call center - 50 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૦)

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૦)

અનુપમને ધક્કો મારી નંદિતા અનુપમ પર આવી ગઇ.
તેના હોઠ પાસે હોઠ લાવીને બોલી આગ તો ઘણા સમયથી લગાવી હતી પણ એ આગને બુઝાવા વાળો પણ કોઈ હોવો જોઈએ ને?આગ કેનેડા લાગે અને બુઝાવા વાળો મુંબઈ હોઈ તો કેમ કરી બુઝાવી?

****************************

હા,નંદિતા એ પણ છે,પણ આજે તારી આ આગને દીવાસળી મેકતા હું ક્યાં તને રોકી રહ્યો છું.તું કોની વાટ જોય રહી છે.એ આગ લાગ્યા પછી બુઝવતા પણ મારે ઘણીવાર લાગશે.

એક હાથે અનુપમના શર્ટને ખેચી નંદિતા એ તેના હોઠને અનુપમના હોઠ પર મેકી દીધા.જે આગ ઘણાં વર્ષોથી બુઝાઈ હતી તે આગને આજ નંદિતાએ મુંબઈની શેરીઓમાં ફરી સળગાવી હતી.મુંબઈની શેરીઓ આજ ફરી ઝળહળી રહી હતી.રાત્રીના ચારને દસ થઇ ગઈ હતી અનુપમ નંદિતાના શરીરમાં લાગેલી આગને પરસેવો પાડી બુઝાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.થોડીજવારમાં બંને એકબીજાને વળગીને નિરાંતનો શ્વાસ લીધો.

અનુપમે ઉભા થઇને રૂમની લાઈટ શરૂ કરી.નંદિતા હવે સવાર પડવા આવી છે,તારે તારા ઘરે જવું જોઈએ.મારુ ઘર ક્યાં દૂર છે અનુપમ અહીંથી બહાર મારે શેરીમાં પણ જવાનું નથી તારી અગાશીમાંથી મારી અગાશીમાં પાછળની સાઈડ જ છે બે જ મિનિટ થાય.

હા,પણ મારે કાલે કોલસેન્ટર પર જવાનું છે.તો ત્યાં પણ મને નિંદર આવશે.ઓકે અનુપમ તે બહાર જતી હતી ત્યાં જ તેની નજર લેપટોપ પર પડી અનુપમ આ લેપટોપ મારુ છે લ,પણ આ બીજુ લેપટોપ ક્યાંથી આવ્યું?

મેં હજુ હમણાં જ લીધું હતું,પણ તું કેનેડાથી મારી માટે લાવી એટલે હું તને ના ન પાડી શક્યો તે પ્રેમથી લાવેલું લેપટોપ પ્રેમથી લઇ લીધું.ઓકે તારા ફોટા પણ તેમાં હશેને?મારે જોવા છે,હું કેનેડા ગઇ પછીના.

અનુપમે આજ સાંજે જ હજુ એ લેપટોપમાં બેંગ્લોરના ફોટા તેના અને પલવીના નાખ્યા હતા.નહિ નંદિતા એ લેપટોપમાં કોઈના ફોટા નથી.મને જોવા તો દે તારી પાસે લેપટોપ છે તો ફોટા તો હોઈ જ ને અંદર તારા.તેમ કહીને તે લેપટોપ બેડ પર લઇને બેસી ગઇ.

નંદિતા લેપટોપ શરૂ કરીને બેસી ગઇ હતી,હવે શું થશે અનુપમ વિચારી રહ્યો હતો.એક પછી એક ફોલ્ડર તે ચેક કરી રહી હતી.ત્યાં જ તેની નજર એક ફોલ્ડર પર પડી તેમાં લખ્યું હતું પલવી અનુપમ.તે ફાઇલ નંદિતા એ ઓપન કરી.

જોયું તો પલવી અને અનુપમના ઘણા બધા ફોટા હતા.થોડીવાર નંદિતા ફોટા સામે જોવે તો થોડીવાર અનુપમ સામે.આ કોણ છે અનુપમ?તું એ બધું મેકી દે અને સવાર પડી ગઇ છે તું જલ્દી તારા ઘરે જા.હું તને એ બધી વાત પછી કરીશ.

નહિ અનુપમ તું મને કે પછી જ આ રૂમમાંથી હું બહાર જશ.ત્યાં સુધી આ રૂમમાંથી હું બહાર નહિ જાવ.નંદિતા હું તને કવ છું કે તું આ રૂમની બહાર જા તને સંભળાતું નથી.હું તારા કોઈ પ્રશ્નનો જવાબ નહિ આપું.ઓકે તો અનુપમ તું મને પણ ભૂલી જ જે તારે મારા પ્રશ્નનો જવાબ ન આપવો હોઈ તો.તેમ કહી નંદિતા રૂમમાંથી બહાર નીકળી ગઇ.

નંદિતા..!!નંદિતા..!!કરતો પરસેવે રેબઝેબ થઇ અનુપમ તેના બેડમાં ઉભો થયો.સવાર પડી ગઇ હતી.લેપટોપ તે જ જગ્યા પર પડ્યું હતું.જ્યાં તેણે સાંજે મેકયું હતું.તે એક સપનું જોય રહ્યો હતો.તેને થોડો હાશકારો થયો.બેડ પર ઉભો થઈને તે બાથરૂમમાં ગયો અને તેના શરીર પર ઠડું પાણી રેડયું તારે તે થોડો શાંત થયો.સવારમાં બ્રેકફાસ્ટ કરી તે મેડીકોલ કોલ સેન્ટર પર આવ્યો.

આજ થોડું મોડું થઇ ગયું હતું.તે આવીને પલવીની બાજુની ખુરશી પર બેસી ગયો.કેમ સરજી આજ લેટ?પલવી એ સવાલ કર્યો..!!બસ ઘરે થોડું કામ હતું તો આજે લેટ થઇ ગયું.

આજ મેડીકોલ કોલસેન્ટરના બધા કામ પતાવી અમે થોડા ફ્રી થઇ ગયા હતા.બેંગ્લોરથી આવ્યા પછી ઘણા પેન્ડિગ કામ હતા તે અમે પૂર્ણ કરી લીધા હતા.ત્યાં જ વાઇરસ આવ્યો તમને બધાને વિશાલસર બોલાવી રહ્યા છે તેની ઓફિસમાં.

હું આજે સાંજે બેંગ્લોર જઈ રહ્યો છું.ત્રણ દિવસ પછી આવીશ.કોઈ પણ કામ હોઈ તો તમે મને ફોન કરી શકો છો.કોઈ ફાઇલ જોતી હોઈ તો વાઇરસને કહેજો એ મારી ઓફિસ માંથી ફાઇલ બહાર નીકાળી આપશે.

ઓકે સર..!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup