબંધ?" વિક્રમને સયજાયુ નહીં એટલે એણે પુછ્યું.

" પ્રોફેસરના મૃત્યુ પર શોક મનાવનારા લોકોની સંખ્યા ઓછી છે. એટલે રાતે એમના ઘરે કોઇ રોકાતું નથી. દીવસે પણ માત્ર નિર્મળા મેડમનાં સગા વ્હાલા જ આવે છે. અને રાત્રે તો માત્ર મેડમ અને એમનો પુત્ર જ હોય છે. અને એમના ઘરમાં એક રસોઇયો અને એક કામવાળી બાઇ છે. જે રાત્રે ઘરે જતા રહે છે. એટલે કાલે રાત્રે મેડમના ઘરમાં એ બંને માતા-પુત્ર અને હું, એમ ત્રણ જ જણાં હોઈશું. "

" મને હજી નથી સમજાતું કે આ બધી વાતોને આપણા કામ સાથે શું લેવા દેવા?" વિક્રમે અકળાઇને પુછ્યું.

" એ જ કહું છું સાંભળને.. " કહીને રેશ્માએ પોતાના પર્સ માંથી એક પડીકી કાઢી. અને ટેબલ પર મુકી. વિક્રમ એ પડીકીને જોય રહ્યો. અને એણે શંકાસ્પદ નજરે રેશ્મા સામે જોયું. પછી પડીકી હાથમાં લઈને એણે પુછ્યું," શું છે આમા? "

રેશ્માએ જવાબ આપ્યો, "એમાં બે ચાર ગોળીઓ છે જેની મદદથી હું મેડમ અને એમના છોકરાને સુવડાવી દઇશ."

વિક્રમ ચોંકી ઉઠયો. એણે કહ્યું, "મતલબ આ ઝેર છે?"

નહી. બેવકૂફ રેશ્માએ ચીડાઇને કહ્યું, "આ નીંદરની દવા છે. બંને માં દીકરાને પાણીમાં અથવાં તો બીજી કોઇ વસ્તુ સાથે આપી દઇશ. જેથી એ બંને આરામથી સુઈ જશે અને સવાર સિવાય ઉઠશે નહીં. અને આપણે આરામથી આપણું કામ કરી શકીશું."

"નહી." વિક્રમે મક્કમ સ્વરે કહ્યું. " આ યોગ્ય નથી. હું આમા તારો સાથ નહીં આપુ. કારણ વગર તુ કે માં દીકરાને નીંદરની ગોળીઓ પિવડાવી રહી છે. નહીં. આપણે બીજો કોઇ રસ્તો શોધીશું. પણ આ નહીં. "

" બીજો કોઇ રસ્તો નથી એટલે તો આ પ્લાન કર્યો છે.. " રેશ્માએ એને સમજાવતા કહ્યુ, " બીજા કોઇ એ ફાઇલ સુધી પહોંચે એ પહેલાં આપણે એ ફાઇલ મેળવવાની છે.. "

વિક્રમને ઝટકો લાગ્યો. એને વિશ્વાસ ન આવ્યો કે એણે શું સાંભળ્યું. એણે રેશ્માને પુછ્યું," એક મિનિટ.. બીજા કોઇ પહોંચે એ પહેલા મતલબ? તું કહેવા શું માંગે છે?"

રેશ્મા ચુપ થઈ ગઈ. એ કંઇક બોલવા માંગતી હતી પણ ખબર ન હતી કે કઇ રીતે બોલવું. કદાચ વિક્રમને એ સારૂ ન લાગે એટલે એ કંઇ બોલી ન રહી હતી.

"રેશ્મા.." વિક્રમે જરા કડક અવાજમાં પુછ્યું," તારા સિવાય એ ફાઇલ વિશે બીજા કોઇને ખબર છે?"

રેશ્મા એની તરફ તાકી રહી. એને ખબર કે વિક્રમ જવાબ સાંભળીને ખુશ નહી થાય.. પણ જવાબ આપવો તો પડશે જ. એણે કહ્યું, " હા... એક વ્યક્તિ છે જેને ખબર છે."

" કોણ? " વિક્રમે અધ્ધર શ્વાસે પુછ્યું.

" વિજય... વિજય મહેરા.. "

વિજયનું નામ સાંભળતા જ વિક્રમના આંખોમાં ગુસ્સો ધસી આવ્યો. એ સારી રીતે ઓળખતો હતો વિજય મહેરાને. એક સમયનો એનો પ્રતિદ્વંદી હતો. બંને એકબીજાના પરમ શત્રુ હતા. વિજય હંમેશા વિક્રમથી ઇર્ષ્યા કરતો હતો. વિક્રમે રેશ્માને પુછ્યું, "એને કઇ રીતે ખબર પડી? "

"એ તો મને ખબર નથી. પણ હાં મે એક દિવસ એને સરની કેબીનમાં જોયો હતો. બંને વચ્ચે એ ફાઇલને લઇને વાત થઇ રહી હતી. વિજયને એ ફાઇલ જોઇતી હતી પણ સર આપવા માંગતા ન હતા. તો એ સરને ધમકી આપીને ત્યાંથી નિકળી ગયો." રેશ્માએ કહ્યું.

" કેવી ધમકી? " વિક્રમે પુછ્યું.

રેશ્માએ કહ્યું," એણે કહ્યું હતું કે એને ના પાડવાના ખરાબ પરીણામો પ્રોફેસરે ભોગવવા પડશે. હું ત્યારે દરવાજાની પાછળ ઉભી રહીને આ સાંભળી ગઇ હતી. એટલે મને લાગે છે કે વિજય પણ એ ફાઇલ પાછળ હશે."

"ઓ.કે. તો આવતી કાલે રાત્રે આપણે એ ફાઇલ ત્યાંથી કાઢી લઇશું" વિક્રમે મક્કમ સ્વરે કહ્યું,"હું એ સાલા વિજયને મારા સપના ચોરી કરવા નહીં દઉં. અને સંબલગઢના એ ખજાના સુધી પહેલા તો નહીં જ પહોંચવા દઉં. " પછી એણે રેશ્માને સંબોધતા કહ્યું," તું આવતીકાલે બધી તૈયારી કરી રાખજે. હું પણ તૈયાર રહીશ. "

રેશ્મા પણ એની વાતમાં સહમત થઈ. પછી બંને આવતીકાલે મળવા માટે આજે પોતપોતાના રસ્તે નિકળી ગયા.

(ક્રમશઃ)

* * * * * * * * * *