Pagrav - 34 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 34

Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

પગરવ - 34

પગરવ

પ્રકરણ – ૩૪

સુહાનીએ ફટાફટ જમવાનું પતાવી દીધું. સુહાનીએ ઉતાવળ હોવાં છતાં જમીને મિસીસ પંડ્યાને થોડું કામ કરાવી દીધું...ને પછી ફટાફટ આગળની બહું મહત્વની વાત માટે એ ફરીથી હોલમાં પહોંચી ગઈ.

જે.કે.પંડ્યા : " હવે હું તને પૂછું એનાં તું મને જવાબ આપ..."

સુહાની : " હા ચોક્કસ..."

જે.કે.પંડ્યા : " તે ક્હ્યા મુજબ કોઈ તને અનુસરી રહ્યું છે...તો તું પહેલાં ક્યાં રહેતી હતી ?? મતલબ એરિયા ?? તને ક્યારથી અનુસરી રહ્યું છે ?? "

સુહાની : " આગરકર રોડ નજીક... સમર્પણ વિલા...- 1"

જે.કે.પંડ્યા :" શું સાચે તું ત્યાં રહેતી હતી?? "

સુહાની : " હા કેમ શું થયું ?? "

જે.કે.પંડ્યા : " ત્યાં તો પરમનો બીજો બંગલો છે..."

સુહાનીનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ...!!

સુહાની : "એની પાસે કોઈ મર્સિડીઝ કાર છે ?? "

જે.કે.પંડ્યા : " હા એક નહીં...પણ ચાર ચાર...અને એ સોસાયટી એ અને બીજાં એક બિલ્ડરે પાર્ટનરે મળીને પાર્ટનરશીપમાં બનાવી છે.... એમાં એનો બીજો બંગલો પણ જે પણ કદાચ એ રેન્ટ પર આપેલો છે..."

સુહાનીને હવે બધું સમજાવા લાગ્યું. એ બોલી, " અંકલ ઘર નંબર ખબર છે ?? "

જે.કે.પંડ્યા : " ના એ નથી ખબર પણ બેટા કંપનીની એક ' ડાર્ક સિક્રેટ ફોર મી 'કરીને એક ડેટાબેઝ ફાઈલ છે એમાં બધી જ ઇન્ફોર્મેશન હોય છે દરેક એમ્પોલોયની કંપની શરું થઈ ત્યારથી આજ દિન સુધીની બધી જ માહિતી..."

સુહાની : " એ કોની પાસે હશે ?? "

જે.કે.પંડ્યા : " પરમ અગ્રવાલ કે અવિનાશ બક્ષી... એ મેળવવી બહું અઘરી છે હવે. અને તું મને કહે છે એ મુજબ ફોન નંબરની વિગત મારાં એક ઓળખીતા છે એમનાં દ્વારા કઢાવી શકું...બની શકે કે કોણ હતું એ અવાજ ઓળખી શકાય !! પણ છેલ્લાં બે મહિનાનું હોય તો જ..."

સુહાની : " હા મહિના પહેલાંની જ વાત છે. એવું થઈ શકે તો સારામાં સારું જ છે...એ નંબર છે જ પણ હંમેશા મારાં મોબાઈલમાં હું રેકોર્ડિંગ ચાલું રાખતી પણ સમર્થનાં આવું થયાં બાદ મેં બંધ કરી દીધું હતું...

સુહાનીએ એક નિસાસો નાખ્યો કે જેને જે ગુનેગાર છે એની પાસેથી માહિતી કેમ કઢાવવી...

સુહાની : " અંકલ મને એ સમજાયું નહીં કે બધી જ ફોરેન પ્રોજેક્ટની ડિટેઈલમાં સમર્થનું કોઈ જ નામ નથી...મતલબ રિટર્ન તો ઠીક પણ જવાનું પણ નહીં..."

જે.કે.પંડ્યા : " તારી સાથે હું પણ સમજી ગયો કે સમર્થને યુએસએ મોકલવાથી લઈને બધું જ એક યોજના દ્વારા થઈ રહ્યું છે... બહું મોટો પ્લાન છે..."

સુહાની : " પણ સમર્થ સાથે શું કામ એવું કરે ?? એ તો કેટલો સરળ હતો કે એને કોઈ સાથે દુશ્મની પણ નહોતી. મને ખબર છે ત્યાં સુધી એની દરેકે દરેક નાનામાં નાની વસ્તુ મને ખબર છે... એવું તો કંઈ જ નથી તો ?? એ આ શહેરમાં પણ નવો છે. શું કામ કોઈ આવું કરી શકે ?? એ વ્યક્તિ મારી સામે આવે તો હું જ પૂછી લઉં કે એ આખરે શું ઇચ્છે છે.... "

જે.કે.પંડ્યા : " એ જ તો હું સમજી રહ્યો છું અને કદાચ તું પણ છતાં તું એને સમજી શકતી નથી કે સમજવાં ઈચ્છતી નથી એ મને નથી ખબર..."

સુહાની : " હવે અંકલ તમે સ્પષ્ટ જ કહી દો ને...."

જે.કે.પંડ્યા કંઈ બોલવાં જાય છે એ પહેલાં જ કોઈએ એમનો દરવાજો ખખડાવ્યો.

રાતનાં લગભગ પોણા નવ થઈ ગયાં છે. એટલે એ લોકોને પણ કંઈ અજૂગતુ ન લાગ્યું. ઘણીવાર આજુબાજુવાળાં પણ આવતાં હોવાથી જે.કે.પંડ્યા પોતે ઉભાં થયાં ખોલવા માટે...

સુહાની થોડી ગભરાઈ. એને પરસેવો છૂટી ગયો. એનાં હાથ રીતસરનાં ધ્રુજી રહ્યાં છે...એ બોલી, " અંકલ ના ખોલશો..."

જે.કે.પંડ્યા : " કેમ બેટા ?? "

સુહાની : " કદાચ એ જ નહીં હોય ને...તમને લોકોને નુકસાન પહોંચાડી શકે છે. મેં તમારી મદદ તો લીધી પણ મેં તમને હવે ચિંતા થાય છે..."

જે.કે.પંડ્યા : " " અરે બેટા, તું ખોટી ચિંતા કરે છે..." ને એમણે જઈને દરવાજો ખોલ્યો. સામે એમનાં પાડોશી કોઈ વસ્તુ લેવાં માટે આવેલાં દેખાયાં.

મિસીસ પંડ્યાએ એમને અંદર બોલાવીને સમય જોઈને બહું આગ્રહ ન કરતાં 'મહેમાન છે ' એમ કહીને એમ જોઈતી વસ્તુ આપીને રવાના કર્યા.

પછી પાછાં બધાં આવીને બેસી ગયાં.

જે.કે.પંડ્યા : " બેટા તું ચિંતામાં છે એટલે તને એવું થાય છે... હું તો કહું છું તું એકલી ફ્લેટ પર રહ્યાં વિના અમારી સાથે રહેવા આવી જા...તારી ચિંતા પણ ઓછી થાય અને અમને કંપની...'

સુહાની : " હા અંકલ...પણ અત્યારે આ બધું પાર પાડવા મારે કંપનીનાં કોઈ પણ વ્યક્તિથી દૂર અને મેનેજમેન્ટની નજીક અને વિશ્વાસપાત્ર બનવું જરુરી છે જેથી હું બને તેટલી જલ્દીથી માહિતી મેળવીને સમર્થને શોધીને પાછો લાવી શકું..."

જે.કે.પંડ્યા : " આશા રાખું કે તું સફળ થાય અમારાં દીકરાની જેમ તારે કોઈને ગુમાવવું ના પડે..." એટલામાં એ આગળ કંઈ બોલે એ પહેલાં જ ફરી કોઈએ દરવાજો ખટખટાવ્યો..."

આ વખતે કદાચ સુહાની ઓછી ગભરાઈ એને થયું કે કદાચ કોઈ પાડોશી જ હશે...એટલે તરત જે.કે.પંડ્યા ઉભાં થઈને ગયાં. એમણે દરવાજો ખોલ્યો પણ કોઈ દેખાયું નહીં. એ સહેજ બહારની સાઈડે જોવાં ગયાં....પણ કોઈ દેખાયું નહીં. ' કોણ છે ?? 'એવી બૂમ પણ પાડી સામે કોઈ જવાબ ન આવ્યો. પણ એકાએક કોઈએ પાછળથી એમનાં માથામાં એક લાકડીનો પ્રહાર કર્યો એ સાથે જ જનક પંડયાને ચક્કર આવી ગયાં...આજુબાજુ બધું ભમતું હોય એવું લાગવા લાગ્યું ને બે જ મિનિટમાં એ હે ભગવાન !! બોલતાં ભોંય પર પટકાઈ ગયાં !!

આ અવાજ સાથે જ સુહાની અને મિસીસ પંડ્યા બહાર આવી ગયાં. આજુબાજુ કોઈ દેખાયું નહીં. દરવાજાનો મેઈન ગેટ પણ બંધ છે.... ફક્ત ભોંય પર બેભાન થઈને પડેલાં જનકભાઈ દેખાયાં. બેય જણાં એ તરફ દોડ્યાં...

સુહાની ફટાફટ પાણી લઈ આવીને એમનાં પર પાણી છાંટ્યું. પણ હજુ એમને કળ નહોતી વળી.

સુહાનીનો શક સાચો પડ્યો. એને દૂર ઉભેલી ગાડી સફેદ કલરની મર્સિડીઝની ચાલું લાઈટ દેખાઈ. સુહાની ઝડપથી ગેટ ખોલીને ભાગી...પણ એનાં જતાં જ એ ગાડીએ સ્પીડ પકડીને સુહાનીની નજર સામે જ એ જતી રહી. સુહાની ફટાફટ પાછી આવી. એમનાં ઘરની બહાર જ જનકભાઈની ગાડી પાર્ક કરેલી દેખાઈ. હજું એમને ભાન નથી આવ્યું આથી

સુહાની બોલી, " આન્ટી ગાડીની ચાવી ક્યાં છે ?? અને ફટાફટ ઘરને લોકો કરો અંકલને ફટાફટ હોસ્પિટલ લઈ જઈએ. ને તરત પાંચ જ મિનિટમાં સુહાની આને મિસીસ પંડ્યાએ એમને ઉંચકીને ગાડીમાં બેસાડી દીધાં. અને સુહાનીએ ગાડી સ્ટાર્ટ કરી.

સુહાની : " આન્ટી આ એરિયાની નજીકની કોઈ હોસ્પિટલ કહો... ત્યાં હું લઈ જાઉં..."

મિસીસ પંડ્યાએ એડ્રેસ કહ્યું એ મુજબ એમને નજીકની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયાં. મિસીસ પંડ્યા બહું સમજું છે એમણે કહ્યું, " ત્યાં એવું કહેશું કે ભૂલમાં મુકાયેલી લાકડી એમનાં પર પડી છે જેથી હોસ્પિટલમાંથી પોલીસકેસનું કહે અને સારવાર પણ મોડી રાત થાય અને તારું છેક સુધી પહોંચેલું બધું અટકી પડે."

સુહાની : " પણ આ તો કદાચ..." એટલામાં એ લોકો ફટાફટ પહોંચીને સુહાનીએ અંદર વાત કરતાં ઈમરજન્સીમાં એમને અંદર લઈ ગયાં...થોડી સારવારને ઈન્જેક્શનને આપતાં જ એમને ભાન આવી ગયું...!! પણ એમને હજું પણ ચક્કર આવી રહ્યાં હોવાથી ડૉક્ટરે કહ્યું કે એક એમ.આર.આઈ. કરાવી દો જેથી અંદર કોઈ ડેમેજ નથી થયું ને ખબર પડી જાય...સવારે કરાવી લેશો તો પણ વાંધો નથી. "

સુહાની : " અત્યારે જ કરાવી દઈએ તો ??"

મિસીસ પંડ્યા : " પણ બેટા મારી પાસે અત્યારે એટલાં રૂપિયા પણ નથી અને સવારે એવું હોય તો પંક્તિને બોલાવી દઉં સવારે એ સાથે હોય તો વાંધો ન આવે."

સુહાની : " પણ આન્ટી ચિંતા ન કરો. પૈસા મારી પાસે છે. હું પણ પંક્તિ દીદી જેવી તમારી દીકરી જ છું...બસ એકવાર રિપોર્ટ થઈ જાય એટલે ચિંતા નહીં...મને ચિંતા થાય છે અંકલને કંઈ થવું ન જોઈએ..."

મિસીસ પંડ્યાએ પરમિશન આપતાં ત્યાંથી જ નજીકનાં ઈમરજન્સી ડાયાગ્નોસ્ટિક સેન્ટરમાં એમને લઈ જવામાં આવ્યાં.

લગભગ અગિયાર વાગી ગયાં ને રિપોર્ટ પણ આવી ગયો...પણ સદનસીબે રિપોર્ટ નોર્મલ આવતાં સુહાની અને મિસીસ પંડ્યાને શાંતિ થઈ. પછી થોડી જરૂરી દવાઓ આપીને રાત્રે જ એમને ઘરે લઈ આવ્યાં.

સુહાની : " અંકલ આન્ટી હું હવે ઘરે જાઉં... હું ખોટી તમને ફરી મુશ્કેલીમાં નથી મુકવા ઈચ્છતી..."

જનકભાઈ : " તું ગાંડા જેવી વાતો ન કર બેટા...તારે જવું હોય તો જજે પણ આવી રીતે અડધી રાત્રે થોડી જવાય ઘરે અને આવું જોખમ હોવા છતાં... એ વ્યક્તિએ કાળા રંગનો માથાથી પગ સુધી ઢંકાય એવો ઓવરકોટ પહેરેલો હતો પણ મને એ પરમ જેવો ન લાગ્યો...તો કોણ હોઈ શકે...એ ખબર ન પડી...પણ તરત જ મને ઝાંખું દેખાવા લાગ્યું અને ચક્કર આવી ગયાં...એટલે હું એને ઓળખી કે પકડી ન શક્યો...."

સુહાની : " એ ગાડી તો એ જ હતી જે હંમેશા મને ફોલો કરે છે.... મને જતાં જતાં ગાડી જતી રહી. એવું બની શકે કે એણે પોતાની જગ્યાએ આ કામ માટે બીજાં કોઈને મોકલ્યો હોય જેથી એ ફસાય નહીં."

જનકભાઈ : " હોઈ શકે !! પણ અત્યારે તું અહીં જ સૂઈ જા આ બાજુનાં બેડરૂમમાં... કંઈ પણ તફલીક હોય તો કહેજે...!! "

એ સાથે જ ત્રણેય જણા સુવા માટે રૂમમાં ગયાં...!!

શું કરશે હવે સુહાની ?? શું હશે એનો નિર્ણય ?? એ બધું છોડી દેશે કે એ વ્યક્તિ સાથે સીધી ટક્કર ઝીલશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......