Breakups - Ek navi sharuaat - 10 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 10

Featured Books
Categories
Share

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 10

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(10)

આજે કોલેજનો બીજો દિવસ હતો. હું શંકર સાથે તેની બાઈક પર કોલેજ જવા માટે નીકળી ગયો. આમ તોહ, હું કોલેજ બસમાં જ જતો. જીવનની અસલ મજા તો તેમાંજ રહેલી છે. મુસાફરીની મજા બસ, ટ્રેન અને એવા કેટલાંક વાહનોમાં જ માણી શકાય છે. સાચું કહું તોહ, અમારી પાસે ત્રણ કાર છે. અને એમાંય બે બુલેટ ઘેર પડી હોય છે. આ બધું પિતાજીએ મારી માટે જ લીધું હતું. પરંતુ, હું સાઈકલ અથવા અન્ય સાર્વજનિક સાધનોમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતો. આમતેમ માત્ર કોઈને દેખાડવા માટે આંટા મારવા એ મને ન ગમતું. હું એક સામાન્ય વ્યક્તિ હતો. જેણે મોબાઈલ નામનાં સાધનથી દુર રહેવું ગમતું. પરંતુ, જયારે જાણ થઈ કે મોબાઈલ પર તમે અઢળક પુસ્તકોનું વાંચન કરી શકો છો. ત્યારે મોબાઈલને મેં એજ જરૂરતમાં લગાવ્યો હતો. અહીં પ્રતિલિપિ નામક એપ પર તમે અઢળક પુસ્તકોનું વાંચન કરી શકો છો. અને આ માત્ર લોકોમાં વાંચન અને લેખનનું પ્રચાર થાય એ માટેનો એપ હતો. અને આ એપની સૌથી સારી બાબત એ હતી કે, આમા તમને વાંચન માટેનો કોઈ ચાર્જ આપવો ન પડતો. ખરેખર તોહ, હું આ એપ પર જ પુસ્તકોનું વાંચન કરવાનું પસંદ કરતો. મારો મિત્ર શંકર પણ પ્રતિલિપિ પર લેખક હતો. તેના ત્રણ લાખ વાંચકો હતા. અને એ ખરેખર ખુબ સારો એવો લેખક હતો. તેની રચનાઓમાં વાંચકો માટે ભરપુર મસાલો જોવા મળતો. અને તેની સમજાવવાની રીત પણ અનોખી હતી. તે ખુદ એક પાત્ર બની અને લોકો સાથે જોડાઈ જતો. એવું લાગતું જ નઈ કે આપણે કોઈ વાર્તા કે, નવલકથા વાંચી રહ્યા છીએ. બસ માટે જ હું શંકર સાથે આ બાબતે ચર્ચાઓ કરતો. તેની આગળની સ્ટોરીમાં શું હશે?શું નહીં? આગળનું ભાગ કેવું છે? કોઈ ભૂલ?ચૂક? આ બાબતો વિષે હું જાણકારી મેળવતો. અને આ બધી જ બાબતોમાં હું તેની મદદ કરતો. એની આવનારી કોઈ કથા પ્રેમ વિષે હતી.જેનું નામ મેં આપ્યું હતું. ચલો, કોઈ અન્ય વિષય પર ચર્ચા થાય એ પહેલા જ કોલેજ આવી ગઈ. ક્લાસમાં અમે એન્ટર થયાં. ક્લાસમાં માત્ર દસ એક વિદ્યાર્થીઓ જ હતાં. મને આશ્ચર્ય થયું. મેં શંકરને પ્રશ્ન કર્યો.

"કેમ આજે કોઈ જ નથી આવ્યું? કાલે તો કલાસ ફૂલ હતું. તો આજે? કેમ આવું?"

"બે દર શુક્રવારે એમના ફેવરેટ પ્રોફેરસ જે નથી આવતાં. પૂજા મિસ દર શુક્રવારે ઘરે જ સમય કાઢે છે. પુસ્તકો વાંચે છે. તેમની બહેન સાથે સમય વિતાવે છે. તેમની બહેન હોસ્ટેલમાં છે. જે માત્ર શુક્રવારે જ અહીં આવે છે. સો એના માટે તેઓ, કોલજ આવવાનું ટાળે છે." શંકર એ કહ્યું.

મને પૂજા મેમ લાગણીસભર લાગતા હતા. તેમનામાં કદાચ, ફેમીલી, સ્ટુડન્ટસ અને કોલેજ પ્રત્યે લાગણીઓ હતી. પરંતુ, હું તો રોજની જેમ જ મારા અભ્યાસમાં જ ધ્યાન આપવાનો હતો. કોઈ પ્રોફેસરની હાજરી કે, ગેરહાજરીથી મને કોઈ જ ફર્ક નહોતો પડવાનો. હું એક નોવેલ વાંચવામાં જ મશગુલ હતો. ત્યારેજ અચાનક વિધાર્થીઓનું ટોળું આવી અને વર્ગમાં બેસી ગયું. મને મનમાં પ્રશ્ન અને આશ્ચર્ય પણ થયું. બધાય તેમની જગ્યાએ ચુપચાપ બેસી ગયા. અને ત્યારે જ પૂજા મેમની એન્ટ્રી થઈ. શંકર પણ આશ્ચર્યમાં હતો. તમને ભલે આ ચોંકી જવા જેવી બાબત ન લાગતી હોય. પરંતુ, મારા મતે નહીં કદાચ, શંકરના મતે આ વાત વધારે ચોંકાવનારી હતી. હંમેશની જેમ લોકોનું ધ્યાન લેક્ચરમાં નહોતું. લેક્ચર પત્યું. હું અને શંકર કેન્ટીન તરફ નીકળ્યા.

"યાર આજે પૂજા મેમ આવ્યા તો આશ્ચર્ય થયું. નહીંતર ક્યારેય પણ શુક્રવારે કોલેજમાં લેક્ચર લેવા આવતા જ નથી. મને દાળમાં કંઈક કાળું લાગે છે." શંકરએ કહ્યું.

"અરે, એવું કંઈજ નહીં હોય જેવું તું વિચારે છે. એમનું મન થયું માટે આવ્યા. તું હજું એજ વિષય લઈને બેઠો છે? ચીલ કર. અને હા ક્યાં પહોંચી તારી ન્યુ સ્ટોરી?" મેં કહ્યું.

"ચાલ્યા કરે છે બસ. હમણાં લોકોનું વાંચનમાં ઇન્ટ્રસ્ટ ઘટી ગયું લાગે છે. મારી સ્ટોરીમાં વાંચકોની સંખ્યા ના બરાબર જોવા મળી રહી છે. શું કરું? લખવાનું છોડી દઉં?"

"અરે! તારા ત્રણ લાખ વાંચકો એમને એમ તો નહીં જ થયા હોય ને? મારા મતે તારા જેવા ઉભરતા લેખકને હાર ન માનવી જોઈએ. જેમ જીવનમાં સુખ અને દુઃખ આવે છે. એજ રીતે લખાણમાં અને વાંચકોમાં પણ એવું જ છે. સો ચિંતા નહીં કરીશ. ભુતકાળમાં સફળતા મળી છે ને? આવનાર સમયમાં પણ મળશે. ચલ, તું કંઈક ખાઈ-પી લે. હું લાઈબ્રેરી જઈને આવું છું. હું વહેલો ના પહોંચું તો ઘેર જવા નીકળી જજે. ચલ, પછી મળીએ."

અમારી વચ્ચે વધારે વાત થઈ નહીં. મેં કાલે પણ ડાયરી નહોતી લખી. માટે કાલની કસર આજે પુરી કરવા માંગતો હતો. હું લાઈબ્રેરીમાં પહોંચ્યો. પૂજા મિસ ત્યાં ઓલરેડી હાજર જ હતા. હું ફરી મારી એ ખૂણા વાળી જગ્યાએ બેસી ગયો. પૂજા મિસ થોડા જ સમયમાં ફરી મારી પાસે આવી પહોંચ્યા.

"શું કરે છે? ડિસ્ટર્બ તો નહીં કિયા ના?" એમણે કહ્યું.

"ના મેમ. બસ આ ડાયરી લખતો હતો. એમાં ડિસ્ટર્બ કરવા જેવી કંઈજ વાત નથી." મેં કહ્યું.

"સો યશ. આજે તું ફ્રી છે? મતલબ હમણાં?"

" કેમ મેમ કોઈ કામ છે?હું આમ તોહ ફ્રી જ હોઉં છું. પરંતુ, કોઈક વાર અચાનક કામ આવી જાય છે. પરંતુ, આજે એવું બને એવી શક્યતા ના બરાબર છે."

"સો આજે મારા ઘરે આવી શકીશ? મારે કોઈ સાથે તારી મુલાકાત કરાવવાની છે."

"તમારા ઘરે? પરંતુ, હું તમારા ઘરે કઈ રીતે આવી શકું? એન્ડ કોઈ સાથે મુલાકાત કરાવવી છે? કોણ છે? હું ઓળખું છું એ વ્યક્તિ ને?"

"અરે, તું આય તોહ ઘેર. ત્યાં જ જોઈ લેજે બધું. તોહ, અત્યારે જ નીકળીએ."

"મેમ અત્યારે? આમ, અચાનક?"

"કેમ કોઈ પપ્રોબ્લેમ છે?"

"ના મેમ પ્રોબ્લેમ તો નથી. પરંતુ, આમ અચાનક જ કોઈના ઘરે જવું. આમ, સારું ન લાગે."

"તોહ, મને તું અન્ય વ્યક્તિઓ ની ગણતરીમાં લે છે એમ?"

"નહીં મેમ એવું નથી.પણ-"

"પણ શું? મારા થી ડરે છે તું? હું તારી ફ્રેન્ડ જ છું એવું માન. ચલ, હવે."

અંતે હું ત્યાં જવા માટે રાઝી થયો. મેમ ના ઘેર જવા પહેલા મેં શંકરને આ વાતની જાણ કરી.

"અરે, શું વાત કરે છે? મેમ એ તને ઘરે ઈનવાઈટ કર્યો છે? આવું કોઈ જ સાથે ક્યારેય એમણે કર્યું નથી. કદાચ, તું હોશિયાર છે. સારો અને સીધો છે. માટે મેમ એ તને ત્યાં ઈનવાઇટ કર્યો છે. મેમ ને તારી જ જેમ નોવેલ્સ વાંચવાનું શોખ છે. કદાચ, એટલે જ તને ઘેર બોલાવ્યો હશે.પુસ્તકો અંગે ચર્ચા કરવા માટે." શંકર એ કહ્યું.

"ના એમણે કહ્યું કે, એ મારી કોઈક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાના છે.ચલ, કોઈ ના. એમને મળી લઈશું. ચલ, પછી મળીએ."

આમ, હું પૂજા મેમ ની કારમાં તેમના ઘેર માટે નીકળી ગયો. તેમનું ઘર અહીં પાસે જ હતું. આમ, તો મને કારમાં ટ્રાવેલ કરવાનું શોખ નથી. પરંતુ, કદાચ મેમ ને આની આદત હશે. અમે ઘેર પહોંચ્યા.

"કેમ? શું વિચારે છે યશ? ઘરમાં આય."

"મેમ તમારું ઘર કોલેજની સાવ પાસે જ છે. તોહ, આ કાર? આઈ મીન તમે વોક લઈને પણ આવી શકો ત્યાં."

"હા વાત સાચી છે તારી. પરંતુ, મને લેટ ઉઠવાની આદત છે. એકલી જે છું. સો, વધારે લેટ ના થાય માટે કાર."

હું તેમના ઘરમાં પ્રવેશ્યો. ઘર ખુબ જ સુંદર હતો. આસપાસ સુંદર ચિત્રો લગાવેલા હતા. અને ખાસ તેમના ઘરમાં એક મોટી લાઈબ્રેરી અલગથી હતી. હું ઘરને જ જોઈ રહ્યો. મારું ઘર આ ઘરથી ઘણું જ વિશાળ છે. પરંતુ, મને ખબર નહીં કેમ? પણ આ ઘર ગમ્યું. એનું કારણ એ તો નથી ને કે, અહીં મારી મનપસંદ રચનાઓ ઉપસ્થિત છે. મારા પિતાજી તોહ, આ ચિત્રો લગાવવાના સખત વિરોધમાં છે. પરંતુ, તેમણે ક્યારેય આ શોખ ના પાળવા કે, છોડી દેવાની સલાહ નથી આપી. તેમણે આ ગમતું ભલે નથી. પરંતુ, તેમણે મને ક્યારેય ટોક્યો નથી. મારા સપોર્ટમાં જ ઉભા રહ્યા છે.

"સારી છે ને? આ રચનાઓ?" મેમએ પ્રશ્ન કર્યો.

"યા મેમ. મને ગમી. ખુબ જ સુંદર રચનાઓ છે." મેં કહ્યું.

"યા. ગમવાની જ હોય ને. બનાવી કોણે છે." તેઓ હસી ગયાં.

"મેમ તમે? તમે પણ ચિત્રોની રચના કરો છો?"

"હા! મને આ આર્ટમાં ખુબજ રશ છે. અને હું એ પણ જાણું છું કે, આર્ટમાં તને પણ રશ છે. સો, ખાસ વ્યક્તિને નહીં મળે?"

"મેમ માટે જ તોહ, અહીં આવ્યો છું. જરૂર મળીશ."

"ઉર્વી અહીં નીચે આય. તને કોઈ મળવા આવ્યું છે."

મને વિચાર આવ્યું કે, આ ઉર્વી કોણ છે? અને મને શા માટે મળવા માંગે છે? થોડી વાર બાદ, લઘભગ એક મારી જ ઉંમરની છોકરી નીચેની તરફ આવી મારી સામે ઉભી રહી ગઈ. તેણે ડ્રેસ પહેર્યો હતો. અને હા! સુંદર પણ હતી. પરંતુ,હું તેને ઓળખતો નહોતો. કોણ હતી એ?

"આઈ નો તું નથી ઓળખતો આને. પરંતુ, આ તને ઓળખે છે. આ તારી જ કોલેજમાં હતી. તારાથી એક વર્ષ જુનિયર છે.યાદ છે? તે એક વખત કોલેજ ફેસ્ટિવલમાં તારી પેંટિંગ્સનું પ્રદર્શન લગાવેલું? એજ પેંટિંગ્સ જોયા બાદ, આને પણ પેંટિંગ્સ બનાવવાનો ચસ્કો લાગી ગયો છે. બાય ધ વે. આનું નામ ઉર્વી છે. ઉર્વી આ યશ છે. તું તોહ, જાણે જ છે."

"હાય યશ." મેં હાથ મિલાવ્યો. "આપણે બંને એક જ કોલેજમાં હતા. અને તારી પેંટિંગ્સની તોહ, શું વાત કરું? તું પ્રોફેશનલ આર્ટિસ્ટ જેવું જ કામ કરે છે. તારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. ખરેખર તારા જેવાં ટેલેન્ટેડ વ્યક્તિઓને ઊંચાઈઓ અડવી જોઈએ."

"યાહ, મારું પણ એજ સપનું છે. હમણાં એક પેંટિંગ્સ સ્કૂલ સાથે વાત થઈ છે. એ લોકોની એક સંસ્થા છે. જે, આવી અધભુત પેંટિંગ્સ કલેક્ટ કરે છે. અને હા પૈસો પણ વધું છે એ ક્ષેત્રે. પરંતુ, મારી પેંટિંગ્સ હું લોકોના ભલા માટે જ વેચવા માંગુ છું. મારે વધારે એક પણ રૂપીયો નથી જોઈતો. એ માત્ર ગરીબ લોકોની મદદ કરી શકાય એવું કંઈક કરે તોહ, પણ હું મારી પેંટિંગ્સ ફ્રીમા આપવા તૈયાર છું."

"યશ. વિચાર સારા છે તારા. તું આમાં જરૂર કામિયાબ થઈશ. તું વધું કંઈ આ ટોપીક વિષે જણાવી શકે છે?કદાચ, હું તારી હેલ્પ કરી શકું." મેમ એ કહ્યું.

"મેમ, આ પ્રોજેક્ટ એવું હશે જે જરૂરત મંદોની મદદ કરશે. મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્ર, ખોરાક આપવાની બાબતે આવી કેટલીક બાબતોમાં આ પ્રોજેકટ ગરીબ લોકોની હેલ્પ કરશે. હું એક એપ તૈયાર કરવા માંગું છું. જેના દ્વારા જરૂરત મંદોની મદદ કરી શકાય. બે કે ત્રણ ટેપ પર તેમની મુશ્કેલી શું છે? તેમની જરૂરિયાત શું છે? અને તેમની લોકેશન શું છે? એ જાણી શકાય. અને આમાં, આમ જનતા મોટો ફાળો આપવાની છે. કોઈ જરૂરત મંદ દેખાય ત્યારે તરત જ, આ એપ દ્વારા અમારું સંપર્ક સાધવાનું. બસ, આમ હું ભલાઈનું કામ કરવા માગું છું."

"ઓહ, આ વિષય રસપ્રદ છે. કદાચ, હું એવા કેટલાંક વ્યક્તિઓને ઓળખું છું. જે, તારી હેલ્પ કરી શકે છે. પરંતુ, આ પ્રોજેકટને તૈયાર થતા વર્ષો લાગી જવાના છે. માટે તારે પેસન્સ રાખવી પડશે. આની માટે ફંડ આપણે કોઈ પણ રીતે જમાં કરી શકીશું. પરંતુ, એક એપ તૈયાર કરવો જે, ક્યારેય ક્રેશ ન થાય. આઈ થીંક આ માટે આપણે કોઈ મોટી કંપનીની હેલ્પ લેવી પડશે. પરંતુ, તું ચિંતા નઈ કર. અમે છીએ ને."

"મેમ થેંક્યું સો મચ. તમે મારી મદદ માટે તૈયાર થઈ ગયાં. નહીંતર તમે મને હજું ક્યાં સરખું ઓળખ્યા જ છો? બે દિવસ થયાં છે કોલેજમાં આવ્યો એને. આટલી મોટી હેલ્પ કરવા બદલ આભાર."

"કેવી વાત કરે છે યશ? હું તારી ફ્રેન્ડ છું એવું જ સમજ. અને હા, બે દિવસમાં તને સરખીરીતે ઓળખી લીધું છે. તું ઉત્તમ પ્રકારનો વિધાર્થી તો છે જ. પરંતુ, એનથી પણ વધારે મહત્વનું! તું ઉત્તમ પ્રકારનો વ્યક્તિ પણ છે."

અમે, ઘણી બધી વાતો કરી. સાંજના સાત વગાડ્યાં. તેમણે મને ડિનર માટે રોકાઈ જવા કહ્યું.પરંતુ, હું તેમને તકલીફ આપવા નહોતો માંગતો. માટે હું જલ્દી ત્યાંથી નીકળી ગયો. બે દિવસની ડાયરી લખવાની બાકી હતી. પરંતુ, હું થાકી ગયો હતો. કાલે જાહેર છુટ્ટી હતી. અને મારી ડાયરી કન્ટીન્યુ કરવાની તક પણ હતી. ચલો, આતે હૈ.

ક્રમશઃ