વિચારોમાંથી બહાર નિકળતા જ સ્નેહાએ શુંભમને મેસેજ કર્યો. 'ફ્રી થાવ તો કોલ કરજો મને વાત કરવી છે.' આજ સુધી કયારે શુંભમે સામેથી કોલ કે મેસેજ નથી કર્યો તે વાત તે જાણતી હતી. અત્યારે પણ તે શાયદ નહીં જ કરે તે પણ તેને ખબર હતી. પણ એકવાર તે શુંભમ પર ઉમ્મીદ કરવા માગતી હતી.
ઓફિસનો સમય પુરો થયા સુધી તો કોઈ મેસેજ ના હતો. ના કોઈ કોલ. ધીરે ધીરે તેની ઉમ્મીદ તુટી રહી હતી. શુંભમે મેસેજ જોઈ તો લીધો હતો પણ રીપ્લાઈ કંઈ નહોતો કર્યો. તેને ફરી એકવાર કોશિશ કરી જોઈ શાયદ તે કામમાં હોય ને જવાબ ના આપી શકયો હોય તે વિચારે તેમને ફરી મેસેજ કર્યો.
"હેલો..."સ્નેહાનો મેસેજ પહોંચ્યા પછી પાંચ મિનિટે શુંભમનો રીપ્લાઈ આવ્યો.
"હા. બોલ. "
"કોલ પર વાત થઈ શકે તો કોલ કરું...??"
"હા કર. " સ્નેહાએ ફોન લગાવ્યો ને પહેલી જ રીંગે શુંભમે ફોન ઉપાડી લીધો.
"તમને કંઈ જ ફરક ના પડે નહીં....!!અહીં હું તમારી સાથે વાત કરવા સવારથી હેરાન શું ને તમને એકવાર પણ એવું જરૂરી ના લાગ્યું કે મેસેજ કે કોલનો કોઈ રીપ્લાઈ કરી દવ. "
"કામમાં હતો તો કેવી રીતે આપું..??શુંભમે તેમની સફાઈ આપતા કહયું.
"સોરી. હું ભુલી ગઈ હતી કે તમારી પાસે મારા માટે કયારે સમય નથી. બાઈ. " સ્નેહાએ ગુસ્સામાં જ ફોન કટ કરી દીધો.
સ્નેહાનો ફોન કટ થતા શુંભમે ફરી ફોન લગાવ્યો. પહેલીવાર સ્નેહાએ કટ કરી દીધો ને બીજીવખત તેમને ફોન ઉપાડી લીધો.
"આટલો ગુસ્સો...!!" શુંભમે ફરી વાતની શરૂઆત કરતા કહયું.
"તમારા પર ના કરું તો કોના પર કરું અહીં રસ્તે જતા છોકરા પર કરું.....??"
"સોરી. હવે રોજ વાત કરી બસ." વાતોનો સિલસિલો બંને વચ્ચે એમ જ શરૂ થઈ ગયો.
જ્યાં પ્રેમ હોય ત્યાં ગુસ્સો વધારે સમય ટકી નથી શકતો. સ્નેહાનો ગુસ્સો પણ શુંભમની વાતો સાથે પુરો થઈ ગયો. અહેસાસના રંગ એમ જ પ્રેમ બની ખીલી રહયા હતા ને બંને વચ્ચે પ્રેમભરી વાતો શરૂ થઈ ગઈ.
"શુંભમ આગળ શું વિચાર્યું તમે..??આપણે આ પ્રેમના સફરને આમ જ રહેવા દેવું છે કોઈ સંબધની કડી પણ જોડવી છે. " વાતો વાતોમાં સ્નેહાએ શુંભમને પુછી જ લીધું.
"તારો શું વિચાર છે...??"
"જે તમે કહો તે. મને તો તમારી સાથે આખી જિંદગી જીવવી છે પણ જો તમે તૈયાર હોવ તો...!! તમને મારે મારી જિંદગીનો જબરદસ્તીનો હિસ્સો નથી બનાવવો. કેમકે જબરદસ્તીના સંબધો લાંબા નથી ચાલતા."
"એ તો છે જ કે પછી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ થાય તેના કરતા અત્યારે જ બધું સમજી શકાય."
"તમારા ઘરે આ વાતની ખબર છે કે આપણે વાતો કરીએ છીએ.......??"
"હા. મમ્મીને બધી જ ખબર છે."
"તો તે કહેતા હશે ને તમને કે તમારે શું કરવું છે...?? "
"તેમને તો મને કહયું કે તારો વિચાર હોય તેમ કર. "
"તો તમારો શું વિચાર છે.....?? "
"તે તારા ઘરે કોઈને વાત કરી...?? "
"ના મારા ઘરે આવું ના ચાલે. પરિવારના લોકો જે કહે તે રીતે મારે ચાલવાનું છે. "
"તે લોકો નહીં માને તો..!! "
"લગભગ તો એવું ના બને પછી ખબર નહીં. તમે તમારા પપ્પાને વાત કરો ને તે મારા ઘરે વાત કરે."
"ઓકે. હું કરું. પણ તે નહીં માને તો શું કરવાનું....?? "
"કંઈ નહીં. એકબીજાના સાથ વગર જીવતા શીખી જવાનું ને જરૂરી થોડું છે કે પ્રેમ સાથે રહીને જ તો પુરો થઈ શકે. આપણે દુર રહીને પણ એકબીજાના દિલમાં સાથે ધબકતા રહીશું. "
બંનેની વાતો લાંબી ચાલતી જતી હતીને રસ્તો ટુકો થઈ રહયો હતો. વાતોનો સિલસિલો પુરો થાય તેમ ના હતો છતાં પણ ઘર આવતા સ્નેહાએ ફોન મુક્યોને તે ઘરમાં પહોંચી. શુંભમ પ્રત્યેનો વિશ્વાસ હવે તેનો મક્કમ બની રહયો હતો. લાગણીઓ ફરી પ્રેમમાં ભીની થઈ રહી હતી. ખુશીથી દિલ જુમી રહયું હતું. વિશ્વાસની એક જંગ પ્રેમમાં તે જીતી ગઈ હોય તેવો તેમને આભાસ થઈ રહયો હતો.
સ્નેહા સાથે વાત કર્યો પછી શુંભમનું મન પણ ખુશીથી જુમી રહયું હતું. લાગણીઓ તેની પણ ભીજાઈ રહી હતી. અહેસાસ દિલના તાતણે જોડાઈને એક નવા સંબધની આશે ખીલવા લાગ્યો હતો. પહેલાંની બધી જ વિતો ભુલાઈને એક નવી યાદોની સફર શરૂ થઈ ગઈ હતી. સ્નેહા સાથે જીવવાના તે સપના સજાવવા લાગ્યો હતો. રાતે નવ વાગ્યે દુકાન બંધ કરી તે તેના પપ્પા સાથે ઘરે ગયો. જમવાનું પુરું થતા તે એક રાઉન્ડ તેમના સોસાયટીના ફેન્ડ સાથે ફરવા નિકળ્યો ને દસ વાગ્યે આવી તે રૂમમાં ગયો ને ફોન હાથમાં લઇ સ્નેહાને મેસેજ કરવા જતો હતો ત્યાં જ સ્નેહાનો મેસેજ પહેલાથી આવેલો હતો.
ફરી મેસેજની આપલે શરૂ થઈ ગઈ હતી બંને વચ્ચે. ફરી અહેસાસ લાગણીઓમા ખોવાઈ રહયો હતો. કેટલી વાતો જે પળભરમા થઈ રહી હતી. એકબીજા પ્રત્યે આમ તો તે બધું જાણતા હતા છતાં કેટલી એવી વાતો હતી જે આજે દિલ ખોલીને એકબીજા સાથે શેર થઈ રહી હતી. આજે બે દિલ અંજાન નહોતા. આજે એવું લાગી રહયું હતું કે ખાલી એકબીજા માટે જ બન્યા હશે.
પ્રેમ એક અજીબ અહેસાસ છે. જે લાગણીમા ખીલે છે ને દિલ સુધી પહોંચી હંમેશાં ધબકતો રહી જાય છે. આજે વાતોની સાથે એકબીજાની ફીલિંગ પણ સમજાય રહી હતી. પ્રેમમાં જયારે વિશ્વાસ બેસે છે ત્યારે લાગણીઓ કંઈ અલગ સ્વરૂપ લેતી હોય છે. જે છોકરી સમાજના ડરથી હંમેશા જ છોકરા સાથે વાતો કરતા ડરતી હતી તે સ્નેહા શુંભમના પ્રેમમાં એવી ખોવાઈ ગઈ હતી કે તેને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે તે કોઈને આટલો પણ પ્રેમ કરી શકે.
વાતો રાતના મોડે સુધી બસ એમ જ ચાલતી રહી. જે શુંભમ હંમેશા જ સ્નેહાને ઇગનોર કર્યા કરતો તે શુંભમ આજે તેમની સાથે વાતો કરી ખુશ થઈ રહયો હતો. પ્રેમની મહેફિલ બંને બાજું એક નવી ઉમ્મીદ લઇ ને આવી હતી. તકલીફ, સુકુન બસ એમ જ વગર વાતે સમજાય રહયું હતું. છેલ્લે બાઈ બોલ્યા પછી પણ કેટલી વાતો થઈ જતી. ફરી એક મેસેજ ફરી લાબી વાતો ને રાતના એક વાગ્યા સુધી બસ આવી જ રીતે બંનેની વાતો ચાલ્યા કરી.
ફોન મુક્યા પછી પણ બંનેના વિચારો પ્રેમની મહેફિલ જગાવી રહયા હતા. કિસ્મત શું ફેસલો લેવાની છે તે વાતથી બંને અજાણ હોવા છતા પણ સાથે જીવવાના સપના સજાવી રહયા હતા. સ્નેહા તો પોતાના પરિવારને કેવી રીતે સમજાવી શકશે તે મનમાં પ્લાન બનાવી રહી હતી. મુશકેલ તો હતું જ પણ જો શુંભમ સાથે હશે તો તે બધાને સમજાવી શકશે એ વિચારે જ આખી રાત પુરી થઈ.
સંબધો જોડાવાની આશા દિલમાં ફરી સ્નેહાના વિશ્વાસને મજબુત બનાવી રહી હતી. આખી રાતના ઉજાગરા પછી સવાર વહેલું થયું ને તે તેના રૂટિન સમય પર ઊભી થઈ કામમાં લાગી ગઈ. ઓફિસ જવાના સમય પર તે તૈયાર થઈ બહાર નિકળી ને શુંભમને ગુડમોનિગનો મેસેજ કર્યો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમનો પ્રેમ સંબંધો જોડવાની તૈયારી કરી રહયો છે ત્યારે શું બંનેની ફેમિલી તેમના પ્રેમને સ્વિકારી શકશે..?? શું સ્નેહા તેમના પરિવારને આ વાત જણાવી શકશે...?? શું તેમનો પ્રેમ પુરો થઈ શકશે કે એમ જ અધુરો રહી જશે..?? શું થશે આ પ્રેમકહાનીનું...?? શું તે કોઈ નવો વળાંક લઇ શકે કે શાંતિપૂર્ણ જ બધું સારી રીતે પાર થઈ જશે..તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"