Viral Tasvir - 5 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૫)

Featured Books
Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૫)


જો અનિ સાંભળ હું અને સલોની સાંજે આવીએ આપણે પછી તને ખબર છે ને ક્યાં જવાનું છે.
અનિએ અજીબ એક્સપ્રેશન આપ્યા જેમ કે એને કઈ જ ખબર નહોતી.
ચલ હવે તું ભૂલી ગઈ લાગે આપણે આજે કેફે જવાનું છે સાંજે તને ખબર નથી નક્કી કર્યું તું આપણે??
સલોની પણ અજીબ નજરથી જોઈ રહી હતી કે આ રુદલો આજે કહેવા શુ માંગે છે આખરે !!
ક્યાં જવાનું શુ જવાનું કશું સમજાય એમ નહોતું પણ હા વિશ્વાસ બન્નેને હતો કે રુદ્ર કઈ કરતો હશે તો ચોક્કસ એણે કઈક તો વિચાર્યું જ હશે.
ઓ ફટાકી ચલ ઉભી થા આપણે મોડું થશે અને હા આજે મારુ જયુપીટર તારે જ ચલાવાનું છે આજે ભય રજા પર,
ઓ જાને હું નઈ ચલાવું હન મને તો આવડે છે જ ક્યાં,
આ તો મારી દિકું બીમાર છે એટલે નયતર તને પૂછે કોણ હુંન.....
રુદ્ર એ અનિ સામે જોઇને કહ્યું,
તે ઇચ્છતો હતો કે દિકું દિકું કરે તો એને ટોકે અનિ પણ ખેર ચલ હું જ ચલાવી લઈશ.
અનિ ચલ મળીએ સાંજે હને તું ધ્યાન રાખજે તારું. આટલું કહી બન્ને જણ ત્યાંથી નીકળી ગયા.
શુ કહેતો હતો રુદ્ર અનિ?? જબરો છે નહી ક્યારે મોટો થશે મને તો એમ થાય,
પણ દીકરા ખૂબ જ કેરિંગ છે તારા માટે તું ખુશનસીબ છું કે તને રુદ્ર જેવો મિત્ર મળ્યો છે એક એક પળ તારી સંભાળ રાખી છે એક દિવસ પણ એવો નથી બન્યો કે તારી તબિયત પૂછ્યા વગર સૂતો હોય. અનિ પણ હસી આ વાત પર ચલ હવે તું નહાઈને રેડી થઈ જજે આપણે આજે બહાર જઈશું ક્યાંક તું કેટલાય દિવસથી ઘરમાં એમની એમ જ પડી રહી છું બોર થઈ હોઈશ.
***
તારાથી થાય એ કરી લે પણ હું તને આ પેપર પર સહી હવે તો નહીં જ કરી આપું બરાબર સમજી ગઈ??
હું છોકરીની થપ્પડ ખાઈ લઉં છું અને પોતાની નોટમાં નોંધ કરી લઉં છું કે ક્યારે મને વ્યાજ સાથે ચૂકવવાનું છે.
આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે.
બન્નેનો ઝગડો આટલો નાનો સુનો પણ નહોતો.
તેણીએ પણ વિચારી લીધું હતું કે હું સહી તો લઈને જ રહીશ આજે આ પાર કે પેલે પાર,
એ પણ તેના પતિની પાછળ જાય છે ચલ તું સહી કરી આના પર બરાબર નહીંતર જોવા લાયક દીવસો આવશે.
તું શું કહેવા માંગે છે સમજાવીશ મને??
હવે ગુસ્સો હદ બહાર થતા તે સામે ઉભેલી સ્ત્રીના ખભાને પકડીને કહે છે.
તે મને ટચ કરી જ કેમ?? How Can U Do this?? તું એ અધિકાર ગુમાવી ચુક્યો છે. તને ટચ એકલા નહિ તારી સાથે સહવાસ પણ માણી શકું છું મેં હજી તારા Divorce પેપર પર સહી કરી નથી. હવે બન્નેનો ગુસ્સો સાતમા આસમાન પર જતાં ઝપાઝપી થાય છે અને પોતાના બચાવમાં પેલી સ્ત્રી પોતાના પતિને માથામાં ફલાવર પોટ ભૂલ થી મારી દે છે.

પોતાના પતિના માથામાં ફલાવર પોટ પડતા જ તે ત્યાં જ તેનો પતિ જીવ ગુમાવી બેસે છે. હે ભગવાન....!!!
ઉઠો ને શુ થયું?? ઘણી રોકકળ કર્યા પછી તે ત્યાંથી પોતાના બેબીનું વિચારીને નીકળી જાય છે.
અચાનક કેમ આ બધું થઈ ગયું એમ વિચારતા જ તે બેહોશ થઈ ઢળી પડે છે ત્યાંજ.
***
અનિ તું રેડી થઈ??
કોઈ જવાબ ન મળતા ઇશીને યાદ આવ્યું અને થોડી નરમ પડી ગઈ.
વૉશરૂમનો દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ ત્યાંથી મળ્યો નહિ અનિ.....
અનિ.....તું છે ને અંદર !! ધીરે ધીરે ઇશી ઘભરાયેલી જણાય છે. પોતાનો ફોન લઈને તે ઝડપથી રુદ્રને કોલ લગાવે છે.
હેલો હેલો....રુદ્ર ?? ઝડપથી આવ ઘરે અનિ...
શુ થયું આંટી?? અનિ વૉશરૂમમાં છે અને ક્યારની હું દરવાજો ખટખટાવું છું પણ તે કઈ બોલી નથી રહી અને કશો અવાજ પણ નથી આવી રહ્યો મને ખુબ ચિંતા થાય છે તું ઝડપથી આવ ઘરે. તમે ચિંતા કરશો નહિ હું અને સલોની આવીએ છીએ ઘરે હમણાં જ. થોડા સમય પછી રુદ્ર અને સલોનીના આવતા જ ઇશી ઉભી થઇ જાય છે અને કહે છે,
" જો ને શુ થયું છે અનિને મેં તો એને રેડી થવા મોકલી'તી ક્યાં જતી રહી અને શું કરે છે.",
કઈ નહિ થાય આંટી આવો જવાબ આપીને સલોની ઇશી આંટીને બેડ તરફ લઈ જાય છે અને રુદ્ર લોખન્ડના સળિયા વડે ત્યાંનો દરવાજો તોડી નાખે છે. દરવાજો તૂટતા જ સામે નીચે ઢળી પડેલી અનિ નજર સામે દેખાય છે. તે સમજી જાય છે ચોક્કસ અનિ વધારે ચિંતા કરીને અહીંયા બેહોશ થઈ ગઈ હશે. અનિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.
ડોકટર : તમારી દીકરી ઠીક છે ચિંતા કરવા જેવું નથી બસ એ ગૂંગડાઈ ગઈ હશે અને બેહોશ થઈ ગઈ હશે.
ઇશી : ડોકટર ક્યારેક એવું બને છે કે જે માનવામાં નથી આવતું.
ડોકટર : મતલબ ?? તમે શું કહેવા માંગો છો??
સર ક્યારેક અનિ ઊંઘમાં કાતો બેઠાં બેઠા એવી હરકતો કરે છે કે હું સમજી શકતી નથી.
તેને માથામાં કોઈ ગંભીર ઇજા તો નથી ને,
ના ના એવું કંઈ નથી એ ફક્ત તમને લાગતું હશે ઘરમાં તમારા બન્ને સિવાય કોઈ ત્રીજું છે??
ના ડોકટર કોઈ નથી.
એટલે જ એવું બને છે. માણસ આવી પરિસ્થિતિમાં હોય અને ખાસ કરીને જ્યારે એક છોકરી ત્યારે તને સૌથી વધારે જરૂરત એના પપ્પાની પડતી હોય છે. અનામિકાના પિતા નથી??
ડોકટરના આવા સવાલની સાથે જ જાણે પોતાનો બચાવ કરતી હોય તે રીતે કહે છે,
સર એ તો અનિ જન્મી નહોતી એ પહેલાં મૃત્યુ પામ્યા હતા એટલે એણે એના પિતાને તો જોયા જ નથી.
ઠીક છે હવે એનું ધ્યાન રાખજો અને ચિંતા કરશો નહિ તમે સ્ટ્રોંગ બનશો તો જ તે બની શકશે.
હા ડોક્ટર,
હા......હા....હા....
અચાનક આવો અવાજ આવતા જ ઇશી ઉભી થઇ ગઇ,
શુ થયું???
અનિ??
અંધારું કેમ છે?? બેડમાં બાજુમાં સુતેલી અનિ સુધી તે હાથ લંબાબે છે પણ હાથ ત્યાં પહોંચતો નથી.
ધ્રૂજતી ધ્રુજતી ઇશી ઉભી થાય છે અને ઉઠતા જ જુએ છે કે અનિ બહાર બાલ્કનીમાં ઉભી ઉભી હસી રહી છે.
તે ત્યાં જઈને હાથ અનિના ખભા પર હાથ મૂકે છે.
શુ છે?? ગુસ્સામાં બોલાયેલા આવા શબ્દથી ઇશી ડરી જાય છે અને ત્યાં જ બેહોશ થઈ જાય છે.
સવારે જ્યારે આંખ ખુલે છે ત્યારે તે અનિને તેના પગ આગળ સુતેલી દેખે છે.
મનમાં વિચારે છે કે,
એણે જે જોયું તે શુ એક સપનું હતું,??
જો સપનું જ હતું તો અનિને તો મેં જાતે બ્લેન્કેટ ઓઢાડીને સુવડાવી હતી અહીંયા કેવી રીતે આવી??
કેમ આવું થાય છે??
હું સમજી કેમ નથી શકતી !! ઘણા પ્રશ્નો મનમાં રાખીને તે વિચારે છે હવે મારી પાસે ફક્ત એક જ રસ્તો છે અને તે થોડો પણ વિચાર કર્યા વગર પોતાના મોબાઈલમાં એ નમ્બર શોધવા પ્રયત્ન કરે છે જે વર્ષો પહેલા....

ક્રમશ :