Love Blood - 42 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - પ્રકરણ-42

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

લવ બ્લડ - પ્રકરણ-42

લવ બ્લડ
પ્રકરણ-42
ડમરુબાબાનાં આશ્રમ અને આખી પ્રોપર્ટી ફરી ફરીને ભલે લીફ્ટમાં ફર્યા છતાં બધાં માનસિક શારીરીક થાક્યાં હતાં અને એક પછી એક બધાં પોતાના ઉતારા તરફ જઇને છૂટા પડ્યાં.
સૂરજીતરોય અને રીતીકાદાસનાં રૂમ સામ સામે હતાં અને સૂરજીતને રીતીકાએ એનાં રૂમમાં આવીને ફોન કરવા જણાવ્યું અને એ પોતે બાથ લેવા જતી રહી.
સુરજીતે ઘરે-દેબુને બધાંને મોબાઇલ પર ફોન ટ્રાય કર્યો પણ ના જ લાગ્યો કંટાળીને પોતાનાં ઓફીસે મેનેજર સાથે વાત કરી અને વાત પુરી થઇ અને ત્યાંજ રીતીકાની એનાં બાથરૂમમાંથી મોટી ચીસ સંભળાઇ.... સુર.. જી..ત...
અને સુરજીત એકદમ ચીલ ઝડપે બાથરૂમ તરફ ગયો અને બાથરૂમતો અંદરથી બંધ હતું. સુરજીતે બૂમ પાડી પૂછ્યુ મેડમ શું થયું? કેમ ચીસ પાડી ? ઓલ વેલ ?
રીતીકાએ કહ્યું "અરે હેલ્પ મી ડોન્ટ આસ્ક પ્લીઝ કમ ઇન... બચાવો.. સુરજીતે કહ્યું "બટ યોર બાથરૂમ ઇઝ લોક્ડ ફ્રોમ ઇનસાઇડ હાઉ કેન આઇ ?
રીતીકાને ભાન થયું એણે કહ્યું "ઓહ વેઇટ પ્લીઝ ડોન્ટ ગો હું ધીમે રહીને ખોલું છું પ્લીઝ હેલ્પ.
અને સુરજીત ડોર ખોલવા સુધી રાહ જોઇ રહ્યો અને કડાક એવા અવાજ સાથે દરવાજો ખૂલ્યો અને સુરજીતે જોયુ તો રીતીકાનાં હાથ પરથી મોટો નાગ ધીમે ધીમે સરકી રહેલો.
સુરજીતે એને ચિલલાવા ના પાડી શાંત રહેવા કહ્યું અને સુરજીતે ત્યાં સુધી બકેટ હાથમાં લીધી અને ત્યાં નાગ નીચે ઉતરીને વીન્ડો તરફ જવા લાગ્યો એણે રીતીકાને કોઇ નુકશાન ના પહોચાડ્યુ...
નાગ બારીમાંથી બહાર તરફ ગયો અને સુરજીતે દોડીને બારી બંધ કરીને લોક કરી દીધી.
રીતીકા ભયથી થર થર ધ્રુજતી હતી સુરજીત જ્યાં હાંશ કરી એની નજર રીતીકા પર પડી એ સાવજ નગ્ન હાલતમાં હતી રીતીકા સુરજીતને વળગી ગઇ અને ધ્રુજવા માંડી સુરજીત ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયો. એને ખુબજ સંકોચ થઇ રહેલો રીતીકા ભયથી ધ્રુજતી વળગી ગઇ સુરજીતને એને ભાનજ નહોતું કે એ નિઃવસ્ત્ર છે અને સુરજીતનાં ખભે માથું મૂકી ધ્રુજતી રડી રહી હતી.
એ સુરજીતને વળગીને ભીંસ વધારી રહેલી અને રડતી રહી. સુરજીતે થોથવાતાં અવાજે કહ્યું મેડમ એ કોબ્રા હતો પણ ગયો. શાંત થાઓ હવે કોઇ ભય નથી પ્લીઝ ટેક કેર એન્ડ કન્ટ્રોલ યોર સેલ્ફ.
રીતીકાનું આખું ભીનું શરીર ધ્રુજી રહેલું અને સુરજીતે સંકોચ સાથે એનાં શરીર ફરતે હાથ વીંટાળ્યા અને આશ્વાસન આપ્યુ હૂંફ આપીને ધ્રુજતું શરીર શાંત કરવા પ્રયત્ન કર્યો. રીતીકાનો ભય દૂરજ નહોતો થતો મૃત્યુ આંખો સામે જોયેલુ એ દ્રશ્ય એની આંખથી ઓઝલજ નહોતું થતું. ક્યાંય સુધી રીતીકા સુરજીતને વળગી રહી.
થોડો સમય પછી શાંત થઇ અને વાસ્તવીકતાનું ભાન થયું અને એ ચમકી અને શરમાઇને એનો ટુવાલ લઇ વીંટાળી દીધો અને બોલી રોયબાબુ ઓહ આઇ એમ સોરી... બટ થેક્સ તમે મને... અને એ શરમથી માથુ નીચું કરીને બહાર નીકળી ગઇ.
સુરજીત પણ પછી બહાર આવીને રીતીકાને પૂરતો સમય આપ્યો અને કહ્યું થેંક્સ ફોર યોર ફોન પણ હું પણ ફ્રેશ થવા જઊં મારા રૂમમાં એન્ડ ટેઇક કેર. તમે બારીઓ ના ખોલશો નહીંતર આમ કોઇને કોઇ જાનવર ઘૂસી જશે અંદર....
સુરજીત જે રીતે બોલ્યો... ટુવાલમાં વીંટાયેલી રીતીકાને હસુ આવી ગયું. એણે ખડખડાટ હસતાં હસતાં કહ્યું ઓહ હું ધ્યાન રાખીશ બારી અને દરવાજા એમ નહીં ખુલ્લા રાખું જાનવર આવી જશે... પછી બંન્ને જણાં બોલવાનો સંદર્ભ સમજી જતાં ખડખડાટ હસી પડ્યાં.
રીતીકાદાસે કહ્યું હું અહીનું વાતાવરણ જોઇને ખુશ થઇ ગઇ હતી બારીની બહાર મોટું વૃક્ષ છે એની ઉપર અસંખ્ય ફૂલો બેઠાં હતાં એનાંથી આકર્ષાઇને બારી મેં કાચની ખોલી નાંખી અને બાથ લેવાનું શરૂ કર્યુ આ નાગ ક્યારે અંદર આવીને મારાં હાથ પર... ભયથી ફરીથી એનું શરીર ધ્રુજી ગયુ અને ભયની લહેર ફરી વળી... થેંક્સ રોય બાબુ.
સુરજીતે કહ્યું "ઇટ્સ ઓકે પણ અહીં અજાણી જગ્યાએ બધીજ જાતનું ધ્યાન રાખવાનું છે કંઇ નહીં તમે ચેઇન્જ કરો હું ફ્રેશ થવા જઊં છું.
રીતીકા દાસે કહ્યું ફ્રેશ થઇને અહીંયાજ આવજો હવે સંકોચ ના રાખશો કારણ કે સંકોચ અને શરમ જેમાં રાખવાની હતી એ તો... અને હસીને અંદર જતી રહી.
સુરજીત પોતાનાં રૂમમાં આવ્યો અને કપડા લઇને વોશરૂમમાં ધૂસ્યો અને એણે બધે ચેક કરી લીધુ. કે ક્યાંય કશું ખૂલ્લુ કે ઘૂસી જાય એવું નથીને ? અને સુરજીતની નજર બધે ફરી રહી હતી અને એની નજર ચોક્કસ વસ્તુ પર પડી અને ભડક્યો પણ કંઇ વર્તાવા ના દીધું. કે એણે જોઇ લીધુ છે અને એ પાછો બાથરૂમનો દરવાજો બંધ કરીને રીતીકા દાસનાં રૂમ પર ટકોરા માર્યા.
રીતીકાએ દરવાજો ખોલ્યો અને સુરજીતને જોઇ આનંદ સાથે આશ્ચર્ય થયું કે તરતજ પાછો આવ્યો ?
રીતીકાએ કહ્યું શું થયું રોય બાબુ ? અને હસી પડી અને બોલી... શિકારી શિકાર થયો છે કે શું ? એમ કહી લુચ્ચુ હસી.
સુરજીતે મજાક ધ્યાનમાં ના લેતાં કહ્યું મેડમ મારે તમને... એમ કહીને એ ફોનમાં કંઇક લખવા માડ્યો અને રીતીકાને ઇશારાથી કહ્યું... હું બ્લુટુથ ચાલુ કરુ છું તમે તમારાં મોબાઇલમાં બ્લુટુથ ચાલુ કરો એમ એકદમ જ ખાનગીમા છેક રીતીકાના કાન પાસે જઇને કહ્યું.
રીતીકા કંઇક બીજુંજ સમજી અને કાનની જગ્યાએ એનાં હોઠ ધરી દીધાં.
સુરજીત શરમાઈને બોલ્યો કાનમાં કંઇક કહુ એ પહેલાં સાંભળો એમ કહીને બોલ્યો હું બ્લુટુથથી તમને મેસેજ મોકલુ ફાઇલ ટ્રાન્સફર કરીને એ પહેલાં વાંચો.
રીતીકાએ હસતાં હસતાં કહ્યું ઓહ ઓકે પણ હોઠની સ્થિતિ ના બદલી.. સુરજીતે જોયું ના જોયું કર્યુ અને ફોનમાં લખવા માંડ્યુ કે "મેડમ અહીં બધેજ સ્પાય કેમેરા લાગેલા છે આપણી બધીજ હીલચાલ રેકોર્ડ થઇ રહી છે તમે કંઇ બોલીને ખાનગી વાત ના કરતાં મારાં વોશરૂમમાં અને રૂમમાં સ્પાય કેમેરા છે મેં જાણી લીધુ છે. મારાં રૂમમાં છે તો તમારાં રૂમમાં -બાથરૂમમાં હશેજ અને તમારો ડોર હું નોક કરુ કે કોઇપણ પૂછ્યા વિના ડોર ના ખોલશો પ્લીઝ અને પછી બ્લુટુથથી ફાઇલ ટ્રાન્સફર થી જ આપણે ખાસ વાત કરીશું. બોલીને આ પ્રીમાસીસમાં નહીંજ આજે રેસ્ટ લઇને જંગલ સફારીમાં જતા રહીશુ ત્યાં વાત કરીશું બધીજ પ્લીઝ ટેઇક કેર... એમ કહીને ફાઇલ ટ્રાન્સફર કરી અને સુરજીતે ઇશારો કર્યો કે ફાઇલ બ્લુટુથની ટ્રાન્સફર કરી,
રીતીકા દાસ આશ્ચર્ય સાથે બ્લુટુથ ફાઇલ રીસીવ કરી અને સુરજીતે લખેલું વાંચ્યુ અને એકદમ આધાત આશ્ચર્યથી સુરજીત સામે જોયું એની આંખોમાં ભય અને શરમ હતી અને બધુંજ વાંચીને બધી વાત સૂચના સમજી ગઇ અને પછી એણે લખ્યું અને સુરજીતને મોક્લ્યું.
એણે સુરજીતને ફાઇલ ટ્રાન્સફર કરીને જણાવ્યું કે તમને ખબર પડી ગઇ સારું થયું પણ આપણે પહેલાંજ આપણા બંન્ને રૂમ-બાથરૂમનાં કેમેરા બંધ કરી દઇએ પ્લીઝ મારો તો આખો લીધેલો બાથ હું સાવ. જ.. આ માણસ ખૂબ ગંદો છે આપણી જાસુસી કરી રહ્યો છે તમે પ્લીઝ પહેલાં મારાં રૂમમાં કેમેરા બંધ કરી આપો.
વાંચીને સુરજીતે હકારમાં માથુ ધુણાવ્યુ અને પછી બાથરૂમમાં જઇને સાબુને પલાળીને એમાંથી સાબુનો માવો બનાવીને વોશરૂમ અને રૂમમાં બે જે સ્પાય કેમેરા લાગેલાં એનાં ઉપર સાબુની જાડી પેસ્ટ લગાડી દીધી. પછી એનાં ફોનથી સ્પેશીયલ એપથી ચેક કરી લીધું.
રીતીકાએ હાંશ કરી અને એણે નિઃસંકોચ થઇને સુરજીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં દીર્ધ ચુંબન લઇને કહ્યું થેંક્સ બાબુ અને સૂરજીતતો પૂતળુંજ થઇ ગયો અને....
વધુ આવતા અંકે ---પ્રકરણ-43