'' સ્નેહ સંબંધ ''
સોહમ બ્રહ્મભટ્ટ ભાગ – ૨
જેવી રીતે આપણે જોયું કે પતિના સમપર્ણથી આજે પત્નીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થઇ ગયું...અને એક સારું કલીનીક પણ ખોલી આપ્યું...સાથે પતિ એ પણ એક સારી ડીગ્રી મેળવી હતી....હવે આગળ જોઈએ....
કલીનીક નું ઉદઘાટન થયું સર્વો ગામના લોકો એ બંનેની ખુબજ પ્રસંશા કરી...લોકોમાં એક આશ્વાસન ની ભાવના જાગી કે ચાલો આપણા ગામ માં જ એક સારા હદય રોગના ડોક્ટર આવ્યા હવે શહેર જવાની માથાખુટ થી છુટકારો થયો..ઉદઘાટન બાદ માધવે જાહેરાત કરી કે કલીનીક આખો દિવસ ખુલ્લું રહેશે...અને સ્ટાફ માટે આપણે આપણા ગામના લોકોને જ રાખીશું જેથી આપણું ગામ સ્વનિર્ભર બની શકે....આ ભરતી અંગેની જાહેરાત કાલે કરવામાં આવશે...પછી માધવ અને સાધના ત્યાંથી જાય છે...અને કાલથી કલીનીક શરુ કરવાનું હોવાથી બધી તૈયારીઓ કરે છે....સાધના તેની સાથે ભણતી તેની સખીને પણ તેનાં કલીનીકમાં સેવા આપવા માટે પત્ર લખે છે...એ તેની સખી મનીષા એક સારી નિષ્ણાત ડોક્ટર હોય છે..જે સામાન્ય બીમારીનો સારો ઈલાજ કરી શકે છે...
બધું પત્યા પછી જયારે રાત્રીના સુંદર તારલિયા ભર્યા આકાશને જોતાં સાધના માધવને કહે છે,, ‘’ માધવ મારી એક છેલ્લી ઈચ્છા છે. કે હવે તો આપણે લીગલ પતિ પત્ની છીએ મતલબ કે પહેલા આપણે નાના હતા પંરતુ હવે ઉમંર થઇ ગઈ છે..એકબીજાને સમજવાની ઓળખવાની...એકબીજા માટે જીવવાની...તો મારી બસ એક એવી યાચના છે પ્રેમ ભરી કે રોજ સવારે જયારે હું તૈયાર થઇ જાવ ત્યારે મારા માથામાં સિંદુર તમે જ ભરજો તો મને ખુશી થશે..જ્યાં સુધી જીવું હું ત્યાં સુધી. બસ તમે જ મારી ઓળખાણ છો... જીવનના જે કઈ બદલાવ છે એ બધા જ તમારા લીધે છે...બાકી હજુ હું ખેતીવાડી માં જ કામ કરતી હોત અને સપના ધૂંધળા થઇ ગયા હોત...’’ એમ કહી સાધનાની આંખમાં આંસુ આવતા માધવ તેને ભેટીને લાગણીઓ વરસાવે છે...આવતીકાલે કલીનીક જવાનું હોવાથી બન્ને વહેલા સુઈ જાય છે......સવાર પડતાની સાથે જ મરુન કલર સાડી પહેરી અને માથામાં શોભતો ચાંદલો લગાવી સાધના તૈયાર થાય છે....સાધના એ કહ્યા પ્રમાણે માધવ સાધનાના સેથામાં સિંદુર પૂરે છે....પછી બન્ને નાસ્તો કરી ત્યાંથી કલીનીક જાય છે...આમતો માધવ હાલમાં કોઈ કામ ન કરતો હોવાથી એ પણ સાધના ને મદદ કરાવે છે....૩ કે ૪ કલાક કલીનીકમાં રહે અને બાકીનો સમયગાળો તે રીક્ષા ચલાવવામાં ગાળતો....
કલીનીક પણ ધીમે ધીમે સારું એવું ચાલવા લાગ્યું....હવે તો જાણે એમ થયું કે બન્નેના જીવનની ભાગ્ય રેખા ખુલી ગઈ હોઈ. બન્નેની જીવન એકદમ હવે સુંદર બની ગયું હતું..પૈસાની પણ કોઈ હાડમારી ન હતી..એવામાં અચાનક એક ખબર જોવે છે સમાચારમાં કે બેંકમાં મેનેજરના સ્થાન પર મોટી ભરતી થવાની છે...આ સમાચાર માધવ જોઈ સાધનાને કહ્યું કે મારે આ પરીક્ષા આપવી છે...અને મહેનત કરી આ નોકરી મેળવવી છે..એટલે તને પણ એક સારી મદદ કરી શકું ..સાથે આપણી આર્થિક સ્થિતિ સારી જ છે પરંતુ બીજાને પણ મદદ કરી શકીએ એવી બનાવીએ...એટલે માધવે તરત જ ફોર્મ ભરે છે ...પરીક્ષાની તારીખ કંઇક ૨ મહિના પછી હતી....સાધના કહ્યું , ‘’ હવે આપણે પહેલા કરતા ઘણા સમૃદ્ધ થઇ ગયા છીએ તમે પ્લીઝ આ રીક્ષા ચલાવવાનું મૂકી અને બેંકની પરીક્ષાની તૈયારી કરો ...બાકી બધું હું સાંભળી લઈશ...તમે ચિંતા કર્યા વગર બસ તૈયારી કરો....
આમ , માધવે રીક્ષા ચલાવવાનું મૂકી નહી પરંતુ રીક્ષા જ વહેચી દીધી ..માધવ એવું વિચારતો કે સાધનાને ન ગમે એ કામ ક્યારે પણ નહિ કરવાનું...એટલે તે હવે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો....આમ જોઈએ તો ઈઝહાર વગરનો પ્રેમ સાઈલેન્ટ પ્રેમ હતો..સાધના એ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી..તેની સખી મનીષા પણ હવે કલીનીકમાં આવી ગયા જેથી તેને થોડી સહાય મળતી.....આમ કરતા કરતા સમય પાણી જેમ સરકતો ગયો આખરે માધવે બેંક ની પરીક્ષા આપી..જેનું પરિણામ થોડા ૧૫ દિવસમાં જ આવવાનું હતું..હજુ પરિણામ આવે ત્યાં સુધી માધવ સાધનાને કલીનીક માં મદદ કરતો....
સાધનાની મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠાથી આજે કલીનીક સારી એવી પ્રગતી પર પહોચાડ્યું ...જેમ પૈસા આવતા જાય એમ નવી નવી સુવિધાઓ કલીનીક માં પણ આવતી જાય.....
આજે એ દિવસ હતો જેમાં માધવના પરિશ્રમની કસોટી થવાની હતી...સવારમાં ઘરનાં બધાજ બસ પરિણામની રાહ જોઈ બેઠા હતા....માધવ ગળે તો કોળીયો પણ નહોતો ઉતરતો..સાધના તેને આશ્વાસન આપતી ..’’ તમે મહેનત કરી છે તો પછી ચિંતા શું કામ ને કરો છો..જે પરિણામ આવશે સારું જ આવશે...’’ ત્યાંજ મોબાઈલમાં જોયું તો નોટિફિકેશન આવી કે ‘’બેંક મેનેજર ની જે પરીક્ષા હતી એનું પરિણામ આવી ગયું છે...આ વખતે પરિણામ થોડું ટફ છે..બહુ ઓછા પાસ થયા છે’’...આ જોતાની સાથે જ માધવના હાથ પગ ધ્રુજવા લાગ્યાં ....સાધનાને કહ્યું હું નહિ જોવ તું જો પરિણામ કે હું પાસ થયો છું કે નહી...એટલે સાધના એ મોબાઈલમાં સીટ નંબર દાખલ કરી જોયું....સાધના તો ઉછળવા લાગી ...માધવ માધવ ...’’તમે પાસ થઇ ગયા છો..ખુબ જ સારા માકર્સ મેળવ્યા છે..’’ બંને ના મોઢા પર ખુશી છવાઈ ગઈ..બસ માધવ ને એકજ ચિંતા હતી કે એની પોસ્ટ ક્યાંય દુરના આવે કારણકે માધવને સાધનાથી દુર જવું ન હતું....
પરિણામની ખુશીમાં સાધનાએ બીજે દિવસે ક્લીનીકે જઈ બધાને પેંડા વહેચ્યા...સાથે ગામના લોકોએ પણ તેને અભિનંદન આપ્યા...થોડા દિવસો પછી પત્ર આવ્યો જેમાં નવસારી જીલ્લા માં જ ગંગપુરથી થોડે દુર માધવને પોસ્ટ મળી એટલે તે ખુશ થયો કે ચલો અપડાઉન તો થશે...સાથે થોડી ચિંતા પણ રહેતી સાધનની...જીવન માં બન્ને હવે સફળ હતા....નિષ્ઠાપૂર્વક અને લગન થી કામ કરતા...જિંદગીનું પાસું જ પલટાઈ ગયું....ક્યાંય એ રીક્ષા ચલાવતો હતો અને આજે બેંક મેનેજર બની ગયો...બીજી બાજુ સાધના પણ ડોક્ટર....આમને આમ દિવસો જતા ગયા...માધવ અપડાઉન કરે ...તો ક્યારેક વધારે પડતું બેંકમાં કામ હોય ત્યાં આજુબાજુના ગેસ્ટહાઉસમાં રોકાઈ જતો...પરંતુ તેને આ યોગ્ય ના લાગતું કે સાધના થી દુર રહેવું...બંનેની એક આદત હતી રોજ રાત્રે જમ્યા પછી થોડો સમય એકબીજા સાથે વિતાવવો..અને સુખ દુખની વાતો કરવી...હવે થોડા સમયબાદ એકવાર માધવની બેન્કમાં ઉપરી અધિકારી બેંકની મુલાકાતે આવ્યા માધવે અધિકારીને ભલામણ કરી , ‘’ સાહેબ ..અમારા ગામ ગંગપુર માં એકપણ બેંક નથી ..લોકો ને ત્યાંથી દુર જવું પડે છે .માટે ત્યાં નો કોઈ વ્યક્તિ બેંક સાથે જોડાવવા માંગતો નથી...
હું એવું ઈચ્છું છું કે ગંગપુરમાં આપણી બેંકની એક બ્રાંચ ખુલે અને ત્યાંના લોકો બેંક ની સેવાઓનો લાભ લઇ શકે...’’ આમ તો આ વાત માધવ માટે થોડી પોતાના સ્વાર્થ માટે પણ હતી અને લોકો ના મદદ હેતુસર પણ...માધવના સાહેબ ને વાત યોગ્ય લાગી એમણે કહ્યું , ‘’ હા સારો વિચાર છે...એમ પણ તું એ ગામના લોકોને જાણે છે તો તને જ ત્યાં ટ્રાનસ્ફર આપી દઉં...એટલે તું ગંગપુર બ્રાંચનું બધું સંભાળી શકે... આપણે વર્ષો પહેલા ત્યાં એક બ્રાંચ ખોલી હતી પણ બહુ ન ચાલતા ૬ મહિનામાં બંધ કરી દીધી હતી...એજ જગ્યા એ થોડું સમાર કામ કરવી નાખ્યે એટલે ત્યાંજ બ્રાંચ બની જાય.’’..માધવના મનમાં હાશકારો થયો અને ચહેરા પર સંતોષનો ભાવ પ્રગટતો હતો કે હવે સાધના પાસે જ રહીને કામ કરીશ...
બસ તમે જેમ જોયું તેવી રીતે ખુબજ સરસ મજાની જિંદગી બન્ને જીવતા હતા...થોડા સમયબાદ માધવ અને સાધનાના ઘરે બે બાળકનો જન્મ થયો ...જેવી રીતે માધવ અને સાધના એક બીજાને પ્રેમ કરતા તેવી જ રીતે તેમણે એમના બાળકનો પણ ઉછેર કર્યો ..સારા સંસ્કાર આપ્યા..પરવરીશ કરી ..ભૂતકાળની અસર એના છોકરાવ પરના પડે એનું ખાસ ધ્યાન રાખ્યું ...આવી રીતે જિંદગી આગળ વધતી રહી ...હવે જોઈ મુખ્ય વાત માધવ અને સાધના ના જીવનની...
ક્રમશ.
વાર્તાનાં આગળનાં ભાગ અવશ્ય વાંચજો.. પતિ અને પત્નીનાં અદ્ભૂત પ્રેમ સંગમ છે..