Safar - 7 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 7

Featured Books
Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 7

ભાગ: 7

(આગળના ભાગમાં જોયું કે પ્રિયા નીયાને તેનાં પ્રેમનો અહેસાસ કરાવે છે, નીયા વિરાજને વેલેન્ટાઇન-ડેની રાત્રે ડિનર પર લઇ જવાનો પ્લાન બનાવે છે, વિરાજ નીયાને તેનાં બેસ્ટ
ફ્રેન્ડ મિતનાં ઘરેથી તેને પીક કરવાનું કહે છે, અનન્યા નીયાને તૈયાર કરે છે, નીયા બધાંની શુભેચ્છા લઇને નીકળે છે. પરન્તુ નીયાને ગયાને માંડ એકાદ કલાક થાય છે કે તે પાછી ઘરે આવી જાય છે અને તેની આંખોમાંથી આસુુ દળદળ વહેતા હોય છે, તેની રાહ જોતી અનન્યા પણ આ જોઇને સ્તબ્ધ થઇ જાય છે. હવે આગળ..)

નીયાની આંખો રડીને લાલચોળ થઈ ગઇ હતી, ચાંદનાં ટુકડા જેવું એ સુંદર મુખ હવે રડીને લાલ ટમેટા જેવું થઈ ગયું હતું. અનન્યાએ પુછ્યું," નીયા શું થયું? કાંઇક તો કહે, આમ રડે છે શું કામ?"

પરન્તુ નીયા તો શુન્યમન્સક રીતે ત્યાંજ બેઠી રહી, તે બસ રડીએજ જતી હતી, અનન્યા હવે ગભરાઈ ગઇ તેણે અંદરથી બધાને બોલાવ્યા. બધાં ફટાફટ ગાર્ડને પહોંચ્યા. અને બધાં વારાફરતી એજ સવાલ કરી રહ્યાં હતાં," નીયા શું થયું? તું શું કામ રડે છે?"
અને નીયા પણ શુન્ય થઈ ને જવાબમાં બસ પોતાના આસુંઓ સારી રહી હતી. બધાંને હવે ચિંતા થવા લાગી. નીયાએ વારાફરતી બધાના મોં તરફ જોયું અને પછી તે બોલી," હું વિરાજનાં મિત્રનાં ઘરેથીજ પાછી આવતી રહી. "

" કેમ? ત્યાં વિરાજ ન હતો?" મેહુલભાઈ બોલ્યા.
" તેનાં મિત્રએ તને કઇ કહ્યુ?"પ્રિયા ભાભીએ પણ સવાલ પૂછયો.
" વિરાજને કાઈ થઈ ગયું?....."રીમા બેન અચકાતા બોલ્યા.
" ના, મમ્મી ઘા આપવાવાળાને કોઈ દીવસ ઘા લાગે?" નીયા પોતાના આસું રોકતા બોલી અને ફરી પાછું ડૂસકું ભરી તે રડવા માંડી.

" નીયુ... આમ વાત ને ગોળ-ગોળ ના ફેરવ, કાંઈ જ સમજાતું નથી, તું કહેવા શું માંગે છે?" રિતેશભાઈ ( નીયાનાં પપ્પા)બોલ્યા.

" તમે બધાં ઘરમાં ચાલો હું બધું જ કહું છું"નીયા બોલી.
અને નીયા અને તેનો પરિવાર બધાજ ઘરનાં હોલમાં ગયા. રીમા બહેને નીયાને થોડું પાણી આપ્યું, નીયાએ પાણી નો એક ઘૂંટડો ઉતાર્યો અને પછી પોતાની વાત ચાલું કરી," હું અહિંથી ખુશ થતા-થતા નીકળી અને વિરાજનાં મિત્રનાં ઘરે પહોચી, હું ડોરબેલ વગાડવા જ જતી હતી કે મેં સામેથી અવાજ સાંભળ્યો,'અરે! વિરાજ તું આજે એટલો ખુશ કેમ છે?' આ અવાજ તેનાં મિત્ર મિતનો હતો.
તો સામેથી વિરાજ બોલ્યો,' અરે! યાર મારા ડેડે મને પાછો તેની પાસે બોલાવી લીધો છે.'
મીત: શું? અજય અંકલે તને પાછો તેની પાસે બોલાવી લીધો, એ પણ હજુ એકજ મહિનો થયો ત્યાંજ!!!
વિરાજ: હા, યાર..હા!
મિત: પણ કેવી રીતે આ બધું થયુ? એ તો તારું મોઢુ જોવા પણ ન હોતા માંગતા ને?
વિરાજ: જો, હું તને પહેલેથી સમજવું છું, એ રાત્રે હું લેટ પાર્ટી કરી ને આવ્યો હતો, અને ડેડ મારા પર ભડક્યાં અને અમારાં બંનેનો ઝઘડો થઈ ગયૉ, તેમણે મને ઘરની બહાર નીકળી જવા કહ્યું, અને સાથે કહ્યુ કે,'તને બાપાના પૈસે લિલાલહેર છે, હું તને એક મહિનાની ચેલેન્જ આપુ છું, તારે એક મહિનાની અંદર જ કોઈ સારી જોબ શોધી લેવાની અને મને તેની સેલેરીનાં ચેકનો ફોટો મોકલવાનો તેમજ તારે એક મહિના માટે પોતાના રહેવા માટે એક ઘર ગોતીને રહેવાનું, અને તેનાં ફોટા પણ મોકલવાનાં.'અને હું ત્યાંથી મારા કપડા ભરેલી બેગ લઇ ને નીકળી ગયો.હું ઘરેથી નીકળ્યો ત્યારે મને એમ કે મને તો કાઈ જ તકલીફ નહીં પડે,પરન્તુ હું ઘરની બહાર નીકળો, પોકેટમાં એક રૂપિયો પણ નહીં, પરન્તુ ડેડને કાંઇક કરી ને દેખાડવાનું હતું, મારે તેને હરાવવા હતાં, પછી હું બે - ત્રણ દીવસ તો તારા ઘરે રહ્યો પણ તારા મકાન માલિક મને રહેવા દે તેમ નહોતા, હું ચિંતામાં હતો કે હવે શું કરવું, હું એક ચાની લારી પર બેઠો હતો ત્યાં પડેલા અખબારમાં પહેલા પેજ પર એક સુંદર છોકરીનો ફોટો જોયો,તેનાં વિશે આર્ટિકલ છપાણો હતો અને શીર્ષક હતું "યંગ જનરેશન માટે પ્રેરણા રૂપ એવી બિઝનેસ વુમન નીયા શર્મા" હું વિચારમાં પડી ગયો .. 'આ નામ!.......આ નામ!!...... તો મે ક્યાંક સાંભળેલું છે, પણ ક્યાં? હા , ડેડ મને વારંવાર આ નામ બોલીને કહેતાં કે તેની પાસેથી કાંઇક શીખ, અને મને નીયા અને ડેડ બન્ને પર બહુ ગુસ્સો આવતો..' આથી મારા હોશિયાર દિમાગે એક પ્લાન રચ્યો, મેં નીયાની ફેમેલિ ડિટેઇલ્સ ચેક કરી, નીયા વિશે પણ જાણકારી મેળવી પછી શું પ્લાન મુજબ ચાલ્યો..
મિત: કેવો પ્લાન?
વિરાજ: તેનાં ઓફિસ અને ઘર વચ્ચેનો રસ્તો જોયો નીયાનો પસાર થવાનો સમય જાણી લીધો અને એક રાતે નીયાના તે રસ્તામાં ખીલા પાથરી દીધાં, તે પોતાની ઓફિસેથી લગભગ 10 વાગે નીકળી જાય એટલે તે દીવસે હું 10 વગ્યાંનો તે રસ્તે છુપાઇને રાહ જોતો હતો પરન્તુ તે આવી નહીં, હું ભૂખ્યો-તરસ્યો ત્યાંજ છુપાઈને નીયાની રાહ જોતો હતો, પછી તે રાતનાં બાર વાગે ત્યાંથી નીકળી અને તે રસ્તા પર પડેલા ખીલાઓને કારણે તેની કારનું ટાયર પઁક્ચર થય ગયુ. અને હું તારી પઁક્ચર કરેલી બાઇક લઇ ને તેની પાસે આવ્યો અને તેની સાથે વાતો કરીને મારા જાળમાં ફસાવી લીધી, પરન્તુ એક વાત ત્યાં અજુગતિ થઈ હતી..
મિત: કઇ?
વિરાજ: ત્યાં આવેલા ગુંડા..તે મેં નહતા બોલાવ્યા, તે તો કુદરતી જ બન્યુ હતું.
મીત: હમમ..પછી ?
વિરાજ: પછી શું? હું તેમનાં ઘરમાં રહેવા લાગ્યો, તે બધાં સાથે એન્જૉય કર્યું અને તેની કંપનીમાં નોકરી પણ મળી ગઇ, અને હમણાં જ્યારે મારી પહેલી સેલેરી આવી ત્યારે મેં તેનાં ચેકનો ફોટો, હું જે રૂમમાં રહેતો હતો તેનો ફોટો અને હું જયાં કામ કરતો ત્યાંની કેબીનનો ફોટો મે ડેડને મોકલ્યો અને પછી આજેજ ડેડે મને સામેથી ખુશ થઈ ને ફોન કર્યો.એટલે કાલેજ હું મારા ઘરે જવા નીકળી જવાનો છું.

મિત: વાહ.. યાર!પણ મને એક મુંઝવણ છે, તારા ડેડ અજય મલ્હોત્રા તો બિઝનેસ એસોસિએસનનાં ચેરમેન છે તો શું નીયા અને તેનાં પરિવારના લોકો તને ઓળખ્યા નહીં?

વિરાજ: જો એમા એવું છે ને મિત કે હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારેજ મારી મમ્મી ભગવાન પાસે ચાલી ગઇ અને હું મારા મામાનાં ઘરે...મારો સંપુર્ણ ઉછેર મારા મામાને ઘરે થયો, ડેડ તે લોકોને દર મહિને મારા માટે જેટલો પણ ખર્ચ થાય, તેટલા પૈસા આપી દેતા. અને જ્યારે હું મોટો થયો ત્યારે તેઓ મને તેમની સાથે લઇ આવ્યાં પણ અમે એક બીજા સાથે કદી વાતચીત નથી કરતા, આથી મોટા ભાગના લોકો ને મારી ઓણખાણ નથી.
મિત: સોરી યાર.
( નીયાને વિરાજ કાંઇક છુપાવે છે તેવું લાગ્યું.)
વિરાજ: ઇટ્સ ઓક્કે.
ત્યાં કોઈ ત્રીજા વ્યક્તિનો અવાજ સંભળાયો "વિરાજ , ધીસ ઇસ નોટ ફેર,શું નીયાનાં પરિવાર આ હિકકત સાંભળી શકશે?"
વિરાજ: પણ તેને હકીકત કહેવાનું કોણ છે?
ત્રીજો વ્યક્તિ:શું?
વિરાજ:જો રાજ મારી લાગણીઓ પણ તે પરિવાર સાથે જોડાયેલ છે, હું પણ નીયાને બેસ્ટફ્રેન્ડ માનું છું, આખરે તેણે મારી ઘણી મદદ કરી પણ...
રાજ(ત્રીજો વ્યક્તિ):પણ શું??
વિરાજ:પણ મારી મજબૂરી છે, કારણકે મારી પણ પર્સનલ લાઈફ છે..
( વિરાજને વચ્ચેજ અટકાવતા)
રાજ:તો શું એની કોઈ પર્સનલ લાઈફ નથી? તો પણ તેણે તને એન્ટર થવા ના દીધો?
વિરાજ:પણ હું એ લોકોને દુઃખી ક્યાં કરૂ છું?
રાજ:તો શું ખુશ કરે છે?
વિરાજ:ના, પણ હું એ લોકો સાથે જોડાયેલો હતો, હવે મારે ઘરે જવું પડશે, મારે મારા ડેડ નાં મુખ પર રહેલ હાર જોવી છે.
મિત:હા, બરોબર,વિરાજ બરોબર કહે છે રાજ,તે લોકો ભેગો સંબંધ હતો, હવે નથી.
રાજ:અરે શરમ કરો, થોડી પોતાની જાત પર બેશરમો!!બીજાનાં જીવન સાથે ખેલવાની શું મજા આવે છે?
વિરાજ:અરે યાર રાજ હું તે લોકો નાં જીવન સાથે ખેલવા નથી માંગતો, હું તે લોકો સાથે સંપઁક રાખીશ. પરન્તુ મારે અત્યારે તો જવું જ પડશે.
મિત:પણ તું તે લોકોને શું બહાનું આપીશ?
વિરાજ:મને અમદાવાદમાં સારી જોબ મળી છે, અને મારો પરિવાર પણ ત્યાંજ રહેતો હોવાથી મારી ઇચ્છા તે લોકો પાસે જવાની છે. (હળવું સ્મિત કરીને)કેવો છે આઈડિયા?
મિત:સરસ
રાજ:તું ખોટું બોલીશ?
વીરાજ:હા!
રાજ:વાહ!ભગવાન કેવો મિત્ર મળ્યો છે મને? જે સાવ સ્વાર્થી છે...મને તો તને મિત્ર કહેતાં પણ શરમ આવે છે. કેવો બેશરમ છે તું???
અને ત્યાંજ કોઈકે જોરથી લાફો માર્યો હોય તેવો અવાજ આવે છે અને તરતજ દરવાજો ખુલવાનૉ પણ અવાજ આવે છે, હું(નીયા) અંધારામાં છુંપાવાની કોશિશ કરૂ છું, ત્યાંજ કોઇક અજાણી વ્યક્તિ રૂમમાંથી બહાર નીકળે છે, હું સમજી ગઇ કે આજ રાજ હશે, મે જોયું તો તેનાં ગાલ પર રીતસરનાં આંગળીઓ નાં ઉપસેલા લાલ નિશાન હતાં, તે જાણે પોતાના આસું છુપાવતો ત્યાંથી નીચે ફટાફટ સીડી ઉતરતો ગયૉ, હું પણ તેની પાછળ ઉતરી ગઇ તેણે મારા હિલવાળા સેન્ડલ નો અવાજ સાંભળી લીધો , તે પાછળ ફર્યો અને હું ત્યાંજ રોકાઈને આમતેમ જોવા લાગી પણ મેં છુપાવેલા આસુંને તે ઓળખી ગયૉ અને મારી સામું હાથ જોડી ને બોલ્યો,'સોરી, તે ન માન્યો.'
હૂ અચંભામા પડી ગઇ, કે તે મને કેવી રીતના ઓળખે છે? મને આમ જોઈને તે બોલ્યો,'વિરાજે તેનાં ફોનમાંથી તમારો ફોટો દેખાડ્યો હતો.'

'તમે એને કહેતાં નહીં કે મેં આ બધું સાંભળી લીધું, હું તેને સબક શીખવાડીશ .' આટલું બોલી હું ત્યાંથી નીકળી ગઇ.

નીયાનો ફોન રણક્યો અને પોતાના ભૂતકાળમાં ચાલી ગયેલ નીયા હોંશમાં આવી અને તેણે તેનાં પરિવાર સામું જોયું તો બધા ખૂબ ઉદાસ હતાં,તેણે જોયું તો પોતાની આંખોમાંથી પણ આસું વહી રહ્યાં હતાં તેણે પોતાના આસું લુંછ્યા અને હિંમત દાખવીને કહ્યુ અરે એમા નિરાશ શું કામ છો ? એ આપણને ભૂલી ગયો તેમ આપણે પણ તેને ભૂલી જવાનું છે. ત્યાંજ નીયાનો ફોન બીજી વાર રણક્યો અને તેણે જોયું તો વિરાજનો કોલ હતો તેણે કોલ ઉપાડ્યો,"હેલ્લો"
સામેથી અવાજ આવ્યો, "હેલ્લો, નીયા તું મિતનાં ઘરે ના આવી? આપણે ડિનર પર જવાનું હતું! તું મને 8 વાગે લેવા આવવાની હતી, અત્યારે 10 વાગ્યા છે, મે તને કેટલાં કોલ કર્યા, તું રિસીવ પણ નથી કરતી મને તારી ચિંતા થાય છે, તું ઠીક તો છે ને? "
નીયા: રિલેક્સ વિરાજ કાઈ નથી થયું, બસ મારી તબિયત થોડી ખરાબ છે.
વિરાજ:શું થયું? હું હમણાંજ આવુ છું કહીને તેણે કોલ કટ કર્યો.
નીયાને કઇ પણ બોલવાનો મોકોજ ના મળ્યો.
નીયા બોલી,"તમે બધાં હોલમાં ઊભા ના રહો હમણાંજ વિરાજ અહિં આવી જશે, તો તેને શું જવાબ દેશો?"
પછી નીયા રીમા બેન અને પ્રિયાને કિચનમાં, મેહુલ અને રિતેશભાઈ ને તેમનાં રૂમમાં મોકલી દે છે તેમજ અનન્યાને તેનાં ઘરે જવા કહે છે, જોકે
અનન્યા માનતી નથી તો તેને નીયા પોતાની કસમ દઇ ને મોકલી દે છે
પણ જતા-જતા અનન્યા બોલી,"નીયા, મને કાંઈ સમજાતું નથી શું ચાલે છે તારા મગજમાં?,તેણે તને દગો આપ્યો અને તું એને પ્રેમ આપીશ?"
"ડોન્ટ વરી માય ડિયર! સમય આવતાં બધીજ ખબર પડી જશે."નીયા સમાઇલ સાથે બોલી.
"તું સાવ અજીબ છે, કોઇક વાર હસે છે તો કોઇક વાર રડે છે,અને તારા મગજમાં શું ચાલે છે, કંઈ ખબર નથી પડતી!!!"અનન્યા પોતાના માથા પર હાથ રાખતા બોલી,અને તે ચાલી ગઇ.
અને નીયા પોતે પોતાના રૂમમાં જતી હોય છે ત્યાંજ પ્રિયા કીચનમાંથી આવે છે અને નીયાને કહે છે,"નીયુ,તે સવારથી કાઈ જ ખાધુ નથી, કંઈક તો ખાઈ લે."
"ભાભી તમને યાદ છે, સવારે તમે મને કાંઇક કહ્યુ હતુ, કે જો વિરાજ ના પાડે તો તમારી ભેગી ડીનર કરી લઉં, અને જો તે હા પાડે તો તેની ભેગી ડિનર કરી લઉં.પણ...નતો તેણે હા પાડીકે નતો તેણે ના પાડી! એટ્લે કે જમવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો." સ્મિત સાથે નીયાએ જવાબ આપ્યો, અને તે પોતાના રડવાનું કાબુમાં કરતી ત્યાંથી ફટાફટ સીડી ચડતી પોતાનાં રૂમમાં ચાલી ગઇ.
નીયાની વાત સાંભળી પ્રિયાનાં આખમાં આસું આવી ગયા. તે આગળ કાઈ નાં બોલી શકી અને કિચનમાં ચાલી ગઇ.


( નીયાનાં મગજમાં શું ચાલે છે? તે શું કરવા માંગે છે?તે વિરાજ સાથે આવુ વર્તન શા માટે કરે છે? આવા ઘણાં સવાલો આપના મગજમાં રમી રહ્યાં હશે,તો આ બધાં સવાલોનાં જવાબ માટે વાંચતા રહો , "સફર-એક અનોખા પ્રેમની.., હજું આ મારુ પહેલું સાહસ હોવાથી આપ સહુ વાંચક મિત્રોને મારી વીંનતી છે કે આપ સહુ પ્રતિભાવ આપીને મારા પ્રોત્સાહનમાં વધારો કરશો. સહુને મારા જય સોમનાથ🙏)

#ઘર પર રહો,સુરક્ષિત રહો.