Big Fish - 3 in Gujarati Fiction Stories by Harsh Pateliya books and stories PDF | Big Fish - 3

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

Big Fish - 3


આપણે જોયું કે જેમ્સના શહેર એનાબેલા માં એક રાક્ષસ આવ્યો હતો. તેણે શહેરમાં ખૂબ ઉથલપાથલ મચાવી હતી. તેનો ઉકેલ મેળવવા બધા શહેરીજનો બેર પાસે ગયા. બેર કોઈપણ લડાઈ-ઝઘડો ન ઈચ્છતા હોવાથી તેમણે કહ્યું કે આ મુશ્કેલીનો હલ આપણે વાત કરીને લાવીશું.
હવે આગળ...

પરંતુ એ રાક્ષસ થી વાત કરવું એટલું સહેલું નહોતું. કોઈ પણ આગળ ન આવ્યું તેની સાથે વાત કરવા. પછી મેં કહ્યું હું એની સાથે વાત કરીશ અને હું એ રાક્ષસ ની સાથે વાત કરવા ગયો . તે રાક્ષસ તેની ગુફા માંથી બહાર આવ્યો ત્યારે તે બહુ વિશાળ હતો.મેં તેને કહ્યું કે તું મને ખાઈ શકે છે . હું અહીંયા મારો ત્યાગ કરવા માટે આવ્યો છું પરંતુ એ રાક્ષસે તેને ખાવાની ના પાડી દીધી.તે રાક્ષસને કહ્યું કે હું તને નહીં ખાઈશ. જેમ્સ તેને કહે છે કે તું અને નાનકડા શહેરમાં શું કરે છે. તું ખૂબ વિશાળ છે તારે તો મોટા શહેરમાં હોવું જોઈએ. ત્યારે એ રાક્ષસે મને કીધું કે તું મને અહીંથી જવાનું કહે છે. જેમ્સ કહે છે કે હું પણ તારી સાથે આવવા માગું છું.મારી જિંદગી ના લક્ષ્યો બહુ મોટા છે અને મારા માટે આ શહેર ખૂબ નાનું છે.જેમ્સ રાક્ષસ ને કહે છે કે હું પણ તારી સાથે આવીશ અને રાક્ષસ તેની વાત માની જાય છે. હવે આ રાક્ષસ જેનું નામ જોન છે તે અને જેમ્સ બંને શહેર એલાબેલામાંથી અલવિદા લેવા તૈયાર થઈ જાય છે.તે બંને ના જવા પહેલા જે બેર હોય છે તે તેઓને એક બહુ મોટી ચાવી આપે છે. તે એક પ્રકાર ને ઓર્ડર હોય છે. બેર કહે છે કે, તમે જ્યારે ઈચ્છો ત્યારે આ શહેરમાં પાછા આવી શકો છો.

હવે એ રાક્ષસ અને જેમ્સ ત્યાંથી આગળ નીકળી જાય છે.ત્યારે ત્યાં બે રસ્તા હોય છે. એક રસ્તાની આગળ બોર્ડ મારેલું હોય છે.અહીં પ્રવેશવુ નહીં,આ રસ્તો ખતરનાક છે.
અને એવું પણ કહેવાતું કે જે લોકોએ રસ્તે ગયા તે લોકો કદી પાછા નથી આવ્યા.ત્યાર બાદ જેમ્સ એ રાક્ષસ કે નામ જોન છે તેને કહે છે કે હું આ રસ્તેથી જઈશ.તુ સીધા રસ્તે થઈ જા અને આગળ આપણે બંને મળી જઈશું. જોને પૂછ્યું કે કોઈ આ રસ્તેથી પહેલા ગયું હતું.ત્યારે જેમ્સ કહે છે કે પહેલા આ રસ્તેથી આપણા શહેરનો એક કવિ ગયો હતો પરંતુ તે કદી પાછો નથી આવ્યો.જોન કહે છે કે તું મારાથી ભાગવાનું વિચારે છે.ત્યારે જેમ્સ પોતાનું બેગ(કપડાનો થેલો) જોનને આપે છે અને કહે છે કે તું મારું બેગ લઈ જા.

ત્યારબાદ જેમ્સ એ રસ્તેથી જાય છે જે રસ્તો ખતરનાક છે અને રાક્ષસ સીધા રસ્તે થઈ જાય છે.જ્યારે જેમ્સે રસ્તેથી આગળ વધે છે તો તે રસ્તો ખૂબ જ ખતરનાક હોય છે અને તે રસ્તો પાર કરીને જેમ્સ એક ખુબ જ સુંદર શહેર માં પ્રવેશે છે.અહીંયા એ જુએ છે કે ઉપર એક સાથે બહુ બધા ચંપલ અને બુટ લટકાવેલા હોય છે. તે શહેરનું નામ સેક્ટર હોય છે અને અહીંયા બધા માણસો તેનું સ્વાગત કરે છે. જેમ્સ તેમને કહે છે કે અહીંયા બહુ પહેલા મારા શહેરનો એક કવિ પણ આવ્યો હતો અને જેમ્સને કહેવામાં આવે છે કે તે આજે પણ અહીંયા જ છે. ત્યારબાદ જેન્સ એને મળે છે અને એ કવિ જેમ્સ ને કહે છે કે આ ખુબ જ સુંદર જગ્યા છે. અહીંનું વાતાવરણ ખુબ જ સુંદર છે. આ જગ્યાએથી હું કદી નથી જવા માગતો અને જે પણ અહીં આવ્યો છે તે કદી પાછો નથી ગયો કેમકે આ ખુબજ સુંદર શહેર છે. ખૂબ જ શાંત શહેર છે.અહીંના બધા લોકો ખુશ હોય છે અને રાત્રે બધા નૃત્ય(ડાન્સ) કરતા હોય છે.

તો શું જેમ્સ આ શહેર છોડીને જશે, કે પછી આ જ શહેર માં રહેશે.જાણવા માટે વાચતાં રહો Big Fish......

...વધુ આવતા અંકે......