કાલ થી કેસ ની કાર્યવાહી કોર્ટ માં ચાલુ થવાની છે...વકીલ વિજય આસિસ્ટન્ટ રાજ અને સોનલ સાથે મળી ને નિખિલ ને નિર્દોષ સાબિત કરવા માટેના અને અસલી ખૂનીને શોધવા માટે હજુ સબૂત શોધી રહિયા છે...અહીં નિખિલ મેં બચાવી શકાય એવા તો કોઈ સબૂત પૂરતા પ્રમાણ માં નથી મળ્યા પરંતુ રોનક નું ખૂન નિખીલે નથી કર્યું એ વાત સ્પષ્ટ થઈ જાય છે...
વિજય ય પોતાની સાથે જરૂરી file અને સબૂત સાથે કોર્ટ માં જવા તૈયાર છે...ત્યાં આ વખત વિજય ની સામે દલીલ કરનાર વકીલ પણ શહેર ના નામી વકીલ છે જે પોતાનું કામ ખુબ ચોક્કસાઇ થી કરે છે...તેમજ ખૂબ જ ચતુર વ્યક્તિ છે...હા પણ અહીં આપણે ન્યાય આપવાની અને મેળવાની વાત કરી રહયા છે તો જે નિર્દોષ હશે એનો પક્ષ જ જીતશે..વિરુદ્ધ પક્ષ ના વકીલ છે રણજિત....નામ સાથે અભિમાન પણ છે...
ન્યાયાલય ની રોજિંદી કાર્યવાહી પૂર્ણ થાય છે ને ન્યાયાધીશ કેસ ની કાર્યવાહી ચાલુ કરવા આદેશ આપે છે રણજિત ઉભા થાય છે ને કેસ ની વિગત રજૂ કરે છે...
રણજિત : આ કેસ ખૂનનો છે...13 - 7 ના સાંજે રોનક નું ખૂન કરવામાં આવ્યું હતું...એ પણ બંદૂક થી ગોળી મારી ને...અને રોનક ને ગોળી મારી નિખિલે... નિખિલ ના ફિંગરપ્રિન્ટ ગન પણ મળી આવ્યા છે...આ રહી રિપોર્ટ
રણજિત રિપોર્ટ ન્યાયાધીશ ને આપે છે...અને પોતાની વાત આગળ વધાવે છે...
રણજિત : આ સિવાય રોનક ના નોકર રામુ એ આ ઘટના પોતની આંખે જોઈ છે...તેને નિખિલ ના હાથ માં ગન જોઈ હતી રોનક પર ચલાવતા... વધુ સ્પષ્ટતા માટે હું રામુ ને આપ સમક્ષ વિટનસ બોક્સ માં બોલવા માટે પરવાનગી માંગુ છું...
ન્યાયાધીશ : પરવાનગી છે...રામુ હાજર થાય...
રણજીત : હા તો રામુ કહો... એ 13-7 ની રાત્રે શુ થયું હતું...તારા માલિક રોનક નું ખૂન કોને કયું હતું...
રામુ : એ સાંજે હું ઘર ના કામ માટે બહાર ગયો હતો હું આવ્યો ત્યારે દરવાજો ખુલો હતો મેં રોનક સાહેબ ના રૂમ ના જોઈને જોયું તો રોનક સાહેબ નીચે જમીન પર પડીયા હતા ને એમની છાતી માંથી લોહી વહી રહીયો હતું...ને બંદૂક નિખિલ ના હાથ માં હતી...
રણજીત : ok...આમ કેસ અહીં સાફ છે..જે કેસ નો.માસ્ટરમાઈડ નિખિલ છે એને જ રોનક નું ખૂન કર્યું છે...
વિજય : એક મિનિટ એક મિનિટ... વાત ને પુરી જાણ્યા વગર કોઈ ફેંસલોઃ ના કરજો..હું રામુ ને કેટલાક પ્રશ્નો કરવા માગું છું..may i...?
રણજિત : હા બિલકુલ...પૂછી લો...
વિજય રામુ પાસે જાય છે....
વિજય :રામુ...જ્યારે રોનક નું ખૂન થયું ત્યારે તમે ઘરમાં હતા...?
રામુ :ના ...
વિજય :તો ક્યાં હતા...
રામુ: રોનક સાહેબે મને ઘરના કામ થી બહાર મોકલ્યો હતો...
વિજય : તો પછી તમને કઈ રીતે ખબર કે રોનક નું ખૂન નિખિલે કર્યું છે..?
રામુ : હું બજાર થી આવ્યો તો દરવાજો ખુલ્લો હતો અને હું બસ રોનક સાહેબ ના રૂમ ના જતો હતો એ જોવા કે બધું ઠીક છે ને કે પછી કોઈ આવ્યું છે..તો કઈ જોઈએ છે એ જોવા ત્યાં તો રોનક સાહેબ ને હું જમીન પર મરેલા જીવ છું અને સામે બંદૂક સાથે નિખિલ હતા...
વિજય : તો પછી તમે પોલીસ ને બોલાવ્યો
રામુ :હા
વિજય :નિખિલ ના હાથ માં બંદૂક હતી...તમારું કહેવું છે કે નિખિલે બંદૂક થી રોનક ને મારી નાખ્યો..તો બંદૂક ચાલવાની આવાજ તમને ના આવી...કે આજુબાજુ ના સંભળાઈ...
રામુ :ના મને એવી કોઈ આવાજ આવી નથી....
રણજિત : પ્રિયા મિત્ર વિજય તમે બંદૂક નથી જોઈ બંદૂક પર સાઈલેન્સર લાગેલું મળી આવ્યો છે...તો પછી આવાજ ક્યાં થી આવે...?
વિજય : ઓક...હા..એ તો છે...હા તો રામુ તમે નિખિલ ને ગોળી મારતા જોયા..એમ ને તમારી નઝર સામે નિખિલે રોનક ને ગોળી મારી...
રામુ :ના sir મેં જોયું ત્યારે નિખિલ ના હાથ માં બંદૂક હતી ને સાહેબ નીચે જમીન પર પડેલા હતા....
◆◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
આગળ શું હશે એ જાણવા માટે વાંચતા રહો....મસ્ત રહો....સ્વસ્થ રહો....ભૂલ થાય તો માફ કરવા વિનંતી... પ્રતિભાવ આપતા રહો...
Thank you.....