Luck_13 9 in English Fiction Stories by NishA_Parmar books and stories PDF | લક_13 9

Featured Books
Categories
Share

લક_13 9

【રાખવું ખુલ્લું
જગ સામે જીવન.
ખુદમાં કેદ!】

આ હાઈકુ દુનિયાનાં એ માણસો માટે છે, જે ખુદને ઓળખી નથી શકતા અને સમાજની વિચારધારામાં બંધાયા છે. આઝાદ હર કોઈ પોતાને માને છે, પણ જીવંત કોઈ નથી. આ કહાની એવા બે માણસોની જીંદગી રજૂ કરે છે, જે મનથી આઝાદ છે. જેમને પોતાના જીવન જીવવાનું ઝૂનૂન છે, જીદ છે. એવા બે મિત્રો, બે ભાઈ-બહેન, બે પ્રેમીઓની આ કહાની દ્વારા એક વિચારધારા રજૂ કરવામાં આવી છે, જે એક આઝાદી છે. આઝાદીની વ્યાખ્યા બધાના અર્થમાં અલગ અલગ છે. અહીં એવી જ એક વ્યાખ્યા વ્યક્ત કરાઈ છે.



(એક જીતની સાંજ. જીંદગીના લકની સાંજ. એક એવા ઇંતજારની સાંજ..જે મરીઝ બનવા તૈયાર હતી. સ્થિર કુદરત જ્યાં થઈ..એવી એ સાંજ. અને એ સાંજમાં મળે છે, બે મિત્રો. જ્યાંથી શરૂ થતો એ રસ્તો, એમને એમના લક તરફ લઈ જઈ રહ્યો હતો.)


અચાનક ફોનની રિંગ વાગી.

"ભાઈ! તારો ફોન રિસીવ કર. ક્યારની રિંગ વાગે છે."
"હા, આવ્યો."

અક્ષય આવીને ફોન રિસીવ કરે છે. કોલ એના મિત્ર સાહિલનો હતો.

"પ્લીઝ યાર..હેલ્પ મી. તું જલ્દીથી અહીંયા આવ."
"હા..પણ શું થયું? એ તો બોલ."
"તું આવ...બસ."

ફોન કટ થયો. અક્ષય સાહિલના ઘર તરફ જવા નીકળ્યો. અને એના ઘરે પહોંચતા કઈ અલગ જ વાતાવરણ જોવા મળ્યું. સાહિલનું પરિવાર તેને ઘરથી બહાર કાઢી રહ્યા હતા. આ બધું અક્ષયની સમજ બહારનું હતું. પણ તે એટલું જાણતો હતો જેના લીધે સાહિલને ઘરથી બહાર કાઢવામાં આવ્યો છે, એ બધું ધર્મ, જાતપાતને લીધે થઈ રહ્યું છે. તે સાહિલ પાસે ગયો. અને બોલ્યો," ડોન્ટ વરી..યાર! કઈ નય થાય. હું છું ને."

અક્ષય જાય છે બધાની સામે. અને તોડફોડને બંધ કરાવે છે. ત્યારે આખી સોસાયટી ત્યાં એકસાથે ભેગી થઈ હોય છે.

અક્ષય સાહિલનો હાથ પકડતા બધાની વચ્ચે બોલે છે," તમે નહિ રહેવા દો, તો હું મારા દોસ્તને મારા ઘરે લઈ જઈશ. એન્ડ જે રિઝન થ્રુ તમે આજે આ બધું કરી રહ્યા છો...તો તમને જણાવી દઉં કે, જેમ ટોયલેટ મુવી દ્વારા આખા દેશમાં ટોઇલેટનો કાયદો આવ્યો, છપાકથી જો દેશમાં એસિડ માટે કાયદો આવી શકતો હોય....અને આવા તો કેટલાય કાયદા આવી ગયા છે. તો એક દિવસ એ કાયદો પણ આવશે, જે આ ધર્મ-જાતપાત-ઊંચનીચ બધાને હટાવી દુનિયાને ઇન્સાન બનાવશે."

આટલું બોલી અક્ષય સાહિલનો હાથ પકડી તેને પોતાના ઘરે લઈ જાય છે. આ બાજુ અક્ષયના ઘરમાં પણ આ વાતની જાણ બધાને થઈ જાય છે. અક્ષયના ઘરમાં આવતા જ તેના પપ્પા તેને રોકે છે. અને કહે છે," જો તું તારા મિત્રને આપણા ઘરે રાખીશ, તો સમાજ શુ કહેશે. અને એમ પણ એની જોબ નથી રહી હવે. અને એ લોકો મોટી પાર્ટીના માણસો છે...બેટા. સાહિલને આ એરિયામાં તો ક્યાંય જોબ મળી નહિ શકે. અને..."
"હું સમજી ગયો પપ્પા. તો આ ઘરમાં પણ કોઈ જગ્યા નથી મારા મિત્ર માટે. જો સાહિલ અહીંયા નહિ રહે, તો હું પણ આ ઘરમાં નહિ રહું. અને પપ્પા તમે જ તો શીખવ્યું છે, જ્યારે જેને આપણી જરૂરત હોય, અને જો એ જરૂરત આપણે પુરી કરવામાં સક્ષમ હોય, તો એ આપડે કરવી જોઈએ. અને આ તો મારો મિત્ર છે...મારી જીંદગી. અત્યારે એની મદદ માટે કોઈ નથી. હું પણ જો એનો સાથ છોડી દવ, તો...."
"બેટા.. હું સમજુ છું. અને મારી એ જ ઇચ્છા છે, તું તારા મિત્રની મદદ કર. અને એના માટે જો તારે તારું ઘર છોડવું પડે, તો તું એ પણ કર. હું તારી સાથે છું."
"તો પપ્પા જાવ છું હવે. (થોડું હસતા..) આપોને પૈસા."
"આ લે..આટલા રોકડા. અને આ મારું કાર્ડ. જ્યારે જરૂરત હોય...કોલ કરી લેવો. ઓકે!"
"થેન્ક્સ..પપ્પા."

(અક્ષયના પપ્પા તેને સમજતા હતા. તેમણે એને રોક્યો પણ નહીં. અને બન્ને મિત્ર ચાલ્યા જાય છે દૂર. એક સુમસાન રસ્તા પર. રાત થઈ હોય છે. એ રાત જે કેટલાય સવાલોના જવાબ બની રહી હોય છે. એક સ્થિર-અનંત શરૂઆતની રાત. કુદરતના એ મંજરને...શાંત થઈને, જ્વાળા બનાવતી રાત. ત્યાં નજીકમાં કોઈ એક ઝાડ પાસે સ્ટ્રીટ લાઇટની નીચે બેન્ચ હોય છે. બંને ત્યાં જઈને બેસે છે. અને થોડા આરામ પછી વાતચીત શરૂ કરે છે.)

"યાર ! મારા લીધે તને ઘર છોડવું પડ્યું...સોરી યાર."
"બસ..ચાલુ તારું. છોડ બધું..ફોર્ગોટ ઇટ. એન્ડ..."
"તો પણ..મારા માટે તારે ઘર છોડવાની જરૂર ન હતી."
"દોસ્ત છે તું યાર. અને દોસ્તી માટે કઈ પણ..! તું બોલ હવે શું થયું એ?"
"હું એક છોકરીને લવ કરું છું. એનું નામ ઈદ છે. એ મોમેડન છે. અને અમે જૈન. અમારા ઘરમાં કોઈ માનતું નથી. ના એના ઘરમાં. એના પપ્પાએ મારી જોબ પણ છોડાવી દીધી. અને અત્યારે અહીંયા અમારા ઘરમાં તોડફોડ કરી રહ્યા હતા. એટલે મને ઘરથી બહાર કાઢતા હતા. મમ્મી-પપ્પા કહે છે કે હું ધર્મની વિરોધ ગયો. યાર.. તું જે બોલતો હતો ત્યાં, તને કેવી રીતે ખબર પડી? મેં તો કઈ કીધું પણ ન હતું."
"મોમેડનનો ડ્રેસ જોઈને એટલી ખબર પડી ગઈ કે, ધર્મને લઈને કઈ થયું છે....બસ પછી શું. (હસતા-હસતા) બોલવા લાગ્યો ડાયલોગ."
"હવે શું કરીશું યાર."
"લક શોધીશું...ડીઅર."
"હા, મને તો ભૂખ પણ લાગી છે. આપણે સુઈશુ ક્યાં?"
"કેમ ટેંશન લેય છે તું. જો આ પૈસા. પહેલા થોડુ જમી લઈએ અને પછી સુવા માટે પણ કોઈ જુગાડ કરી લઈશું."

(બંને એક હોટેલમાં જમે છે. અને પછી ધીમે ધીમે ચાલતા જાય છે...વિચારતા. સાહિલ એકદમ જ અક્ષયને ભેટી પડે છે. અને એની આંખમાં આંસુ પણ હોય છે. અક્ષય તેને સમજાવે છે. અને એક નવો શ્વાસ લઈ જીવવાનું કહે છે. થોડા સમય પછી સાહિલ અક્ષયને પૂછે છે.)

"એ કે તું શું બોલતો હતો ત્યાં. કાયદો... છપાક... વૉટ?"
"કઈ નય યાર..એ હું ડાયલોગ બોલતો હતો. મારી સ્ટોરીના..બસ."
"તો રીપોર્ટર સાહબ. રાઇટર બની ગયા એમ. તો મને પણ જણાવોને તમારી સ્ટોરી. તુએ લખી છે?"
"હજી લખવાની બાકી છે. આજે જ વિચાર્યું હતું કે, લખવાનું શરૂ કરું. પણ તારો કોલ આવ્યો ને...."
"કેમ આજે જ?"
"હજી કાલે રાતે જ હું પૂર્ણિયાથી અહીંયા હમીરપુર આવ્યો છું..મારી સ્ટડી ઓવર કરીને."
"અચ્છા.. મને સાંભળવને તારી સ્ટોરી. આખિર મારો દોસ્ત પોતાના પેશનમાં આગળ વધી રહ્યો છે."

(બન્ને ચાલ્યા જાય છે. પોતાની જ એક આશના રસ્તે. અને ચાલતા ચાલતા અક્ષય તેની સ્ટોરી કહેવાનું શરૂ કરે છે. અને સાહિલ તેમાં જીંદગી શોધતો..સાંભળે છે. વાતાવરણ પણ શાંત થઈ તેમને સાંભળી રહ્યું હતું. અને અક્ષય સ્ટોરીની શરૂઆત કરે છે.)
.
.
.
.
.
.
હવામાં થોડો અવાજ આવે એ રીતે માહીની બાજુમાંથી એક ચકલી ઝડપી ગતિમાં ઉડી. માહીની નજર તેના તરફ ફેરવાઈ. અને એટલામાં જ વરસાદના ઝીણાં ઝીણાં ટીપા..નાના નાના પીંછાંની જેમ તેની આંખો પર પડ્યા. પાણીમાં થોડા ધુમ્મસ જેવું સર્જાયું. એ ધુમમ્સ સિગારેટના ધુમાળાને લીધે રચાયું હતું. જે સામે ઉભેલો માણસ પોતાના હોઠેથી કાઢી રહયો હતો. અને વરસાદ ફૂલ સ્પીડમાં શરૂ થયો. આખો ચહેરો ઝાકળની જેમ, કાચ જેવા ટીપાંથી પલળાઇને ભીનો થયો. ઉપર ગયેલી નજર નીચી થતા થતા ડાબી તરફ વળી. બસ.. પછી ત્યાં જ સ્થિર રહી. એ નજર..સામે એ ધુમાડા તરફ જોતા બીજી નજરને મળી. જે નજરો પણ માહીને જ જોઈ રહી હતી. એવામાં રસ્તો વળાંક થતાં એકબીજાના ચહેરા પરથી નજરો હતી. અને સૌરાનો કિનારો પૂરો થતાં માહી સ્કૂલે પહોંચી. કલાસમાં આવીને તપસાની બાજુમાં બેઠી. અને થોડા શ્વાસ લીધા. તપસા થોડી ચિંતામાં હતી. એટલે માહીએ તેને પૂછ્યું.

"વૉટ હેપન્ડ...ડીઅર!"
"મારો ભાઈ. ઘર છોડીને તેના પ્રેમ સાથે ચાલ્યો ગયો."
"સારી વાત છે ને...તો!"
"મેં શુ કરીશ હવે..પાગલ."
"તો શું. છોડ એ વાત. એમ પણ તમારા ઘરમાં કોઈ માનતું તો હતું નહીં. તો એ જ કરવું રહ્યું પછી..."
"એ પણ છે. તું બોલ આજે વ્રતના છેલ્લો દિવસ... આજે પણ હતો ને એ."
"હા, રોજ હોય છે. હું સ્કૂલે આવું ત્યારે, સ્કૂલથી ઘરે જાવ ત્યારે..."
"તો હવે તો કહી દે તારી વાત એને. તારા વ્રત સફળ જાય છે..મેડમ!"
"યા. બટ.. કઈ છે જે મને રોકે છે યાર. ખબર નહિ શુ."
"ફરી તારા એ સવાલો. હું થાકી ગઈ છું એ સાંભળીને. ક્યારેક તો સવાલોની દુનિયામાંથી બહાર આવ."
"મને તો એ પણ નથી સમજાતું તપસા કે, હું સવાલોનો જવાબ શોધું છું કે જવાબ માટે સવાલ."
"એ બધામાંથી બહાર આવ. સમજાઈ જશે."

બેલ પડે છે. લેક્ચર સ્ટાર્ટ થાય છે. માહી હજુ ત્યાં જ હતી. જ્યાં એની રાહ તેની રાહ જોઈ રહી હતી. તેનું ધ્યાન કલાસમાં ન હતું. એટલે ટીચર તેને ઉભી કરે છે. અને પૂછે છે.

"માહી ક્યાં ધ્યાન છે બેટા. લેક્ચર પૂરો થવાનો, તું હજી વિચારોમાં જ છે. શુ થયું?"
"કઈ નય મેમ.....તમારી સાથે વાત કરવી હતી."
"ઓકે. પછી મળજે."

બ્રેક પડે છે. માહી તપસા સાથે ટીચર પાસે જાય છે. અને કહે છે.

"મેમ. તમારી હેલ્પ જોઈતી હતી."
"હા, સ્યોર બેટા. બોલને હું તારી સાથે છું. આ વર્ષે ચાર વર્ષ પુરા થઈ જશે તારી સાથેના. આજસુધી તેં બધી વાત મને કહી છે. મેં મદદ કરી છે. બોલ શુ થયું છે. કોઈ ફેમિલી પ્રોબ્લેમ? બીજી કોઈ વાત? કેમ કે તારું ધ્યાન કલાસમાં નહિ હતું."
"એવી કોઈ વાત નથી કે મેં તમને ના જણાવી હોય. અને તમે મને દર વખતે સોલ્યુશન પણ આપ્યું છે. પણ આ તો મારી સમજની બહાર જાય છે. સવાલો કરે છે."
"તો ધ્યાન ન લાગવાનું કારણ પર્સનલ મેટર છે."
"યસ મેમ."

માહી બધી વાત જણાવે છે. એટલે મેમ બોલ્યા.

"આ બધું કોમન છે બેટા. તું તારી સ્ટડીમાં ધ્યાન આપ. સાચો રસ્તો અપનાવ."
"ઓકે મેમ. થેન્ક્સ."

બન્ને કલાસમાં જાય છે. પણ બ્રેક ઓવર થવામાં થોડો જ સમય બાકી હોય છે. અને નાસ્તો પૂરો બાકી.

"ચાલ ફટાફટ યાર...બાકી અનવીક્ષા મેડમ દંડ લેશે."
"હા, યાર."

ફટાફટ ડબ્બા ખુલ્યા. અને ચાવ્યું ના ચાવ્યું.. એમ જ બધુ પૂરું કરવામાં લાગ્યા. કેમ કે હવે પછીના લેક્ચરના મેડમ બધાના ડબ્બા ચેક કરે. જેને ના પૂરો કર્યો હોય તેની પાસે દંડ લે. બધાં ઉભા થઇ 'ગુડ મોર્નિંગ' કહેવા લાગ્યા. એટલે બંનેનું ધ્યાન ટીચર તરફ ગયું. અને પછી બન્ને ઉભા થયા. આખો કલાસ બેસી ગયો. ટીચર એ બન્ને બાજુ જોતા હતા.

"વાંધો નય. તમે પહેલાં જમી લો. ભોજન ખૂબ જરૂરી છે... હેલ્થ માટે."

બન્ને બેસી ગયા. અને આખો કલાસ હસવા લાગ્યો. સાથે સાથે એ બન્ને પણ. આવી રીતે કલાસ પુરા થયા. છૂટી થતા બન્ને કિનારે ચાલતા ચાલતા વિચારતા હતા. માહી એ વિચારતી હતી કે હવે એને શુ કરવું છે. એને શુ થાય છે. અને તપસા માહી શુ વિચારે છે એ વિચારતી હતી. એટલે તપસાએ પૂછ્યું.

"માહી શુ વિચારે છે."
"એ જ જે આજસુધી.."
"તને શું લાગે છે, તને તારી જીંદગી મળી જશે એમાં. એ જ રસ્તો રહ્યો છે હવે?"
"એવું જ કઈ..ડીઅર! મારી પાસે ખુદનું કોઈ સપનું નથી. મને એ પણ નથી ખબર મારે કરવું શું છે. મેં તો સાયન્સ પણ તારા માટે લીધું છે. અને આ સવાલોમાં મને કંઈ મળી રહે છે. મને એવું લાગે છે કે આ સવાલો મને પોતાના સુધી પહોંચાડશે."
"ઓકે. તું જે ચાહે તે કર."
"તું જ વિચારને યાર. શુ છે એ જે મને રોકે છે. જે મારા શબ્દોને કેદ રાખે છે. અને આ હોંઠને બસ થોડા ખુલવાની આઝાદી આપે છે..."
"એ તો તને ખબર જ છે."
"રિયલી. બોલને શુ ખબર છે મને."
"છોડ. મારો રસ્તો આવી ગયો, હું જાવ છું. કાલે મળીએ."

બન્ને છુટા પડે છે. ચાલતા ચાલતા ફરી એ જ વળાંક. અને રોજની જેમ ફરી એ નજરો. જાણે કઈ મેળવતી હતી એ નજરો એકબીજામાં. માહી ઘરે જાય છે. બીજો દિવસ થયો. માહી સ્કૂલે જવા નીકળે છે. રોજની જેમ આજે પણ એ વળાંક એના હૃદયને હલાવી રહ્યું હતું. એના વિચારો હદ પાર કરી રહ્યા હતા. છેલ્લે એ જ ફેવરિટ સ્વીકૃતિ મેમ પાસે જઈને બધું જણાવ્યું. ટીચર એની વાત સમજી ગયા. છતાં એને ભણવામાં ધ્યાન આપવા જ કહ્યું. અને એ પણ કીધું કે, આ લાસ્ટ યર છે બોર્ડ. વધારે મહેનતની જરૂર છે.

એક દિવસ માહી લેક્ચરમાં સૂતી હતી. એટલે મેડમે ફરી તેને થોડા ગુસ્સા સાથે સમજાવવાની કોશિસ કરી. એટલે બીજા દિવસે માહી એ એક આઈડિયા શોધી. અને તપસાને કહ્યું.

"યાર. એક તો આપડો આ ક્લાસ કોની બાજુમાં છે ખબર છે ને. આખો દિવસ સ્મેલથી મગજ હટે છે. અને એ મેડમ કલાસમાં સ્પ્રે લાવવાની ના પાડે છે. એમને તો આખો દિવસ એક કલાસમાં રહેવાનું નથી."
"સાચું યાર. આ સ્મેલ હવે બરદાસ નથી થતી."
"તો શું. અને મેં સુઈ જાઉં છું. તો મને જ બોલે. એમને કોણ સમજાવે કે સેના લીધે ઊંઘ આવે છે."
"એક કામ કરીએ. હું કાલે 'બ્લેક મેજિક' લઈ આવીશ. બધાને શાંતિની ઊંઘ મળશે."
"વૉટ. 'બ્લેક મેજિક'? આપડે કોઈ કાલા જાદુ નથી કરવાનો."
"અરે.. અગરબત્તી છે એ. એનું નામ છે 'બ્લૅક મેજિક'. એકદમ પાવૉરફુલ સ્મેલ..."
"ગુડ. અને અગરબતીને લીધે મેમ કઈ બોલશે પણ નય."
"હા, એ જ(હસીને)."
"એક કામ કરીશું. એ સામે ભગવાનનો ફોટો, અહીંયા આપડી જગ્યાએ લઈ આવીશું...બારી પાસે."
"બે તારી.... તો બધાને ખબર પડી જાય. આપડે જ આગળ ચાલ્યા જઈશું."
"ના. એના કરતાં મને આ સ્મેલ ગમે છે. હું મારી છેલ્લી બેંચ છોડીને કસે નહિ જાઉં."
"ઓકે. આપડે ત્યાં જ લગાવશું."
"ટીચર માટે એટલું બધું નય હો. તું છે ને ચાર-પાંચ લઈ આવજે. આખા કલાસમાં જ લગાવી દઈશું."
"જો હુકમ..(હસતા-હસતા)"
.
.
.
.
.
"હું પણ તારી જેમ ખૂબ હસ્યો હતો, સાહિલ."
"અક્ષય.. તારી આ વાતમાં હસવા જેવું જ છે."
"હા, પણ હવે સ્ટોરી કાલે. હું થાકી ગયો. ઊંઘ આવે છે. ચાલ સુઈ જઈએ."
"ક્યાં સુઇશું અક્ષય?"
"આટલી મોટી જગ્યા છે. બાપનો રોડ છે ને ખુદનું આસમાન. તું સુઈ જા...બેફિકર."

(બન્ને ત્યાં જ રસ્તાની બાજુના ઘાસ પર સુઈ જાય છે. સવાર થાય છે. સાહિલ અક્ષયને ઉઠાડે છે. પછી નજીકમાં હોટેલ પર નાસ્તો કરી ફરી ચાલ્યા જાય છે. અને વાતચીત શરૂ થાય છે.)

"તારું આસમાન તો ખરેખર મસ્ત ગાદલું છે. ઘરથી કાઢી મુક્યો છે. એટલા ટેંશનમાં પણ એ આરામની ઊંઘ આપે છે."
"એ જ બેટા.. એ જ. જ્યારે ખુદનું હોઈને કઈ પણ ત્યારે એ સુકુન બહુ આપે છે."
"હવે શું કરીશું?"
"ઘર! ઘર લઈશું."
"સાચું..!"
"હા, ભાડે.(હસતા-હસતા)"
"અને પૈસા?"
"આ છે ને. પપ્પાએ આપેલા એ. મસ્ત એક રૂમ ભાડે લઈ, જોબ શોધીશું."
"બેસ્ટ આઈડિયા. ચાલ તો ઘર લઈ લઈએ."

(આખો દિવસ ઘર શોધવામાં લાગે છે. છેવટે નાની એક રૂમ મળે છે. બન્ને ખુશ થઈ જાય છે. હવે બાકી હતી જોબ. એટલે બીજી સવાર થતા બન્ને જોબ શોધવા નીકળી જાય છે. પણ કોઈને જોબ મળતી નથી. રાત થઈ.)

"યાર. જોબ છોડ. તું તારી સ્ટોરી આગળ સંભળાવ."
"ઓકે. ચાલ તો આપડી દુનિયામાં."
.
.
.
.
.
દિવસો પસાર થવા લાગ્યા. હસતા-રડતા ચાર વર્ષ પુરા થવા આવ્યા. ખૂબ મસ્તી સાથે.. એકબીજાના શ્વાસ સાથે. આમ, વર્ષ પૂરું થવા આવ્યું. હવે એક વીક બાકી હતું.
તે દિવસે સ્વીકૃત્તિ મેમ સાથે છૂટી પડ્યા પછી મળવા ગયા હતાં બન્ને મેમને. એટલે ઘરે જવામાં લેટ થઈ ગયું. માહી એ વિચારમાં હતી કે, આજસુધી એને ઘરે જવામાં મોડું નથી કર્યું. અને વતન્સ એ વળાંક પછી હોય છે. આજે પહેલી વાર મોડું થયું હોવાથી એ થોડી ચિંતામાં હતી.

"શેની ચિતા છે હવે."
"ખબર નહીં. પણ તપસા મને મારા સવાલનો જવાબ મળી ગયો. એ છે કે, હું એને લવ કરું છું. તું જ કહેતી હતી ને. જ્યારે મને પ્રેમ થશે, ત્યારે મને ખબર પડી જશે. મને ખબર પડી ગઈ છે...તપસા."
"રિયલી..! સારું તો. હવે સવાલોમાંથી તો ભહાર આવશે."

બન્ને રસ્તો બદલાતા પોતાના ઘર તરફ જાય છે. વળાંક પસાર કરતા જ એની નજર એ જગ્યા પર જાય છે. પણ વતન્સ ત્યાં હોતો નથી. માહીના હૃદય પર જાણે કોઈ પ્રઘાત થયો હોય, એવું એણે અનુભવ્યું. જાણે વતન્સનું ત્યાં જ હોવું માહીને રાઝ નહિ આવતું હતું. એક તકલીફ જેવું હતું. કેમ કે, એ જગ્યા સિવાય ક્યારેય માહીએ તેને બીજે વિચાર્યો જ ન હતો. અને એવી થાકેલી આંખો એક આશ માંગતી હતી. એના ચહેરા પરનો પરસવો...ઝાકળની જેમ ચમકી રહ્યો હતો. માહી તેની નજર રસ્તાના એ બીજા છેડા પર કરે છે. અને ત્યાં જ વતન્સ ઉભો હતો. માહીની આંખમાં આંસુ આવી ગયા તેને જોઈને. તે કઈ બોલતા માટે હોંઠ ખોલે છે..પણ એક શબ્દ નીકળવા તૈયાર ન હતો. અને એ વાતાવરણ આંસુ ભરેલી આંખે, ખુલા હોંઠે અને વિચાર સાથે સ્થિર બન્યું હતું. માહી ઘરે જાય છે. ખુશ થાય છે. કારણ ખબર નહિ. એટલા માટે કે વતન્સ તેને દેખાયો, એટલા માટે કે તેનો અત્યાર સુધી થયેલા એ સવાલનો જવાબ બની વતન્સ તેની સામે ઉભો હતો...ખબર નહિ. પણ માહી તો નવા સવાલો સાથે ફરી ચાલવા લાગી. આખી રાત એને એ સવાલ સુવા ન દીધી કે, કેમ વતન્સને જોઈને તેની આંખમાં આંસુ આવી ગયા? કેમ તેને કઈ કહેવું હોવા છતાં શબ્દો ચૂપ રહ્યા? અને નીકળી ગઈ આખી રાત એના જ્વાબોમાં. સવાર થઈ. માહી સ્કૂલે જવા નીકળી. અને વળાંક આવતા તેની નજર એ જ જગ્યાએ ગઈ. પણ વતન્સ ત્યાં હતો નહિ. સ્કૂલે પહોંચી. તાપસને ભેટીને થોડું રડી. કઈ સમજાતું ન હતું તેને. તપસાએ તેને પૂછ્યુ એટલે એને બધું જણાવ્યું. વીક પણ પૂરું થઈ ગયું. પણ વતન્સ એ દિવસ પછી ક્યારેય આવ્યો જ નહીં. માહી ખૂબ ઊંડે વિચારોમાં ખોવાઈ હતી. એના જવાબો મેળવવા ચાલતી હતી. અને આમ, પૂરું થઈ ગયું ટવેલ્થ. હવે હતો ફેરવેલ ફંક્શન. સાંજે બધા મળ્યા. એ બધા જે આજ પછી ક્યારેય મળવાના નથી. તપસા માહી પાસે આવી. માહી થોડી ગુમનામ હતી. એટલે તપસાએ કહ્યું.

"ચાલ..મેડમ! આજે છેલ્લો દિવસ. આજે તો હું પણ મારા પેશન માટે જીવીશ અને તું તારા. ચાલ..."
"(થોડું હસીને) ઑફકોરજ."

બન્ને પાર્ટીની વચ્ચે જઈ ડાન્સ કરવા લાગે છે. તપસા ડાન્સમાં જ તલ્લીન થઈ ગઈ હતી..એના પેશનમાં. અને માહી સ્થિર થઈ એને જોતી હતી. થોડીવાર પછી માહી એનો ફેવરિટ કેમેરો કાઢીને તપસાના પિક લેવા લાગી. અને એ પણ ચાલી ગઈ એના પેશનમાં. ફંક્શન પૂરો થયા પછી સ્વીકૃતિ મેડમે એમને એવું કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ પોતાના સુધી નહિં પહોંચી જાય ત્યાં સુધી તેમને નહીં મળી શકે.

બોર્ડ થયું ઓવર. આવી ગયુ રિજલ્ટ. અને હવે આગળ શુ કરવું એના માટે મિટિંગ થઈ. નદી કિનારે એક ગાર્ડનમાં માહી અને તપસા બેઠા હતા. અને આગળ હવે કઈ ફિલ્ડમાં જવું તે વિચારતા હતા. એટલે માહીએ કહ્યું.

"તું શું વિચારે છે યાર. તારી પાસે તો તારું એક સપનું છે. વિચારવું શુ પછી. તારે તો બી.એસ.સી.જ કરવાનું છે."
"મારે તો...એટલે. કેમ તું નહીં આવીશ મારી સાથે?"
"ના. મારે નથી કરવું. તને ખબર છે ને. મને સ્ટડીમાં કોઈ ઇન્ટરસ નથી."
"સ્ટુપીડ. તુએ હમેંશા મારી સાથે રહેવાનું કીધું છે."
"તો.. આ પણ કરું હવે એમ."
"હા, એમ પણ તારી પાસે તારો કોઈ ગોલ નથી. તો મારી સાથે આવવામાં શુ વાંધો છે."
"વાહ. ધેટ્સ ગુડ. પણ મારે ડિપ્લોમા કરવું છે...આર્કિટેક્ચર. મારી ખુદની ડિઝાઇન..મારી ખુદની ફોટોગ્રાફી."

હજી તપસા કઈ બોલે એની પહેલા નજીકમાંથી અવાજ આવ્યો.

"હું આઈ.ટી.આઈ. કરીશ."

માહી અને તપસા એ તરફ પાછળ ફરી જુએ છે. એ અવાજ વતન્સનો હતો. વતન્સ એ તેના મિત્રને કહી રહ્યો હતો. વતન્સને ત્યાં જોઈને માહી વિચારમાં પડી ગઈ. માહી એ તરફ ફરી. ત્યાં તપસા તેના ખભા પર હાથ રાખી બોલે છે.

"જા માહી. કહી દે તારી વાત."

માહી ઉભી થઇ છે. આ બાજુ વતન્સ પણ ઉભો થાય છે. માહી ચાલીને તેની તરફ જાય છે. અને થોડા અંતરે ઉભી રહી. પણ કઈ બોલી ન શકી. ત્યાંથી ચાલી ગઈ.

"શુ કરે છે પાગલ. તારી સામે હતો એ અને તું કઈ ના બોલી."
"નહીં બોલાયું. શુ કરું હું."
"તારે કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ ખેલવાનું છે. કે આટલું મગજ હલાવે છે. આટલી નજીક જઈને પણ કઈ ના બોલી... સ્ટુપીડ!"

માહી એના સવાલોમાં હતી. રસ્તા અલગ થતા બન્ને પોતાના ઘર તરફ જવા લાગી. માહી ઘરે આવીને ટેરેસ પર થોડા અંધારામાં એકલી બેઠી હોય છે. ત્યાં એનો ભાઈ આવે છે. માહી તેના ભાઈને પૂછે છે.

"વૉટ ઇઝ ધ લવ?"
"શુ?"
"(થોડું જોરથી) શુ છે આ પ્રેમ?"
"આ સવાલનું કારણ?"
"તું કે ને..જવાબ."
"જેની બધી વ્યાખ્યામાં છેલ્લે પ્રેમ જ મળે એ છે પ્રેમ. એની સામે આવતા જે કહેવું હોય એ વાત પણ શાંત થઈને કેદ બની રહે. અને હોઠ આઝાદ હોવા છતાં પણ શબ્દોની જેમ મૌન. બસ.. ત્યારે બોલતી આ નજરો તેને બધું જણાવી દે. એ છે પ્રેમ."
"રિયલી."
"આ મારા અર્થમાં છે. અને પ્રેમ બધાના અર્થમાં એક નવું રૂપ લેય છે."
"પણ મારી સાથે તો આવું જ થાય છે. જે તુએ કીધું."
"મારી સાથે... મતલબ? તું.. લવ.. સિરિએસલી."
"શુ કરું. મને તો કઈ સમજાતું નથી. તું બોલ કોણ છે એ? જેના થ્રુ તને આ મતલબ મળ્યો છે."
"હતી... ઓવર ધેટ."
"વાય?"
"હું આ 'શું થયું? શુ થઈ રહ્યું છે?' એવા કેટલાય સવાલોમાં હલવાયો હતો. અને જ્યારે જવાબ શોધવાની કોશીશ કરતો. ત્યારે એક જ જવાબ મળતો 'આઈ ડોન્ટ નો'. બસ...
તું બોલ ક્યારે થયું આ બધું? કોણ છે?"

માહી અત્યાર સુધી થયેલું બધું આસીતને જણાવે છે. એટલે આસીત માહીનો સાથ આપે છે. એને સમજાવે છે કે, જ્યાં સુધી તેને એના બધા સવાલોના જવાબ નહીં મળી રહે. ત્યાં સુધી તે વતન્સની સામે કઈ નહીં બોલી શકે.

શરૂ થઈ ગયું એફ.વાય. કોલેજના દિવસો હતા. એટલે મસ્તી-મજાક પણ. અને કોલેજમાં તેમના વધારે મિત્રો બન્યા હતા. પણ એટલા બધામાં પણ માહી ને તપસા એકબીજા સાથે એકલા જ હતા. માહી સાથે એક નવી ફ્રેન્ડ કોલેજ આવવા લાગે છે, જે માહીના ઘર પાસે રહેવા આવી હોય છે. આમ, દિવસો વીતતા ગયા. એક દિવસ બન્ને કોલેજના ગાર્ડનમાં બેઠા હોય છે. એ પણ લેક્ચર બન્ક કરીને. અને થોડા સમય માટે ખુદમાં ખોવાયા હતા. તપસા કહે છે.

"આવું આપણે ત્રીજી વાર કર્યું. ખબર નય કેમ આ કેમેસ્ટ્રી તો મગજ હટાવે છે."
"એટલે જ(હસતા-હસતા)."

થોડી વાર પછી...

"તને નથી યાદ આવતો?"
"હા, તો.."
"યાર. તને જોઈને મને ખરેખર વિચાર આવે છે. કેટલીક વાર તો એવું જ લાગે તું મેન્ટલ છે. દુનિયાના લવને જોઉં છું. અને તું એમાં અલગ જ....લોકો લવમાં ક્યાં સુધી પહોંચી જાય છે. અને તું.... બસ સવાલોમાં જ જીવે છે. કોઈ લોજીક સેટ નથી થતો."
"સમજાઈ જશે. બસ... અત્યારે હું એટલું જ કહીશ તને કે જીવનનો આધાર છે તર્ક. અને મારી જીંદગીનો તર્ક છે વતન્સ. અને આ તર્ક મારા વિચારોમાંથી નીકળે છે."
"હવે એ તને દેખાતો પણ નથી..."
"આદત. પહેલા રોજ આવતો એટલે પડી ગઈ હતી મને. હવે સમજાયું છે કે, એ મારી આદત નહીં.. વિશ્વાસ છે. એનું ના આવવાનું કારણ પણ આ જ છે."
"હા, તને કહીને ગયો હતો. એટલે તને ખબર છે."
"યસ..ડીઅર!"
"માહી.. તને એના નામ સિવાય એની વિશે કઈ ખબર નથી. તો પણ આટલો વિશ્વાસ."

માહી અચાનક હસવા લાગે છે. કઈ યાદ કરીને. એટલે તપસા થોડું ગુસ્સામાં બોલે છે.

"એ આવતો નથી. એટલે પાગલ થઈ હસવું આવે છે...ગુડ!"
"ના યાર. સ્કૂલની વાત યાદ આવી ગઈ. તને યાદ છે આપડું નામ જ્યારે પેલી મોનીટર ટીચરને આપતી ત્યારે...."
"(હસીને) ઓહ એ. ના ભૂલી શકાય. એ લાઇન ટીચરની હજુ યાદ છે. તારું નામ આવતું એટલે મારુ તો એની બાજુમાં હોતું જ. અને આખા કલાસ વચ્ચે મેડમ આપણને એવું કહેતા 'કેમ અલી. તું તો નાક પર માખ નય બેસવા દેય. વાતો કરવામાં નામ ક્યાંથી આવી ગયુ' અને આખો કલાસ આપણી ઉપર હસતો."
"એ તો છોડ. આપડી બેંચ પાર્ટનર.. શુ નામ હતું....?"
"સ્તથા."
"હા, એ. એ તો ફોગટમાં જ ફસાઈ જતી. અને પછી મેમ બોલતા 'આજ પછી તમારા ત્રણનું નામ આવ્યું એટલે ત્રણે રોમાં અલગ અલગ બેસાડી દઈશ' અને પછી આપડે ધીમેથી નીચે બેસતા."
"હા, યાર. કેટલી મજા આવતી ત્યારે..."
"એ તો જો. આપડા પ્રિન્સિપાલ."
"તારી વૉચ લઈ લીધી હતી(જોરથી હસીને)."
"ખબર નય. મારા પર જ નજર રાખીને બેસતા કે શું કેમેરામાં. આવીને સીધી વૉચ જ લઇ લીધી. અને પાછા બોલતા કે 'લેક્ચર એના સમયે પૂરો થઈ જ જશે'. મને તો બહુ જ હસવું આવ્યું હતું. અત્યારે પણ આવે છે."
"અને તારા લીધે આખી સ્કૂલને જે પનીસમેન્ટ મળી હતી એ.. એને આખી સ્કૂલમાં વૉચ બેન્ડ કરી દીધી હતી. યાદ છે."
"(જોરથી હસતા હસતા) ઓહ હા, યાર. મજા આવી હતી ત્યારે તો..."
"પણ તું. સ્કૂલના લાસ્ટ ડે સુધી વૉચ પોતાની પાસે રાખી હતી. એ પણ યાદ છે મને."

સમય જતો હતો. બસ..જતો હતો. અને કોલેજના દિવસો પુરા થવા આવી રહ્યા હતા. એક દિવસ કલાસમાં આવીને માહી ખૂબ હસી. તપસા એને જ જોતી હતી. અને મનમાં વિચારતી હતી કે, આજે વતન્સે શુ માહીને કઈ કહી દીધું છે કે આટલી ખુશ છે. અને છેલ્લે પૂછી જ લીધું.

"વૉટ હેપન્ડ મેડમ?"
"યાર તું સાંભળ. કાલે મેં ને આસીત સાંજે બહાર ફરીને ઘરે આવ્યા, ત્યાં મારી મમ્મી અમને બન્નેને બોલવા લાગી કે, ભાઈ-બહેન બન્ને મોજ કરો. ઘરમાં તો કોઈ મદદ કરવી નથી. ક્યાં રખડીને આવ્યા આજે મહાત્માઓ. એટલે મેં પણ હોશિયારી મારીને જણાવી દીધું કે આ અમારા ભાઈ બહેનની વાત છે, તને નય સમજાઈ..."
"મમ્મીએ ગાળ આપી હશે.. સાચું બોલ."
"ના. એવું કીધું કે, એટલે જ તારા મામાને રાખડી બાંધવા જાવ છું દર વર્ષે. એટલે મેં કીધું કે, મામાને ભાઈ-બહેનની વાત સાથે શુ લેવા-દેવા. પછી પડી ગાળ તો(હસીને)."
"તારા કાંડ ઓછા ક્યાં હોય છે એમ પણ. ગાળ નય એક તમાચો પણ લગાવો જોઈતો હતો. મજા આવતે."
"આગળ સાંભળ. પછી મેં રાતના બાર વાગ્યે મમ્મીને જગાડીને કીધું 'હેપ્પી મધર્સ ડે'. તો પછી ત્યારે તમાચો આવ્યો. એક અવાજ સાથે 'એ કાલ રાતના બાર વાગ્યે પૂરો થઈ ગયો ડે'. પછી ભાઈ, પપ્પા બન્ને હસવા લાગ્યા.."
"તું એ કહે, મારુ હસવાનું કેવી રીતે રોકુ(જોરથી હસતા)."
"તને ખબર આ વાત મેં ન્વીતાને પણ કીધી કોલેજ આવતા... એ મારા સામે સતત જોયા જ કરી."
"વિચારતી હશે. કઈ પાગલ સાથે મારે કોલેજ આવવું પડે છે(ટોન્ટ મારતા)."

બન્ને જોર જોરથી હસવા લાગ્યા. અને થોડી વાર પછી માહી બોલી.

"કઈ પણ યાર. મમ્મી છે એકદમ મસ્ત... કોઈ પણ વાત કેમ ન હોય, માથે હાથ મૂકીને સંભાળે છે. ગમે છે મને....મમ્મી!"
"સેમ હીઅર..દોસ્ત. મને પણ. એન્ડ પપ્પા?"
"નો વર્ડસ."
.
.
.
.
.
(આટલી સ્ટોરી સંભળાવી અક્ષય ચૂપ થાય છે. અને સાહિલના કાન હજુ ખુલા જ હતા. એટલે અક્ષયે કહ્યું.)

"બસ ઓય. હું થાકી ગયો. હવે કાલે."
"આગળ કે ને અલા. હું તો વેઇટ કરતો હતો. અત્યારે તું આગળ બોલીશ. અને તું ભાઈ મારો..બે મિનિટથી ચૂપ જ છે."
"બાર વાગ્યા બેટા. સુઈ જા. કાલે ફરી જોબ શોધવા નીકળવાનું છે."
"હા, યાર. ઓકે ચાલ..ગુડ નાઈટ."

(સવાર ઊગી. એક આશ સાથે. અને નીકળ્યા બન્ને જોબ માટે. આખો દિવસ પુરી થતા સાંજે ઘરે ભેગા થયા.)

"ફાઇનલી. જોબ મળી ગઈ..દોસ્ત!"
"સાચું..!"
"હા, પણ.."
"વૉટ?"
"સેલેરી કમ છે..."
"હું તને સેલેરી નહીં પૂછું. જોબ મળી ગઈ એ જ સારું છે. સેની જોબ?"
"એ જ જે પહેલા કરતો. કોમ્પ્યુટર વર્ક."
"એન્ડ ટાઈમ?"
"સાંજનો છે, ચારથી રાતના બાર...સેકન્ડશિપમાં."
"ગુડ."

(સાહિલ જોબ પર જવા લાગ્યો. રાતે જ્યારે ઘરે આવતો ત્યારે અક્ષય તેના માટે જમવાનું તૈયાર રાખતો. અને સાથે બેસીને જમતા. પછી સવારે રેડી થઈ બહાર રખડતા. અને સ્ટોરી સાંભળતા. આજે પણ એવી જ એક સવારમાં સાહિલ અક્ષયને તેની સ્ટોરી કહેવાનું કહે છે. તેથી અક્ષય થોડા વિચારોમાં ખોવાઈ ફરી બહાર આવી બોલવાનું શરૂ કરે છે.)
.
.
.
.
.
હસી મજાકમાં વર્ષ ક્યાંય પૂરું થયું, ખબર ન પડી. અને આવી ગયુ એસ.વાય. કોલેજના દિવસો... માહી ન્વીતા સાથે કોલેજ આવતી. જ્યાં રસ્તો વળાંક થઈ ક્રોસ થતો ત્યાંથી તપસા સાથે. આમ, ત્રણે સારા મિત્રો બની ગયા. એસ.વાય. સારી રીતે પૂરું થવા જતું હતું. અને હતો દિવસ પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશનનો. તપસાનો આવ્યો પહેલો નંબર. પણ બીજા નંબરે માહીનું પણ નામ બોલાયું. તેનું ધ્યાન પણ ન હતું. તપસા એને કહે છે કે, તારું જ નામ છે માહી..જા. એટલે એ ઉભી થઇને પોતાનું પ્રાઈઝ લેવા ગઈ. અને સ્ટેજ પરથી નીચે ઊતરતાં સરને કીધું કે, કોઈ મિસ્ટેક્સ થઈ હશે. મારો નંબર...હાવ. એટલે સરે જવાબ આપ્યો કે, ક્યારેક થાય એવું કઈ અચાનક. જે વિચાર્યું પણ ન હોય. અને એ સારું કે ખરાબ જ હોઈ શકે. આ વાત માહીને ખૂબ અસર કરી ગઈ હતી. અને સાંજે ઘરે આવતા રસ્તામાં બન્ને હસતા હસતા વાતો કરતા ચાલી રહ્યા હતા. અને માહી તપસાને સરે કિધેલી વાત કહેતી હતી. એટલામાં જ ત્યાંથી એક બાઇક પસાર થઈ. અને માહી તે તરફ જોય છે. બાઇક ત્યાંથી ચાલી જાય છે. અને માહી હજુ તે તરફ જ જઈ રહી હતી. તપસા એને કહે છે.

"મારી વાત તો સાંભળી નહિ... અને હશે છે ઉપરથી."
"તુએ જોયું."
"હા, તને હસતા જોઈ મેં."
"બે સ્ટુપીડ.. એ નય. બાઇક પર વતન્સને જોયો એમ."
"ના. એ હતો એમ."
"હા, અને આજે પણ તું એને ન જોઈ શકી. ખબર નય ક્યારે તું એને જોઇશ."
"એક દિવસ...જરૂર"
"ના, આજે જ. ચાલને મારા ઘરની સાઈડથી. એ હશે ત્યાં જ વળાંક પર. મને ખબર છે."
"તને બધું ખબર...હે ને."
"તને ખબર..એને જોઈને મને શું ફિલ થાય. કે મારી આંખો રડી પડે છે..હોંઠ બંધ હોવા છતાં..એ વાત વહી જાય છે...નજરોથી."

અને એવામાં વરસાદ પણ શરૂ થઈ ગયો. જાણે એની ખુશીમાં સાથ આપતો હોય. તપસા હા પાડે છે, કેમ કે, માહી આજે ખુશ હતી. વળાંક આવે છે. વતન્સ ત્યાં ઉભો હોય છે. માહીના પગલાં સ્થિર થાય છે. અને ધીમે ધીમે વતન્સ તરફ જાય છે. વતન્સની નજીક ઉભી રહી. અને થોડાં જ સમય પછી કંઈ કહ્યા વિના નજરથી જ પોતાની ખુશી વ્યક્ત કરીને ચાલી આવી. હવે કોલેજનો છેલ્લો દિવસ હતો. ચાલુ લેક્ચરે માહી ફોન રિસીવ કરે છે. અને તે જલ્દીમાં કલાસની બહાર દોડતી દોડતી ચાલી જાય છે. તપસા પણ તેની પાછળ સરની રજા લઈને જાય છે. એ કોલ ન્વીતાનો હતો. માહી તેને કોલ કરે છે પણ સ્વીચઓફ આવે છે. એટલે માહી તેના એક રિપોર્ટર ફ્રેન્ડને કહી ન્વીતાના નંબરનું લોકેશન મેળવી તેની પાસે પહોંચે છે. ત્યાં પહોંચી તે દ્રશ્ય જોઈ એક ઊંડા આઘાતમાં ચાલી જાય છે. બે માણસો તેની સાથે બળાત્કાર કરી રહ્યા હતા. માહીને કઈ સમજાતું ન હતું કે હવે શું કરવું. એ તેનું બેગ કાઢી તેમાંથી બ્લેડ લે છે. અને સીધી એકના પેટમાં જવા દે છે. એટલે બીજો માણસ તેને રોકવા ઉભો થાય છે. એ પહેલાં જ માહીએ તેને પણ છૂટું બેગ મારી, બ્લેડ ઘોચી દીધી. ન્વીતા ત્યાં બેહોશ હાલતમાં હોય છે. માહી તેને ઊંચકી હોસ્પિટલમાં લઈ જાય છે. તપસા પણ સીધી હોસ્પિટલમાં આવે છે. બન્ને વિચારોમાં ડૂબી એકબીજાની તરફ જોઈ રહ્યા હતા. અને પછી માહી તપસા પાસે જઈ ધીમેથી કહેવા લાગી.

"રડવું છે યાર...તપસા. પ્લીઝ આ આંખોને થોડું કહે ને... આંસુ વગર તો આ તકલીફ વધારે જ સતાવે છે."
"(માહીને ભેટીને) બસ..તું પહેલા રડી લે. સારું લાગશે."
"મારી જ ભૂલ છે યાર. મેં એને ક્યારેય એકલી નથી જવા દીધી. આજે એની તબિયત ખરાબ થતા મેં કેવી રીતે એને એકલી જવા દીધી ઘરે..."
"પાગલ. ખુદ પર કેમ લે છે બધું. તારી કોઈ ભૂલ નથી. જે કર્યું એ બરાબર જ હતું. એ બન્નેને એ જ સજા મળવી જોઈતી હતી."
"ન્વીતાની તો જીંદગી ખરાબ થઈ ગઈ. હું શું કહીશ એને."
"ટેંશન નય લે. એને તારા પર વિશ્વાસ છે. અને તું એ જ કરજે, જે એના માટે સહી છે."
"એ મારી વાત માનશે."
"જરૂર. કેમ નય. તું એને કહી દેશે કે એની સાથે કઈ નથી થયું. તો એ માની જ જશે... ડોન્ટ વરી."

આટલી વાત થઈ. બન્ને ઘરે જવા નીકળ્યા. તપસા પણ ટેંશનમાં ઘરે પહોંચી. વરસાદ શરૂ થયો. માહી રડતી આંખે એ વળાંક તરફ જઈ રહી હતી. અને સામે વતન્સ ઉભો હતો. માહીનો ચહેરો પલળાયો હતો. એના પગલાં વતન્સ તરફ વળી જતા હતા. અને તેની પાસે જઈ તેને ભેટી પડી. અને ખૂબ રડી. વતન્સ પણ તેનો હાથ માહીના ખભા પર મૂકે છે. માહી એને જોય છે. થોડી વાર સુધી તેની આંખમાં જ જોઈ રહી. અને એટલું બધું કહી દીધું. જે આજ સુધી તે બોલી ના શકી. એની નજર વતન્સને એના હૃદયની વાત કહી રહી હતી, હમેશા માટે દૂર જવાની વિદાય આપી રહી હતી કે એક આશ માંગી રહી હતી.... ખબર નહી. પણ કઈ તો જરૂર બોલી હતી. માહી ઘરે પહોંચે છે. અને અચાનક 'હેપ્પી બર્થ ડે..' નો અવાજ સંભળાયો. અને બધાએ તેને કેક ક્ટ કરવા કહ્યું. તેને ચપ્પુ હાથમાં લીધું. કોઈ ખુશી તેના ચહેરા પર હતી નહીં. અને તે ત્યાં જ ચપ્પુ ફેંકીને ટેરેસ પર ચાલી જાય છે. બધા વિચારમાં પડી જાય છે. આસીત તેની પાસે જાય છે. અને એને જોઈ માહી તેને ભેટીને ખૂબ રડી...ખૂબ રડી. આસીતને કઈ સમજાતું ન હતું. અને એવા થાકેલા શબ્દોએ માહીએ ધીમેથી કહ્યું.

"મેં બન્નેને મારી નાખ્યા...મારી નાખ્યા.."
"કોને મારી નાખ્યા...માહી. શુ થયું."
"મારી જ ભૂલ છે..આ બધી. મારે..."
"માહી વૉટ હેપન્ડ. મારી બાજુ જો. શુ થયું."

માહીએ આસીતને બધું જણાવ્યું. અને આસીતે માત્ર એટલું જ કહ્યું.

"જે કર્યું એ બરાબર કર્યું તુએ... ખુદને બ્લેઇમ કરવાનું બંધ કર. એ લોકોની આ જ સજા છે. અને આ આંસુ... હવે એને રોકી લે."

એટલામાં જ ન્વીતાના પરિવારવાળા માહીના ઘરે આવે છે. આને પૂછે છે કે, એમની દીકરી ક્યાં છે. આવો અવાજ સાંભળતા જ માહી નીચે આવે છે અને એના પરિવારને કહે છે કે, તપસાને કોઈ કામ હતું. અને તેના ઘરના બધા બહાર હતા. તપસા એકલી હતી એટલે ન્વીતા તેની સાથે ગઈ છે અને એ કાલે મારી સાથે ઘરે આવી જશે. એ લોકો માહીની વાત માની લે છે. બીજા દિવસે તપસા અને માહી હોસ્પિટલ પહોંચે છે. આખો દિવસ ત્યાં જ વિતાવે છે. કઈ પણ ખાધા પીધા વગર. સાંજ થઈ. એક કાતિલ સાંજ. કોઈ પોતાના ઘરે નથી પહોંચ્યું. બન્ને ન્વીતાના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. છ વાગ્યા. નર્સે આવીને ન્વીતાના હોશમાં આવવાની ખબર આપી. બન્ને દોડતા દોડતા અંદર ગયા. ન્વીતા માહીને ભેટીને ખૂબ રડી. માહી તેને સમજાવતી હતી. અને માહીના કહેવાથી ન્વીતા તેની વાત માની લે છે. હજી ન્વીતાને ડિસ્ચાર્જ કરવામાં સમય હતો. ત્યાં જ આસીત પણ હોસ્પિટલ પહોંચે છે. અને ત્રણે ત્યાં હોસ્પિટલના ગાર્ડનના ઘાસમાં બેસી જાય છે. માહી હજુ રડી રહી હતી. આસીતે તેને કહ્યું.

"બસ..માહી. હવે બધું સેટ થઈ ગયું છે. અને તારા કહેવાથી કોઈ ડોકટર પણ ન્વીતાને હકીકત નહીં જણાવે. અને ન્વીતા પણ માની ગઈ છે. એ એવી હાલતમાં હતી તેથી બધું ભુલી ચૂકી છે. હવે આ આંસુ..."
"હું પણ ક્યારની એ જ કહું છું માહીને. પણ કઈ સમજતી જ નથી.."
"મતલબ વાત હજી બીજી છે. જે કહેવાની બાકી છે. બોલ.."
"કાલે સાંજે ઘરે આવતા વતન્સ મારી સામે હતો. અને મેં એને જઈને ભેટી પડી. ખૂબ રડી. અને અત્યારે એ સવાલોમાં છું, કે કેમ એને જોઈને મારી આંખમાં આંસુ આવી જાય છે. મને એવું મન થયું કે બધું જ એને કહી દઉં. અને આ તકલીફમાંથી બહાર આવી જાવ. પણ આ હોઠ પણ ખુલીને ચૂપ રહ્યા. કેમ થાય છે આવું બધું....કોઈ જવાબ કેમ નથી સમજાતા...."
"સમજાશે. જ્યારે તું સવાલોનો બદલે જ્વાબોમાં ફરવાનું શરૂ કરશે. ક્યારેક થાય એવું. જવાબ સામે હોય પણ, ના તો એને જોઈ શકીએ કે ના સ્પર્શ કરી શકીએ. તું જે બોલે છે અત્યારે માહી.. એમાં જ વધારે ઝાંક, ને જો. જવાબ તારી રાહ જોઈ રહ્યા છે વતન્સ સાથે."

માહી વિચારોમાં ડૂબે છે. આ જુદાઈના દિવસો એક મિલન તરફ વળતાં હતા. અને એક શાંત પણ જ્વાળામુખીની જેમ અચાનક આવેલો નાનો શબ્દ...બધું સમજાવી જાય છે. એ શબ્દ હતો 'વતન્સ'.

"મને ખબર પડી ગઈ. બધા જવાબો મળી ગયા...આસીત. તપસા આજે મને સમજાયું કે જવાબ મારી પાસે જ હતા. પણ હું સવાલોને શોધતી હતી. અને સવાલ મળતા એના જવાબને શોધતી. પણ હકીકતમાં વતન્સ મારી જીંદગીમાં સવાલોને નહીં, પણ પોતે મારો જવાબ બનીને આવ્યો છે. આજે સમજાયું કે, એને જોઈને કેમ આંસુ આવી જાય છે."
"રિયલી. તો મને પણ જણાવ માહી."
"એટલા માટે કેમ કે, વતન્સ પહેલા રોજ આવતો. લગભગ એ મારી આદત થયો હતો. પણ એક વાર ન આવતા મને કંઈ અલગ જ ફિલ થયું... તકલીફ જેવું. એ દિવસ પછી ત્યારે મળ્યો જ્યારે હું એ ચિંતામાં હતી કે હવે ટવેલ્થ પછી શું કરવું. એ દિવસ પછી ડાયરેકટ થોડા દિવસો પહેલા જ્યારે તપસા આખી કોલેજમાં ફર્સ્ટ આવી અને હું બહુ ખુશ ત્યારે. એન્ડ કાલે સાંજે..જ્યારે હું દુઃખી થઈ. મતલબ એણે તો પહેલા મારી આદત છોડાવી. અને ત્યાર પછી જ્યારે જ્યારે હું કોઈ પ્રોબ્લેમમાં કે ખૂબ ખુશ હોઉં છું, ત્યારે ત્યારે મારી સાથે મેં એને જોયો છે. ઇન શોર્ટ.. આંસુ એટલા માટે કે મેં કોઈ પ્રોબ્લેમમાં હોવ અને જ્યારે ખુશ હોવ ત્યારે આંસુ નથી હોતા... તપસા યાર મને તો જવાબ મળી ગયા યાર. ભાઈ મેં..."
"સમજી ગયો. તું બહુ ખુશ છે આજે."
"હા."

માહી એટલી ખુશ હતી કે તે આસીતને ભેટીને 'આઈ લવ યુ' બોલી. અને પછી તપસાને પણ. એટલે આસીતે પણ વાતમાં વાત પરોવી જ દીધી અને કીધું.

"અને અત્યારે વતન્સ સામે હોતે તો.."
"તો હું એને પણ હગ કરીને.....(અચાનક બોલતા)"

બધા હસવા લાગ્યા. મતલબ જે પણ થતું હતું તે બધું માહીને એની મંજિલ સુધી લઈ જઈ રહ્યું હતું. આમ, એસ.વાય. પણ ઓવર થઈ ગયું. અને આવી ગયા ટી.વાય.માં બન્ને. હજી પહેલો જ દિવસ હતો. અને ઘરે આવતા બધો સામાન જોઈ માહીએ મમ્મી બાજુ નજર કરી. આસીત ધીમેથી બોલ્યો.

"ગુડ ન્યૂઝ સાંભળીશ કે..."
"ક્યાં જવું છે. આટલો બધો સામાન કેમ."
"તું બોલને પહેલા.."
"બેડ ન્યૂઝ. બોલ.."
"જોબ લાગી છે તારા ભાઈને...જીંદ સિટીમાં. હવે તો જવું પડશે."

માહી કઈ બોલી નથી શકતી. કેમ કે તેને ભાઈ વગર રહેવું ન હતું. હોંઠ ખોલીને પણ એ ચૂપ હતી. એટલે તેને મનાવવા આસીત કહે છે.

"બટ ડોન્ટ વરી, દર મહિને હું આવીશ ઘરે. એન્ડ ગુડ ન્યૂઝ એ છે કે, આપડા ઘરમાં એક નાનું બેબી આવવાનું છે..."
"મતલબ કાકી.."
"હા."
"તારા વગર મેં કેવી રીતના.."
"એટલે જ ગુડ ન્યૂઝ આપી પાગલ. હવે એની સાથે ટાઈમ સ્પેન કરવાનો છે. અને જ્યારે ભાઈની યાદ આવે..કૉલ મી."
"યા.."
"મને એરપોર્ટ સુધી તો મુકવા આવીશ ને..(હસતા હસતા)."
"ના..(ચિડાઈને). ઘરની બહાર જાય એટલે દરવાજો પણ બંધ કરતી આવીશ (હસીને)."

બીજા દિવસે સાંજે માહી આસીત સાથે એરપોર્ટ જાય છે. હગ કરી બન્ને જણ અલગ પડ્યા. બહાર આવતા માહી ચાલતી ચાલતી જઈ રહી હતી. એટલામાં કૉલ આવ્યો.

"હા, બોલ."
"ક્યાં છે તું. આજે કોલેજ કેમ ન આવી?"
"બસ.. ભાઈને એરપોર્ટ મુકવા આવી હતી. હવે ઘરે જાઉં છું. એન્ડ બેટા.. હોશિયારી ના બતાવીશ. ભલે હું નથી આવી પણ મને એટલું ખબર છે કે તું તો નથી જ આવી કોલેજ. તું બોલ હવે કેમ ના ગઈ?"
"તબિયત..."
"હું આવું છું..ઓકે!"
"સારું થઈ જશે યાર. ડોન્ટ વરી...તું..."
"આવું છું..બાય."

માહી તપસાના ઘરે પહોંચી. અને પછી બન્ને હોસ્પિટલ ગયા. તપસાનો નંબર આવ્યો. એટલે માહીએ કહ્યું.

"આવું સાથે..અંદર!"
"મેડમ..! મરીઝ સિવાય તો કોઈ ડૉક્ટર પાસે આવી ન શકે.."

આટલું બોલી તપસા અંદર જતી રહી. અને એ વાક્ય માહીના હૃદયમાં જતું રહ્યું. માહી હોસ્પિટલની બહાર આવી. અને ત્યાં જ બેંચ પર બેઠી. અને સામે જોયું તો વતન્સ કોઈની સાથે હોસ્પિટલમાં જઇ રહ્યો હતો. માહીએ બહાર વેઇટ કર્યો. અને એવામાં આસીતનો ફોન આવ્યો.

"યાર.. મેં તો મારો બેલ્ટ ઘરે જ ભૂલી ગયો..શુ કરું."
"ખબર હતી. આજ સુધી કઈ વસ્તુ યાદ રાખીને મૂકી છે. કઈ નય હવે ત્યાંથી નવો લઈ લેજે."
"એવું કરીએ તો..."
"(થોડું હસી)"
"તને એ પણ યાદ છે કે, અત્યારે જ તારી બોલતી બંધ થઈ ગઈ હતી. હું જવાનો છું એ વાત સાંભળીને.."
"હા, તો થોડું બીક જેવું લાગ્યું...સો! કઈ બોલાયું જ નહીં."

વતન્સ બહાર આવે છે. અને માહી તેની તરફ જોય છે.

"વેઇટ..વેઇટ ભાઈ. તને ખબર છે વતન્સ મારી સામેં જ છે."
"જવાબ મળી ગયા પછી પણ...વેઇટ જ કરવો છે..?"
"મતલબ."
"તું કેમ એની સામે કઈ નથી બોલી શકતી. એનો જવાબ...જે તુએ અત્યારે જ મને કીધું."
"ઓહ..હા, એ તો મેં વિચાર્યું જ નહીં કે મારી બીક મને કંઈ બોલવા નથી દેતી."
"યસ..!"
"ઓકે..પછી વાત કરું. આજે તો બોલી જ દઈશ..."
"સારું."

માહી ઊભી થઈ. અને વતન્સ પાસે જવા લાગી. વતન્સ પણ તેની થોડી નજીક આવ્યો. જાણે એ પણ માહીના જ આવવાની રાહ જોતો હતો. માહી આવી. અને ખૂબ ધીમેથી કહ્યું.

"મરીઝ સિવાય તો કોઈ ડોક્ટર પાસે આવી નહીં શકે."
"વૉટ. માહી તું હજી સવાલોમાં જ છે.."

હવે કોઈ ડર વગર શબ્દોને આઝાદી મળી ગઈ હતી.

"જે દિમાગમાં આવ્યું એ..."
"સોરી. એ દિમાગની નહીં દિલની જ વાત છે."
"યા.."
"તુએ તો સીધી રીતે દિલની વાત પણ ના કહી. પણ હું સીધો જવાબ આપીશ. મરીઝ તારે બનવું છે કે મને બનાવવો છે?"
"આ સીધો જવાબ છે.."
"ઓકે. આ તો સીધો છે ને..આઈ લવ યુ."
"આઈ લવ યુ ટુ વતન્સ. કેમ તમે અહીંયા?"
"તમે... વાહ ગમ્યું. દાદીની તબિયત ખરાબ હતી તો મેં ને ભાઈ... અને તું?"
"ફ્રેન્ડની તબિયત.... સો."
"અચ્છા."
"એન્ડ મેં તને 'તમે' નથી કહ્યું. તમે ત્રણ જણ હતા એટલે મેં.."
"ઓહ. એવું છે."
"પણ આજથી 'તમે'."
"વાય?"
"તમને ગમ્યુ..એટલે."
"(હસીને) ઓકે. એન્ડ...આજથી મતલબ..કફન સુધી. કેમ કે, આ સાથ, હવે ક્યારેય નહીં છૂટે."

તપસા આવે છે. બન્નેને સાથે જોઈ ખુશ થતા બોલે છે.

"ચાલો મેડમ. ઘરે જઈએ."
"હા."

હવે બંને એકબીજાને 'બાય' કહી રસ્તા બદલે છે. ફાઇનલી જે સવાલો માહીને રોકતા હતા તેના જવાબો બની વતન્સ આજે તેની સાથે ઉભો હતો. જેની માટે ચાર વર્ષ માહીએ ઇંતજાર કર્યો. હવે બન્ને એકબીજાને ઓળખવા લાગ્યા હતા. મળતા હતા. સમજતા હતા.
.
.
.
.
.
"યાર..મને એ નથી સમજાતું અક્ષય કે, આજસુધી વતન્સ કેમ કઈ ન બોલ્યો."
"એની પણ અલગ વાત છે. કહું તને સાંભળ."
"હા, જલ્દી."
"જો અહીંયા રસ્તામાં એની કોઈ વ્યવસ્થા નથી. એટલે જલ્દબાજી સહી નથી (હસીને)."
"બે તારી... વતન્સ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. એના માટે કવ છું. ને તું...."
"સારું..સાંભળ."
.
.
.
.
.
વતન્સનું ના બોલવાનું કારણ એટલું જ હતું. કેમ કે એ માહીને પ્રેમ કરતો હતો. જ્યારે વતન્સ એ વળાંક પર પહેલીવાર આવ્યો ત્યારે માહીનો સ્કૂલનો ફર્સ્ટ ડે હતો...ઇલેવન્થનો. બન્નેએ એકબીજાને પહેલીવાર એ વળાંક પર જ જોયા હતા. અને પહેલી વાર માહીને જોઈ વતન્સના હૃદયમાં એના પેશન માટે શાંત થયેલા વિચારો અચાનક જ્વાળા બન્યા હતા. જાણે આગ વધી રહી હતી....ખુદ ઈશ્વરે કૃપા કરી હોય એમ. અને એ પહેલી જ નજરમાં માહીને પ્રેમ કરવા લાગે છે કેમ કે, માહીને જોઈને તેને તેના પેશન માટે વિચારો આવવા લાગ્યા હતા. કોઈ એના શ્વાસ બંધ કરી ગયું હતું...ત્યારે પવન પણ એ અગન સુધી પહોંચી શકતો ન હતો. માહીએ વતન્સના હૃદયમાં ઝીણા ધબકારે ટહુકો કર્યો હતો. શબ્દો વિના માહીની ચૂપીનો અવાજ એને સંભળાયો હતો. પેશન..જે બે વર્ષ પહેલાં તેણે તેની સ્કૂલમાં મુક્યા હતા. આ તો અલગ છે કે, કોઈને જોઈ આપણને ફીલિંગ્સ આવવી. પણ વતન્સને તો ફીલિંગ્સ સાથે તેનું પેશન પણ જીવતું થયું હતું. અને એનું કારણ માહી હતી. અને માહીને જોઈને વતન્સને એક જ સવાલ થયો હતો કે, કેમ માહીને જોઈ એને એના પેશનના વિચારો થયા હતા. અને આ એક સવાલ જ માહીના આટલા બધા સવાલો-જવાબોનું કારણ હતું. પછી એ રોજ આવવા લાગ્યો. એ રાહ જોતો હતો કે, ક્યારે એ એના દિલની વાત માહીને જણાવે. પણ જે ડરે દૂર થઈ..માહીને આજે વતન્સ સામે બોલવા હિંમત આપી, એ જ ડર ત્યારે વતન્સને પણ હતો. મતલબ... સવાલો માત્ર માહીને નહીં, વતન્સને પણ હતા. ઘરે પહોંચતા મોડું થતા જ્યારે વતન્સને એ જગ્યાએ ના જોઈ માહીની આંખમાં આંસુ હતા. એ જ આંસુ જ્યારે માહી એકદિવસ સ્કૂલે ન હોતી ગઈ, ત્યારે એ વળાંક પર માહીને ન જોઈને વતન્સની આંખમાં પણ હતા. એ દિવસ હતો વ્રતના જાગરણ પછીનો... જેથી માહી સ્કૂલે નહોતી ગઈ. એ દિવસ સિવાય માહીએ ક્યારેય રજા નથી પાડી. અને જ્યારે માહીની આંખમાં વતન્સે આંસુ જોયા એટલે એને ખબર પડી કે, માહીની પણ એ જ હાલત છે જેવી એની હતી. એટલે ત્યાર પછી વતન્સે વિચારી લીધું કે, જેના થ્રુ મને મારા પેશન સુધી જવાનું મન થયુ, એના પ્રેમ માટે પહેલા માહીને પ્રેમનો અર્થ સમજાવવો જરૂરી છે. એટલે વતન્સ એ દિવસ પછી ન આવીને માહીની આદત છોડાવી. અને વિશ્વાસ બન્યો. અને એ વિશ્વાસ જ્યારે માહીને કોઈ પ્રોબ્લેમ કે ખુશી હોતી, ત્યારે એની સામે એનો સહારો બનીને સામે. વતન્સ તેની વાત માહીને જણાવી શકતો હતો. પણ એણે માહીની બીક દૂર કરવી હતી. એટલે એના જ કહેવાની રાહ જોઈ રહ્યો હતો. અને હવે તો માહીએ એ વાત પણ કહી દીધી. વતન્સ હમેશા માહીમાં પોતાના પેશનને જ શોધતો. એણે ટવેલ્થ કોમર્સમાં પ્રોજેકટ બનાવવામાં પણ એક હેલિકોપ્ટર બનાવીને મૂક્યું હતું. એકદમ જ અલગ. બધા હસ્યાં પણ હતા. પણ વતન્સને જ ખબર હતી કે, એ હેલિકોપ્ટર એને કયા આઈડિયાથી બનાવ્યું હતું. પછી એ જોબ કરવા લાગ્યો. અને જે દિવસે માહીએ ડિપ્લોમામાં કરવાનું કહ્યું ત્યારે એને પણ સ્ટડી કરવાનું મન થયું. એટલે એણે પણ ત્યારે કહી દીધું હતું કે, એ આઇ. ટી. આઇ. કરશે. પણ માહી તો બી.એસ.સી. માં ચાલી ગઈ. એટલે ત્યારે પણ એની સ્ટડીનો વિચાર અધુરો રહી ગયો.
આ છે વતન્સ."
"રિયલી યાર. પેશને તો વાટ લગાવી દીધી....બંનેની.
આગળ.."
"કાલે યાર. બસ..."
.
.
.
.
.
સાહિલ જોબ પર જવા લાગ્યો. અને અક્ષય સાંજે બહાર ફરી રહ્યો હતો. એટલામાં જ એક બોલ આવી તેને વાગ્યો. તેને પાછળ ફરી જોયું તો નાના બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા. ત્યાં જ એક છોકરી આવી અને સોરી કહેવા લાગી. ત્યાં એ ગાર્ડનમાં એ છોકરી તે બાળકોને ફૂટબોલ શીખવાડી રહી હતી. અક્ષય બોલ્યો.

"ઇટ્સ ઓકે..!"
"આ નાના બાળકોને હું અહીંયા ફૂટબોલ શીખવાડવાનું કામ કરુ છું."
"ઓહ..ગુડ. એચ્યુલી હું પણ જોબની શોધમાં જ..."
"રિયલી. તો તમે આ કામ કરશો?"
"અને તમે?"
"મારે આવતા અઠવાડિયામાં બહાર જવાનું છે. હું કોઈને શોધી જ રહી હતી જે મારી જગ્યાએ આ કામ કરે."
"ઓકે. હું કરીશ."

અક્ષયને પણ જોબ મળી ગઈ. એટલે આજે એ ખુશ હતો. અને સાહિલના આવવાનો વેઇટ કરતો હતો. રાત થઈ. સાહિલ આવ્યો. એટલે અક્ષય તેને ભેટીને ખુશખબર આપવા લાગ્યો. બન્ને ખુશ હતા. એટલે સાહિલે સીધું કહી દીધું

"આ ખુશીને લીધે સ્ટોરી અત્યારે જ કહેવી પડશે. કેમ કે એમ પણ હવે ઊંઘ નહિ આવે..."
"સ્યોર."
"એ કહે. પેલો ડાયલોગ ક્યારે આવશે. હું તો એનો જ વેઇટ કરું છું."
"આજે જ.."
"સાચું..! તો જલ્દી સાંભળવ...હું વાઈન લઈ આવું છું."
"ઓકે. સાંભળ."
.
.
.
.
.
હવે બન્ને એકબીજાને ઓળખતા હતા. મળતા હતા. જીવતા હતા...એ પળો જેમાં એમની મંજીલ એમની રાહ જોઈ રહી હતી. જેમાં એમનો લક એમને બોલાવી રહ્યો હતો. ટી.વાય.માં બન્ને ખૂબ મહેનત કરતા. એટલી જ મસ્તી મજાક પણ. એક દિવસ લેક્ચર શરૂ થઈ ગયો હતો. અને એક છોકરી કલાસમાં લેટ પહોંચી હતી. એ આવી અને તપસાને પૂછ્યું કે, એટેઇન્ડન્સ થઈ. બન્ને વાતમાં હતા એટલે સાંભળ્યા વગર તપસાએ હા કહી દીધું. અને એ છોકરી સીધી સર પાસે ચાલી ગઈ. પછી માહીએ કહ્યું કે, તને ખબર છે તુએ સેની હા પાડી. એને એટેન્ડન્સનું પૂછ્યું હતું. એટલે તપસા જોરથી એ છોકરીને બૂમ પાડીને પાછી બોલાવવા માંગતી હતી.

"પૂજા....પૂજા....પૂજા.."

એ સર પાસે પહોંચી અને કીધું, સર મારી હાજરી પુરી દો. સરે આખા કલાસની વચ્ચે હસીને કહ્યું કે, હજી બધાની બાકી જ છે. બધા હસ્યાં જોર જોરથી. એ પાછી આવી. એટલે તપસાએ એને કીધું.

"મેં કેટલી બૂમ પાડી. સાંભળી કેમ નહીં."
"ક્યારે..?"
"ત્રણ વાર. પૂજા..પૂજા..પૂજા.."
ત્યારે માહી બોલી,"એનું નામ પાયલ છે." અને ફરી હસવા લાગી.

એકવાર સ્કોલરશીપના ફોર્મ માટે બન્ને સાઇબર કાફે ગયા હતા. થોડી લાઇન હતી એટલે બન્ને બહાર સીડી પર બેઠા. થોડીવાર પછી એક આન્ટી આવી અને પૂછ્યું.

"અંદર ટોયલેટ હશે?"
"હા."

એ આન્ટી અંદર ચાલ્યા ગયાં. તપસાએ માહીને કીધું.

"હજી ગૂમ રહો કસે ને કસે... સેની હા પાડી એ તો ખબર હશે નહીં. રાઈટ!"
"સેની?"
"એ આન્ટીએ ટોયલેટ માટે પૂછ્યું. અને તુએ હા પાડી દીધી..પાગલ!"
"હવે. નહિ હોય તો...ગાળ પડશે."
"ના. તું રહે તારા વિચારોમાં....બસ!"

એ આન્ટી બહાર આવ્યા. અને ચાલ્યા ગયા. એટલે માહી બોલી.

"મતલબ અંદર ટોયલેટ છે (હસીને)."
"(જોરથી હસી) હા. તું બોલ હવે શું વિચારે છે."
"તને ખબર યાર. કાલે શુ થયું. હું ટેરેસ પર હતી સાંજે. ત્યાં એક ચકલીનું બચ્ચું ધીમે ધીમે ચાલી રહ્યું હતું. હજી ઉડી નહોતું શકતું. એટલે મેં એમે દાણા ને પાણી આપ્યું. હજી એ એક દાણો લે એના પહેલા એના પપ્પા આવી ગયાં. અને એ બચ્ચાના મોઢામાં થોડા દાણા મૂક્યા..."
"તો તો તુએ જરૂર એનો પીક લીધો હશે."
"હા. પછી એના પપ્પા ગયા અને મમ્મી આવી. આવું થોડી વાર સુધી ચાલ્યું. એક વખત કોઈ ન આવ્યું. અને એ બચ્ચું નીચે પડી ગયું. થોડીવાર પછી બન્ને આવ્યા. મેં એને હાથમાં લીધું. અને થોડી જ વારમાં એ મરી ગયું (રડીને). કેમ આવુ થાય યાર. જે એકવાર ના કરી શકીએ એની જ સજા કેમ."
"તો તુએ શુ વિચાર્યું એના પરથી.."
"એ જ કે, છેલ્લે સુધી બધું સારું જ હોય..એન્ડ વન મિસ્ટેક્સ...ઓન્લી વન. એટલા બેબસ બનાવી દે કે એ ભૂલ માટે હંમેશા રડવું પડે. અને બીજી વાત કે, એ લોકોએ જે કર્યું, સેમ થિંગ આપડે કરીએ છીએ...ઇન્સાન. મતલબ કોઈ ફરક જ નથી યાર. કેમ કે, માણસ પણ એવી લાઈફ જ જીવે છે અને એ પણ કોઈ ના કોઈ સમયે એટલો બેબસ બને જ છે. તો એવું કંઈ તો અલગ જરૂરી છે...બન્નેમાં. જે ઇન્સાન બનાવે. ઇન્ફેક્ટ સેમ હોય તો પણ ચાલે. એટલિસ્ટ આ કાસ્ટ-જાતપાત એવું તો કઈ ન હોતે. ઇન શોર્ટ યાર..બધા એક ફ્લોપ લાઈફ જીવે છે...ફ્લોપ. ટેકનોલોજીમાં એટલા આગળ આવી ગયા... અને ધર્મ-ઊંચ નીચમાં હજુ ફ્લોપ..શૂન્ય...."
"રાઈટ. હવે એ જરૂરી છે જે આ બધું બદલી શકે."

ટી.વાય. પૂરું થવા આવ્યું હતું. એક સાંજે બધા એકસાથે મળે છે. વતન્સ, માહી, તપસા, વતન્સનો મિત્ર કવીત અને પર્યવ, એનો ભાઈ ધ્વનિત..અને આસીત પણ. એ જ મંદિરે ભેગા થાય છે જ્યાં, દર મહિને એ લોકો મળતા. એ મંદિરે જવાનું ત્યારથી શરૂ થયું હતું, જ્યારે એકવાર વતન્સની તબિયત વધારે બગડી જતા માહીએ ત્યાં જઈને દુઆ કરી હતી. એ મંદિરથી વધારે એક ગાર્ડન હતું. એ ગાર્ડન નદી કિનારે જ હતું. કેમ કે, ભગવાનમાં એમ પણ કોઈ માનતું ન હતું. પણ હા, એ શક્તિમાં વિશ્વાસ જરૂર હતો જે આ બધું ચલાવે છે. જેનો કોઈ આકાર નથી...કોઈ અંત નથી. અને એ પણ બધાને ખબર હતી કે જ્યાં સુધી આ 'ભગવાન' છે ત્યાં સુધી ધર્મ ચાલશે. અને ધર્મના નામે આવા કર્યો થશે. અને એ ધર્મને હટાવવા, ક્યાં તો ભગવાને મરવું પડશે..ક્યાં તો બધા ભગવાને એક થવું પડશે. અને એ ભગવાન એટલે એ શક્તિ જે આખું બ્રહ્માંડ ચલાવે છે. એવી જ એક સાંજે એ બધા ત્યાં મળ્યા. બધા વાતચીત-મસ્તી કરી રહ્યા હતા. ત્યાં જ વતન્સે સિગારેટ કાઢી. એટલે માહીએ એના તરફ નજર કરી. અને વતન્સ જાણે બધું સમજી ગયો હોય એમ સિગારેટ ફેંકી, નજરથી જ માહીને 'હવે પછી ક્યારેય નહીં સ્મોક કરે' એવું જણાવી દીધું. થોડી વાર બાદ કવીત બોલ્યો.

"માહી. તું શું કરીશ.. જ્યારે આ જ પ્રોબ્લેમ તારી પાસે આવશે."
"ખબર નહીં. પણ એ બે રસ્તા સિવાય બહુ બધા છે. જરૂરી નહીં, ભાગી જવું કે સુસાઇડ...."
"એક રસ્તો તો કહે.." ધ્વનિત બોલ્યો.
"આઝાદી. મનની આઝાદી. બધા કેદ છે આજે. એક ફ્લોપ લાઈફ સ્પેન કરી રહ્યા છે.."વતન્સે કીધું.
"આ શું છે... રસ્તો?" કવીત બોલ્યો.
"હા, માહીએ જ કીધું હતું એકવાર. એક ચિનગારીને જ્વાળા બનાવવાની છે. પણ એ ચિનગારી વિશે કઈ નહોતું કહ્યું...અત્યારે તો જણાવ માહી."વતન્સ બોલ્યો માહી તરફ જોતા.
"હા. આ એક વિચારધારા છે. તમે જ જોવો, આજસુધી બધા જ પ્રેમ કરવા વાળા ક્યાં તો ભાગી જાય છે ઓર સુસાઇડ. નો એની વે..ઇન ધેઇર માઈન્ડ. અને એવા પણ છે જે કોઈ મજબૂરીથી અલગ થઈ જાય છે. સેલ્યુટ છે એ મજબૂરીને. મારી પાસે આ બધાથી દૂર એક રસ્તો છે. મતલબ એક આઈડિયા. એવું એટલા માટે જ થાય છે કેમ કે ધર્મ-જાતપાત-કાસ્ટ નડે છે. જો આપણે જ બનાવ્યું છે તો, આપણે જ એને હટાવી પણ શકીએ છીએ. આ પ્રોબ્લેમ બસ લવમાં જ આવે છે. કોઈને આઝાદ નથી બનવું. બસ..એક વિચારધારા છે જેની સાથે આગળ ચાલ્યા કરવું છે. અને આ પ્રોબ્લેમ દૂર કરવા જો પહેલેથી કોઈએ અવાજ કર્યો હોતે તો લગભગ અત્યારે થોડું તો.... પણ કોઈ સામે આવ્યું નહીં અને એ જ ઓપશન અપનાવી લીધો. અરે યાર... જ્યારે સરહદ પર એક દેશને બચાવવા આટલા શહીદો પોતાનું બલિદાન આપે છે. ત્યારે જઈને આઝાદી મળે છે. તો આ તો પ્રેમને આખી દુનિયા અપનાવે એની લડાઈ છે, એની માટે તો હજી કોઈએ બલિદાન આપ્યું જ નથી. જો આ યુગોથી શરૂ થયું હોત..તો આજે કઈ અલગ જ હોતે દુનિયા. કેમ કે, હવે પ્રેમ બલિદાન માંગે છે. જો આખી દુનિયાના પ્રેમીઓ ભેગા થઈ એક આંદોલન ચલાવે, તો સરકારે એમનો સાથ આપવો જ પડશે. અને આપણી સરકાર તો એમ પણ બહુ મદદ કરે છે..."
"એ પણ છે... પણ આવું પોસીબલ છે?" આસીત બોલ્યો.
"કેમ નહીં. અત્યાર સુધી કેટલા આંદોલન થયા. અલગ અલગ ટોપિક પર. અને આ તો એક ક્રાંતિ છે. જેની ચિનગારી એકવાર લાગે પછી આગ તો કોઈ પણ લગાવી શકે છે. ટ્રાય...(હસીને). જો ટોયલેટ મુવીથી ટોયલેટ માટે કાયદો આવે..છપાક મુવી થ્રુ એસિડ કાયદો... તો આ આંદોલનથી એટલિસ્ટ આ કાયદો તો આવી જ શકે કે, હવે ક્યાંય ધર્મ-જાતપાત-ઊંચનીચ-કાસ્ટ નહી આવે. બધું સરખું.."
"વિચારવા જેવી વાત છે યાર.."આસીત બોલ્યો.
"અને આ મિશનને સકસેસ બનાવવા શુ કરવું પડે?"તપસાએ પૂછ્યું.
"બસ..જેટલા બને એટલા એવા લોકોને ભેગા કરવા...જે આ વિચારધારાને સમજી સાથ આપે. મતલબ એ બધા લવર્સ જેને આ પ્રોબ્લેમ આવે છે. એ લોકો જે કોઈ કારણ થ્રુ અલગ થઈ ગયા છે. અને એવા પણ લોકો જે માત્ર સમાજ-કલ્યાણ માટે પણ આમાં જોડાઈ. અને આ બધા ભેગા થઈ જો આખી દુનિયા સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરે તો....લગભગ. જેને પોતાના પ્રેમને પામી લેવા નહીં પણ પ્રેમ સમજીને આ દુનિયાને કઈ સારું આપવા માટે કરવું. એક બદલાવ માટે કરવું. દુનિયાને આ બધામાંથી આઝાદ કરવા માટે પગલું ભરવું. અમાસને તો આપણા શહીદોએ અમર થઈ અજવાળી દીધી..ને અપાવી દીધી આઝાદી. હવે સમાજને અજવાળું આપવા..આઝાદી આપવા, આપણા જેવા પ્રેમીઓએ બલિદાન આપવું પડશે. જે આજસુધી કોઈએ ન કર્યું, એ હવે કરવું પડશે. તો સકસેસ....લગભગ. પણ કોઈ મતલબ નહીં રહે..આ બધું કરવાનો."
"વાય?"વતન્સ બોલ્યો.
"સિમ્પલ.. અત્યારે જો શરૂ કરીએ તો આ આઝાદી સાયદ કળિયુગના એન્ડ સુધી મળી રહે..લગભગ. અને અત્યારે આપણી ડેથ એજ મેક્સિમમ સાથ વર્ષ છે. એન્ડ સુધી તો માંડ લોકો વિસ વર્ષ સુધી જીવી શકશે. તો એ લોકો આ વર્ષો સુધી નજરોથી જીવતા પ્રેમને કેવી રીતે સમજી શકશે...! અને સમજે તો પણ..ત્યારે એટલો સમય જ નહીં હોય." માહીએ જવાબ આપ્યો.
"તો પણ. એ લોકો તો શાંતિથી લાઈફ સ્પેન કરી શકશે."ધ્વનિત બોલ્યો.
"યા...!" માહી બોલી.
"સારો વિચાર છે માહી. ચાલ ને ટ્રાય કરીએ." કવીત બોલ્યો.

બધા હસ્યાં. પછી બધા મસ્તી મજાક કરતા હતા. વતન્સ ને માહી એકલા ચાલવા જતા રહ્યા. માહી નદીના પાણીને જ જોઈ રહી હતી.

"માહી, પાણીને જોઈને પણ સવાલો થાય છે કે શું?"
"સવાલો નહિ. મન થાય છે. મને આ નદીની વચ્ચે જઈ ફોટોગ્રાફી કરવી છે. પણ..."
"એ તો પોસીબલ નથી. આ ગામમાં એક પણ હોડી નથી."
"(હસીને) અહીંયા એક હોસ્પિટલ હજુ આ વર્ષે બની છે. ત્યાં સુધી પહોંચવા માટે આખી નદી પાર કરવી પડે. હોડી તો...."
"હું પૂરું કરીશ...તારું સપનું."
"રિયલી!"
"હા."

થોડી વાર પછી બધા પોતાના ઘરે ગયા. એમ.એસ.સી. પણ પૂરું થઈ ગયું. હવે વાત હતી સપનાની...પેશનની.
.
.
.
.
.
"તો..સુઈ જઈએ ઓકે."
"સારુ દોસ્ત. તું કહે તો સુઈ જઈશું (થોડા લથડાયેલા અવાજે) પણ યાર આજે એ ડાયલોગ સાંભળીને સુકુન મળ્યું. અને ત્યારે તું કેમ એ બોલ્યો હતો, એ પણ સમજાયું."
"(હસીને) સારું. સુઈ જા. ચઢી ગઈ લાગે છે."

સવાર થઈ..પણ જાગ્યું કોઈ ન હતું. આજે બપોર જાગી હતી. અને આજે સાહિલે સ્ટોરી કહેવા કહ્યું. એટલે સાહિલ આગળ સંભળાવે છે. પણ સાહિલ એને ડાયલોગ કહેવા જણાવે છે. ત્યારે અક્ષયને ખબર પડી કે, વાઈન હજી ઉતરી નથી. એટલે એ જ સ્ટોરી પાછી સંભળાવવી પડશે. આજે ગઈ રાતની જ સ્ટોરી પાછી જીવાઈ. હવે સાહિલ સાંજે જોબ પર જતો અને અક્ષય પણ. રોજ સ્ટોરી પણ જીવતી એ બંને સાથે. બન્ને સાથે રખડતા ફરતા..મુવી જોવા જતા. અને એક ખુશીની-શાંતિની જીંદગી જીવતા હતા...એક આઝાદી સાથે. આજની આ સવાર સપના અને પેશનના નામ હતી. નાસ્તો કરી રસ્તે ફરતા ફરતા અક્ષય પાસે સાહિલ સ્ટોરી સાંભળે છે.
.
.
.
.
.
હવે સમય હતો કે, આગળ શું કરવું એ વિચારવું. હવે ફાઇનલ એક્ઝામ પછી તપસાનું ડોકટર બનવાનું સપનું પૂરું થવાનું હતું. અને તપસા માહીને પણ એ એક્ઝામ આપવા કહે છે. પણ માહી ના પાડે છે. કેમ કે, એ રસ્તો એનો ન હતો. ત્યાર બાદ એક રોજ બધા મળી ડિસ્કશન કરતા હતા. ત્યાં તપસા બોલે છે.

"યાર..માહી. પ્લીઝ ના. અત્યાર સુધી મારી સાથે રહી છે, આ એક્ઝામ પણ આપને."
"બસ..ડીઅર. આ મારો રસ્તો નથી. તારું સપનું છે. તું જા. મને સ્ટડીમાં ઇન્ટરસ નથી."
"તું સ્ટડીથી આટલી કેમ દુશમની રાખે છે?"કવીતે પૂછ્યું.
"સ્ટડી એટલા પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ છે. એના સિવાય બીજું કંઈ હોતું જ નથી ભણવામાં. બધાના મગજ થોડી ચાલે કઈ. અને સ્ટડી પેશન સાથે ક્યારેય મેચ નથી થતી. માત્ર ડીગ્રી સુધીનો રસ્તો બસ. પણ જેને બીજામાં રસ છે, એ તો રહી જાય છે. બધા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ...જ્યાં પેશન પણ જીવતું રહે. અને દુનિયા બસ ઇતિહાસને દોહરાવવામાં જ રહે છે. પણ કઈ નવું ક્યારેય નહીં."

આસીતે પણ માહીને કીધું કે, આપી દે એક્ઝામ. કઈ તો કરી લે. પણ માહી માનતી નથી. એને એના પેશન સાથે ચાલવું હતું. બધા ફોર્સ કરે છે. ત્યાં વતન્સ એની પાસે આવી તેને કહે છે.

"આંખ બંધ કર. અને તારા હૃદયને પૂછ. એને શુ કરવું છે."

માહી આંખ બંધ કરે છે. અને બંધ આંખમાંથી આંસુ બની બહાર આવતી એ અવાજવિહીન જ્વાળાને બધા સમજી ગયા હતા. અને આંખ ખોલતા એણે એટલું જ કહ્યું કે, હવે એ થાકી ગઈ છે. આ ફ્લોપ લાઈફથી. બધા સમજી ગયા કે, હવે આ પળ તે બધાને એક આગ તરફ જ લઇ જશે. થોડીવાર પછી માહીએ વતન્સને કહ્યું.

"હું મેરેજ નહીં કરું."
"શુ?"
"હા, મારે આખી લાઈફ એમ જ જીવવી છે તમારી સાથે. મને આ સમાજ....."
"આઈ અઅન્ડરસ્ટેન્ડ. હું તને કઈ નહીં કહું. ઓકે.
હવે તું તારી ફ્રેન્ડ સાથે એકઝામ આપી દે... આગળ જોવાઇ જશે."
"ઓકે."

દિવસ હતો વતન્સના જન્મદિવસનો. અને વતન્સ માહી માટે ઘડિયાળ ગિફ્ટ લાવ્યો હતો. અને માહી પણ વૉચ લાવી હતી. પણ વતન્સની વૉચ બધા કરતા અલગ હતી, જે એણે ખુદ બનાવી હતી. આરપાર હાથ પણ દેખાઈ. અને લોખંડની કળીઓથી બનાવેલો પટ્ટો. એકદમ અલગ. માહી એ વૉચથી ખૂબ ખુશ હતી. આમ, સમય પસાર થવા લાગ્યો.

આખું વર્ષ મહેનત કરી. એક્ઝામનો દિવસ હતો. અને થઈ રાત. બધા સાથે મળી ખૂબ ધૂમ મચાવી. પાર્ટી કરી... રખડયા. મહિનાઓ બાદ રિજલ્ટ આવતા ખબર પડી કે, માહી ડૉક્ટર માટેની એક્ઝામમાં પાસ થઈ ગઈ છે. બધા ખુશ હતા. પણ માહી...અફસોસમાં. કારણ કે, એના ડૉક્ટર બનવાથી તપસાનું સપનું અધૂરું રહી ગયું. એ પણ પાસ હતી. પણ ડૉક્ટર બનવા માટે ત્રણ માર્ક્સ પાછળ રહી ગઈ હતી. તે રાતે તપસા ને માહી એક રોડની સ્ટ્રીટ લાઈટ નીચે બેસી વિચારોમાં ખોવાયા હતા. આ રાત બે દોસ્ત માટેની રાત હતી. બન્ને એકબીજાને જોઈ રહ્યા હતા. થોડું હસી માહી બોલી.

"વૉટ અ જોક યાર. વાટ લગાવી દીધી છે આખી જીંદગીની. શુ કરવું છે અને શું થઈ જાય છે...મને હસવાનું મન થાય છે. આ લાઈફ પર જોર જોરથી હસવાનું મન થાય છે."
"રાઈટ. એવું તો શું છે યાર. આટલું બધું શીખવાડે છે..."
"જીદ..ઝૂનુન..આઝાદી. આ જ છે બધું...."
"હું શું કરું હવે માહી. મારી ફેમિલી હવે મને નહીં કઈ પણ કરવા દે. કેટલું કરીને આ ડૉક્ટર માટે ફી ભરી હતી. એ લાખો રૂપિયા હવે...."

માહી કઈ ન બોલી. આખી રાત ત્યાં જ સુમસાન નીકળી ગઈ. સવાર થતા વતન્સનો કૉલ આવે છે, એટલે માહી તપસાને ઘરે છોડી વતન્સ પાસે જાય છે. અને આવીને વતન્સને ભેટીને ખૂબ રડે છે. વતન્સ તેને પૂછે છે.

"શુ થયું...વૉટ હેપન્ડ માહી."
"મારી દોસ્ત અને એના સપના વચ્ચે મારે ન જવું જોઈતું હતું..."
"કહે તો સહી..પણ."

માહી તેને બધું જણાવે છે. એટલે વતન્સ તેને સમજાવતા કહે છે.

"તો શુ થયું. તું એની દોસ્ત છે. તારે એનો સાથ આપવાનો છે. અને એમ પણ હવે તું ડોકટર બની ગઇ છે. કોઈ પણ રીતે એની મદદ કરી શકે છે."
"હવે એની ફેમિલી નહીં માને..(રડતા)."
"તું જા. અને તારી દોસ્તને હેલ્પ કર. અને વચ્ચે જો ફેમિલી નડે તો એમને સમજાવ..કઈ પણ કર. પણ તું તારી દોસ્તને એના સપના તરફ લઈ જા."
"હા, મારે એની હેલ્પ કરવી જોઈએ.."
"જા હવે."
"મારો સાંવરિયો....થેન્ક્સ...(હસીને)."

માહી તપસાના ઘરે જાય છે. ત્યાં જ તપસા આવીને ખૂબ રડે છે. કેમ કે, એના પરિવારે એના મેરેજ કરવાનું નક્કી કર્યું છે. અને તપસાને મેરેજ નથી કરવા. એટલે બધાની સામે માહી બોલે છે.

"સારું છે. મેરેજ માટે પૈસા મળી જશે. પણ એક વાર હજી ટ્રાય કરવા નથી દેવી. એટલા વર્ષો સુધી તમે બધું કર્યું. પ્લીઝ...એક મોકો જોઈએ છે. તપસાને એક્ઝામ આપી દેવા દો."
"લગ્ન માટે વચન આપી ચૂક્યાં છે. હવે કઈ નહીં થાય. એક આશા હતી એ પણ...."
"હા, તો એ આશને એક મોકો આપો. અને મેરેજ એક વર્ષ પછી...(તપસાના પપ્પાને આંસુ સાથે પગે પડીને)."

તેનું પરિવાર એક મોકો આપવા મંજુર થઈ જાય છે. તપસા પણ ખુશ થાય છે. અને એક વર્ષ બાદ એ ડૉક્ટર બની જાય છે...એટલે એનું પરિવાર પણ ખુશ. થોડા જ મહિનામાં બધી લોન ચૂકવી દે છે. અને પોતાનું ઘર લઈ લે છે. પણ તપસાને મેરેજ કરવા ન હતા. એને માહી સાથે જ રહેવું હતું. અને આ બાજુ માહીએ પણ મેરેજ માટે ના કહી દીધી હતી. પણ તપસાનું પરિવાર માન્યું નહીં. બીજી બાજુ વતન્સે જ્યારે એની ફેમિલીને કીધું કે, એ માહી સાથે મેરેજ કર્યા વગર રહેશે. તો એ લોકો પણ ગુસ્સે થઈ ગયા. અને માહીના પરિવારે પણ મેરેજ વગર વતન્સ સાથે રહેવાની ના કહી દીધી. બધા એક જ રસ્તે પણ એકબીજાના સાથ વિના ચાલી રહ્યા હતા. કેમ કે, એમની મંજીલ એક આઝાદી હતી. અને હવે સમય હતો લગભગ એ જ ત્રીજા વિશ્વયુદ્ધનો. હવે એ બધાએ વિચારી લીધું કે, આમ તો સાથે રહેવા નહીં દેશે. એટલિસ્ટ આ દુનિયાને કઈ આપીને જ જઈએ. જે માત્ર એક વિચાર હતો, એને હકીકતમાં બદલવા જઇ રહ્યા હતા. ઘણી મુશ્કેલી હતી આ રસ્તા પર. જાણતા હતા કે, આનાથી મોત પણ મળી શકે છે. છતાં તેઓ ચાલ્યા. પ્રેમ માટે પોતે બલિદાન બનવા ચાલ્યા. સમાજને અજવાળવા પોતે રાખ રૂપી શહીદ થવા ચાલ્યા.

બધા મળી આખા વિસ્તારમાં એવા લોકોને ભેગા કર્યા, જે આ જંગમાં જોડાઈ એમનો સાથ આપે. જેથી સરકારને નવો કાયદો લાવવો જ પડે. બધાને ઓળખી-જાણી તેઓ એક મોટું ગ્રૂપ ક્રિએટ કરી રહ્યા હતા. અને એક બાજુ વતન્સ તેની આઈડિયા થ્રુ એક હોડી બનાવી રહ્યો હતો. જે એકદમ અલગ હતી. અત્યાર સુધી કોઈ પણ હોડી દુનિયામાં એવી નહીં બની હતી. કાચની દુનિયા..એને એ હોડી દ્વારા બનાવી હતી. માત્ર હોડીની નીચેની લાકડાની સપાટી સિવાય બધું ચોખ્ખું આરપાર દેખાતું હતું. જાણે એક શીશમહેલ. તેનું નામ વતન્સે 'સાંવરિયો' રાખ્યું હતું. કેમ કે, એ નામ વતન્સને માહીએ આપ્યું હતું. ઘણા મહિના વીતી ગયા. બધા એક ટિમ બનાવી રહ્યા હતા. અને આ સમય જાણે બધાએ પોતાના પ્રેમની આગમાં યાદોના તણખલા બાળ્યા હતાં.
.
.
.
.
.
"કાલે હવે..જમી લઈએ. પછી જોબ પર જવાનું છે."
"હા, સારું. મારે કાલે રજા છે. વિચારું છું તારી સાથે ફૂટબોલ રમવા આવું."
"જરૂર. મજા આવશે તો તો. પણ સવારે ઓકે. કેમ કે, કાલે જ એ મેડમ પણ અહીંયાંથી જઇ રહી છે. પછી તો હું એકલો. એટલે તું જ્યારે ચાહે ત્યારે....."
"ગુડ. ઓકે. કાલે આવીશ."
"કઈ ડેટ છે કાલે..તારે રજા છે."
"13/9/1929."

બન્ને જોબ પર ગયા. રાતે આવીને સાથે ડિનર કર્યું. આજે તો સાહિલની રજા છે એટલે એને ઊંઘ પણ નથી આવતી. એટલે થોડું પી ને લેક્ચર શરૂ કર્યું.

"એક જવાબ આપ."
"બોલો."
"વતન્સનો બર્થ ડે હતો. એણે કેમ માહીને ગિફ્ટ આપ્યું."
"એમાં શું. બન્ને લવ કરે છે. કોઈ પણ આપે ચાલે..."
"યાર.. આ વિચાર એમ પણ વિચાર કરવા જેવો છે. વાત તો એકદમ ઠીક કીધી માહીએ. કાશ..આ રિયલ વર્લ્ડ પણ એવું થઈ જાય...તો મારી ઈદ..."
"તને વિશ્વાસ છે એ આવશે..!"
"પૂરો..સાહાબ. આવશે જ (આંસુ સાથે). એના વગર વસમું લાગે છે....બધું સુનું સુનું...."

સવાર થઈ. આ સવાર એ હોડીથી કમ ન હતી. જે આજે કાચની જેમ તૂટી વિખરાઈ જવાની છે અથવા એ અરીસો બનવાની છે, જે લોકોને હકીકત બતાવી શકે. કેટલાય દિવસો સાથે વિતાવ્યાં હતા આ બે મિત્રોએ. કોઈ કોઈ દિવસ સ્ટોરી સાંભળતા..ફરતા મોજ કરતા. આજે એમને એક મહિનો પૂરો થયો છે સાથે જીંદગી જીવ્યાને. પણ આજની આ સવાર... એક એવા રાહ તરફ લઈ જવાની છે, જે આ દુનિયાને આઝાદી અપાવવામાં એક હિસ્સો બની રહી છે. બન્ને પાંચ વાગ્યાના એક અનંત રાહ તરફ જઈ રહ્યા છે. અને સાહિલ અક્ષયને આગળ સંભળાવા કહે છે. એટલે અક્ષય ધીમે અવાજે તેની સ્ટોરીની શરૂઆત કરે છે.
.
.
.
.
.
ટિમ બનાવતા લગભગ એક વર્ષ જેવું થઈ ગયું હતું. આટલા સમયમાં એ બધાએ પોતાની લાઈફ એ ઝૂનુનથી જીવી હતી..એ જીદ સાથે, જે એક જ પળમાં બધું બદલાવી દેવાની હતી. એવા જ એક દિવસે માહી અને વતન્સ મળે છે, 'સાંવરિયો' સાથે એ જ નદી કિનારે. અને થોડી પોતાની દુનિયાની શેર કરે છે. અને અચાનક વતન્સે પૂછ્યું.

"માહી..તને કેવી રીતે ખબર પડી ન્વીતા ત્યાં જ છે એમ."
"મારો એક ફ્રેન્ડ છે રિપોર્ટર. એને લોકેશન થ્રુ મને જાણ કરી.."
"અચ્છા.. તને ખબર મારો ભાઈ પણ રિપોર્ટર છે."
"અચ્છા.. સારું." થોડું વિચારીને માહી ફરી બોલી," આ આપણે સહી તો કરી રહ્યા છીએ ને..!"
"પાગલ. આજે કેમ એવો વિચાર. આપડી ટિમ બહુ મોટી બની ગઈ છે. બધા સાથ આપે છે. હવે આ વિચારનો કોઈ અર્થ નથી માહી."
"બસ..બીક લાગે છે. મન નથી લાગતું. જો આ મિશન થ્રુ કોઈની મોત થઈ..તો એની જીમેદર હું બનીશ...એન્ડ"
"માહી..માહી.. કઈ નહીં થાય. વધુ ન વિચાર. એમ પણ આ ખેલ એટલો ઇઝી નથી..ડીઅર. જાનની બાજી લગાડવી પડશે. અને જેટલા પણ જોડાયા છે, એ બધા જાણે જ છે...આનું પરિણામ."
"તો પણ...આ..."
"જો. અધર્મને જીતાડવા લોહીની હોળી પણ મંજુર હોવી જોઈએ. કોઈ તો રંગ લાગશે જ છેલ્લે મતલબમાં. અને આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. તું ટેંશન નહીં લે."
"એ એક પળ માટે જ્યાં આપણી નજર પહેલીવાર મળી હતી...એ પળ માટે મેં આખી જીંદગીનો સરવાળો કર્યો અને જવાબ અંતે શૂન્ય મળ્યો..ઝીરો. એ એક પળ માટે આટલું બધું.....હું તો એ બધા મોતની રિણિ થઈ જઈશ."
"ના...માહી. રિણિ તું નહીં, પ્રેમ થશે. અને આ રીણ ચૂકવવા આ સમાજે બદલવું પડશે. એન્ડ..તારો જવાબ જે શૂન્ય છે. તો માહી...શૂન્ય એ સાચો જવાબ મળ્યો છે તને. કેમ કે, શૂન્યમાં જ એકાંત છે...શૂન્ય જ અનંત છે. અને શૂન્ય જ સાથ છે..."
"એવો એહસાસ થઈ રહ્યો છે...જાણે હું કોઈ બીજી મંજીલની રાહી છું, અને જીંદગી મને બીજા રસ્તે લાવી ચુકી છે...."
"અને એ જીંદગીને એવું કહેવાનું મન થાય છે...હું મારી મંજીલે જાઉં છું, જા તું તારા ઘરે ચાલી જા.....રાઈટ ને (હસીને)."
"હા. હું મારા પડછાયાની લગનમાં... મારા જ પગરવ સાથે પ્રીત કરી, આ રસ્તે ચાલી..અને...."
"આ પ્રીત..સંગીત બની આખી દુનિયામાં એક દિવસ જરૂર ગુંજશે.. તારી આ મોજાની જેમ ઉછળતી...પવનની જેમ લહેરાતી જીંદગીને...આ પ્રીત માટે તો કુદરત પણ આતુર છે...! માહી. બસ..થયું એટલું છે કે, આપણા વિચારોના કાંઠે, પ્રેમનું મહેરામણ ઢોળાયું છે..."

થોડી વાર પછી માહી તેના કેમેરામાં 'સાંવરિયો'ના ફોટા લેવા લાગી. સાંજના સમયે એ ડૂબતો સૂરજ પણ જાણે તેના ફોટામાં જીવ પૂરતો હોય એમ ઢળી રહ્યો હતો. અને છેલ્લે એ બન્નેએ પણ 'સાંવરિયો' અને સૂરજ સાથે નદીનું પાણી આવે એ રીતે પોતાનો ફોટો લીધો. પછી વતન્સે કીધું.

"હવે તો તું તારું સપનું પૂરું કરી શકીશ ને..."
"હા. બાળપણથી આ વિચાર હૃદયમાં સવળી રહ્યો હતો. મને પાણીમાં વચ્ચે જઈ પોતાના પેશનને ભીંજાવવું હતું...હવે ફાઇનલી..."
"માહી. સારું છે યાર. તને તારું પેશન ખબર છે. હું તો હજી એ જ સવાલમાં છું."
"ફાઇનલી..આ સૌરાની જરૂરિયાત આજે પુરી થઈ ગઈ."
"શુ..?"
"હા, એ પણ આટલા વર્ષોથી એની નાવ વગર અધૂરી હતી. આજે મારો 'સાંવરિયો' એ જરૂરિયાત પૂરી કરશે. એણે આજસુધી આ ગામની જરૂરિયાત પૂરી કરી છે."
"હા, 'સાંવરિયો' આપણને આપણી મંજીલ સુધી પણ લઈ જશે."
"આઈ વિશ..જો મંજીલ સુધી લઈ જશે, તો છેલ્લા શ્વાસે જ તરવું છે."

છેવટે બન્ને એકબીજાને ભેટી આખી જીંદગી જીવી લે છે. જાણે બંને જાણતાં હતા કે, આ એમના સાથનો છેલ્લો દિવસ હતો. બન્ને મરીઝ બની એકબીજાના ડોક્ટર બન્યા હતા. અને એકબીજામાં સમાઈ ગયા હતા...શાંત હવામાં.

દિવસ હતો એક સંગ્રામનો. તારીખ હતી 13/9/1926. આખા શહેરમાં એક જંગ છેડાઈ ગઈ હતી. એક તરફ પ્રેમ માટે..આઝાદી માટે ઉભો રહેલો પહેલું. અને બીજી તરફ એ સમાજ. સાંજનો સમય. વરસાદની ધારા જાણે ખુદ રડી રહી હતી. સાત વાગ્યા હતા. શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. બધાના હાથમાં એક એક હથિયાર હતા. અને આંખોમાં ગુસ્સો. એમાં એક જણ બોલ્યો.

"તમે જે કરો છો એ ગલત છે. મેરેજ વગર કોઈ સાથે ન રહી શકે. અને આ કેવી દોસ્તી...પોતાનું ઘર છોડી દોસ્ત સાથે રહેવું છે. અને આ ભાઈ બહેનને સમજાવવાને બદલે એનો સાથ આપે છે. જો તમે આ બંધ ના કર્યું તો બધાની લાશ જોવા મળશે..લાશ."

અને બધેથી અવાજ આવવા લાગ્યો..હા સાચું કહે છે, આ ગલત છે...આવુ ન થઈ શકે.

"વિચારધારા છે આ. જે તમારે અપનાવવી જોઈએ. તો આપણે બધા સાથે હોઈશું. એમ પણ જાતપાત-ધર્મ એક ખેલ વધારે છે. એને છોડી એકતા અપનાવો. અને હું સાથે એટલા માટે છું કે, પ્રેમને કોઈ અગ્નિ-ફેરાની જરૂર નથી." બધાને અટકાવી આસીત બોલ્યો.
"હા, મમ્મી પપ્પા. મારી દોસ્ત સાચું કહે છે. મને એની સાથે જ રહેવું છે. તમે માની જાઓ. પ્લીઝ." તપસાએ તેના પરિવારને કહ્યું.

કોઈ તેમની વાત નથી સાંભળતું. અને હથિયાર લઈ તૈયાર થઈ જાય છે. ત્યાં માહી બોલે છે.

"તમે ગલત છો ને એટલે જ, આજે આ બધા અમારી સાથે તેમના પરિવાર વિરુદ્ધ ઉભા છે. સમજો તો ખરા. શુ કમી છે તમારામાં, કે આ લોકો અમારી સાથે આજે છે. જેઓ જાણે છે કે, આનું પરિણામ મોત પણ હોઈ શકે. તો પણ તેઓ પ્રેમ માટે બલિદાન આપવા તૈયાર છે. મહેરબાની કરી...છોડી દો આ બધું. આપણે એક છીએ. એકબીજાના દુશમન નહિ. પ્લીઝ....પ્લીઝ."

થોડી જ વારમાં એક ગોળી નીકળી. જે સીધી આસીતને વાગી. માહી આસીત પાસે ગઈ. એક ચાકુ તપસાના પેટમાં ઘોચાયું. જે માહીને મારવા આવી રહ્યું હતું. અને બન્નેને દૂર લઈ જવાયા. શરૂ થયું યુદ્ધ. અંધાધૂંધી અને દંગા પસાતે વેગ પકડ્યો. કેટલાય શરીરો લાશ બની પડ્યા હતા. ન જોઈ શકાય એવું તે દ્રશ્ય...હકીકતમાં સર્જાયું હતું. લોહીની હોળી વરસાદ સાથે ભીની બની રહી હતી. એક પછી એક મરી રહ્યા હતા. ધ્વનિત, કવીત, પર્યવ...બધા ની લાશ પડી હતી. આ બાજુ વતન્સે તેના ભાઈને 'સાંવરિયો' કિનારે લાવવા કહ્યું.. કે જેનાથી હોસ્પિટલ પહોંચી શકાય. 'સાંવરિયો' લઈને વતન્સનો ભાઈ આવ્યો. એને જોઈ માહી બોલી 'તું અહીંયા'. ત્યારે બન્નેને ખબર પડી કે, માહીનો મિત્ર અને વતન્સનો ભાઈ બન્ને એક જ છે....રિપોર્ટર. અને પછી તે રિપોર્ટર હોસ્પિટલ ગયો. વતન્સ અને માહીએ, આસીત અને તપસાને 'સાંવરિયો'માં બેસાડ્યા. હજી હોડીમાં બેસવા જાય એ પહેલાં માહીને પાછળથી ખંજર વાગ્યું. વતન્સે એને પણ 'સાંવરિયો'માં બેસાડી. 'સાંવરિયો' સ્ટાર્ટ થયો. અને એટલામાં જ એક ગોળી સીધી આરપાર થઈ વતન્સના શરીરમાંથી. છતાં એણે એ મંદિર સુધી 'સાંવરિયો' લાવ્યો..જ્યાં તેઓ મળતા. પણ હવે આગળ ચલાવી શકે તેમ ન હતો. માટે ત્યાં જ ઉભી રાખી 'સાંવરિયો'ને.

થોડા સમય પછી..વતન્સે થોડું હસીને તેનો હાથ માહીના માથા પર મુક્યો. અને નજરથી કહી દીધું કે, મને મારુ પેશન મળી ગયું છે. માહી પણ સમજી ગઈ. અને એની આંખમાં આંસુ હતા. વાતાવરણ શ્વાસવિહીન બન્યુ હતું....એકદમ સુમસાન રાહની જેમ. વરસાદ એમના ચહેરા પલાળી રહ્યો હતો. આસીત અને તપસા મૃત્યુ પામ્યા હતા. હવે સમય હતો છેલ્લા શ્વાસનો. વતન્સની નજર માહીને જોઈ રહી હતી. માહી આંસુ સાથે વતન્સ તરફ જોતા બોલી.

"મરીઝ..!"



થોડા જ સમય પછી બધું શાંત થયું. એ મંદિરમાં સ્વીકૃત્તિ મેમ આવી રહ્યા હતા. અને એ બધાને જોઈ કઈ સમજાતું જ હતું. રિપોર્ટર પણ હોસ્પિટલે 'સાંવરિયો' ન આવતા ફરી પાછો વળે છે અને ત્યાં પહોંચે છે. મેમ એને પૂછે છે. એટલે બધું સમજી રિપોર્ટર એટલું જ બોલી શક્યો.

"તમે જ કહ્યું હતું ને..જ્યાં સુધી પોતાના સુધી ન પહોંચી જાવ, ત્યાં સુધી મને નહિ મળી શકો. આજે માહી અને તપસા તમારી સામે છે...મતલબ એ બન્ને પોતાના સુધી પહોંચી ચુક્યા છે...મેમ."
.
.
.
.
.
બન્ને ચાલ્યા જતા હોય છે. પણ સાહિલ હજી વેઇટ કરતો હતો કે, અક્ષય આગળ બોલે. પણ અક્ષય હવે ચૂપ હતો. અને હસીને બોલ્યો.

"પુરી...બેટા. સ્ટોરી ઇઝ ઓવર."
"આ શું. બસ...ઓવર. કોઈ સારો હેપ્પી એન્ડિંગ તો..."
"તો શું છે આ...બોલ. પ્રેમ માટે એ બધા જ ત્યાં શહીદ થયા..એ હેપ્પી એન્ડિંગ નથી. વતન્સને તેનું પેશન મળી ગયું...એ મેમને એમના સવાલનો જવાબ. અને 'સાંવરિયો' રૂપી ડોક્ટરને એના ચાર મરીઝો. એ હેપ્પી એન્ડિંગ નથી...બોલ."
"શુ હતું પેશન?"
"એ જ..નવી નવી વસ્તુ બનાવવાનું....મિકેનિકલ એન્જિનિયર. જે ટવેલ્થમાં એણે પહેલી વાર હેલિકોપ્ટર બનાવ્યું હતું... એ વૉચ જે માહીને ગિફ્ટ કરી હતી. અને 'સાંવરિયો'. એ રીતે આજ સુધી કોઈ વસ્તુ બનાવવામાં નથી આવી."
"આ રિયલ છે સ્ટોરી?"
"સ્ટોરી કહીશ તો...ના. પણ રિયાલિટી થ્રુ..સાચી છે..હકીકત."
"કઈ સિટીની છે?"
"પૂર્ણિયા."

થોડું વિચારી અક્ષય બાજુ જોઈ સાહિલ બોલ્યો.

"તો હવે એ પણ કહી દે કે, વતન્સનો ભાઈ અને માહીનો દોસ્ત...તું જ છે....રિપોર્ટર."
"હા..યસ."

આ સાંભળી તેના પગલાં ત્યાં જ સ્થિર થયા. અને અક્ષય આગળ ચાલતો રહ્યો. પાછળ ફરી બોલ્યો.

"ચાલ હવે. વધુ ન વિચારીશ."
"યાર..સવાલ પૂછવામાં મોડું કરી દીધું."
"હશે. પણ એવું બને કે, જે સવાલનો જવાબ જ્યારે જરૂરી હોય ત્યારે જ સામે આવે છે. આનું પણ કોઈ રિઝન હશે."
"એ તો કે. પછી શું થયું. મને આ એન્ડિંગ નથી ગમતો."
"સ્ટોરી તો અહીંયા જ પુરી થાય છે. પણ તને આગળ કહીશ."
"થેન્ક ગોડ."
"હું ને મેમ બન્ને આખી રાત એ મંદિરમાં હતા. બીજા દિવસે આખા શહેરમાં કરફ્યુ લાગ્યો. અને હું ત્યાંથી સ્ટડી પુરી કરી પાછો અહીંયા આવી ગયો. એક અફસોસ સાથે કે, હું શહીદ કેમ ન થયો. પણ હા, એટલા દિવસમાં જે જોયું એના પરથી લાગ્યું કે, કોઈ સારી અસર જરૂર થઈ છે. બધા બદલાયા હતા. અને થોડા જ મહિના પછી..એ શહેરમાં કાયદો આવી ગયો. અને એ શહેર આખી દુનિયાથી અલગ જ બની ગયું. હજી આજે પણ એ શહેરમાં એ હેલિકોપ્ટર, વૉચ અને 'સાંવરિયો' એક સિક્રેટ હોલમાં મુકવામાં આવ્યા છે. મ્યુઝીયમમાં...એક કિંમતી ધરોહરની જેમ."
"રિયલી યાર. કેટલા લક્કી છે એ બધાં.."
"ચાલ હવે...એ મેમ રાહ જોતા હશે."
"એમનું નામ શું છે?"
"નથી ખબર એ તો...પણ મોમેડન છે."

બન્ને એ મેમની કેબીનમાં જાય છે. અક્ષય બોલે છે,"મેમ!"

મેમ પાછળ ફરે છે. અને અચાનક બોલે છે,"સાહિલ તું.."

સાહિલ પણ એક ધીમા અવાજ સાથે,"ઈદ.."

અક્ષય બન્નેને જોતો જ રહે છે. એ મેમ ઈદ હતી. સાહિલની ઈદ. અને ઈદ સાહિલ પાસે આવી તેને ભેટીને બોલે છે.

"મને લઈ જા..અહીંયાંથી સાહિલ (આંસુ સાથે)."
"હા, અત્યારે જ...ઈદ."

એવામાં જોરથી અવાજ આવ્યો. સાહિલ પાછળ ફરીને જુએ તો અક્ષય ત્યાં પડ્યો હતો. સાહિલને બચાવવા જતા તેને ગોળી વાગી હતી. અને બીજી ગોળી સાહિલના શરીરમાં. એ પણ નીચે પડી ગયો. ઈદ રડતા રડતા બોલી.

"નહીં અબ્બુ જાન."

અને પછી ઈદ પણ જાતે ચાકુ ઘોચી મરી જાય છે. ત્રણે ત્યાં પડ્યા હોય છે....મરીઝ બની. અને સાહિલના હોઠે એક જ શબ્દ હતો, એ પણ છેલ્લી શ્વાસે.

"માહી."
.
.
.
.
.
.
.
.
.
.
【આજે તારીખ હતી...13/9/1929.】