સાંજ સુધીમાં હું ઘરે પહોંચી ગઈ હતી પરંતુ મન તો હજુ સુધી કોર્ટમાં થતા લક્ષ્મીના સવાલો અને લક્ષ્મીએ કરેલા ખૂન કેસમાં વધુ મન ઉચાટ ભર્યું હતું. મનમાં ઘણા વિચારો સાથે ઘરે આવી હતી અને હજુ પાણીનો ગ્લાસ હાથમાં આપતા શ્રધ્ધા બોલી મમ્મી આજ કેમ ઉદાસ છે? કોઈ કેસ નો ચુકાદો ન્યાય પૂર્ણ નથી થયો? ત્યારે મેં શ્રધ્ધા ને મારી બાજુમાં બેસાડી અને એનો હાથ મારા હાથ લઈને કહ્યું શ્રધ્ધા આજ હું ચુકાદો આપીને આવી નથી પરંતુ ઘણા બધા સવાલોનો ગાંઠડો સાથે લઈ આવી છું.
આજ એક ખૂનનો કેસ હતો અને આરોપીએ ગુનોહ કબૂલ પણ કર્યો હતો પરંતુ કેમ હું ચુકાદો ના આપી શકી?શ્રધ્ધા બોલી મમ્મી ગુનેહગાર એને કરેલ ગુનોહ કબૂલ કરે છે તો સજા થવી જોઈએ. ત્યારે મેં( કરુણા)જવાબ આપ્યો કે સજા તો ગુનેહગાર પણ સ્વીકાર વા તૈયાર હતી પણ એના એક સવાલ એ મને રોકી દીધી.
ઓહઃ એ સ્ત્રી છે?શ્રધ્ધા એ પૂછ્યું અને મેં કહ્યું હા પણ એ સ્ત્રી છે એટલે નથી રોકાઈ પરંતુ એના સવાલે મને હચમચાવી દીધી છે એટલે હું આજ આમ ઉદાસ છું. મમ્મી કેસ શુ છે?
શ્રધ્ધા એ પૂછ્યું
કેસ !લક્ષ્મી દાસ નો છે. એ માત્ર ઓગણીસ વર્ષની નવયુવાન કોડ ભરી છોકરી છે ગરીબ પરિવારમાં પાંચ ભાઈ બહેન અને એની માતા સાથે એક ગામડામાં રહેનાર લક્ષ્મીના જન્મ પછી જ જ્યોતિષ એ કહેલું લક્ષ્મીને મંગળ છે એટલે એના લગ્ન કરવા અશક્ય છે. લક્ષ્મી ને આ વાત ખબર હતી એટલે એ કયારેય લગ્ન વિશે વિચાર કરતી નહીં પરંતુ સમય અને ઉંમર એનો ભાગ ભજવે છે. લક્ષ્મીના જીવનમાં એના જ ગામના સરપંચ નો દીકરો આવ્યો જે ફૂટડો,અને પોતાના ધનાઢય પરિવાર નો નબીરો હોવાથી તેને લક્ષ્મી ને પ્રેમના જાળમાં ફસાવી અને લગ્નના ખોટા સપનાં દેખાડ્યા પરંતુ લક્ષ્મી એ ચોખવટ કરી કે એ લગ્ન કરી શકે નહિ કારણકે એને મંગળ છે અને એ વાત સાંભળીને મિતેષ(સરપંચ નો દીકરો)કહ્યું એ બધું ખોટું હોય છે અને એ પોતાની હવસ સંતોષવા લક્ષ્મીનો ઉપયોગ કરવા લાગ્યો હતો અને એક દિવસ ખબર પડી કે લક્ષ્મી સગર્ભા છે આ વાત જયારે લક્ષ્મીએ મિતેષને કરી ત્યારે એ નફ્ફટાઈ સાથે બોલ્યો ચલ હટ તારા. જેવી ઘણી આવી અને ગઈ બધી સાથે લગ્ન કરતો રહું.?અને તું જ કહે છે કે તું મંગળ વારી છે તો લગ્ન કરી શકે નહીં તો લગ્ન પછી ની મજા તે લગ્ન પહેલાં લઈ લીધી અને આ છોકરું મારુ જ છે એની સાબિતી છે?કેટકેટલાં ભેગી ગઈ છે હોઈશ મને મળીને . ચાલ નીકળી જા અહીંથી અને ખબરદાર જો કોઈને મારુ નામ આપ્યું છે તો.
આ. શબ્દો સાંભળી લક્ષ્મી એકદમ ડઘાઈ ગઈ હતી એ રોતી કરગરતી મિતેષને પગે પડી સમજાવવા લાગી હતી ત્યારે એ નરાધમ મિતેષ એ લક્ષ્મીને કહ્યું એક કામ કર તારી નાનકડી બહેનને મારી પાસે લઈ આવે તો તને અપનાવું અને આ વાક્ય સાંભળતા જ લક્ષ્મી એ. મિતેષ પર હુમલો કર્યો અને એને નીચે નાંખી તેના પર પથરો જોરથી માર્યો અને મિતેષ ઢળી પડ્યો હતો.
અને આજ એ કોર્ટમાં બધા લોકો સામે કરેલ અપરાધ અને એની આપવીતી કહી .
અને પછી સવાલ કર્યો જજ સાહેબ મંગળ હોય એ છોકરી સાથે લગ્ન કરવા અશક્ય છે તો એની સાથે પ્રેમ કરવો અને એના શિયળ લૂંટવું ત્યારે મંગળ નથી નડતો?
શુ મારે લક્ષ્મીને સજા આપવી જોઈએ?
સમાપ્ત
હર્ષા દલવાડી તનુ