બદલાથી પ્રેમ સુધી ભાગ સોળ
આપણે આગળ જોયું કે રોહિત ગાર્ડન માં તૈયાર થઈ ને સોનાક્ષી ની રાહ જોઈ રહ્યો હોય છે તે તેની રાહ જોતા જોતા ત્યાં મુકવામાં આવેલા બાંકડા પર બેસે છે.રોહિત મનમાં જ કહે છે
"ખબર નહિ આ સોના ક્યારે આવશે , બર્થડે બોય ને પણ કોઈ આટલી રાહ જોવડાવે કાંઈ........ આજે તો સોના આવે ને એટલે તેને એટલા વાહિયાત જોક્સ સંભળાવુ કે એ બીજી વખત મને કયારેય રાહ ન જોવડાવે."
રોહિત તેની સાથે મનમાં જ વાતો કરી રહ્યો હોય છેઅને પછી તે તેના ઈયર ફોન કાઢે છે અને સોન્ગ સાંભળે છે
" चारो तरफ तन्हाई है एक उदासी छाई है
सोच के उसकी बातों को आंख मेरी भर आयी है
बेचेनी है सासो में दर्द उठा है सीने में
बिछड़के अपने दिलबर से आये मजा न जीने में
वो लड़की बहोत याद आती है, वो लड़की बहोत याद आती है........."
રોહિત સોંગ સાંભળી જ રહ્યો હોય ત્યાં જ તેના ફોન ની રિંગ વાગે છે.
રોહિત ફોન ઉપાડે છે તો સામે પ્રીત હોય છે અને તે તેની ઓળખાણ હાલ નથી આપવા ઈચ્છતી એટલે એ રોહિત સાથે મસ્તી કરે છે....
પ્રીત:હેલો
રોહિત:હેલ્લો કોણ.....?
પ્રીત:(થોડો અવાજ બદલીને )શું હું આ એરિયા ની વેરી ફેમસ હોટેલ 'રોયલ સ્ટાર'ના મેનેજર મિસ્ટર રોહિત સાથે વાત કરી રહી છું.
રોહિત:જી મેડમ હું એ જ રોહિત છું....
પ્રીત:આમ તો તમારી હોટેલ ના વખાણ મેં ઘણા સાંભળ્યા છે અને ખાસ કરી ને સ્વચ્છતા માં ...મેં અફવાઓ તો નહીં સાંભળી ને.......
રોહિત: નો મેમ તમે કોઈ અફવા નથી સાંભળી હું અને મારો સ્ટાફ કસ્ટમર ની હેલ્થ માટે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપીએ છીએ.
પ્રીત:મને તો એવું નથી લાગતું.
રોહિત:તમે કોઈ બીજી જગ્યાએ બેઠા હસો મેડમ..
પ્રીત:આ હોટેલ નું નામ તો રોયલ સ્ટાર છે
રોહિત:મેડમ તમારું નામ જણાવશો પ્લીશ....
રોહિત ના નામ પૂછવાથી પ્રીત થોડી ડરી જાય તે જલ્દી જલ્દી કોઈ નામ વિચારવા લાગે છે ત્યાં તે ઉભી થાય છે અને બારી નો પડદો ખોલીને સામે જોવે છે તો એને એક નાનકડો સ્ટોર દેખાય છે જ્યાં લખ્યું હોય છે 'સ્નેહલ સ્વીટ્સ'.એટલે પ્રીત તે નામ જ કહી દે છે.
રોહિત:હેલ્લો મેડમ તમારું નામ કહેશો પ્લીશ..
પ્રીત:હમ્મ પર.....અ.. મ...મારુ નામ સ્નેહલ છે...
રોહિત:ઓકે સ્નેહલ મેડમ તમે જણાવશો કે તમને મારી હોટેલ માં શું પ્રોબ્લેમ થયો...?
પ્રીત:પ્રોબ્લેમ.....? બહુ મોટો પ્રોબ્લેમ થયો છે મને.....
રોહિત:મેડમ તમને શું પ્રોબ્લેમ થયો છે......?
પ્રીત:આ તમારી કોફી માં મને માખી મળી છે આ તો સારું થયું કે મેં સમયસર કોફી માં જોયું અને
તમારા સ્ટાફ પાસેથી તમારો નંબર લીધો નહિતર.... મારી તબિયત બગડી જાત તમે કસ્ટમર સાથે આવી કોફી સર્વ કરો છો?
રોહિત:મેડમ તમારી કોઈ ભૂલ થઈ હશે તમે પ્લીશ કોઈ સ્ટાફ મેમ્બર સાથે મારી વાત કરવો
પ્રીત: (ખૂબ જ ગુસ્સામાં)એટલે તમને મારી વાત પર વિશ્વાસ નથી એમ જ ને
રોહિત:ના મેડમ એવું નથી તમે ત્યાં જ રહો હું 2 મિનિટ માં ત્યાં આવું છું
પ્રીત:ના ભાઈ આવવાની જરૂર નથી હું મસ્તી કરતી તી
રોહિત:(અવાજ ઓળખતા)પ્રીત બેન તમે.....?
પ્રીત:તમે નહિ તું......
રોહિત:હા પણ આ બધું કેમ કર્યું
પ્રીત:મને થયું કે તમને થોડા ડરાવું
રોહિત:તે તો સાચે મને ડરાવી દીધો.....પણ તે સારું કર્યું
પ્રીત:સોરી મેં વધારે પડતું કરી દીધું આઈ થિંક
રોહિત:ના દરેક કામ કરતા માણસે તેમના કસ્ટમર ની સવલતો નું ધ્યાન રાખવું જ જોઈએ અને અમારા હોટેલ જેવા કામોમાં તો ખાસ સ્વચ્છ નું વધારે ધ્યાન આપવું જોઈએ કારણ કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે હું તો મારા દરેક કસ્ટમર ને કિચન માં જઈને સ્વચ્છ નું નિરીક્ષણ કરવાની છૂટ પણ આપું છું
પ્રીત:મેં સોરી કીધું ને પ્લીશ મને આવી જ્ઞાન ની વાતો ના સંભળાવો
રોહિત:ઓકે ટોપિક ચેન્જ બોલ તે કેમ ફોન કર્યો...?
પ્રીત:ખાલી એમ જ ચેક કરતી તી કે તમે આપેલો નંબર બરાબર તો છે ને....
રોહિત:તને તો વિશ્વાસ જ નહીં
પ્રીત:એટલે તો ફોન કર્યો...
રોહિત:વિશ્વાસ વગરની બેન
પ્રીત:હમ્મ હું બહુ ઓછા લોકો પર વિશ્વાસ મુકું છું
રોહિત:કેમ......?
પ્રીત:એ બધું છોડો તમે કહો હાલ તમે શું કરો છો...?
રોહિત:હું તો ઇન્તજાર કરું છું
પ્રીત:કોનો.....? હું આવી જાવ
રોહિત:ના તારે આવવાની જરૂર નથી કોઈ છે સ્પેશિયલ નો ઇંતજાર કરું છું
પ્રીત:ઓકે પપ્પા નો ફોન હતો તેઓ આજે આવવાના હતા પણ આજે તમે હાજર ન હતા એટલે તેઓ કાલે આવી જશે તો તમે કાલે આખો દિવસ મારા પપ્પાની સુરક્ષા કરશો.....
રોહિત:જેવી તમારી ઈચ્છા..
પ્રીત:ઓકે બાય ટેક કેર....
રોહિત :સેમ ટુ યુ....
રોહિત ફોન મૂકે છે અને સોનાક્ષી ના આવવાની રાહ જુવે છે બીજી તરફ સોનાક્ષી ક્યાંક બહાર જવા માટે તૈયાર થાય છે.....
બ્લેક લેધર નું જીન્સ એન્ડ એકદમ ટાઈટ પોનીટેલ, એન્ડ બ્લેક ટીશર્ટ ચહેરા પર થોડોક પણ મેકઅપ નહિ સિવાય આંખની કાળી કાજલ અને સોનાક્ષી તેના ઘર ની બહાર આવે છે અને બાઇક ચાલુ કરી બહાર નીકળે છે......
શું સોનાક્ષી રોહિત પાસે આવશે????
ખત્મ થશે રોહિત નો ઇન્તજાર કે પછી આવશે કોઈ નવો વળાંક.....?
બવું જલ્દી મળીએ નવા ભાગ સાથે....