મિત્રો.આજ ધણા સમય પછી ભાગને આગળ વધારુ છું.આ ભાગ 17 સપ્ટેમ્બર ના મોદી સાહેબના જન્મદિવસને સમર્પિત કરુ છું.17 મી સપ્ટેમ્બરે 70 મો જન્મદિવસ છે.70 વર્ષ દરમિયાન માં સંધ પ્રચારક , સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી , ગુજરાતના મુખ્યમંત્રી , હાલમાં દેશના વડાપ્રધાન તરીકે પોતાની જવાબદારી નિભાવી રહયા છે.
હવે આગળ ભાગ....
છેલ્લે આપણે જોયું હતું કે ચુંટણીઓમાં જવલંત વિજય સાથે ફરીથી વડાપ્રધાન બન્યા.સરકાર ની શપથ વિધિ યોજાઇ.દર વખતેની જેમ બધાને ચોકાવી દીધા.જયારે બીજા નંબર પર ગૃહમંત્રી તરીકે તેમના હનુમાન ગણાતા અમિત શાહ ને બેસાડયા . અને એક બ્યુરોકેટસ ને સીધા સૌથી મોટી જવાબદારી આપી ને વિદેશ મંત્રી બનાવ્યા.
દેશના શપથગ્રહણ થયા . હવે બધા પોતાનો ચાર્જ સંભાળ્યો , ત્યારે બાદ કેબિનેટ બેઠકો બોલાવી.હવે બધાને કહીએ દીધું કે જનતાને આપેલ ધોષણાપત્રના વાયદા પર કામ કરવા લાગો.ઘીમે ઘીમે કામો કરવા લાગ્યા.
પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાંઇક નવું જ કરવા માંગતા હતા . સૌપ્રથમ તો ભાજપે કાશ્મીર ની સરકારમાં પોતે અલગ થઇ ગયા.અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું.હવે કાશ્મીર મામલે કાંઇક નવા જુની થશે તેવા એંધાણો આવવા લાગ્યા.પણ કોઇને પણ જાણ ના થાય તે રીતે કામો કરતા.
ઓગષ્ટ મહિનો આવ્યો .સંસદમાં સત્ર ચાલી રહયું હતું .બધાને એમ હતું કે 35 A કાઢવાના હશે.કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી એ ધમકીઓ આપવાનું ચાલુ કરી .જો કાંઇ કર્યુ તો તોફાનો થશે.પણ સરકારે અગાઉથી બધી તૈયારીઓ કરી લીધી હતી.વધુ સૈનિકો ત્યાં મોકલી દીધા.
5 ઓગષ્ટનો દિવસ જાણે કાશ્મીર માટે નવો દિવસ લઇને આવવાનો હતો , ભાજપના નેતાઓ આપેલ બલિદાનોઓની સાચી શ્રદ્રાંજલિ મળશે.ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં પહોંચ્યા.મોદી સાહેબ પણ થોડી વાર પછી સંસદમાં આવ્યા.
ગૃહમંત્રી બોલવાનું ચાલુ કર્યો.હોબાળો વધવા લાગ્યો.હોબાળા વચ્ચે ગૃહમંત્રીએ પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો.370 અને 35 A કલમને રદ કરતો પ્રસ્તાવ હતો.જમ્મુ કશ્મીર અને લદાખે ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા.આની સાથે સંસદમાં તાળીઓનો ગળાગળાટ શરુ થઇ ગયો , ભારત માતા કી જય ના નારાઓ લાગવા લાગ્યા.
અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો.આખો મામલા પાછળ મહત્વપૂર્ણ ભુમિકા આ બંને નિભાવી હતી.રાજયસભામાં પ્રસ્તાવ આવ્યો.ત્યાંથી પણ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો.આ મામલા પર સંસદના બંને ગૃહોમાં વિસ્તૃત ચર્ચાઓ ચાલી.
પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતાનો એક વાયદો પુરો કર્યો.આનો જોરશોર થી પ્રચાર થવા લાગ્યો.લોકો ખુશી વધાવ્યો.હવે કાશ્મીર માં કોઇ ઇચ્છનીય બનાવ ના બને અને લોકોમાં વિશ્વાસ વધે એ માટે.મોદી સાહેબ પોતાના અંગત વિશ્વાસુ એવા NSA અજિત ડોભાલને જમ્મુ કશ્મીર મોકલ્યા.
મિત્રો આઝાદ ભારતની સૌથી જટિલ પ્રશ્ર મોદી - શાહની જોડી ઊકેલી નાખ્યો.સામે તરફથી પાકિસ્તાન પણ ધમકીઓ આપતું હતું.સરકારે પોતાનું કામ ચાલુ રાખ્યું.
સરકાર હવે પોતાના બીજા વાયદાઓને પુરા કરવામાં માટે કામમાં લાગી ગઇ.કિસાનો લક્ષી અને બીજા મહત્વના કામો પાર પાડવા લાગ્યા.હવે બધાની નજર રામમંદિર પર હતી.કેમ કે તેનો કેસ પણ ચાલતો હતો.
મોદી પણ આ મુદાનું હલ થાય તે ઇચ્છતા હતા. કોર્ટ જે નિર્ણય આપે તે સ્વીકાર્ય.આવું મોદી સાહેબ એક બે વાર પબ્લિક મંચ કહયું હતું.લોકો પણ હવે ઇચ્છતા હતા કે સરકાર આ મામલે કાંઇક કરે.સરકાર દરરોજ હિયરીંગ થાય તેવી રજુઆત કરી.
ઘીમે ઘીમે દિવસો નજીક જતાં હતા.તેમ તેમ લોકોમાં ઉત્સુકતા પણ વધતી હતી.સરકારે અગાંઉથી તૈયારીઓ કરી લીધી કે ચુકાદા પછી કોઇ ઇચ્છનીય બનાવ ના બને.રામમંદિર મુદે ચુકાદાનો દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદી સાહેબ એ અપીલ કરી કે , જે પણ ચુકાદો આવે તેનો સ્વીકાર બંને પક્ષે થાય , કોઇ પણ જાતની ઉજવણી ના કરવામાં આવે ,અને એકતા જળવાઇ તે માટે ના પ્રયત્નો કરવામાં આવે.
હવે બીજે દિવસે ચુકાદો આવ્યો.તે હિન્દુ પક્ષના હિતમાં આવ્યો.ફરી થી પ્રધાનમંત્રી ટિવટ કરીને પોતાની વાતને દોહરાવી.સરકાર સચેત હતી.બધું મોન્ટિરીંગ પ્રધાનમંત્રી કાર્યાલયમાં થી થઇ રહયું હતું.
હવે આગળની વાતો આવતા ભાગમાં