The Corporate Evil - 12 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-12

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-12
નીલાંગ અને નીલાંગી ઓફીસથી છૂટીને ગ્રાંટ રોડ સ્ટેશને ભેગાં થયાં એકબીજાનાં મોબાઇલ જોયા... નંબરની આપણે થઇ ગઇ કોલર ટયુન સેટ કર્યો અને મોબાઇલ ને રીંગ કરી કનફર્મ કરીને વડાપાઊં અને વડા મંગાવ્યાં. બંન્ન જણાંએ ગરમાગરમ વડાપાંઉ લીલી ચટની અને લાલ મસાલા સાથે ખાધાં અને નીલાંગ બોલ્યો "વાહ મજા પડી ગઇ યાર અને એણે પૈસા ચૂકવી દીધા અને બાજુમાંથી અમુલ પાર્લરમાંથી બે બોટલ કેશરીયા દૂધ ઠંડુ મીઠું લાવ્યો અને બંન્ને જણાએ પીધું.
નીલાંગીએ કહ્યું હવે મારું તો પેટ જ ભરાઇ ગયુ ઘરે જઇને ખાવાની જાણે જરૂર જ નહીં પડે એટલો પેટમાં ભાર થઇ ગયો મને. નીલાંગે કહ્યું મને પણ હાંશ થઇ યાર.
નીલાંગે વડાપાંઉ હાથમાં લીધાં જે ન્યૂઝપેપરનો ટૂકડો હતો એ હાથમાં રહેવા દીધો એમાં સનસનાટી ભર્યા સમાચાર છપાયેલા હતાં એ એનું પેપર નહોતું પણ મુંબઇમાં ચાલતુ ફ્રેન્ડસ હીન્દી ન્યૂઝ પેપર હતું અને એમાં છપાયેલાં ફોટા પરથી ટુકડો રહેવા દીધેલો એણે એ છાપાનો ટુકડો હાથમાં લઇને વાંચવા માંડ્યો એમાં એ પત્રકારને મીડિયાનો સૌથી મોટો એવોર્ડ મળેલો એવાં સમાચાર હતાં.
નીલાંગે આ ન્યૂઝ નીલાંગીને બતાવ્યા કે હું પણ એટલો આગળ આવીશ આ મારાં ફીલ્ડમાં કે એક દિવસ તું આમ મારો ફોટો જોઇશ એવોર્ડ લેતો જોજે આઇ વીલ બી....
નીલાંગીએ કહ્યું "એમાં કોઇ નવાઇજ નહીં લાગે કારણ કે તારી પેશન છે તું ખૂબજ હોંશિયાર, હિંમત વાળો અને મહેનતુ છે તું જે કામ હાથમાં લે પુરુ કરીનેજ જંપે એ મને ખબર છે પછી સામે ગમે તે આવે તું અટકીશ નહીં.
નીલાંગીએ આગળ કહ્યું "નીલું એકવાત કહુ તું એ ખાસ યાદ રાખ જે તારી આ જર્નાલીસ્ટ ની લાઇન ઘણી સારી છે એમાં પ્રસિધ્ધિ પૈસો ઓળખાણો બધુ બહું થશે મળશે પણ રીસ્કી પણ એટલીજ છે એમાં કાળાં ધોળાં કામ પણ થતાં હોય છે તું ખૂબ નીડર, પ્રમાણિક રહેજે ખોટાંની સામે સાચું કરવા વાળો છે પણ એવી ગાંડી હિંમત પણ ના કરીશ કે તને કોઇ નુકશાન પહોંચે મને ઘણીવાર આવાં વિચારો આવે છે હું ખૂબ ડરી જઊં છું.
નીલાંગે કહ્યું નીલો આ લાઇનજ એવી છે પણ હું ધ્યાન રાખીશ પર ડરતો રહીશ તો કંઇ કરીજ નહીં શકું પણ હું જેમ જેમ શીખતો જઇશ એમ મારી ડેરીંગ વધતી જશે મને ખબર છે પણ મેં એક સ્ટ્રેટેજી વિચારી છે નીલો કે હું એવી જાળ રચીશ મારી આસપાસ કે મારાં સુધી કોઇનો હાથ નહીં આવી શકે એ જાળ મારું રક્ષા કવચ હશે.
આ કવચ હું મારી કાર્યપધ્ધતિથી બનાવીશ અને ષંડયંત્રીઓને મારી આ જાળનું કવચ ખ્યાલ પણ નહીં આવે કારણ કે જર્નાલીઝમમાં સમાચાર ઉજાગર કરવા સાથે ખૂબ જોખમી, સસપેન્સ ખૂલતુ ફરનારું અને જનતા સુધી સાચાં સમાચાર જાય એનાં પર આધાર રાખે છે મારો મંત્રજ એ રહેશ કે સત્યમેવ જયતે.
નીલો સાચી વાત કહું તને ? હું પત્રકાર બની રહ્યો છું તાલિમ લઇ રહ્યો છું હું મારા ટ્રેઇનરને કાલે સ્પષ્ટ કહેવાનો છું કે હું આ ફીલ્ડમાં જે જરૂરી ગુણો અને લક્ષણો હોય એજ લઇને આવ્યો છું. નીડરતા, જોખમ લેવા સાચાં સમાચાર ઉજાગર કરવાં. આજે હવામાન કેવું રહેશે ? વરસાદ કેટલો પડ્યો ? રોડ પર ખાડા કેવા પડ્યાં ? કોણ આજે શું ગોસીપ કર્યુ એવાં બધાં સમાચારમાં કોઇ રસ નથી હું ધીમે ધીમે ખૂબ સીરિયસ ન્યૂઝ જેવાં કે ડ્રગ માફીયા, કાળાબજાર, બ્લેક મની, લૂંટફાટ, બળાત્કાર, એવાં એવાં ક્રિમિનલ અને પોલિટિક્સનાં ન્યૂઝમાં રસ લેવાનો છું એમાં નિપુર્ણ થવાનો એટલે મારી અંદરનો સોલ્જર, ડીટેક્ટીવ અને પ્રમાણિક માણસ બહાર નીકળે અને કામ કરે.. ભલે સમય લાગે...
નીલાંગી શાંતિથી સાંભળી રહેલી એણે કહ્યું પ્લીઝ જોખમ લેજે પણ એવું લેજે કે તને કંઇ જ ના થવું જોઇએ તારી અંદરની ઇચ્છાઓ બધી જ પૂર્ણ થાય એમાં સંપૂર્ણ સફળતા મળે તારું નામ થાય એવુંજ ઇચ્છું છું અને એનાં માટે બાબાને પ્રાર્થનાં કરું છું કરતી જ રહીશ.
નીલાંગીએ આગળ કહ્યું "બીજી બીક એ છે કે તારે આ કામ માટે 24 કલાક એલર્ટ રહેવું પડશે બધીજ રીતે રાહ નહીં જોવાય તારી કોઇ કન્ફર્ટ અહીં સચવાય નીલુ આપણે મળવાનું પણ... આમ.. ધીમે ધીમે.... નીલાંગીનાં શબ્દોમાં સાચો ભય જીભ પર આવી ગયો અને એ ડર એની આંખોમાં ઝળક્યો. એની આંખો ભીની થઇ ગઇ.
નીલાંગે નીલાંગીને પોતાનાં તરફ ખેંચી લીધી હગ કરીને ચૂમી લીધી એણે કહ્યું પણ તું જ્યારે બોલાવે ત્યારે તારી પાસે આવી જઇશ બસ એક કોલ કરજે હું તને સમય આપી દઇશ ગોઠવીને મારું કામ એ પ્રોમીસ કરુ છું.
નીલો, તારી વાત સાચી છે આ કામજ એવું છે કે બાંધ્યા સમયે કામ નહીં થાય 24 કલાકમાં ગમે ત્યારે જવાનું થાય અને વાત વાતમાં એ જણાવવાનું ભૂલ્યો ડાર્લીગ મારી ટ્રેઇનીંગ પુરી થાય પછી મને પહેલો પ્રોજેક્ટ મળે એમાં હું સફળ જાઉ પછી ન્યૂબ્રાન્ડ બાઇક પણ મળશે પણ એ આ ગાજર છે લટકાવેલુ હું એમાં સફળતા મેળવું પછીની વાત છે થોડી દૂરની વાત છે પણ શેર કરી તને...
નીલાંગી એને ફરીથી વળગી ગઇ અરે વાઉ તો તો કેટલી મઝા આવી જશે નીલુ હું તો પછી તારી પાછળ બેસીનેજ બધે ફરીશ વાઉ એમ કહીને ફરીથી વળગીને ખુશી જાહેર કરી.
નીલાંગે કહ્યું નીલો હું કે તું કામ કરતાં રહીશું એમ આપણો વિકાસ કામમાં અને વિચારોમાં પ્રગતિ થશેજ આપણને જરૂરી સાધનો મળશે સારાં પૈસા મળશે આ બધુ નેચરલ છે એ લોકો આપણને સવલત આપીને એમનુંજ કામ વધારીને આપણી પાસે વધુ કામ લેશે પણ ઠીક છે પ્રગતિનો રસ્તોજ આવો છે સવલત મળતી જાય એમ કામ વધુ કઢાવતાં જાય.
જો તું પણ ઓફીસમાં સારું કામ કરીશ એમ તને વધુ પોર્ટફોલીયો મળતાં જશે પગાર અને વર્ક બધુ મળશે અને પર્ક બોલ્યો એવીજ નીલાંગીએ કહ્યું "એય એક મીનીટ એમ કહીને અચાનક ઉભી થઇ ગઇ એનુ પર્સ એની પાસે મૂકી ને દોડી અને બાજુનાં સ્ટોલમાંથી બે પર્ક લઇ આવી અને એક નીલાંગને આપીને કહ્યું "ચલ લે પર્ક ખા મોં મીઠું કર બહુ મોટી મોટી ભારે ભારે વાત કરી લીધી હળવો થા...
મારાંથી તો વાતો સાંભળીનેજ જાણે મન પર ભાર વધી ગયો કે ઓહો હો.. જીવનમાં હજી કેટલાં કામ કરવાનાં છે ? આપણું શું થશે ? એમ કહીને હસી પડી...
નીલાંગ પણ ખડખડાટ હસતો પર્ક ખાઇ રહ્યો અને બોલ્યો "સાચી વાત છે તારી હું ખૂબ આગળ વધીને બોલી રહેલો પડશે એવાં દેવાશે. પણ આ બધાની વચ્ચે એકવાત ચોક્કસ કહું કે આપણે અમુક અમુક સમયગાળાનાં ઇન્ટરવલે બન્ક મારીશું રજા લઇશું અને ફક્ત આપણાં બે જણ માટેજ સમય કાઢીશું ખૂબ પ્રેમ કરીશું અને મજા કરીશું શોંપીગમાં નીકળીશું મોટી મોટી હોટલમાં ખાવા જઇશું હેં ને ? શું કહે છે ? રૂમ રાખીને બસ પછી....
નીલાંગી કહે "એય લૂચ્ચા કૂદીને સીધોજ હવે આ વાત પર આવ્યો ચલ હવે કૂદાકૂદ બંધ કર હવે જે ટ્રેઇન આવે લોકલમાં બેસીને ઘર તરફ જઇએ અંધારુ થઇ ગયું 8.00 વાગી ગયાં સમજાયું ભાનજ ના રહ્યું પણ ખૂબજ ગમ્યુ કેટલી વાતો કરી.
નીલાંગે કહ્યું સાચી વાત છે ચાલ ઉઠ હવે ટ્રેઇન આવીજ બેસીને ઘરે પહોચીયે પણ આજે સાથે મોટી હાંશ લઇને જઇ રહ્યાં છીએ કે મોબાઇલ છે ગમે ત્યારે જેટલી વાત થાય કરીશું બંન્ને જણાં ખુશ થઇ ગયાં લોકલ આવી સાવ ખાલીજ હતી બંન્ને જણાં વીન્ડો પાસે આવીને બેઠાં નીલાંગે વીન્ડો તરફ નીલાંગીને બેસાડી અને બાજુમાં એ બેસી ગયો.
નીલાંગીએ આજે અરે નીલુ સામ સામેની બંન્ને વીન્ડો સીટ ખાલી છે સામ સામે બેસીએને બંન્નેને વીન્ડો મળે.
નીલાંગે કહ્યું "ના પછી નેક્સ્ટ સ્ટેશને કોઇ તારી બાજુમાં આવીને બેસી જાય એ નહીં ગમે મને તું વીન્ડો પાસે બેસ પછી તારી બાજુમાં હું બેસું એટલે અડી અડીને પણ બેસાય.
નીલાંગી હસી પડી ઓકે તારી વાત સાચી છે પણ મુંબઇમાં રહીને અને મધ્યમ વર્ગનાં આપણે માણસો કે વીન્ડો સીટ પર બેઠાં પછી કોઇ બાજુમાં ના બેસે એવી આપણી ઇચ્છા એવી અમીરી આપણાં નસીબમાં ક્યાં ?
નીલાંગે કહ્યું "એટલેજ ખૂબ મહેનત કરવાનો કે તને એવી અમીરી આપી શકું અને હું પણ ભોગવી શકું તારાં સ્પર્શમાં મારોજ સ્પર્શ હોય અને આપણેજ પરોવાયેલા હોઇએ... આ જમાનો આ આર્થિક સ્થિતિનાં આ સંઘર્ષમાં સ્વપ્ન જેવું લાગે છે બધુ એ પણ સત્ય છે.
વધુ આવતા અંકે ---પ્રકરણ-13.