ditective jagalo in Gujarati Detective stories by Bhavna Jadav books and stories PDF | જગલો જાસૂસ

Featured Books
Categories
Share

જગલો જાસૂસ

જગલો જાસૂસ

આ વાર્તા મારી તદ્દન કાલ્પનિક હોવાથી એને વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..

વાર્તા જાસૂસી પાત્ર જગલો થોડું "હાસ્યાસ્પદ" પણ છે..અને વાર્તા પણ રહસ્યમય છે.. જેને કેસ સોલ્વ કરવા કરતાં બગાડવામાં વધુ કુખ્યાતી મળે છે..

વધુ રાહ ન જોતા આગળ વાર્તા વધારીએ

તમને મજા આવશે.. આગળ વાંચો..

મુખ્ય પાત્ર : જગલો જાસૂસ અને એની સેક્રેટરી દિયા અને અન્ય પાત્રો (મિથુનસર, મહેબૂબ ભાઈ )

પાત્ર પરિચય :

એક નાનકડા શહેર વિસનગરની પોળ વિસ્તારમાં રહેતો જગદીશ ઉર્ફે જગલો એની જીવનની રમુજી વાતો ને લીધે પ્રખ્યાત હતો. પ્રોફેશનલી એ હતો જાસૂસ..

ના...ના .. જેમ્સ બોન્ડ નહીં..
પણ એમની હરોળમાં કદાચ છેલ્લા નમ્બરે આવતો તમારો મારો સૌનો લાડલો જગલો..

ઉફ.. સોરી જગલો જાસૂસ ..
શું છે ને જાસૂસ લખવું પડે છે નહીતો એમને ખોટું લાગી જશે😊

ચાલો આગળ એમના જીવનના વંટોળને વાવાઝોડામાં કયી કયી સમસ્યાઓ આવે છે.. જોઈએ..

વિસનગરના પોશ એરિયામાં રાત્રે ચોરી થયી..
પોલીસ અને અન્ય સાથીદારોએ ખૂબ જહેમત લગાવી પણ ધારી સફળતા ન મળતા કેસ આગળ જગલા જાસૂસને કોન્ટેકટ કરવા અને મોકલવામાં આવ્યો..

ફોનની રિંગ વાગે છે..

"હેલો.."

જગલો : હે.. લો..ઓ..ઓ..ઓ

(બપોરના 3 વાગ્યા હતા .. અર્ધી ઊંઘમાં આંખો ચોળતો ધીમા સ્વરમાં જગલો પણ સામે બોલ્યો.)

પોલીસ : હું ઇન્સપેક્ટર મિથુન બોલું છું તમે જગદીશ ઉર્ફે જગલો જાસૂસ ને??

જગલો : હા હા.. હું જ જગલો.. જાસૂસ..બોલો સર શું હાલચાલ છે

પોલીસ કેસ વિશે જણાવે છે અને ડીટેલ્સ મોકલે છે. અને ત્વરિત પોલીસને મળીને સ્ટ્રેટેજી બનાવવા કહેછે..

જગલો પણ ઓકે કહીને ફ્રેશ થયી પોતાના રેડફ્રેમના મોટા ડાગલાં ચશ્માં અને ટોપી, સ્યુટ ને વાઇડ બોટમનું ટાઈટ યેલ્લો કલરનું જીન્સ પહેરી ચહેરા પર એનું ફેવરિટ ઓળખ સમું ટાઇગર સ્ટ્રેપ્સવાળું માસ્ક પહેરીને જાયછે..

જાસૂસ કરતા જોકર વધુ લાગે છે..😊

હેલો સર.. હું જગલો જાસૂસ.

ઓહ મિસ્ટર આવો બેસો.. આ મિથુનસર છે એમની સાથે કેસ ડિસકસ કરીલો..

ઓકે સર કહીને મિથુનસર પાસે જાયછે..
મેં આઈ સીટ હિયર સર..?

સર : યસ ,કમોન. ( સર એને નખશીખ જુએ છે એના દીદાર કોઈ વિદુષકથી કમ નહોતા એમને મનમાં હસવું આવી ગયું પણ ચહેરો ગંભીર રાખીને બોલ્યા)

જગલો : થેકયું..સર

બન્ને કેસની બારીકાઈથી ચર્ચા કરીને આગળ શું પગલાં લેવા એ અંગે વિચારણા અને પ્લાનિંગ કરેછે.. અને થોડી વારમાં ઘટનાસ્થળે જવા રવાના થાય છે..


***
(મહેબૂબ ભાઈનું ઘર જ્યાં ચોરીનો બનાવ બનેલો..)


મેં આઈ કમ ઇન સર..?

ઓહો મિથુન સર તમે ..? આવોને તમારે પરમિશનની જરૂર ન હોય..
અને બાજુમાં જગલો ખોંખારો ખાયછે..

મિથુન સર એનો પરિચિય કરાવે છે..
મહેબૂબ ભાઈ અચરજ પામતા એને થોડીવાર તો જોઈ જ રહે છે.

હળવા મૂડમાં હોય એમ જરાક મજાક કરેછે.. અરે સર મને એમકે તમારી સેક્રેટરી કેમ બદલાઈ ગયી..

જોકે આ રંગીલા મિજાજી માણસ જોઈ આનંદ થયો..
અને વ્યંગમાં અતિ ધીમા સ્વરે મિથુનસરને પૂછ્યું . આ કેસ સોલ્વ કરી શકશે ને..?

હાસ્તો કેમ નહીં..? આઈ કેન..! ઈટ્સ માય પ્રોફેશન..( વચમાં જ અટકાવીને જગલો જાસૂસે ટાપસી પુરી)

ઓકે તો હું જાઉં અને તમને મદદ માટે મારી સેક્રેટરી હમણાં આવતી જ હશે..

oke. sir..
અને જગલો ઉત્સાહમાં આવીને મિથુન સરને તાળી આપવા જાય છે પણ સર ગંભીર હોવાથી એ હાથ પાછો લઈને ઇટ્સ ઓકે કહીને કામે વળગે છે

જગલો પોતાના થેલામાંથી બિલોરી કાચ ગ્લોવસ અને રૂમાલ કાઢીને હવે કમરાની દીવાલ ,ફર્શ ,બારી- બારણાં કબાટ ,બેડ બધે તપાસ કરે છે..જ્યાં ચોરી થયેલ એ દરેક જગ્યા ફેંદી નાખે છે..

એક નાનકડું ટાંકળી જેવું સુરાગ મળે છે.. એને એક ઝીપલોક બેગમાં મૂકીને બડાશ હાંકે છે.. દેખો પોલીસ ના શોધી શકી એ સુરાગ મેં શોધ્યો..

હજુ આગળ જોવો મારી કમાલ તમેતો કેસ મારા હાથમાં આવેલ છે તમે નિશ્ચિન્ત થયી જાવ.

મહેબૂબ ભાઈ એના ગાંડાવેડા જોઈને હબક ખાઈ જાય છે. આને શું જોઈને મારો કેસ આપ્યો હસે એ નથી સમજાતું..એ મનમાં જ બોલ્યા

"એકતો આ દેખાવતો સર્કસના જોકર જેવો છે જ પણ ચાળા પણ એવા જ છે.. નામ પણ એના જેવું જ રમુજી છે. "

(અને 4 વાગવા આવતા નમાજ પઢીને મોટેથી પછી બંદગી કરી..)

" રહેમાને રહીમ.. ખુદા ખૈર કરે...કહીને મહેબૂબભાઈ નિસાસો નાખે છે. "

"તમે મારા દેખાવ પર ના જાવ.. હું અમારા વિસ્તારમાં બવ પ્રખ્યાત છું..
મોટા મોટા કેસ સોલ્વ કર્યા છે મેં.."

(મહેબૂબ ભાઈની મનોસ્થિતિ જાણીને જગલો જાસૂસ બોલ્યો)

મહેબૂબ ભાઈ : અચ્છા ક્યાં ક્યાં..? હું જાણી શકું..?

જગલો જાસૂસ : હા મારા પડોશી અનિતા બેનની બિલાડી ખોવાય ગયેલી એ મેં જ શોધી આપેલ..

મહેબૂબ ભાઈ : કયી રીતે..?

જગલો જાસૂસ : અરે થયું એવું કે 3 દિવસથી મને એ બિલાડીની હિલચાલ પર શક હતો.. એ રોજ સામેના ફ્લેટમાં રહેતા પેલા શેરગિલ ને ટગર ટગર જોયાં કરતી હતી.. હું રોજ એ અવલોકન કરતો હતો.. પછી... અને એ અટકી ગયો...!

મહેબૂબ ભાઈ : પછી શું થયું..?

જગલો જાસૂસ : શું થવાનું હોય ચોથા દિવસે એ મીની (બિલ્લી નું નામ) ગાયબ.. મને અનીતા બેન એ ફરિયાદ કરી એટલે હું બધું સમજી ગયો..

હું જનવરોના પગલાં પણ સૂંઘી શકું છું મારી એક આ પણ આવડત છે

મહેબૂબ ભાઈ: ઓહ.. હાસ્ય અને આશ્ચર્ય મિક્સ લાગણીથી. જગલાની વાત સાંભળી રહ્યા હતા..

બસ પછી થાય શુ.. એના પગલાં સૂંઘતો સૂંઘતો હું શેરગિલના ફ્લેટ સુધી પહોંચી ગયો.. એ ત્યાંજ એની બાહોમાં મળી મને..

મહેબૂબ ભાઈ : ઓહ શેરગિલભાઈ એને લાડ કરતા હસે.. હળવાશ અનુભવતા એમને કહ્યું..

અરે લાડ નહીં પ્રેમસંબંધ કહો.. પ્રેમ.. આજકલ જાનવર પણ..

વ્હોટ..?શું બોલી રહ્યા છો..તમે માણસ અને બિલાડી ને પ્રેમસંબંધ..?

જગલો જાસૂસ : અરે મારા ભોળા સાહેબ ..માણસ કોણ..?

મહેબૂબ ભાઈ : શેરગિલ..!

જગલો જાસૂસ : ના...ના..તમે ઉલટું સમજો.
એતો સામેના ફ્લેટની નિષાબેનનો પાળેલો બિલાડો હતો.. એનું નામ શેરગિલ છે.. એ બન્ને વચ્ચે પ્રેમસંબંધ એમ કહું છું..

મહેબૂબ ભાઈ : હ.... હ...હ... આઇ.. સી...ઇ..ઇ..
thank god.. મહેબૂબ ભાઈએ રાહત લીધી..નહીતો આજકલ લોકો કંઈપણ કરી શકે છે.. શું કહીયે જમાનો એવો થયી ગયો છે.. ઘણી વિકૃતિઓ વકરતી હોય છે..યુ...નો.. અને એમને આંખ મિચકારી .

એક્સ્ક્યુઝ મી... મેં આઈ કમ ઇન સર....ર...ર...ર..

બન્ને ની નજર દરવાજે ઉભી રહેલ એક 20/25 વર્ષની કમનીય કાયા ધરાવતી..બ્લ્યુ ગોગલ્સ, કર્લી હેર, ગોરો વાન મૃદુ કોમળ અવાજ ,ગુલાબી અધરો ,આકર્ષક અંગ -ભંગીમાંઓ સફેદ સ્કિન ટાઈટ શર્ટ અને શોર્ટ બ્લેક સ્કર્ટ પહેરેલી એક યુવતી પર પડી..

જગલો જાસૂસ : ફાટી આંખે.. હા.. કેમ.. કોણ.. ક્યાં.. કયું..
આઈ મીન....યસ..સ..સ .આઈ મીન.. કોણ છો..
યુવતી ને જોઈ એના હાંજા ગગડી ગયા.. હોઠ ફડફડ થવા લાગ્યા..

હું "દિયા શૈલજા" આપની ન્યુ એપોઇન્ટ સેક્રેટરી..

જગલો હજુ પણ ફાટી આંખે એને જોઈ રહેલો.. એના કસાવભર્યા અંગોમાંથી જાણે રસ તપકતો હોય અને જગલો જાસૂસ એને આંખોથી પીતો હોય એમ એના દીદાર કરતો હતો..

ત્યાંજ એ એની એકદમ નજીક આવી ને જગલો લગભગ ઘાયલ થયીને ઢળી પડવાની તૈયારીમાં હતો કે ...
મહેબૂબ ભાઈએ એને ઝીલી લીધો.. અને સ્વસ્થ થવા ઢંઢોળ્યો.

હેલો.. જગા ભાઈ..

યુવતીને મોઢે ભાઈ શબ્દ નીકળતાં જ નશો ઉતરી ગયો .. અને બોલ્યો..
" જેગ્સ.. કોલ મી .. જસ્ટ જેગ્સ..બેબી "

ઓ..ઓ..ઓ..કે..એ...એ.. જેગ્સ..જસ્ટ જેગ્સ..
નોટી બોય.. અને માદક હાસ્ય વેર્યું.

યુ ઓલસો કોલ મી.. દિયું ..જસ્ટ દિયું
લેટ્સ ડિસ્કસ અબાઉટ કેસ.. નશીલા અંદાજમાં દિયા બોલી

જગલો તો ક્લીન બોલ્ડ થયી ગયો..

યુવતીએ ચપટી વગાડીને તંદ્રામાંથી જગાડ્યો..

જગલો. એની પાસે જતા જ એની ધડકન તેજ થયી ગયી
એની નાસિકમાંથી નીકળતા ગરમ શ્વાસોશ્વાસ એને અધમૂવો કરી મુકતા..

એ કેસની વિગતો પર બરાબર ધ્યાન કેન્દ્રિત નહોતો કરી શકતો.. એનું ધ્યાનતો શ્વાસ ભરતા ઉછાળા લઇ રહેલી દિયું ડાર્લિંગ ની છાતી પર મંડાણ નાખીને બેસેલા..

જેવો દિયું ડાર્લિંગ શ્વાસ ઉપર લે કે જગલો ઉપર થયી જતો.. જેવી દિયું શ્વાસ છોડે કે જગલો પાણી પાણી થયી જતો..

એ અર્ધપાગલ થયી જતો.. ઘણીવાર વાતવાતમાં એ એને ભૂલથી સ્પર્શીને સોરી કહીને વિકૃત આનંદ લઈ લેતો.

સામે છેલબટાઉ સ્વભાવને પારખી જનાર દીયું પણ એને પાણી ચડાવતી..

એની એકદમ નજીક આવીને કાનમાં કાંઈક કહી જતી.. ને એ બીજી વાર પુછેતો કાઈનહી.. તમને નહિ સમજાય એમ કહીને ટાળી દેતી..

એક વારતો જગલાને સોફ્ટ ડ્રીંક સર્વ કરવાને બહાને દિયા એ સેન્ડલ તૂટવાનો ડોળ કરીને આખી જગલા જાસૂસ પર ઢળી પડી..

એના શરીરની મહેંક અને એનું માદકતા ભર્યો અંદાજ એનું મોહક રૂપ અને આકર્ષક ભરાવદાર ઉરોજનો સ્પર્શ અનાયાસે એના હાથને થતા એ રોમાંચિત થયી ઉઠ્યો.. બન્ને એક અલાયદા કમરામાં જ એકલા કેસની વગતો પાસાં ડિસ્કસ કરતા હોવાથી કોઈ આસપાસ હોતું નહીં.. એટલે બન્ને હોશ ખોઈ બેસ્યા..

અને એકપછી એક શરીર પરના અવરણો દૂર થતાં ગયા..
બન્નેઉ એકમેકમાં મળી ગયા.. અને તૃપ્તિનો આનંદ સાથે એકબીજાને વળગીને સુઈ ગયા..

મોડીરાત્રે જગલા જાસૂસને ફોન આવ્યો.. મિથુનસર નો

હેલો.. ઊંઘમાંજ જગલો બોલ્યો..

મિથુનસર..: જગાભાઈ આપડે તમને જે સેક્રેટરી આપવાની વાત કરેલી ને એ કેન્સલ રહ્યું
. હવે તમારી સાથે એક બીજા કોન્સ્ટેબલને મોકલીશ. જે તમારી મદદ કરશે..

જગલો સફાળો જાગ્યો..મિથુનસરે હજુ સેક્રેટરી મોકલી નથી..કેન્સલ રહ્યું તો.. એ દિયા કોણે મોકલી અને એ શું પ્રયોજનથી આવેલી.. ?

અને જગલાએ એના દૂર ફેંકાયેલા શર્ટને પાટલુન ના ખીસા ફંફોસતા.. એના પૈસા એની કિંમતી વૉચ ,વોલેટ ગાયબ હતું.

સોફ્ટડીંક ની બોટલ સૂંઘી એમાં નશીલી દવાની વાસ આવતી હતી.. બધુજ પ્લાન્ડ લાગ્યું.. આંખો ચોળીને અરીસા સામે આવતા જ જુએ છે..કે..

સામેના કાચ પર લિપસ્ટિકથી લખેલું "લવ યુ ડાર્લિંગ એન્ડ થેંક્યું ફોર વૉચ, એન્ડ મની.."

અને હા સ્પેસલી મારુ પેલું ઈયરિંગ જે તમને જાચ-પડતાલ દરમ્યાન મળેલું..

ઓલ પ્રુફ વોઝ ડિસ્ટ્રોય માય ડિયર..
good bye
બેસ્ટ લક..

યુ બીચ...કહીને જગલા જાસૂસે આયના પર હાથ મારીને કાચ ફોડ્યો.. લોહી દડદડ વહેવા લાગ્યું.. અને એ બેભાન થયી ગયો..

હોસ્પિટલમાં એડમિટ કર્યો અને મિથુનસર આવતા જ એને નીચજોણ થયું..

મહેબૂબ ભાઈ સમજી ગયા અને બોલ્યા.. કેમ ભાઈ જાસૂસ.. લાજ પણ ગયી ને લક્ષ્મી પણ..☺️

અને હાસ્યનું મોજુ ફરી વળ્યું
એ શરમમાં બોલી ન શક્યો.. એને જાસૂસી છોડી દીધી.

જગલા જાસૂસ નું જાસૂસીનું ભૂત ઉતરી ગયું

કેવી લાગી મિત્રો સ્ટોરી ..?
પ્રતિભાવ (કમેન્ટ) જરૂર આપજો..

આવજો.. જય ભીમ