Breakups - Ek navi sharuaat - 9 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 9

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 9

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(9)

હું ક્લાસમાં ઘૂસ્યો. અને અંદર જઈને ચોંકી ગયો. શંકર? એ શંકર જ હતો. પરંતુ, એ આ કોલેજમાં છે? એની મને પણ જાણ નહોતી. ચલો, કોઈ ના એક મિત્ર ઓલરેડી મળી ગયો. હવે, દિવસ સારો વિતવાનો છે. હું શંકરની પાસે ગયો.

"હેય, લેખક કેમ છો?" મેં કહ્યું.

"અરે, યશ! તું અહીંયા? કેવી રીતે? રસ્તો નથી ભૂલી ગયો ને?" શંકર એ કહ્યું.

"આજ છે મારી નવી કોલેજ. પણ તું અહીંયા? તું આ કોલેજમાં જ છે?"

"બ્રો, હું વર્ષોથી આજ કોલેજમાં છું. તું ન્યુ આવ્યો છે. પરંતુ, આમ અચાનક કોલેજ કેમ બદલી નાખી? એ કોલેજ તોહ, આનાથી સો ઘણી સારી છે."

"કંઈ નહીં યાર. તને ખબર તોહ છે જ્યોતી. મેં જ્યોતીને મેઘનાથી આગળ રાખી હતી. આજ કારણ છે કે, લોકો મને ત્યાં ગાંડો ગણે છે. હવે તોહ, જ્યાં મને જુએ ત્યાં ગાંડો...ગાંડો કહીને પોકારે. બસ એટલે જ કોલેજ બદલવાની નોબત આવી છે. તે તોહ, કહ્યું હતું તારી કોલેજનું નામ શ્રી મતી, સુમિત્રા બહેન, શ્યામદાસ ગોવિંદદાસ, માંકડ કોલેજ છે. અને આ કોલેજનું નામ છે. એસ.એસ.જી.એમ ઓહ! મતલબ આજ કોલેજનું ફૂલ નેમ છે?"

"યા બડ્સ. આજ નામ છે આ કોલેજનું. મને ક્યારેક લાગે છે કે, સ્કૂલ અને કોલેજના નામ આટલા બોગસ કેમ હોય છે? એ પણ સ્પેશ્યલી આપણી સ્કૂલ કોલેજના. વિચિત્ર છે નહીં આ બધું? બીજી સ્કૂલસ ના નામ જુઓ તોહ, એસ.ટી. ઝેવિયર્સ, થોમસ વગેરે હોય છે. નામ સાંભળવામાં પણ સારા લાગે. પરંતુ, પહેલી વખત આવ્યો છે કોલેજમાં. અને હું આ કેવી વાતો કરવા બેસી ગયો? લેક્ચર પતે એટલે કેન્ટીનમાં જઈએ. તને કંઈક ખવડાવું સ્પેશિયલ. અહીંના સમોસા વખણાય છે. એ તું ટ્રાય કરજે. પરંતુ, અત્યારે મેમનો લેક્ચર છે. બીજું કોઈ લેક્ચર હોત તોહ, બંક મારી લેત. પરંતુ, આ તોહ પૂજા મેમનો લેક્ચર છે. માટે આખું લેક્ચર એટેન્ડ કરવાનું છે."

"કેમ? આટલું સારું સમજાવે છે? કે આખું ક્લાસ લેક્ચર એટેન્ડ કરે છે? હું તોહ, ચોંકી ગયો. અમારી ક્લાસમાં માત્ર ત્રીસ જણ લેક્ચર ભરતાં. એમાનો હું એક હતો. પરંતુ, અહીં તોહ, ફૂલ છે ક્લાસ. સારા પ્રોફેસર લાગે છે."

"યાહ, એ તોહ આવે ત્યારે તું જોઈ લેજે."

આ વાક્ય બાદ, શંકરએ તેના નયનો મટકાવ્યા. મને થયું સાલું આણે આવું કેમ કર્યું હશે? રિઝન સામે હતું. પૂજા મેમ આવી ગયા હતા. તેમણે સાડી પહેરી હતી. સુંદર ચહેરો, હવામાં લટકી રહેલા વાળ. સોરી હવામાં ઉડતાં વાળ. બસ, આના સિવાય હું એમનું વર્ણન જ શું કરી શકું? તેઓ સુંદરતાથી પર હતા. પરંતુ, મારા મનમાં એ માત્ર એક પ્રોફેસર જ હતા. લેક્ચર ચાલુ થયો. પરંતુ, લેક્ચર સમજવા કરતાં લોકો, બીજું કંઈક સમજવામાં વધારે રશ ધરાવતા હતા. લેક્ચરમાં મેમ અબ્દુલ કલામ સાહેબ વિષે થોડું જ્ઞાન આપી રહ્યા હતા. તેમણે મને ઉભો કર્યો.

"હેય, યું સ્ટેન્ડ અપ" મારી તરફ આંગળી ચીંધીને. "શું નામ છે તારું?"

"મેમ યશ."

"ન્યુ સ્ટુડન્ટ? પહેલાં તોહ, ક્યારે જોયો નથી તને?"

"યા મેમ. આજે જ જોઈન કર્યું છે."

"આજે જ? એ પણ અડધું સેમ પતી ગયું પછી? ભણવામાં રશ નથી લાગતું."

"નો મેમ. ભણવામાં ઈન્ટરેસ્ટ છે. પરંતુ, પર્સનલ રિઝન્સના કારણે કોલેજ બદલવું પડ્યું."

વધારે કોઈ વાતચીત થઈ નહીં. તેમણે મને સ્ટડી રિલેટેડ કેટલાંક પ્રશ્નો પૂછ્યા અને બેસવાનું કહ્યું. લેક્ચર પત્યું. શંકર મને કેન્ટીનમાં લઈ ગયો.

"તારી તોહ, ચાંદી થઈ ગઈ બે. પૂજાજી ને હમકો કભી નામ નહીં પુછાં વહ ભી સબકે બીચ મૈં." શંકરના એક દોસ્તએ કહ્યું.

"યશ. આ મોંટી છે. નામ મહેશ છે. તારી જેમ જ હિન્દી બોલવાનો કીડો છે. અને આ મોટું એનું નામ મોંટુ છે. આજ આનું રિયલ નેમ છે. એન્ડ આ બોબી છે. પૂજા મિસનો ફેવરેટ સ્ટુડન્ટ." શંકર એ કહ્યું.

બધાય એ મને હાય કહ્યું. મારા નવા ફ્રેન્ડ્સ થી મારો ઇન્ટ્રો થઈ ચૂક્યો હતો.પરંતુ, બોબી ન જાણે કેમ શાંત બેઠો હતો.

"શંકર અહીં આય જરાક" મેં શંકરનો કાન બાજુમાં ખેંચતા કહ્યું. "આ બોબી કેમ શાંત બેઠો છે? મારાથી પ્રોબ્લેમ તોહ, નથી ને કંઈ?"

"અરે, ના બે. આ પ્રેમમાં હતો. પરંતુ, ગર્લફ્રેંડ છોડીને જતી રહી છે. માટે જ ઉદાસ બેઠો રહે છે. આની ઉદાસી અને પ્રેમ કથાના કારણે જ પૂજા મિસ આની સાથે વાતચીત કરે છે. માટે જ આ એમની સાથે ફ્રેન્ડલી છે. બાકી એવું કંઈ નથી જે તું વિચારે છે. હેય, બોબી. યશ ને લાગે છે તું ઇગ્નોર કરે છે એને."

"ના યશ. એવું કંઈજ નથી બ્રો. બસ પ્રેમમાં પાગલ થઈ ગયેલા આશીક છીએ. બાકી તું કંટીન્યુ કર. હું આવો જ છું. એક જાય અને બીજી આવે. આ સંસારનું નિયમ છે."

આ સાંભળી હું ચોંકી ગયો. એક આવે અને બીજી જાય? મતલબ શું હતું આનું? પ્રેમ કંઈ રમત નથી. અને પ્રેમમાં દગો મળ્યો હોય તોહ, શું? એનું મતલબ એ નથી કે, તમે સ્ત્રી વિષે આવું બોલી શકો. પ્રેમ તો મેં પણ કર્યું છે. મેઘના ને મેં કેટલી ચાહી છે. પરંતુ, મેં કયારેય આવું વિચાર્યું નહોતું. કે, એક આવે અને બીજી જાય. હું આ વિષે વિચારી રહ્યો હતો. અને શંકરના દોસ્તો પૂજા મિસ અને બોબીના સંબંધો વિષે ઊંધુંસીધું બોલી રહ્યા હતાં. શંકર તેમને આવું બોલવાથી રોકી રહ્યો હતો. પરંતુ, તેઓ નહોતા માની રહ્યા. મારું મગજ ગયું.

"હેય, શંકર હું જાઉં છું." મેં કહ્યું.

"શું થયું યશ? કેમ આમ અચાનક? હજું લેક્ચરને ટાઈમ છે."

"સો? આ છે તમારી વિચારધારા? પ્રોફેસર વિષે કોઈ આવું કેવી રીતે બોલી શકે? હેય, આની જગ્યાએ તમારું કોઈ સંબંધી હોત તોહ? તમે આવું જ બોલવાના હતા નહીં?"

તેમનું મારા પર મગજ ગયું.

"એ શંકર. આ વધારે બોલે છે હો. તારે શું? અમને મન ફાવે એ બોલીશું. તારે લેવા કે દેવા? તું નીકળ અહીંથી. નહીંતર બે ખાઈસ અમારી."

"એય, શું બોલે છે આ? શાંત બેસ નહીંતર તને કુટી નાખીશ. સોરી યશ. એ ગુસ્સામાં છે. તું સાઈડમાં આય અત્યારે. મને કહે શું પ્રોબ્લેમ છે?"

હું અને શંકર ત્યાં, ઓટલા જેવી રચના પર જઈ અને બેસી ગયાં.

"બે આ લોકો આવું કેમ બોલી શકે યાર? એ પણ એક પ્રોફેસર વિષે? આમને સમજાય કંઈક." મેં કહ્યું.

"જો યશ. હું કેટલુંક સમજાવું આમને? કુતરાઓની પૂંછ વાંકી જ રહે છે. આજ સિસ્ટમ છે આપણા વિધાર્થીઓની. શિક્ષક કે, પ્રોફેસર વઢે તોહ નામ પાડવું, લેક્ચર ખરાબ કરવું. તેઓ આ બધું કરવા લાગે છે. એન્ડ પ્રોબ્લેમ એમનામાં જ છે હું માનું છું. પરતું, મારા કહેવાથી એ સુધરતા હોય તોહ હમણાં જ સુધરી જાય. એવું નથી યશ. આ તારી કોલજ નથી. એટલે જ કહું છું યશ. તું ખોટી જગ્યાએ આવ્યો છે. હવે, શાંત થઈ જા."

"કેમ શાંત થવાય? એ આપણા ગુરુ કહેવાય. પરંતુ, આ? શું છે આ બધું?-" હું વાક્ય પૂરું કરું એ પહેલાં સામેથી અવાજ આવી.

"એય! પ્રોબ્લેમ શું છે તારું? અહીં આય."

હું એ સામે વાળી વ્યક્તિ પાસે પહોંચ્યો.

"આય.. અહીં આય." ફરી એણે કહ્યું.

"કોણ છે આ? મને કેમ બોલાવી રહ્યો છે?" મેં શંકરને પ્રશ્ન કર્યો.

"આ બલી છે. કોલજનો કબીર સિંહ કહી શકાય. અહીં આની જ લુખ્ખી ચાલે છે. અને ખાસ એ મોંટીનો ભાઈ છે."

અને ખાસ એ મોંટીનો ભાઈ છે. આ શબ્દ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મોંટી જ હતો જેની સાથે મેં બહેશ કરી હતી. વધારે પુરતી બહેશ કરી હતી એવું કહી શકાય. હું કંઈ કહું એ પહેલાં જ એણે મારા કોલરને પકડી લીધો.

" તું જ છે ને? શું તકલીફ છે? કેમ મારો ભાઈ કંઈ પણ બોલે તને શું? એ ગમે એવી વાતો કરે. પ્રોફેસર વિષે કરે, ગર્લ્સ વિષે કે કોઈના પણ વિષે કરે. તારે હવે વરચે આવવાનું નથી. નહીંતર એક મુકીશ કાનની નીચે."

"પરંતુ, મોટાભાઈ આવી વાતો-" હું વાક્ય પુરું કરું એ પહેલાં જ કાનની નીચે સીટી વાગી.

આ ઘટનાની બે મિનિટ બાદ, અમે પ્રિન્સિપલની કચેરીમાં ઉભા હતા.

"મિસ્ટર બલી. તમને કેટલી વખત સમજાવ્યું છે કે, આ કોલજ છે. તમારા પિતાજીનું ગાર્ડન નથી. મન ફાવે ત્યારે ચાલ્યા આવો છો. અને તમે! મિસ્ટર યશ. આજેજ જોઈન કર્યું છે. સો થોડું સંભાળીને પગલું ભરો. આમ, પહેલાં જ દિવસે બલી સાથે ભેટો થઈ ગયો એનો અર્થ એ છે કે, તમે કંઈક વિચિત્ર કર્યું હશે. કંઈક ગંભીર. શું થયું હતું? મિસ્ટર શંકર?"

"સર. સાચું કહું તોહ, મોંટીને એ બધા આપણા પ્રોફેરસ મિસ પૂજા વિષે વિચિત્ર ટિપ્પણીઓ આપી રહ્યા હતા. એન્ડ યશએ કહ્યું કે, તેઓ આપણાં ગુરુ કહેવાય. આવું ન બોલાય. ત્યારે મોંટી અને બધા જ સાથીઓ આની પર વર્ષ્યા. અને ઝગડો અહીં સુંધી પહોંચ્યો."

"ઠીક છે મિસ્ટર શંકર. તમે જઈ શકો છો. એન્ડ બલી. તું અહીં ફરી દેખાણો તોહ, હવે હું સીધો જ પુલીશ ચોકીએ કોલ કરીશ. તોહ, દફા થઈ જાઓ અહીંથી. એન્ડ મિસ્ટર યશ. કેટલાંક સ્ટુડન્ટસ આવ્યા છે આ શાળામાં. ખરાબ પણ અને સારા પણ. કોઈ આ કારણે મારી ઓફીસમાં આવ્યું નથી. તમે સારા સ્ટુડન્ટ લાગો છો. જેના વિચાર ઉરચ છે. નહીંતર પ્રોફેસર કે, શિક્ષકો માટે સ્ટેન્ડ લેનાર સ્ટુડન્ટસ ઓછા જોવા મળે છે. આઈ હોપ તમે આ કન્ટીન્યુ કરશો. ઓફીસમાં આ કારણે આવતા રહેશો તોહ, સારું લાગશે અમને પણ." તેમણે હસીને મને વિદાય આપી.

મેં વિચાર્યું સ્ટુડન્ટસ ભલે સારા નથી. પરંતુ, પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઉત્તમ છે. ઉત્તમ ગુણવત્તા વાળા.

"શું થયું? સર એ સંભળાવ્યું? ખરેખર સર પણ યાર. સર આમ-" શંકરને મેં આગળ બોલતા અટકાવ્યો.

"અરે, શાંત...શાંત. કંઈજ નથી કીધું. ઉલ્ટાનું તારીફ કરી છે. એમણે કહ્યું આ રિઝન માટે વારંવાર આવતા રહો."

મેં શંકરને આખી ઘટના સમજાવી. શંકર આશ્ચર્યમાં હતો.

"અરે, સર તોહ ખતરનાક છે. પરંતુ, ખબર નહીં કેમ? તારી સાથે આટલા ફ્રેન્ડલી? નહીંતર નાનામાં-નાના રિઝન માટે પણ ગોથાં ખવડાવી દે. ભાઈ માનવું પડશે. તારામાં કંઈક વાત તોહ, છે." શંકરએ કહ્યું.

"વાત છે કે નહીં? એની મને ખબર નથી. પરંતુ, રિસ્પેક્ટ છે. મદદગાર માટે. ગુરુજી માટે. શિક્ષકો માટે."

બસ બીજું શું જોઈતું હતું? પ્રિન્સીપલની તારીફ, આ ઘટના બાદ મોંટી એન્ડ ગ્રુપની માફી. હું ઘેર જવા રવાના થઉં એ પહેલાં લાઈબ્રેરી પહોંચ્યો. હું ખુશ હતો. અને લાઈબ્રેરીમાં એક ખૂણે જઈ અને ડાયરીમાં લખવાની શરૂઆત કરી. પ્રિય, મેઘના. આજે હું ખુશ છું. પરંતુ, ડાયરી પુરી કરું એ પહેલાં જ પૂજા મિસ ત્યાં આવી ગયા.

"હેય, યશ ને? હું અહી બેસી શકું છું?" એમણે મને પ્રશ્ન કર્યો.

"અરે, મેમ એમાં મને શું પૂછો છો? તમે અહીં પ્રોફેસર છો. અને હું સ્ટુડન્ટ છું." મેં કહ્યું.

"ના મને એમ કે, તને ડિસ્ટર્બ ના થાય. તું ડાયરી લખી રહ્યો છે? હું પણ દરરોજ લખું છું. આજેય લખવાની છું. તાર વિષે."

હું આશ્ચર્યમાં હતો. અને તરત જ મેં પ્રશ્ન કર્યો.

"કેમ મેમ મારી વિષે?"

"કેમ? તેજ તોહ, મારી સાઈડ લીધેલી મોંટી એન્ડ ગ્રુપ સામે. સર એ બધું કહ્યું મને. સારું લાગ્યું આ જાણીને. નહીંતર આજકાલના સ્ટુડન્ટસ ક્યાં રિસ્પેક્ટ કરે જ છે? થેંક્યું યશ."

"અરે મેમ! થેંક્યું ન કહો. તમે મને શર્મિન્દા કરો છો. તમે મારા ગુરુ છો. અને ગુરુ શિષ્ય પાસે માફી માંગે એ સારું ન લાગે."

"પરંતુ, યશ. તે કામ જ એવું કર્યું છે. થેંક્યું તો કહેવું જ પડે. થેંક્યું વન્સ અગેઈન."

"અરે, મેમ. ચલો કોઈ ના. વેલકમ."

"યાહ ધેટ્સ ધ સ્પિરિટ માય બોય. એન્ડ ભણતરમાં કોઈ ડાઉટ હોય તોહ, જરૂરથી જણાવજે."

આમ, અમારી વચ્ચે કેટલીક વાતો થઈ. પૂજા મિસ આમ, મારા ફ્રેન્ડ હોય એ જ રીતે વાત કરી રહ્યા હતા. મને તેમનો સ્વભાવ ગમ્યો. અને તેઓ સમજાવતાં પણ સારું. આજનો દિવસ કદાચ, મારી કોલજ લાઈફનો બેસ્ટ દિવસ હતો. બસ, બીજુ શું જોઈએ છે? આમ જ, આગળ કાર્ય કરતો રહીશ તો મેઘનાનું સપનું સાકાર થવાનું જ છે. ચલો, આતે હૈ.

ક્રમશઃ