" પરી " પ્રકરણ-15
જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવતો હતો...
હવે આગળ....
આરતી અને રોહને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે શિવાંગના મેરેજના વન વીક પછી તરત જ આરતી અને રોહનના મેરેજ હતા.
એટલે શિવાંગ વિચારી રહ્યો હતો કે, કોલેજનું આખું ગૃપ, મને રોહનના મેરેજમાં મળશે અને માધુરી... આફ્ટર લોન્ગ ટાઇમ મને મારી માધુરી જોવા મળશે...!!
મેરેજ પછી કેવી લાગતી હશે તે..?? ઓકે તો હશે ને..?? મળે એટલે તેના હાલ-ચાલ પૂછી લઉં...??
પણ, તેનો હસબન્ડ ડૉ.ઋત્વિક સાથે હશે તો...?? તે મારી સાથે વાત તો કરશે ને..?? અને એક લાંબો શ્વાસ લઈ નિ:સાસો નાંખે છે અને વિચારે છે કે આ જિંદગી પણ કેવી છે નહિ...!! ભૂતકાળમાં પહોંચાડી દે છે...!! અને આ યાદો...કેમ કરી તેનાથી પીછો છોડાવવો...?? એક ઉંડા દુઃખના સમંદરમાં ડૂબાડી દે છે. અને એટલામાં ક્રીશા બૂમ પાડે છે. શિવાંગ ચાલો નીકળીશું...?
અને એક સુંદર નજર લાગી જાય તેવું ' બ્યુટીફૂલ કપલ ' તૈયાર થઈને બહાર નીકળે છે એટલે આખી સોસાયટી બંનેને જોવા માટે બહાર આવી જાય છે.
નાજુક-નમણી અને એકદમ રૂપાળી ક્રીશા, રોડમાંથી પસાર થાય તો ભલભલાના હ્રદયના ધબકારા જાણે બંધ થઈ જાય અને કોઈપણ માણસ એક સેકન્ડ માટે પણ તેને જોવા માટે ઉભું રહી જાય...!! અને તેની બાજુમાં ચાલતો શિવાંગ હ્ય્ષ્ટપુષ્ટ બોડી અને એકદમ પર્સનાલેટેડ ચાલવાની સ્ટાઇલ, કોઈપણ છોકરી તેની તરફ આકર્ષાઇ જાય. શિવાંગે ક્રીમ-રેડ કોમ્બીનેશનનું શેરવાની પહેર્યું હતું અને ક્રીશાએ રેડ કલરની ગોલ્ડન જરીવાળી સાડી પહેરી હતી. બંને આરતી ના અને રોહનના મેરેજમાં સમયસર પહોંચી ગયા હતા.
બસ, મેરેજ ચાલુ થઇ ગયા હતા..લગ્નની મીઠી-મધુરી શરણાઇના સૂર રેલાઈ રહ્યા હતા. અને સુંદર લગ્નગીતો એક કોર્નરમાં ગાયકમંડળી બેસાડી હતી તે ગાઇ રહ્યા હતા. એક પછી એક કોલેજના બધાજ ફ્રેન્ડસ આવી રહ્યા હતા અને એકબીજાને ઘણાં લાંબા સમય પછી મળીને ખુશ થઇ ભેટી પડતા હતા એકદમ ખુબસુરત અને યાદગાર અને અદ્ભુત સાંજ હતી તે...!!
લગભગ બધાજ ફ્રેન્ડસ આવી ગયા પણ, માધુરી...
જેની રાહ શિવાંગ લગભગ બે કલાકથી જોઇ રહ્યો હતો અને નિરાશ થઈ રહ્યો હતો. તે ન આવી...
શિવાંગનો મૂડ બિલકુલ ઑફ થઇ ગયો હતો. માધુરીને મળવાનો, જોવાનો એક ચાન્સ હતો તે પણ જતો રહ્યો હતો...!!
અને એટલામાં તેના ફ્રેન્ડ રાજે તેને સાઇડમાં બોલાવ્યો અને પૂછ્યું કે, " માધુરીના કંઇ સમાચાર ખબર છે તને..?? "
શિવાંગ: ના કેમ, શું થયું..??
રાજ: માધુરી ઇઝ પ્રેગનન્ટ, પણ તેની સાથે ખૂબ ખરાબ થયું...બેડ ન્યુઝ છે... સાંભળી શકીશને...??
શિવાંગ: શું થયું તેની સાથે...?? જલ્દી બોલ...ગોળ ગોળ વાતને ન ફેરવ...
રાજ: અરે યાર શૉકીંગ ન્યૂઝ છે.તને શૉક ન લાગે એટલે... અને શિવાંગ વચ્ચે જ રાજના બંને ખભા ઉપર પોતાના હાથ મૂકી જોરથી તેને હલાવી મૂકે છે અને પૂછે છે, " બોલને યાર, શું થયું માધુરીને...??
રાજ: તેના હસબન્ડ ડૉ.ઋત્વિકનું કાર એક્સીડન્ટમાં ડેથ થઇ ગયું.
અને શિવાંગ બાજુમાં પડેલી ચેરમાં એકદમ ફસડાઈ પડે છે અને બોલી ઉઠે છે, " ઓહ નો પ્રભુ, તે આ શું કર્યું...?? તને મારી ઇનોસન્ટ માધુરી જ મળી...??
શિવાંગ ખૂબજ શોકમાં ડુબી ગયો. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, " પ્રભુ, તેના ભાગનું દુઃખ મને આપી દેવું હતું તારે...!! અને કંઇ કેટલાય વિચારો તેને ઘેરી વળ્યા... અને રાજને પૂછવા લાગ્યો, " ક્યારે થયું આ બધું...?? એ પછી તું ગયો હતો તેને મળવા...??
રાજ: લગભગ પંદર દિવસ પહેલા તેના હસબન્ડ નાઇટડ્યુટી કરીને આવતા હતા અને એક ટ્રક સાથે તેમની કાર અથડાતાં ત્યાં ને ત્યાં જ તેમનું ડેથ થઇ ગયું. અને માધુરીના પપ્પાએ કોલેજ ગૃપ સાથેના માધુરીના રીલેશન જ કટ કરાવી દીધા હતા એટલે કેવીરીતે કોઈ જઇ શકે...?? છેલ્લે આરતી અને રોહન તેમના મેરેજનું કાર્ડ આપવા તેના સાસરે ગયા હતા ત્યારે તો બધું ઓકે હતું.
શિવાંગને શું કરવું ને શું ન કરવું તે જ ખબર ન પડી...!!
પણ તેણે માધુરીને મળવા જવાનું નક્કી કરી લીધું હતું... શિવાંગ ક્યારે માધુરીને મળવા જાય છે અને શું પરિસ્થિતિ થાય છે.... વાંચો આગળના પ્રકરણમાં....