jivanshrushtini dhaal in Gujarati Motivational Stories by joshi jigna s. books and stories PDF | જીવસૂષ્ટિની ઢાલ: ઓઝોન

Featured Books
Categories
Share

જીવસૂષ્ટિની ઢાલ: ઓઝોન

જીવસૂષ્ટિની ઢાલ: ઓઝોન
ઓઝોન શ્બ્દ મુળ ગ્રીક ભાષાના ‘ઓઝો’ શ્બ્દનું અપભ્રંશ છે. ‘ઓઝો’નો મતલબ ‘હું સુંધું છું’ એવો થાય છે. ઈ.સ.1840માં જર્મન રસાયણ શાસ્ત્રી કિશ્ર્ચિયન શોનબેઈને વિધૂત પ્રયોગો દરમિયાન આકસ્મિક રીતેજ ઓઝોન પેદા કર્યો, સુંધી પણ જોયો અને પછી તેનું નામ ઓઝોન પાડયું. ઝાખા ભૂરા રંગનો તે વાયુ ઝેરી છે, વગડામાં કયાંક આકાશી વીજળી ત્રાટકે ત્યારે હવાનો કેટલોક ઓકિસજન તત્કાળ ઓઝોનનું સ્વરૂપ પકડે છે અને તેની લાક્ષણિક ગંધ વરતાય છે. શુધ્ધ ઓઝોન ખુબજ ઝેરી છે.
આદિકાળમાં વાતાવરણમાં ઓઝોન વાયુ ન હતો. ઓક્સિજન પણ ન હતો. પ્રુથ્વીનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ વડે ભરચક હતું. સુર્યના પ્રખર અલ્ટ્રાવાયોલેટ કિરણો છેક જમીન સુધી ઉતરી આવતાં હતાં, આ કિરણો જળાશયોમાં 9 મીટર કરતાં વધુ ઉંડે પહોંચી શક્યા નહિં એટલેજ ત્યાં પહેલ વહેલો એકકોષી જીવ પ્રગટયો, ત્યાર બાદ જે કાર્બન ડાઓકસાઈડ ગ્રહણ કરી ઓકિસજનને મુકત કરે તેવા જીવો પ્રગટયાં અને આ ઓક્સિજન ઓઝોનનો સર્જક બન્યો. ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ બે અણુ ધરાવે છે. ઓઝોન ઓક્સિજનનાં ત્રણ અણુ ભેગા થયા પછી રચાય છે. આમ, જો ઓક્સિજનનાં બે અણુ હોય તો જીવન રક્ષક ઓક્સિજન બને અને જો ત્રીજો અણુ તેમાં ઉમેરાયતો જીવન ભક્ષક ઓઝોન બને.ઓક્સિજનનાં પરમાણુમાં રહેલાં તેનાં બે અણુઓનું અલ્ટ્રાવાયોલેટ કિરણો વડે ખંડન થાય છે. આમ, છુટા પડેલા દરેક અણુઓ વચ્ચે ફરીથી એકબીજા સાથે જોડાઈ ઓક્સિજનનાં અણુની ત્રિપુટી રચાય છે અને ઓઝોનનું નિર્માણ થાય છે. આજ જીવન ભક્ષક ઓઝોન ઉપલા વાતાવરણમાં ઢાલ બનીને જીવસૂષ્ટિનો રખેવાળ બને છે. પ્રુથ્વીની જીવસૂષ્ટિ 290 નેનોમીટરથી 320 નેનોમીટરનાં ઉગ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો સહન કરી શકતી નથી. ઓઝોનનું આવરણ તેમને શોષી લે છે અને તેની હાનીકારક અસરથી જીવસૂષ્ટિનું રક્ષણ કરે છે.
હવામાં 12 કિમી થી 24 કિમી ઉંચેનો ઓઝોન પ્રાણદાતા છે. અહિં તેનો પાતળો થર અધોમંડળથી શરૂ કરીને ઉર્ધ્વમંડળ સુધી વિસ્તરે છે. વાતાવરણમાં રહેલો પુરેપુરો ઓઝોન ભેગો કરી ધરતી પર લાવો તો તે 300 કરોડ ટન છે છતાં પ્રુથ્વી ફરતે ફકત તેની 3 મીલીમીટર જ જાડી ચાદર બને, આટલો મામુલી જથ્થો પણ સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે મજબૂત ઢાલનું કામ બજાવે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગલંબાઈ 230 નેનોમીટર થી 400 નેનોમીટર સુધી જુદી-જુદી હોય છે. 320 નેનોમીટર સુધીની તરંગલંબાઈના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઓઝોન વાયુ ઉર્ધ્વમંડળમાં તથા અધોમંડળમાં જ રોકી લે છે.
ઓક્સિજનમાંથી ઓઝોન બનવાની પ્રક્રિયા સતત ચાલ્યાંજ કરે છે, તો પણ ઉર્ધ્વમંડળમાં ઓઝોનના ઢગલે ઢગલા ખડકાતા નથી કેમકે ટુંકી તરંગલંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેમ ઓઝોનનું નિર્માણ કરે છે તેમજ વધુ તરંગલંબાઈ અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોનનું ખંડન કરી નાંખે છે. આમ, ઓક્સિજનનું ઓઝોનમાં અને ઓઝોનનું ઓક્સિજનમાં સતત રૂપાંતર થયાંજ કરે છે. પ્રુથ્વીની જીવસ્રુષ્ટિ માટેનાં આ રક્ષણાત્મક ધાબડા ને આપણેજ નુકસાન પહોંચાડાવા લાગ્યા છીએ. ઈ.સ.1984માં જોસેફ ફારમેને સ્પેકટ્રોફોટોમીટરથી નોંધ્યું છે. 12 કિ.મી.થી 24 કિ.મી. ઉંચે ઓઝોન વાયુમાં ગાબડું પડયું છે અને ઓઝોનમાં 30% કરતાં પણ વિશેષ ધટાડો થયો છે. જોસેફ ફાતમેને ‘ ધ હોલ ઈન ધ સ્કાય’ના નામે બૂમરાણ ચાલુ કરી. ચિંતાજનક વાત એ છે કે દક્ષિણ ધ્રુવખંડ પછી ઉતર ધ્રુવપ્રદેશને માથે પણ ગાબડું દેખાયું છે જે રશિયાના તેમજ ધણાં યુરોપીય દેશોના વસ્તીવાળા કિનારાથી ઉતર સુધી લંબાય છે. જો આજ ઝડપે ઓઝોનનાં પ્રમાણમાં ધટાડો થતો ગયો તો 500 થી 1000 વર્ષમાં સમગ્ર માનવજાત ફના થઈ જાય તેમ છે.
જીવસ્રુષ્ટિનાં રક્ષણાત્મક આવરણનું કામ કરતાં ઓઝોનનું પ્રમાણ ધટી જાય તો 290 નેનોમીટરથી ઓછી તરંગલંબાઈનાં કિરણો પ્રુથ્વી સુધી પહોંચી જાય અને જીવમાત્રનું અસ્તિત્વ રહે જ નહિં, આ કિરણો શરીરમાં પ્રોટીન બનતું રોકે છે. શરીરનાં જેનેટીક માળખાને તોડી પાડે છે. ચામડીના કેંસર જેવા દરદો જન્માવે છે. જો ઓઝોનનાં પ્રમાણમાં 1% ધટાડો થાયતો દર વર્ષે મોતિયાનાં 25000 નવા કેસો ઉમેરાય, પરંતુ દક્ષિણ ધ્રુવખંડ ઉપર તો ઓઝોનમાં 40%નો ધટાડો નોંધાયો છે તો દસ લાખ નવા દર્દી ઉમેરાય, આ અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના રોગપ્રતિકારક તંત્રને સાવ ખતમ કરી નાંખે છે.
અલ્ટ્રાવાયોલેટ કિરણોનો વધુ પ્રમાણ સમુદ્રનાં દરિયાઈજીવોનો સફાયો કરી નાંખશે અને વનસ્પતિને બાળી નાખશે,અન્નજાળમાં ઉત્પાદકો ન રહેતો બાકી શું બચશે? પ્રદુષણનો કચરો, ઔધોગિક પ્રગતિની આડપેદાશ હવામાં ફેકાય છે અને તે ઉર્ધ્વમંડળ સુધી પહોંચી ઓઝોનનો નાશ કરે છે. કલોરો ફલોરોકાર્બન જે ખુશ્બુદાર સેંટથી માંડીને ઓઈલ પેઈન્ટ સુધીના પદાર્થો છાંટતા એરોસોલ સ્પ્રેમાં વપરાય છે જે ઓઝોનનો પ્રથમ શત્રુ છે. ઈલેકટ્રોનિક ચિપ અને સરકિટ બોર્ડ પરનું નકામું સોલ્ડરિંગ કાઢિ નાખવા માટે, મકાનોના ઈંસ્યુલેશન માટે દીવાલ વચ્ચે તેનું ફોર્મ ભરવામાં, હોસ્પિટલોમાં તબીબી સાધનોને જીવાણુ મુકત કરવાં કલોરો ફલોરોકાર્બન વપરાય છે. રેફરિજરેટર અને એરકંડિશનરમાંથી પણ કલોરો ફલોરોકાર્બન મુકત થાય છે. કલોરો ફલોરોકાર્બનની હવાના કોઈ વાયુ જોડે રાસાયણિક પ્રક્રિયા થતી નથી એટલે તે વર્ષો સુધી લગભગ 120 વર્ષ સુધી અકબંધ રહે છે.
બ્રિટિશ સામયિક ‘નેચર’માં પ્રકાશિત થયેલાં શેરવૂડ રોલેંડે અને મારિયો મોતિનાનાં તારણ મુજબ જો વાર્ષિક આઠ લાખ ટનના દરે કલોરોફલોરો કાર્બન ઓકાયા કરશે તો એકવીસમી સદી સુધીમાં ઓઝોનનો થર 40% ખવાઈ જશે, આ તારણ સાચું પડયું. અધોમંડળ છોડીને ક્લોરો ફલોરોકાર્બનનો અણુ જેવો ઉર્ધ્વમંડળમાં પહોંચે કે તરત સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો તેને તોડી નાંખે છે અને તેમાંથી મુકત થયેલ કલોરીનનો અણુ ઓઝોનનાં અણુ પર ત્રાટકે છે અને ઓઝોનમાંથી ઓકિસજનનો એક અણુ કલોરિન સાથે સંયોજાઈ કલોરિન મોનોકસાઈડમાં ફેરવે છે તેથી ઓઝોન હવે ઓક્સિજનમાં ફેરવાય છે.કલોરિનનો એક અણુ ઓઝોનનાં સરેરાશ એકલાખ અણુને ખતમ કરી નાંખે છે.
જમીનમાં રહેલા કેટલીક જાતનાં બેકટેરીયા કુદરતી નાઈટ્રેટમાં રહેલા ઓકિસજનને અલગ તારવે છે અને નાઈટ્રસ ઓકસાઈડ મુકત કરે છે, આ લાફિંગ ગેસ એટલેકે નાઈટ્રસ ઓકસાઈડ ઓઝોનનો કાળ છે. અણુધડાકા પણ ઓઝોનનાં સ્તરને ભારે નુકસાન પહોચાડે છે. લડાયક સુપરસોનિક વિમાનોનાં બળતણમાંથી નીકળતો નાઈટ્રોજન ઓકસાઈડ ઓઝોનનાં સ્તરમાં કાણાં પાડે છે. સ્પેશસટલમાં ધન બળતણનું દહન થતા હાઈડ્રોજન કલોરાઈડની ધુમ્રસેર નીકળે છે તેમાં પણ કલોરિનનાં અણુ ભારોભાર હોય છે. ઉતર ધ્રુવ ઉપર માર્ચ મહિનામાં અને દક્ષિણ ધ્રુવ ઉપર સપ્ટેમ્બર માસમાં ઓઝોન સ્તરમાં પડેલો ગાબડો દેખાય છે. જો ક્લોરો ફલોરો કાર્બનનો વપરાશ સદંતર રોકી દેવાય તો પણ 120 વર્ષ લાંબુ તેનું આયુષ્ય જોતાં ઈ.સ.2000માં ફેંકાયેલાં તેનાં જથ્થા પૈકી 90% જથ્થો ઈ.સ.2013 સુધી અને 39% જથ્થો ઈ.સ.2113 સુધી ઓઝોનને ખાયા કરશે, બાકીનો 7% જથ્થો ઈ.સ.2313 સુધી ઓઝોનનો શિકાર ચાલુ રાખશે. તમે આ વાંચી રહ્યા ચો ત્યારે પણ લાખો ટન કલોરિનના અબજો અણુ ઉર્ધ્વમંડળમાં 24 કિ.મી. ઉંચે સુધી ઓઝોનનો ખાત્મો કરી રહ્યાં છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો જીવસ્રુષ્ટિની ઢાલને વીંધી રહ્યા છે પરંતુ આ આફતના બીજ ઉર્ધ્વમંડળમાં રોપનાર આપણે એટલેકે માનવજાત જ છે. માનવજાતનાં અડપલાનો કુદરત પ્રચંડ વળતો જવાબ આપી રહી છે.