Sakhi-prem - 1 in Gujarati Fiction Stories by Kinjal Parmar_KB books and stories PDF | સખી-પ્રેમ - 1

Featured Books
Categories
Share

સખી-પ્રેમ - 1

આજે હું તમારી સામે એક લવ સ્ટોરી રજૂ કરી રહી છુ.. બે બાળપણ ની ફ્રેન્ડ્સ છે સ્નેહા ને રુચિ..સ્નેહા ના ઘરની સામે જ રુચિ નું ઘર છે બંને સરખી ઉંમર ને એક જ સોસાયટીમાં રહે છે , એટલે બાળપણ થી જ બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે જાણે બે બેનો હોય તેમ રહે છે, અત્યારે બંને 11th માં ભણે છે બંને ની સ્કૂલ પણ એક જ છે. રોજ સાથે જ સ્કૂલ જાય ને સાથે જ પાછી આવે....
સ્નેહા ખૂબ જ સુંદર છે રંગ ગોરો એટલો કે, હાથ લગાવો ને ગુલાબી થઈ જાય, લાલાશ પડતાં હોઠ, લાંબા પાતળા હાથ ને 5 ફુટ લાંબી,ફેસ પણ આકર્ષક મોટી આંખો ને કંથઈ રંગ ની,ને ,ગાલ કોમળ ફૂલ જેવા, બહુ જ સુંદર લાગે છે એ.. રુચિ પણ સારી લાગે છે પણ સ્નેહા જેટલી નઈ રુચિ સ્નેહા કરતા હાઈટમાં નીચી છે..
સ્નેહા એના સ્કૂલ માં સાથે ભણતો એક છોકરાં ને પ્રેમ કરે છે, વિહાન નામ છે, વિહાન સર્‌સ છોકરો છે, ને ભણવામાં વધારે ધ્યાન દેતો, ક્લાસ માં ફર્સ્ટ ક્લાસ આવે ને દેખાવળો પણ છે, બધી છોકરીઓ એની દિવાની છે, ને વિહાન પણ સ્નેહા ને પ્રેમ કરે છે, કેહતો નથી એને લાગે ભણવાનું બગડેલું આ બધા મા, ને એ
હતું કે ક્યારેય બંને એ વાત જ નથી કરી હજુ ફ્રેન્ડ્સ પણ નથી , હજુ તો પ્રેમ ની ખબર જ પડી છે કે આવું કાંઈક હોય... એક બીજા ને સ્કૂલ.માં આમ જોયો કરે ક્યારેય વાત નથી કરી..
રુચિ સ્નેહા ને બધી વાત કરતી વિહાનની કારણ રુચિ વિહાન ને 10th થી જાણે છે, ખાસ વાત નથી કરતા કોઈ વાર બુક્સ માટે પરીક્ષા વાત થાય,
રુચિ વિહાન ના વખાણ કરતી રેય ને સ્નેહા એના પ્રેમ માં ખોવાયેલ રહે,
રુચિ ને આખા ક્લાસ ની બધી વાતો ખબર હોય. બધા નું ધ્યાન રાખે ને ખાસ તો વિહાન નું..
સ્નેહા એ રુચિ ને વિહાન વિશે વાત નતી કરી.

એક દીવસ રુચિ સ્નેહાના ઘરે હોમવર્ક કરતી તી, રુચિના મન માં વાત નતી રેતી એની રુચિ કીધું એક વાત કેવી છે, તને સ્નેહા પણ બોલી હા તું કે હું પણ તને કહીશ સર્‌સ વાત..
બંને ને વિહાન વિશે જ વાત કરવી હતી.
સ્નેહા :તું પેહલા કે..ને..
રુચિ :ના તું પેહલા..
સ્નેહા:તે પેહલા કીધું તું
એટલે તું કે...
રુચિ:તું કોઈ ને ના કેતી ને ઉત્સાહ થી બોલી, "હું વિહાન ને લવ કરું છું, મને એ બોવ ગમે છે...
સ્નેહા જાણે મૌન થઈ ગય હોય એમ બે ઘડી ચૂપ થઈ ગય હિંમત કરી બોલી ઓહ વાહ સર્‌સ આ ક્યારેય થયુ શું વિહાન પણ તને...
?
રુચિ : અરે ના... એની નથી ખબર પણ હું એને બોવ લવ કરું છું.. તું કેમ આમ ગુમસુમ થઈ ગય હવે ચાલ હવે તું કે....
સ્નેહા: અરે હું તો ભૂલી ગય તને શું કેહવાનું હતું આટલી મોટી વાત કરી ને હું તો બોવ ખુશ થઈ ગય, હું મારી વાત તો ભૂલી ગય પછી કહીશ..,.
રુચિ:સારું... યાદ કરીને જરૂર કેજે..
સ્નેહા :હા..જરુર કહીશ.
સ્નેહા કઈ રીતે એની બેસ્ટ ફ્રેન્ડ ને કહે તું જેને લવ કરે છે એને "હું લવ કરું છું ...સ્નેહા આ વાત એના દિલ માં જ બંધ કરી દીધી.. રોજ સ્કૂલ જાય ને વિહાન ને જોઈને જ ખુશ થઈ જાય અને વિહાન પણ જાણે સ્નેહા માટે સ્કૂલ આવતો ને નિહાળીયા કરે....
રુચિને સ્નેહા વચ્ચે બોવ ગાઢ સંબંધ હતો એટલે સ્નેહા કઈ બોલી ના શકી...
રુચિ ને સ્નેહામાં બદલાવ લાગતો હતો, ના કસુ બોલે ચાલે સરખું.. રુચિએ પૂછ્યું પણ સ્નેહાને.
સ્નેહા એ કસુ ના કીધું.
આમ કરતા 12th માં આવી ગયા હતા.બંને ખુશ જ હતા રુચિ એ વિહાન ને પ્રપોઝ નતું કરીયું રાહ જોતી હતી કે વિહાન કહે એને. આ રાહ જ રહી જવાની છે એવી રુચિ ને ક્યાં ખબર હતી. સ્નેહા ધ્યાન બદલવા સ્નેહા ભણવામાં ધ્યાન અપવા લાગી નંબર સારો લાવા લાગી. આ જોઈ વિહાન ખૂબ ખુશ થયો, ને વધારે સ્નેહા પર ધ્યાન રાખવા લાગ્યો.
"નિ:સ્વાર્થ પ્રેમ, ના અભિવ્યક્ત,ના મોહ પ્રાપ્ત કરવાનો, આ ની:સ્વાર્થ પ્રેમ..."
આગળ શું થશે એ માટે થોડી રાહ જોવી પડશે.. ફ્રેન્ડ્સ, વાંચવા બદલ આભાર..

Parmar Kinjal _KB