“મે તો પહેલા જ ના પડી હતી કે અહી ઘરમાં મડદા ના દટાય.”
“એ તો આ વિરૂભા ખબર નહીં ક્યાથી આવી ગયા એમાં આ બધો લોચો લાગી ગયો.”
“વિરૂભા નહોતા આવ્યા તો પણ મે તો ના જ પાડી હતી ને!”
“રામ જાણે વિરૂભા કેમ અહી આવી ચડ્યો એમાં ઉલમાથી ચૂલમાં પાડવા જેવુ થયું”
“અફસોસ તો મને પણ થાય છે, એ બિચારી ને પૈસા આપીને રવાના કરવાના બદલે આપણે લોકોને શું સુજયું કે આવું કરી બેઠા!”
“હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી આગળ શું કરવાનું છે એ વિચારો.” અભય અને સુહાસ વચ્ચે ચાલી રહેલી વાત કાપતા વિક્રાંત બોલ્યો.
વિક્રાંતે ઘરે આવીને વિરુભાના ઘર પાસે બનેલી ઘટના સુહાસ અને અભયને કરી હતી તેથી તેઓ બંને વ્યાકુળ થઈ ગયા હતા અને પોતાના અપરાધ વિષે ચર્ચા કરી રહ્યા હતા.
“પણ તને વિરુભાના ઘર પાસે જવાનું કોણે કહ્યું હતું?” સુહાસે ગુસ્સા સાથે કહ્યું.
“તો શું મારે ઘરની બહાર પણ ના નીકળવું?”
“ઘરમાથી નીકળવાની કોણ ના પડે છે, પણ વિરુભાના ઘર તરફ જવાની શું જરૂર હતી?”
“અરે!, પણ વિરુભનું ઘર આપણા ઘર તરફ આવતા રસ્તા પર આવે છે તો મારે શું કરવું? મને પાંખો તો છે નહીં કે ઉડીને ઘરે આવી જાવ!”
“છોડોને તમે બંને શું ચાલુ થઈ ગયા છો! હવે આના નિરાકરણ માટે કૈંક કરો.” અભય તે બંને ને ચૂપ કરાવતા બોલ્યો.
“શેનું નિરાકરણ ?, હજુ પોલીસે ક્યાં આપણને કઈ કર્યું છે.” વિક્રાંત બોલ્યો.
“હા ભલે નથી થયું પણ ક્યારેક તો થશેને!” અભય શંકા સાથે બોલ્યો.
“ત્યારનું ત્યારે જોયું જશે.” વિક્રાંત બેફિકરાઈથી બોલ્યો.
કોઈ બહાર ઊભું રહીને તેઓ વચ્ચે ચાલી રહેલી બધી વાતો સાંભળી રહયું હતું તેનાથી તેઓ અજાણ હતા.
@@@@@@@@@@@@@@
“પહેલા કેતન પછી કાજલ અને હવે કેશવ પણ ગયો વિક્રાંતકાકા નો વંશ જ ખતમ થઈ ગયો.
“ક્યાક આપણી સાથે પણ આવું તો નહીં થાય ને?”
“મોટાભાઇ આવી બધી વાતો અત્યારે અહિયાં કરવાનો કોઈ મતલબ નથી, અત્યારે તો ભાભી સાજા થઈ જાય એવી પ્રાથના કરો.” અવિનાશે વિરલને આશ્વશન આપતા કહ્યું જો કે તે પોતે પણ ખૂબ ડરી તો ગયો જ હતો પરંતુ અત્યારે જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાંથી નીકળી જવાનો વિચાર કરી રહ્યો હતો.
થોડીવાર પછી એક નર્શ બહાર આવી અને કહ્યું કે વિરલભાઈ ને અંદર બોલાવે છે.
વિરલ અંદર જઈને અનીતા જે બેડ પર સૂતી હતી ત્યાં ગયો અને પાસે પડેલા સ્ટૂલ પર બેઠો અને અનીતાનો હાથ પોતાના હાથમાં લઈને પસવારવા લાગ્યો.
અનીતા ને ભાન આવ્યું ત્યારે તે સૌ પ્રથમ વિરલ બોલી હતી અને ડોકટરના આદેશથી નર્શે બહાર આવીને વિરલને અંદર જવાનું કહ્યું હતું.
વિરલ અંદર આવ્યો એટલે ત્યાં હાજર ડોક્ટર પણ તે રૂમની બહાર નીકળી ગયા હતા, અત્યારે તે રૂમમાં વિરલ અને અનીતા જ હતા.
વિરલની ડાબી આંખમાથી એક આસું નીકળીને તેના ગલ પરથી સરકીને અનિતાના હાથ પર પડ્યું.
અનિતાની હાલત પણ વિરલ જેવી જ હતી પરંતુ માત્ર તેની આંખોમાં આસુંની બદલે ડર હતો.
“શું થયું હતું અનુ તને?” વિરલ તેને અનુ કહીને જ સંબોધતો હતો.
વિરલ દ્વારા પૂછેલા સવાલથી અનિતાની આંખોમાં રહેલા ડરમાં વધારો થયો હતો અને તેની સાથે બનેલી ધટના યાદ કરીને ભય થી તે ધ્રુજવા લાગી હતી.
તેના શરીરમાં થયેલી ધ્રુજારીનો અનુભવ વિરલને પણ થયો, તેને થયું કે નાહક જ મે આવો સવાલ મે અત્યારે પૂછી લીધો.પરંતુ ત્યારબાદ અનીતા દ્વારા કહેવાયેલા શબ્દોથી વિરલ પણ ધ્રુજવા લાગ્યો.
(ક્રમશ:)