ડર થી જીવવું એટલે દુઃખ થી જીવવું. ડર માણસ નાં આનંદ ને ખતમ કરી નાખે છે. ડર ચૂસી લે છે માણસ નો આનંદ. એટલે જો આનંદ ને પામવો હોય તો ડરવાનું છોડી દો અને એકદમ આનંદ થી જીવો.
માણસ લગભગ પોતાનું ધાર્યું કરતા ડર તો હોય છે. જ્યારે કોઈ માણસ ભણતો હોય અને ભણવાનું પૂરું કરે ત્યારે લગભગ ને ત્યાં આ પરિસ્થિતિ હોય છે. છોકરો ભણી ને નીકળે ત્યારે તે કંઈક અલગ કરવા માંગતો હોય છે પણ ઘરના લોકો તેને કરવા નથી દેતા અને ઘેટાં બકરા ની ભીડ માં ધકેલી દે છે. એ વખતે છોકરાં એ જે કહેવુ હોય તે કહી દેવું જોઇએ. નહીંતર તે કાયમ ડરતો રહેશે. ઘણી વખત પિતા ની કાપડ ની મોટી દુકાન હોય તેમાં છોકરાં ને જરાપણ રસ ના હોય અને તેને બનવું હોય ગાયક પણ માં બાપ એવા વચમાં કે તેની જિંદગી ખલાસ થઈ જાય. આવા પ્રસંગે જે કહેવું હોય તે કહી જ દેવા નું હોય, ચાહે ગમે તે થાય, નહીંતર જીવનભર પસ્તાશો.
છોકરા ની વાત છોડો માણસ ભણી ગણી ને લગ્ન કરી ને ઠરીઠામ થાય પછી પણ ડરવાનું ક્યાં છોડે છે. મેં ઘણા ઘર માં જોયું છે કે પતિ પોતાના માં બાપ થી અલગ રહેતો હોય પણ પત્ની નો એવો રુવાબ હોય કે પતિ બિચારો પોતાના માં બાપ ને મદદ કરતો નથી અને મન માં ને મન માં ઘૂંટાયા કરે છે અને પછી મા બાપ ના રહે ત્યારે પુરી જિંદગી અફસોસ માં ગુમાવે છે. મારે આવા છોકરાઓને કહેવું છે કે આટલા ડર થી શાના જીવો છો. જો તમે તમારા માં બાપ ને મદદ કરવા માંગતા હોય તો કરો. તમારી પત્ની ચાહે ગમે તે કહે ડરો નહિ. કારણ આ રીતના જીવન નો કોઈ અર્થ નથી. એવી રીતે ઘણા ઠેકાણે પત્ની ની હાલત પણ આવી હોય છે. પત્ની ઘણી વખત પોતાના માં બાપ ને મદદ કરવા ઈચ્છતી હોય છે પણ ખોટા ડર ને કારણે તે બોલતી નથી અને બિચારી ના માં બાપ સહન કર્યે જાય છે. એવું થોડું છે કે છોકરી પરણી ગઈ એટલે તેના માં બાપ ને મદદ ના કરી શકે. તો આવા વખતે ડર છોડી જે કરવું છે તે કરો પણ ડર થી કયારેય ના જીવો.
ઓફિસ માં પણ નોકરી કરતાં માણસો બોસ ની દાદાગીરી સામે ઝૂકી જાય છે અને ના કરવાનાં કામો બોસ કરાવે તો કરે છે, ત્યારે તેઓ બોલી શકતા નથી.
પણ હિંમત રાખી ને જે ખોટુ લાગતું હોય તે કહી દેવું જોઈએ. અને જે કર્મ કરવાની ઇચ્છા ના હોય તે જતલાવી દેવી જોઈએ. આવા સમયે કેટલા બધા ડર થી માણસ ખલાસ થઈ જાય છે. તે વિચારે છે મારી નોકરી જશે તો શું કરીશ, મારુ ભવિષ્ય બરબાદ થશે વગેરે ડરામણા વિચારો કરી માણસ બોલતો નથી અને જીવન ભર મનમાં પીડાતો રહે છે.
મિત્રો, પરીણામ જે આવતું હોય તે આવે પણ એકવાર અંતરાત્મા કંઈક કરવાનું કહે તો કરી નાખજો. કયારેય ડરતા નહિ, નહિતર જીવનભર પસ્તાશો પછી કોઇ બચાવવા નહીં આવે. જીવન ખુબ ટૂંકું છે. જો જીવન માં તમારા મન નું ધાર્યું કરીને નહિ જીવો તો બીજો કોઇ માણસ તમને બચાવી નહિ શકે. એટલે કાયમ ડર વગર જીવજો. અંતરાત્મા ના અવાજ ને માન આપીને જ જીવજો.
જીવન માં મન નું ધાર્યું કરી ને જ જીવવામાં મજા છે. જીવન નો સાર છે. જો તમે મન નું ધાર્યું નહી કરો તો જીવન ભર તડપશો. એનો મતલબ એવો નથી કે તમે બેફામ,બેજવાબદારી થી જીવો. પણ જ્યાં તમે સાચા હો અને જ્યાં સામેવાળા ને કોઈ તકલીફ ના થતી હોય છતાં તમે તે વાત કરતાં ડરતા હો તો ચેતી જજો. તમે જો સાચા હો તો કોઈ ની ખોટી લાગણી માં આવી અને ડરી ને પોતાના મન નું ધાર્યુ કરવાનું છોડતા નહીં.
તો મિત્રો સાચી વાત કરતાં ડરો નહીં અને જો તમે સાચા હો તો મન નું ધાર્યુ કરીને જ જીવો.
Thank you.......