fari ekvar ek sharat -6 in Gujarati Fiction Stories by Ishani Raval books and stories PDF | ફરી એકવાર એક શરત - 6 -ગેરસમજ દૂર થઈ

Featured Books
Categories
Share

ફરી એકવાર એક શરત - 6 -ગેરસમજ દૂર થઈ

સૌમ્યા ને જે દિવસ ની રાહ દેખતી હોય છે એ દિવસ આવી જાય છે. અને સાંજે જ્યારે તે પાર્ટી માં જવા માટે ઘરે થી તૈયાર થઈ ને ખુશી ખુશી નીકળે છે. ખૂબ જ મોટું ઘર હોય છે જાણે કે કોઈ રાજા નો મહેલ અને દરેક ના આઈ કાર્ડ અને પાર્ટી ના પાસ દેખી ચેક કરી ને અંદર દાખલ થાય છે સૌમ્યા પણ અંદર પોહચે છે. શહેર ના નામદાર લોકો નો મેળો જામ્યો હોય છે.
આ બધા ની વચ્ચે સૌમ્યા ની નજરો અંશ ને શોધતી હોય છે. અને થોડીવાર શોધ્યા પછી તેને અંશ દૂર થોડા લોકો વચ્ચે દેખાય છે. અને અંશ ની નજર પણ સૌમ્યા પર પડે છે થોડી વાર અચરજ થી દેખે છે કેમકે અંશ ને સૌમ્યા આ પાર્ટી માં આવશે એ તો સ્વપ્ન માં વિચાર ન હતો. એટલે સૌમ્યા ને દેખી ને નવાઈ લાગે છે.સૌમ્યા કંઈક વિચારો માં દેખાય છે પણ ફરી તે આજુ બાજુ ના લોકો સાથે વાતો કરવા લાગે છે. અંશ દેખે છે કે સૌમ્યા તેની તરફ આવે છે..

અંશ: સૌમ્યા.. આ શું છે?? અને આ સ્મેલ..

સૌમ્યા: હા ખબર છે...આ તો.. પછી સમજાવીશ હાલ તો હેપી બર્થડે.. એન્ડ સોરી.. આજ સુધી જે થયું એના માટે સોરી..
અંશ: શુ? તે સોરી કીધું?? થોડા ટાઈમ પેહલા સુધી તો વાત કઈક અલગ જ હતી ને.. આ કોઈ ટ્રિક છે? તું શું કરીવા ની છે?

સૌમ્યા: ના કોઈ ચાલ નથી. સાચે જ સોરી બોલું છું.. મારા દોષ નો પોટલો મેં તારા માથે નાખ્યો.. બધી વાત માટે તને જવાબદાર સમજ્યો પણ હવે ખબર પડી... તો એટલે સોરી બોલવા આવી હતી..

અંશ કઈ બોલે તે પહેલાં અંશ ને કોઈક બોલાવે છે અને અંશ તે તરફ જાય છે. સૌમ્યા વળી ને બહાર નીકળવાની જ હોય છે ત્યાં તો અંશ આવે છે અને બને થોડી શાંત જગ્યા પર જાય છે. .
અંશ: thank you. પણ અચાનક જ આ બદલાવ કેવી રીતે? અને આ સ્મેલ..

સૌમ્યા અંશ ને જણાવે છે કે તે અહીંયા ઘર માં પ્રવેશે એ સમય એ માહી પણ આવે છે અને બન્ને વાત કરે છે.ત્યારે માહી જણાવે છે કે કોઈક વાર સૌમ્યા પોતાના ભૂતકાળ માં એટલી ડૂબી જાય છે કે તેને આજુબાજુ નો ખ્યાલ રહેતો નથી.. અને જ્યારે સૌમ્યા નો અંશ તરફ ગુસ્સો શાંત થાય છે ત્યારે તે વિચારે છે તો એને પરિસ્થિતિ પણ સમજાય છે.

સૌમ્યા: પછી મને ધ્યાન ગયું કે કદાચ મેં તારા પર ગાડી ચલાવી હશે પણ હું વિચારો માં હોઈશ એટલે મને યાદ નથી. એટલે મારા માટે તું ખોટો હતો અને તારા માટે કદાચ હું જુઠી હતી.. તે કીધું પણ હતું કે સોરી બોલી દે પણ હું ક્યાંથી બોલવાની.. અને બીજી વાર પણ ત્યાં મન્દિર માં જે થયું એમાં પણ તારો વાંક નથી. કદાચ હું ફરી મારા ભૂતકાળ ના દુઃખ માં ડૂબવા માટે તૈયાર હતી અને એ તરફ ફરી ખેંચાઈ ગઈ. તું તો અજાણ્યો માણસ છે તું કઈ પણ કહે એ વાત મારે મન પર લેવી જ ના જોઈએ.. છતાં લીધી અને પછી જે થયું એનો જવાબદાર પણ તને જ સમજ્યો.. અને જ્યારે બીજી વાર તે જોબ આપી ત્યારે ફરી થી એ જ કર્યું મેં. મારી પર્સનલ લાઈફ ને આ પ્રોફેશનલ લાઈફ જોડે જોડી દીધી.

અંશ: સાચું કહું તો મારા માટે તું એક જુઠી અને લાલચુ છોકરી છે એમ હતું કેમકે પેહલા થી તે ખોટું જ બોલ્યું હતું. અને હા એ મન્દિર વળી વાત માં મને થયું કે તું ખુદ ને ખૂબ ચાલક સમજે છે જે જુઠ બોલતી રહીશ અને કામ કરતી રહીશ એટલે વધારે બોલાઈ ગયું ..પણ જ્યારે તું જોબ માંગવા પાછી ના આવી ત્યારે મને પ્રશ્ન થયો હતો કે મેં કઈ ખોટું તો નથી કર્યું ને.. અને તને બીજીવાર દેખી ને બધું ઠીક કરવા માંગતો હતો.. પણ ફરી તે મને જવાબદાર કહ્યો એટલે ત્યારે તો નક્કી જ કરી લીધું હતું કે હવે તો તને જોબ માંથી વ્યાજબી કારણો સાથે નિકાલીશ સાથે તને તારા ભૂલ નું ભાન કરાવીશ .. પણ જવા દે જે થયું... ફરી એકવાર નવી શરૂઆત કરીએ.

સૌમ્યા: હા.

અંશ: પણ તને માહી એ રોકી એ પેહલા તું અહીંયા શુ કરવાની હતી??

સૌમ્યા: એ તો જવા દે ને.. જે થયું નથી એની કેમ વાતો કરવી.

અંશ: બોલી દે શુ બદલો લેવાનો હતો? જોબ માંથી નહિ નિકાળુ.

સૌમ્યા: આ સ્મેલ તું જે પૂછે છે ને એ આલ્કોહોલ ની છે. તને તારી ઇમેજ ની ખૂબ ચિંતા હોય છે અને અહીંયા પાર્ટી માં બધા આવેલા છે તો હું તને થોડું ડરાવવા ની હતી કે હું બધા ની વચ્ચે કંઇક ડ્રામા કરીશ.. બસ પુરી સાંજ તને આમ જ ડરાવી ને હેરાન કરવાનો વિચાર હતો.

અંશ હસતા હસતા દેખે છે સૌમ્યા ને એટલે સૌમ્યા અચરજ થી બોલે છે ' કેમ હસે છે?'

અંશ: તો શું કરું તે જે આ આલ્કોહોલ પોતાના કપડાં પર ઢોળ્યો છે એ દેખાય છે જે તું આ જેકેટ થી કવર કરે છે. અને જેને કઈક પીધું હોય તો મોં માંથી સ્મેલ આવે ના કે આટલું બધું કપડાં પર દેખાય... અને બીજી વાત મારી ઇમેજ ખરાબ કરવા તું કોઈ અજાણ્યા માણસ ની અજાણી પાર્ટી માં આવી રીતે ક્યારેય નહીં આવે કેમકે તું લાપરવાહ નથી.. તારા કામ થી દેખાય છે કે તું આવી લાપરવાહી તો ના જ કરે.. એટલે તારી વાત હું ક્યારેય ના માની હોત...

સૌમ્યા: ખરેખર?? મને પણ લાગ્યું હતું કે વધારે નંખાઈ ગયું છે કપડાં પર.. એટલે જ્યારે માહી એ મને અહીંયા આવી એ પછી બધી વાતો કરી અમે ત્યારે હું ઘરે જ જવાની હતી પણ થયું કે આવી જ ગઈ છું તો જલ્દી સોરી કહી ને નીકળી જઈશ.

અંશ: આ બધા આઈડિયા આવ્યા ક્યાંથી?? તું આવા કામ કરે એ તો લાગતું નથી..

સૌમ્યા: તને શું ખબર હું શું કરી શકું છું.. આ તો હવે મોટા થયા ના બન્ધન માં નહિ તો કોલેજ ના દિવસો માં તો વાત જ કંઈક ઓર હતી.. ત્યારે તો દરેક વિરોધ પ્રદર્શન માં હું પેહલા ઉભી હોવ.. હોસ્ટેલ માં રહેતી નહતી છતાં ત્યાં ના દરેક વિરોધ માં પેહલા હું જ હોવ..

અંશ: ખરેખર??

સૌમ્યા: હા ત્યારે તો રંગ જ કંઈક અલગ હતો. કલાસ માં દરેક ના મોઢે મારુ નામ હોય. કોઈ પણ પ્રૉબ્લેમ માં હું હમેશા પેહલી હોવ.. જુનિયર કે સિનિયર દરેક મને ઓળખતા હતા..

અંશ: તો પછી શું થયું? આટલી શાંત કેમ?? આજે?

સૌમ્યા: કારણ એ જ ભૂતકાળ છે જેના થી ભાગુ છુ. મારુ તો ઠીક છે પણ તને તારા ઇમેજ ની આટલી કેમ પરવાહ છે? ને આટલી રહસ્યમય ઓળખ કેમ બનાવી રાખી છે લોકો સામે? તું પણ લોકો પર વિશ્વાસ નથી કરી શકતો?

અંશ: ના ના એવું કંઈ નથી. પણ જ્યારે તમે પૈસાદાર હોવ ત્યારે સારી વાતો સાથે એના નુકસાન પણ મળે છે. જેમ કે તમારી લાઈફ વિશે દરેક ને જાણવું હોય છે.. અને આ મીડિયા વાળા હમેશા ધ્યાન માં હોય છે કે ક્યાંક કઈ ભૂલ થાય ને નાની વાત ને ઉછાળી શકાય... જેમ કે મારા ભાઈ આરવ કોલેજ માં હતા અને મિત્રો બર્થડે માટે ભેગા થયા ત્યારે રસ્તા ના કિનારે થોડી મસ્તી મજાક કરતા હશે... પણ બીજા દિવસે ન્યુઝ હતી કે "અમિર શહેજદાઓ રસ્તા માં તોફાન કરી રહ્યા હતા" હવે ના તો કોઈ તોફાન હતું કે ના કોઈ ખોટું કામ છતાં ફેમસ થઈ ગયા

સૌમ્યા: ખરેખર કઈ પણ લખાય છે ન્યુઝ માં.. ઓહ તો એટલે તું દૂર રહે છે..

અંશ: હા એટલે જ્યારે પબ્લિક પ્લેસ પર હોઈએ ત્યારે વધારે ધ્યાન રાખવું પડે છે. નહિ તો ભાઈ જેવી હાલત થાય. એમની પાછળ તો ઘણા લાગ્યા રહે છે. અને કંઈક ને કઈક ચાલ્યા રહે છે. મને મારી આઝાદી ગમે છે એટલે હું એક પણ મોકો આપવા નથી માંગતો નહિ તો બધા હમેશા એ જ ધ્યાન માં રહેશે.

અંશ અને સૌમ્યા પોતાની વાતો માં ખોવાઈ ગયા.. વાતો માંથી વાતો નીકળી રહી હતી પણ સમય નો અંદાજો તો બને માંથી કોઈ ને ન હતો. અંશ પણ જે સૌમ્યા ને આજ સુધી ખોટી સમજી હતી તેની ભૂલ ને સરળતા થી ભૂલી ને એની સાથે વાતો માં મગ્ન હતો જાણે કે બને એકમેક ને ઓળખે જ છે. જાણે કે સૌમ્યા ની આંખો માં કે કદાચ એના અવાજ માં એ વાત હતી જેથી અંશ ને જૂની વાત કે જૂનો ગુસ્સો સર્વ ભુલાઈ ગયું હતું.. અને સૌમ્યા પણ વાતો માં એવી ડૂબી જાય છે કે એ પણ સમય નું ચક્ર ભૂલી જાય છે. જે અંશ ને લઈ ને આટલી ગેરસમજ હતી તેની સાથે આટલી સરળતા થી વાતો થઈ રહી હતી..

જ્યારે બધા બહાર નીકળતા હોય છે ત્યારે બંને નું ધ્યાન સમય તરફ જાય છે.

સૌમ્યા: આટલો સમય વીતી ગયો!! ધ્યાન જ ના રહ્યું.. પાર્ટી પુરી પણ થઈ ગઈ. આપણે તો વાતો કરતા રહી ગયા.

સૌમ્યા અંશ ની રજા લઈ ને ઘરે નીકળે છે.. ત્યાં માહી એની આતુરતા થી રાહ દેખતી હોય છે.

માહી: કેટલો સમય લગાવ્યો!! હું ડરી ગઈ હતી. તો શું થયું? ફરી બને ઝગડો નથી કર્યો ને?

સૌમ્યા: ના બધું બરાબર છે. બધું ઠીક થઈ ગયું.
માહી: સાચે?? અત્યાર સુધી તો..
સૌમ્યા: વાતો કરતા હતા તો સમય નું ધ્યાન જ ના રહ્યું..
માહી: આ નવાઈ ની વાત છે મેં તને આટલી વાતો કરતા કોઈ ની સાથે નથી દેખી તો અંશ કેમ??
સૌમ્યા: એક જ તો કારણ છે. આ હોટેલ એનું સપનું છે અને આ મારું કામ મારુ સપનું છે. એનું પણ આ પહેલું મોટું કામ છે અને મારું પણ પહેલું મોટું કામ.. અને બને માટે આ હોટેલ બનશે એ એક સફળતાની સીડી નું પહેલું પગલું હશે..