paragini - 3 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની - 3

Featured Books
Categories
Share

પરાગિની - 3

પરાગિની

પરાગ તેની ટેવ પ્રમાણે વહેલો ઊઠી કસરત કરે છે. તેના ઘરમાં જ જીમ છે. જીમમાં તે રોજ કલાક કસરત કરતો હોય છે. નાહીને રેડી થઈને તે તેનો બ્રેકફાસ્ટ બનાવે છે. પરાગ તેની રસોઈ જાતે જ બનાવતો હોય છે. જો તે બિઝી હોય તો ક્યારેક કૂક ને બોલાવી લેતો. બ્રેકફાસ્ટ કરી ઓફીસ જવા નીકળે છે.

આ બાજુ સાત વાગ્યા હોય છે અને રિની હજી સૂતી જ હોય છે. એલાર્મ વાગે છે પણ તે તેને બંધ કરી ફરી સૂઈ જાય છે. એશા રિનીને ઊઠાડે છે અને કહે છે, રિની તારો આજે ઓફીસમાં પહેલો દિવસ છે, જલ્દી ઊઠ... પહેલા દિવસે જ તું લેઈટ થઈશ.

રિની ફટાફટ ઊઠી ન્હાવા જતી રહે છે, પછી તૈયાર થાય છે. આજે કંઈક વધારે જ સારી દેખાતી હોય છે તે, આમ તો રિની દેખાવમાં સુંદર જ હોય છે.. માપનું શરીર, હાઈટ પણ સારી એવી, કથ્થાઈ લાંબા વાળ, ગોરો વાન... જોતા જ કોઈને પણ ગમી જાય.. રિની તોફાની ખરી પણ એટલી જ ભોળી, દયાવાન.. જે પણ કહેવું હોય એ તરત સામે વાળાને મોં પર કહી દે. બધાની હેલ્પ કરવી ગમતી તેને. હા, તે કોઈ પણ કામમાં ગરબડ કરતી જ..!

આશાબેને બનાવેલ બ્રેકફાસ્ટ કરી રિની જોબ પર જવા નીકળે છે. આશાબેન તેને દહીં ખવડાવે છે અને રિની આશાબેનને પગે લાગી ઓફીસ જવા નીકળે છે. ઓફીસ રિનીના ઘરથી પંદર મિનિટનાં અંતર જેટલી જ નજીક હોય છે તેથી તે ચાલતા ચાલતા જ જાય છે.

પરાગ અને રિની સાથે જ ઓફીસમાં પ્રવેશે છે. બંને એકબીજાથી અજાણ છે. પરાગ લિફ્ટમાં જાય છે રિની પણ લિફ્ટમાં પ્રવેશે છે. પરાગની નજર રિની પર પડે છે. પરાગ રિનીને જોતો જ રહી જાય છે. રિનીએ બ્લ્યુ ડેનિમનો જીન્સ, ઉપર સી ગ્રીન કલરનું રફલ ટોપ પહેર્યુ હોય છે, વાળ લાઈટ કર્લ કરેલા હોય છે અને ટોપના મેચીંગની હિલ્સ પહેરી હોય છે. બંને સાથે જ સેકન્ડ ફ્લોરના બટન પર પ્રેસ કરે છે. રિની ફટાફટ તેનો હાથ હટાવી દે છે.

રિનીને જોતા પરાગને કંઈક અલગ જ ફીલ થાય છે. અચાનક લિફ્ટ ઝટકાં સાથે બંધ થઈ જાય છે. રિની ગભરાઈ જાય છે. તે બોલી પડે છે, અચાનક લિફ્ટને શું થઈ ગયું? કોઈક ચાલું કરો લિફ્ટને મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

પરાગ- ડોન્ટ વરી, હમણાં થઈ જશે લિફ્ટ સરખી..

રિની- મને બંધ જગ્યાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પ્લીઝ કંઈક કરો.

પરાગ રિનીનો હાથ પકડી તેની નજીક લાવી તેને હગ કરે છે.

રિની- આ શું કરો છો તમે? હું તમને મદદ કરવાં કહું છું અને તમે મને આમ ચોટોં છો? પરાગ ને ધક્કો મારતા રિની બોલે છે.

પરાગ- જુઓ મિસ.. મને કંઈ શોખ નથી તમને ટચ કરવાંનો.. અને હું તમારી મદદ જ કરી રહ્યો છું.. શ્વાસ ચડે છે તો બોલશો નહીં.. આમ કહી ફરી રિનીને હગ કરે છે અને માથે હાથ ફેરવે છે.

રિનીને થોડું સારું લાગે છે.

થોડી જ વારમાં લિફ્ટ ચાલુ થઈ જાય છે.

પરાગ રિનીને છોડી દે છે અને સેકન્ડ ફ્લોર આવતા તે લિફ્ટ માંથી નીકળી તેની કેબિન તરફ જવા લાગે છે.

સિયા ફટાફટ પરાગ સાથે આવીને ચાલવા લાગે છે અને કહે છે, સર આજે કોઈ મીટિંગ નથી પરંતુ તમારે નવા કેટલોગના શુટીંગ માટે કોઈ જગ્યા નક્કી કરવાની છે મતલબ કે શહેરમાં કે શહેરની બહાર..! તો હું બધુ અરેન્જ કરાવી દઉં.

પરાગ- ઓકે. હું જોઈ લઈશ. કોફી મારા કેબિનમાં મોકલાવી દેજો.

સિયા- ઓકે સર.

રિની આમતેમ જોતી જોતી સિયાના ટેબલ પાસે આવે છે.

રિની- ગુડ મોર્નિગ સિયા..!

સિયા- ગુડ મોર્નિગ..! સર આવી ગયા છે અને કાલ થી વહેલા આવવાનું રાખજે, સર આવી જાય તેની પહેલા આપડે આવી જવાનું હોય.

રિની- ઓકે, કાલથી આવી જઈશ. મારે શું કામ કરવાનું છે?

સિયા- પહેલા સરને બ્લેક કોફી આપી આવ પછી તને બધું કામ સમજાવું, અહીં બાજુમાં જ પેન્ટ્રી રૂમ છે એમાં કોફી મશીન છે અને મશીનની બાજુમાં જ સરને કપ હશે. સરનું કેબિન સીધી જજે અને પછી લેફ્ટ સાઈડમાં છે.

રિની- મારે કોફી બનાવવાની?? અને મારે આપવા જવાની? મોં બગાડતા બોલે છે.

સિયા- ઈટ્સ યોર જોબ..! ના ફાવે તો સરને કહીને જોબ છોડી શકે છે.

રિની- ના, ના હું જાઉં છુ.

રિની કોફી લઈને પરાગની કેબિનમાં જાય છે. પરાગ નું ફેસ બારી તરફ હોય છે જેથી રિનીને નથી ખબર કે લિફ્ટ વાળો છોકરો તેનો બોસ છે.

રિની- મે આઈ કમ ઈન સર?

પરાગ- યસ.

રિની અંદર આવી ટેબલ પર કોફી મૂકે છે.

રિની- સર તમારી કોફી.

પરાગ પાછળ ફરે છે, જોઈ છે તો લિફ્ટ વાળી છોકરી હોય છે.

રિની- તમે?? તમે મારા બોસ છો? આઈમીન સર. રિની ધીમેથી બોલે છે.

પરાગ- તો તમે છો રાગિની દેસાઈ. ન્યુ જોઈનીંગ.

પરાગ કોફીનો સિપ લે છે.

પરાગ- કોફી સારી બનાવી છે. તમને તમારું કામ સિયા સમજાવી દેશે. ટાઈમ પર ઓફીસ આવવાનું અને જેટલું કામ આપે એટલું પૂરું કરીને જવું. હું સમયનો પાક્કો માણસ છું. તમે મારા પર્સનલ સેક્રેટરી છો તો આઈ હોપ કે તમે કામ વ્યવસ્થિત કરશો અને ના ફાવે તો અત્યારથી જ જઈ શકો છો.

રિની- ઓકે સર. આઈ વીલ ટ્રાય. સર એક રિકવેસ્ટ છે, રિની ધીમે થી કહે છે.

પરાગ- હા, કહો.

રિની- પ્લીઝ મને રાગિની ના કહેશો. રિની કહેજો.

પરાગ- વોટ..! આ ઓફીસ છે તમારું ઘર નહીં, પરાગ કડક થઈને બોલે છે.

રિની ગભરાઈ જાય છે અને સોરી સર કહી કેબિન માંથી નીકળી જાય છે.

સિયા રિનીને બધું કામ સમજાવી દે છે. રિની કામ પણ ચાલુ કરી દે છે. રિની બધાને કહી દે છે કે બધાં તેને રિની કહીને જ બોલાવે.

*********

જૈનિકા શેઠ બ્લોસમ ડિઝાઈન્સની હેડ ફેશન ડિઝાઈનર છે. તેની ઉંમર ત્રીસ વર્ષની છે દેખાવમાં સુંદર, સિંગલ, બિન્દાસ, બોલકણી, તેની પર્સનાલિટી તેના કામ સાથે પરફેક્ટ રીતે મેચ થાય છે. તેની ડિઝાઈન આખા વિશ્વમાં વખણાય છે. લોકો તેને જોબ પર રાખવા માટે કરોડો ઓફર કરતા હોય છે પરંતુ તેને આ કંપનીમાં સારી રીતે ફાવી ગયું હોય છે. પરાગ અને જૈનિકા સારા દોસ્ત હોય છે, પરાગને કંઈ પ્રોબ્લમ હોય તે જૈનિકાને કહેતો..

જૈનિકા પરાગની કેબિનમાં આવે છે.

જૈનિકા- બોસ, આ ડિઝાઈન્સ જોઈ લો વિન્ટર કલેકશન માટે બરાબર છે કે નહીં?

પરાગ- ઓહ, જૈનિકા બહુ દિવસ પછી મળીને. ડિઝાઈન્સ અહીં મૂક હું જોઈને રાગિની સાથે મોકલાવું છું.

જૈનિકા- કોણ રાગિની??

પરાગ- ન્યુ જોઈનીંગ છે, મારી પર્સનલ સેક્રેટરી છે.

જૈનિકા- ( હસતાં હસતાં) ઓહો... તો તો મળવું જ પડશે. એને ઓલ ધ બેસ્ટ કહીશ તારા જેવા ખડૂસ બોસને સંભાળવા માટે.

પરાગ- વોટ..! હું ખડૂસ?? કયા એન્ગલ પરથી લાગે છે તને?

જૈનિકા- સાચી જ વાત છે.. જ્યારે જોવો ત્યારે કામ કામ કામ..!

પરાગ- હા તો મને ગમે છે એટલે જ કરુ છું.

જૈનિકા- સારું હવે. હું જાઉં છું મારે પણ કામ છે.

પરાગના કહેવા પર સિયા રિની પાસે થોડું વધારે કામ કરાવે છે.

હજી તો બે વાગ્યા હોય છે અને આટલું કામ કરી રિની થાકી જાય છે. બ્રેક હોવાથી તે જમીને બેસે છે થોડીવાર.. પછી તે એશા અને રિનીને જોઈન કોલ કરે છે..

રિની- દોસ્તો આજે તો મારી પદૂડી નીકળી ગઈ..!

એશા- વેલકમ ટુ ધ જોબ વર્લ્ડ બેટા..!

નિશા- રિની બેટા, કામ માં થોડો બ્રેક લેવો જોઈએ, અને હવે તારે ટેવાવવું પડશે.

રિની- કામની પણ હદ હોય.. ખડૂસ સર તો બહુ જ કામ કરાવે છે.. અને એમાં પણ આ હિલ્સ પહેરીને કામ કરવાનું..ઉફફફફફ..!!!

એશા- ફેશન ની કંપનીમાં કામ કરવું હોય તો બધું કરવું પડે મારી જાન..!

રિની- એશાડી કંઈક તો સારું બોલ.. મને મોટીવેટ કરવાંની જગ્યા એ મને આવું કેવાનું.??

એશા હસે છે..

રિની- સારૂં હવે.. મારી બ્રેક પૂરી થઈ ગઈ છે.. બાય.

રિની ફોન કટ કરે છે.

રિની વોશરૂમમાં જાય છે. જ્યાં ટિયા પહેલેથી હોય છે, તેના ફેશ પર મેકઅપ કરી રહી હોય છે.

ટીયા- એ છોકરી જરા મને ત્યાંથી ટીસ્યુ આપજેને..

રિની ટીસ્યુ આપે છે.

ટીયા- હવે આ ટીસ્યું મારા ડ્રેસ પર લગાવી આપજેને જરાં મારો ડ્રેસના બગડે.

રિની ને ગુસ્સો આવે છે જે રીતે ટિયા ઓર્ડર આપતી હોય છે એના માટે.. રિની ટિસ્યુ લગાવી આપે છે અને પછી હાથ ધોવા નળ ચાલુ કરે છે તરત ટીયા બોલે છે, એ છોકરી તને ખબર નથી પડતી મારો મેકઅપનો સામાન ભીનો થાય છે.

રિનીને હવે વધારે ગુસ્સો આવે છે અને કહે છે હું તારી નોકર નથી, બાય ધ વે હું પરાગ સરની પર્સનલ સેક્રેટરી છું તારી નઈ સો ડોન્ટ ઓર્ડરડ મી.

ટીયા- ફેકા મારતા બોલે છે હું પરાગની ગર્લફ્રેન્ડ છું અને આ કંપનીની હેડ મોડલ.

રિની- તું જે હોય અ મારે શું લેવાદેવા અને હા, પરાગ સરની ચોઈસ આટલી ભંગાર ના હોઈ શકે. રિની ટિયાને કહી બહાર જતી રહે છે.

ટીયા ગુસ્સે થાય છે પણ કંઈ કરી નથી શક્તિ અને કહે છે તને તે હું જોઈ લઈશ.

રિની તેના ડેસ્ક પાસે જતી હોય છે અને સામે પરાગ મળે છે.

પરાગ- તમે મારી સાથે ઉપર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ચાલો કામ સમજાવી દઉં.

રિની- હા, સર

પરાગ, સિયા અને રિની ત્રણેય ઉપર જાય છે જતા જતા કામનું ડિસ્કશન કરતા જાય છે.

પરાસ સિયાને કામનું પૂછતો હોય છે જેમાં રિની વચ્ચે કંઈકને કંઈક સલાહ આપતી હોય છે.

પરાગ કડક થઈને બોલે છે, બોસ તમે છો કે હું છું? જેટલું પૂછું એટલો જ જવાબ આપો.

રિની ચુપ થઈ જાય છે. રિની બધા કાપડ જોવામાં વ્યસ્ત હોય છે ત્યારે પરાગ તેને રાગિની કહી બૂમ પાડે છે.

રિની ને તેના ધૂનમાં જ છે. સિયા તેને જઈને બોલાવે છે.

રિની- સોરી સર, મને રિની નામની જ આદત છે એટલે જ કીધુ હતું કે રિની નામથી બોલાવો તો સારું. રિની ખચકાતા કહે છે.

પરાગ તેને નીચે જઈ કામ કરવાં કહે છે.

શું રિની અને પરાગ વચ્ચે આવી ટોમ એન્ડ જેરી જેવી લડાઈ ચાલુ રહેશે કે પ્રેમના બીજ અંકુર ફૂટશે?

વાંચતા રહો આગળનો ભાગ-૪